________________
215
jainology II
આગમસાર વાસ્તવમાં સૂત્રોના અર્થ પરમાર્થને યથાર્થરૂપમાં ક્રમશઃ પૂર્ણ રીતે ધારણ કરનારને “અનુયોગધર' કહેવાય છે. અને આવા અર્થ પરમાર્થને સ્વગણ તથા અન્ય ગણના સેંકડો હજારો શ્રમણ શ્રમણીઓ ને સમજાવનાર, ભણાવનારને “અનુયોગ પ્રવર્તક' કહેવાય છે. ક્યારેક આવી જ રીતે કોઈ “અનુયોગ પ્રવર્તક વિશેષ વિખ્યાત બની જાય છે અને લાંબી ઉમરના કારણે અધિકાંશરૂપથી તેમના દ્વારા સમજાવવામાં આવેલ તે પરમાર્થ, બધા ગણોની પરંપરાઓમાં પ્રવર્તમાન થઈ જાય છે. ત્યારે તે પરમાર્થ વાચના અનુયોગ પ્રવર્તકના નામથી પ્રસારિત થયા કરે છે, જે કેટલાય યુગો સુધી પ્રખ્યાત રહે છે. આ જ રીતે દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના પૂર્વે અનયોગધર સ્ફધિલાચાર્ય થયા હતા. તેમણે વિશેષ રૂપથી ઉપર જણાવ્યા મુજબ અનયોગને પ્રવર્તાવ્યું હતું. તેમની પરંપરા ખૂબ જ વિશાળપણે વિસ્તરી અને દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના સમય સુધીમાં પૂર્ણપણે વ્યાપક બની હતી. આ કારણે જ નંદી સૂત્રની એક ગાથામાં જણાવ્યું છે કે..
જેસિં ઈમો અણુઓગો, પયરઈ અજજાવિ અટ્ટ ભરહમિ.
બહુનિયરનિગ્નય જસે, તે વંદે મંદિલાયરિએ ૩૭ આ ગાથાથી એ વાત સ્પષ્ટ થાય છે કે સૂત્રોના અનુયોગ વિચ્છેદ નહોતા ગયા પરંતુ સંપૂર્ણ અર્ધ ભારતમાં પ્રચલિત હતા. દેવર્ધ્વિગણિ તથા સ્કંદિલાચાર્ય આ બંને શ્રી આર્યરક્ષિત પછી સેંકડો વર્ષ વીત્યા બાદના આચાર્ય હતા અને તેઓ પણ અનુયોગધર તથા અનુયોગ પ્રર્વતક હતા. અતઃ અનુયોગના વિચ્છેદ થવાની કે વિચ્છેદ કરવાની જે વાત ઇતિહાસમાં છે તે ભ્રામક અને કાલ્પનિક છે; આ બાબત સૂત્ર પ્રમાણથી જ સ્પષ્ટ થઈ જાય છે.
નિંદીસૂત્રની આ ગાથાઓથી એમ નિષ્કર્ષ નીકળે છે કે કાલિકસૂત્રની જે સંક્ષિપ્ત કે વિસ્તૃત વ્યાખ્યા કરવામાં આવે છે, તેની એક વિશેષ પદ્ધતિ હોય છે. જે આગમકાળથી સૂત્રોની સાથે જ શિષ્યોને સમજાવવામાં આવતી હતી. એ વિસ્તૃત વ્યાખ્યાની સાથે સૂત્ર વિશાળ બની જતા હતા. એમને કંઠસ્થ કરવાનું ક્રમશઃ અઘરું થવા લાગ્યું. અનુયોગ પદ્ધતિ દ્વારા એ વ્યાખ્યાઓથી યુક્ત કાલિક સૂત્રોને ધારણ કરનારા બહુશ્રુત આચાર્યોને ઉક્ત નંદી સૂત્રની ગાથાઓમાં અનુયોગધર, અનુયોગરક્ષક, અનુયોગિક, અનુયોગ પ્રધાન વગેરે વિશેષણોથી વિભૂષિત કરવામાં આવ્યા છે.
અહીં ગાથામાં વપરાયેલ અનુયોગ-વ્યાખ્યા પદ્ધતિ પહેલાથી પ્રચલિત હતી, જેનું રક્ષણ અને ધારણ યુગ પ્રધાન આચાર્યોએ કર્યું હતું. ગાથા ૩૭મી અનુસાર નંદી સૂત્રકારના સમયમાં જે સૂત્રોની વ્યાખ્યાઓ કંઠસ્થ પરંપરામાં ઉપલબ્ધ હતી એ બધી જ વ્યાખ્યાઓ ઔધિલાચાર્ય દ્વારા વ્યવસ્થિત પણે નિશ્ચિત કરવામાં આવી હતી. આર્ય રક્ષિતે શું કર્યું? – ઇતિહાસ અને આગમ:
આર્યરક્ષિતના સમયમાં અપૃથકત્વાનુયોગ પ્રચલિત હતો. જેમાં પ્રત્યેક સૂત્રની વ્યાખ્યા(૧) ચરણ-કરણ (૨) ધર્મકથા, (૩) ગણિત (૪) દ્રવ્ય- તત્ત્વદષ્ટિ અને અનુયોગ પદ્ધતિ દ્વારા કરવામાં આવતી હતી. વર્ષોથી જિનશાસનની પરંપરા મુજબ ગુરુ પોતાના શિષ્યોની પાત્રતા મુજબ જ જ્ઞાન આપે. કેમ કે કેટલાક સાધુ- સાધ્વીતો સામાન્ય બુદ્ધિવાળા કે વૃદ્ધપણ હોઈ શકે. એ બધા માટે એક સરખી પદ્ધતિ ન હતી કે બધાયને ચારેય અનુયોગ યુક્ત પદ્ધતિથી જ અધ્યયન કરવું પડશે. અર્થાત્ તે સમયમાં પણ યોગ્યતા પ્રમાણે જ અર્થ, પરમાર્થ, અનુયોગ પદ્ધતિ વડે અધ્યયન કરાવવામાં આવતું હતું.
