________________
આગમસાર– ઉતરાર્ધ
(૬) પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં પાંચ આશ્રવ અને પાંચ સંવરના વિષયનું સવિસ્તાર સંકલન છે.
(૭) નંદીમાં જ્ઞાનના એક જ વિષયનું વિસ્તૃતીકરણ છે.
(૮) ચાર છેદ સૂત્રોમાં પણ પ્રમુખ આચાર સંબંધી વિષયોનું સંકલન છે. જેમાં નિશીથ સૂત્રમાં તો પૂર્ણરૂપે પ્રાયશ્ચિત્ત વિધાનોનું સંકલન છે.
216
આ જ પ્રકારે અન્ય ઉપાંગ વગેરે કેટલાય સૂત્રોમાં આગમકારની દૃષ્ટિએ ભિન્ન ભિન્ન વિષયોનું સંકલન કરવામાં આવ્યું છે. ઠાણાંગ, સમવાયાંગનું સંકલન સંખ્યાની પ્રધાનતાને લઈને કરવામાં આવ્યું છે અને એટલે જ તેમાં વિષયોની વિભિન્નતા છે. ભગવતી સૂત્રમાં વિવિધ વિષયોની પ્રશ્નોતરીનું સુંદર સંકલન છે. ઉત્તરાધ્યયન સૂત્ર વિવિધ વિષયોના ગદ્યપદ્યાત્મક ઉપદેશી સૂત્રોમાં ગૂંથેલું છે.
નિષ્કર્ષ એ છે કે આગમોની રચના પદ્ધતિની વિષય ગૂંથણી એક—એક વિષયના સ્વતંત્ર સંકલનવાળી છે. તેમ છતાં ઘણી જગ્યાએ ઠાણાંગ, સમવાયાંગ, ભગવતી સૂત્ર વગેરે અનેક આગમોમાં વિવિધ વિષયો છૂટા છવાયા ભરપૂર પડેલા છે.
બારમા અંગ સૂત્રના ચોથા વિભાગનું નામ 'અનુયોગ" છે. એનો આશય એ છે કે તે વિભાગમાં જે કોઈ પણ વિષયની ગૂંથણી છે તે સંબંધી બહુમુખી વિસ્તૃત ચર્ચા પણ કરી છે અને એક વિષય કે એક વ્યક્તિ સંબંધી વિષયોનું પણ એક સાથે સંકલન કરવામાં આવ્યું છે. આમ એક વિષયના એક સાથે સંકલન રૂપ વિશિષ્ટ પદ્ધતિને અહીં 'ગંડિકા' કહેલ છે અને વિસ્તૃત વર્ણન થવાથી તેને માટે અનુયોગ શબ્દ વાપરવામાં આવેલ છે અને એટલા માટે આ ચોથા વિભાગને અનુયોગ કહેવામાં આવેલ છે. જ્યારે તે વિભાગમાં જે જુદા—જુદા વિષયોના ઉપવિભાગો છે તેને ગંડિકા + અનુયોગ ઊ ગંડિકાનુયોગ કહેવામાં આવેલ છે. યથા– પ્રથમાનુયોગ –( તીર્થંકરાદિનઃ પૂર્વ ભવાદિ વ્યાખ્યાન ગ્રંથ: ). ગંડિકા –( એકાધિકારા ગ્રંથ પદ્ઘતિરિત્યર્થ :) ગંડિકાનુયોગ –(ભરત નરપતિ વંશજોનાં નિર્વાણ ગમન, અણુત્તર વિમાન ગમન વક્તવ્યતા વ્યાખ્યાન ગ્રંથ: ). ગંડિકાનુયોગ :–ગંડિકાનો અર્થ છે– સમાન વકતવ્યતાવાળી વાકય પદ્ધતિ, અનુયોગ અર્થાત્ વિસ્તૃત અર્થ પ્રગટ કરવાવાળી વિધિ. એક સરખા વિષયોના સંગ્રહવાળા ગ્રંથના અધ્યયનનું નામ છે 'ગંડિકા' અને એનો જે અર્થ વિસ્તાર સંયુકત છે, તેનું નામ છે અનુયોગ. એટલે કે— જે ગ્રંથ કે વિભાગમાં ફક્ત તીર્થંકરોનું વર્ણન છે તથા તેના વિષય વિસ્તારો છે તે વિભાગ તીર્થંકર ગંડિકાનુયોગ કહેવાય છે. આ પ્રકારે અનેક ગંડિકાઓ કહેલી છે. દા.ત. (૧) કુલકર ગંડિકાનુયોગ (૨) તીર્થંકર ગંડિકાનુયોગ (૩) ગણધર ગંડિકાનુયોગ (૪) ચક્રવર્તી ગંડિકાનુયોગ (૫) દશાર્હ ગંડિકાનુયોગ (૬) બલદેવ પંડિકાનુયોગ (૭) વાસુદેવ પંડિકાનુયોગ (૮) હરિવંશ ગંડિકાનુયોગ (૯) ઉત્સર્પિણી ગંડિકાનુયોગ (૧૦) અવસર્પિણી ગંડિકાનુયોગ વગેરે.
( સ્તોક, થોક સંગ્રહ, ગંડીકા એટલે થોકડા)
આ પ્રકારના વર્ણનથી એમ સ્પષ્ટ થાય છે કે એક વિષયના સંકલનને 'ગંડિકા' કહેવું જોઇએ અને તેના વિસ્તૃત વર્ણનને અથવા કોઈ પણ સૂત્રના અર્થ વ્યાખ્યાનને 'અનુયોગ' કહેવું જોઇએ. જ્યારે વિસ્તૃત વર્ણનવાળા એક સરખા વિષય સંકલનને અર્થાત્ અનુયોગ યુક્ત ગંડિકાને ''ચંડિકાનુયોગ'' કહેવું જોઇએ.
=
ચાર અનુયોગ :– શ્વેતાંબર પરંપરામાં (૧) ચરણકરણાનુયોગ, (૨) ધર્મકથાનુ યોગ, (૩) ગણિતાનુયોગ, (૪) દ્રવ્યાનુયોગ એ ચાર ભેદ માત્ર નામ રૂપે જ મળે છે. આ નામો પણ ૩૨ કે ૪૫ આગમોના મૂળ પાઠમાં નથી મળતા અર્થાત્ ઠાણાંગસૂત્રના ચોથા ઠાણામાં પણ નથી અને સ્વયં અનુયોગદ્વાર સૂત્રમાં પણ અનુયોગના આ ચાર પ્રકાર કયાંય પણ દર્શાવવામાં આવ્યા નથી. અનુયોગ દ્વાર સૂત્રમાં અનુયોગના ચાર દ્વાર કહ્યા છે. જે– (૧) ઉપક્રમ (૨) નિક્ષેપ (૩) અનુગમ અને (૪) નય છે.
અનુયોગદ્વાર નો સારાંશ અનુયોગનો વિષય :
જ્ઞાનના પાંચ પ્રકાર છે. (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યવજ્ઞાન (૫) કેવળજ્ઞાન.
આ પાંચમાંથી ચાર જ્ઞાનનો અનુયોગ થતો નથી. કારણ કે એ ચાર જ્ઞાન શીખી કે શીખવાડી શકાતા નથી. ફક્ત શ્રુતજ્ઞાન અભ્યાસનો વિષય બની શકે છે, શીખવાડી શકાય છે. કારણ કે (૧) ઉદ્દેશ– ભણાવવું તથા કંઠસ્થ કરાવવાનું (૨) સમુદ્દેશ– કંઠસ્થ કરેલા જ્ઞાનને સ્થિર કરાવવાનું તથા તેને શુદ્ધ કરવાનું (૩) અનુજ્ઞા– અન્યને ભણાવવાનો અધિકાર, આજ્ઞા, તથા અનુમતિ આપવી. (૪) અનુયોગ– વાચના દેવાનું અર્થાત્ વિશેષરૂપથી સમજાવવાનું.
સામાન્ય અર્થ, વિશેષાર્થ કે અનુયોગ પદ્ધતિથી વસ્તુ તત્ત્વનું વિશ્લેષણ કરવું વગેરે શ્રુતજ્ઞાનમાં જ થાય છે. તે સિવાય મતિ આદિ ચારે ય જ્ઞાન ક્ષયોપશમ દ્વારા સ્વતઃ પ્રાપ્ત થાય છે. તે ચારેયને પ્રાપ્ત કરવા કોઈ વિશેષ અધ્યયન કે અધ્યાપન અથવા અનુયોગ વ્યાખ્યાન કરવા પડતા નથી. શ્રુતજ્ઞાનમાં– આવશ્યક સૂત્ર, આવશ્યક સિવાય અંગશાસ્ત્ર, અંગબાહ્ય કાલિક, ઉત્કાલિક શાસ્ત્ર ઇત્યાદિ સર્વેયનો અનુયોગ થાય છે.
કોઈ પણ એક સૂત્રનું અનુયોગ પદ્ધતિથી વ્યાખ્યાન સમજી લીધા પછી તે પદ્ધતિ દ્વારા અન્ય સૂત્રોનું જ્ઞાન સ્વાભાવિક રીતે ખૂબ સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે. તેથી અહીં શ્રમણ નિગ્રંથોના ઉભયકાળમાં ઉપયોગમાં આવનારા અને આચારાંગ સૂત્ર, આદિ અંગ સૂત્રોથી પણ પ્રથમ અધ્યયન–અભ્યાસ કરાવાતા એવા આવશ્યક સૂત્રનો અનુયોગ કરવામાં આવે છે.
આવશ્યકસૂત્ર એક શ્રુતસ્કંધ છે અને તેમાં અનેક અધ્યયનો છે. આ કથનમાં પ્રયુક્ત (૧) આવશ્યક (૨) શ્રુત (૩) સ્કંધ અને (૪) અધ્યયન એ ચાર શબ્દોનો અનુયોગ કરવામાં આવ્યો છે. ‘આવશ્યક’નો અનયોગ ઃ
નામ આવશ્યક :- આવશ્યક સૂત્ર અંગબાહ્ય ઉત્કાલિક સૂત્ર છે. ‘આવશ્યક' એ આ સૂત્રનું ગુણનિષ્પન્ન નામ છે. કારણ કે અવશ્યક૨ણીય આદિ ગુણો એમાં ઘટિત થાય છે. કોઈપણ વસ્તુનું ગુણસંપન્ન અથવા ગુણરહિત નામ રાખવું એ ઐચ્છિક અને એના પરિચયને માટે હોય છે. યથા– મહાન વીરતાના ગુણથી સંપન્ન વ્યક્તિનું નામ મહાવીર ૨ાખી શકાય છે તથા શક્તિહીન,