આર્ય રક્ષિતે મૌલિક સૂત્રોને અનુયોગોમાં વિભાજિત નથી કર્યા કે અનુયોગ વિચ્છેદ પણ નથી કર્યા, પરંતુ અનુયોગ દ્વાર સૂત્રની સ્વતંત્ર રચના કરીને અનુયોગ પદ્ધતિને સુરક્ષિત કરી. જેના માટે નંદીસૂત્રમાં કહેવાય છે કે
(રયણકરંડગભૂઓ અણુઓગો રમ્બિઓ જેહિં) સમાન વિષયોના અનુયોગ - સામાન્ય રીતે વાચક વિષયાનુસાર વર્ગીકરણને વાંચવામાં વિશેષ રુચિ રાખે છે. વળી સમજવા માટે પણ એક વિષયનું સંપૂર્ણ વર્ણન એક સાથે વાંચવા મળે તો તે અત્યન્ત સુવિધાજનક રહે છે. સ્વાધ્યાય કરનારા વાચકો તથા અન્વેષક વિદ્યાર્થીઓ માટે તો વર્ગીકૃત કરેલા વિષયોનું સંકલન અત્યન્ત ઉપયોગી સાબિત થાય છે.
અને એટલા માટે જ વર્ગીકૃત વિષયોનું સંકલન ખૂબ જ આવશ્યક અને ઉપયોગી માનવામાં આવે છે. આગમોમાં પણ અધિકાંશ આવી જ પદ્ધતિનું અવલંબન લીધેલ છે. દષ્ટાંત તરીકે ઠાણાંગ સૂત્ર, સમવાયાંગ સૂત્ર.
વિષયોનું વિભાજન અનેક દષ્ટિકોણથી થાય છે. અને તે વિભાજન કર્તાના દષ્ટિકોણ પર નિર્ભર છે. જેમ કે– (૧) જીવ દ્રવ્યના વિષયનો અલગ વિભાગ કરવો પણ તેમાં કોઈ ગતિ કે દંડકના વિભાજનનું લક્ષ ન રાખવું.(૨) ગતિઓની અપેક્ષાએ વિભાજન કરવું પરંતુ તેમાં દંડકોના ક્રમ કે વ્યુત્ક્રમનું લક્ષ ન રાખવું. (૩) દંડકોની અપેક્ષાએ વિભાજન કરવું પરંતુ તેમાં ૧૨ દેવલોક, ૭ નરક કે પાંચ તિર્યંચનું વિભાજન ન કરવું, વગેરે સ્થળ કે સૂક્ષ્મ અથવા સૂક્ષ્મતર અપેક્ષિત વિભાજન ઉપયોગિતા અનુસાર કરી શકાય છે.
1 અથવા– (૧) પ્રાયશ્ચિત વિધાનોને એક સૂત્રમાં કહેવા, (૨) લઘુ, ગુરુ, માસિક, ચોમાસી વગેરે વિભાગોના ક્રમથી કથન કરવા, (૩) તેમાં પણ પાંચ મહાવ્રતોની અપેક્ષાએ વિભાજન કરવું (૪) સમિતિ, ગુપ્તિ, દીક્ષા, સંઘ વ્યવસ્થા, સ્વાધ્યાય આદિ વિભાગોને અલગ-અલગ તારવીને વિભાજન કરવું, ઈત્યાદિ અનેક પ્રકારે વિભાજન કરી શકાય છે.
આગમોમાં કરવામાં આવેલ વિભાજન પદ્ધતિ પણ એક સાપેક્ષ પદ્ધતિ છે. જેમ કે(૧) આચારાંગ પ્રથમ શ્રુતસ્કંધમાં સંયમના પ્રેરક વિષયો છે. (૨) આચારાંગના બીજા શ્રુતસ્કંધમાં સાધુના અતિ આવશ્યક આચાર સંબંધી વિષય છે. (૩) સૂત્રકૃતાંગના પ્રથમ શ્રુતસ્કંઘમાં પ્રથમ અધ્યયન સિવાયના બાકી બધા અધ્યયનોમાં સાધ્વાચારનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે (૪) દશવૈકાલિક સૂત્રમાં મુનિ જીવનનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. (૫) જ્ઞાતાસૂત્રથી વિપાકસૂત્ર સુધીના અંગ સૂત્રોમાં વિવિધ ધર્મકથાઓ છે.