________________
આગમસાર
jainology II
213
અનુયોગદ્વાર પ્રસ્તાવના :
સાંસારિક પ્રાણી અજ્ઞાન, મિથ્યાત્વ અને મોહ અવસ્થાના કારણે ચાર ગતિમાં ભ્રમણ કર્યા કરે છે. આ સ્થિતિમાંથી ઉગારવાવાળી માત્ર તીર્થકર પ્રભુની વાણી છે. જેના શ્રવણ મનન અધ્યયન દ્વારા જીવને રાહત સાંપડે છે. આજે તીર્થંકર પ્રભુની વાણી આગમ રૂપમાં ગૂંથેલી એજ ગુણસભર ઉપલબ્ધ છે. અનેક મુમુક્ષુ પ્રાણીઓ આગમોના માધ્યમ વડે સન્માર્ગને પ્રાપ્ત કરે છે. શ્રમણ તથા શ્રમણો– પાસક વર્ગ આજે પણ આ આગમોના આધારે ધર્મ શ્રદ્ધાળુ પુણ્યવાન જીવોને ત્યાગ વૈરાગ્ય અને જ્ઞાન વૃદ્ધિ કરાવવા માટે ધર્મોપદેશ આપે છે. આગમ આપણા મૌલિક સૂત્રરૂપ છે. એના અર્થ અને વ્યાખ્યા-વિશ્લેષણ પણ એ આગમોના ભાવોને સંક્ષેપમાં તથા વિસ્તારમાં સમજવા માટે સહાયભૂત છે. પ્રાચીનકાળમાં એ અર્થ તથા વ્યાખ્યાઓને માટે "અનુયોગ" શબ્દનો પ્રયોગ કરવામાં આવતો હતો. સૂત્ર નામ તથા અર્થ વિચારણા - સૂત્રને અનુરૂપ અર્થ અને વ્યાખ્યા યોજવી એ "અનુયોગ" કહેવાય છે. સૂત્રના એ અર્થો, વ્યાખ્યાઓ અને વિશ્લેષણ રૂપ અનુયોગને કહેવાની સમજાવવાની જે પદ્ધતિ હોય છે, રીત હોય છે, અર્થાત્ જે ભંગ, ભેદ, આદિ ક્રમોના અવલંબન લઈને આગમ શબ્દો અને સૂત્રોની વ્યાખ્યા (અનુયોગ) કરવામાં આવે તેને અનુયોગ પદ્ધતિ કહેવાય છે. આ પદ્ધતિમાં જે ભંગભેદનું અવલંબન લેવામાં આવે છે, તેના મુખ્ય ભંગભેદોને "દ્વાર" કહેવામાં આવે છે. દ્વારનો અર્થ છે, સૂત્ર વ્યાખ્યામાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ. પછી જે ભેદાનભેદ કરવામાં આવે છે, તેને “ઉપદ્વાર” કહે છે. તે ભંગ, મેદાનભેદ, વિકલ્પ, ઉપદ્વાર કોઈ પણ શબ્દ વડે કહી શકાય છે.
પ્રસ્તુત સૂત્રમાં સૂત્રો અને શબ્દોના અર્થની વ્યાખ્યાન પદ્ધતિ ચાર મુખ્ય દ્વારોથી બતાવવામાં આવી છે. એટલે જ આનું સાર્થક નામ “અનુયોગ દ્વાર સૂત્ર” રાખવામાં આવ્યું છે. આ સૂત્ર તમામ આગમો અને તેની વ્યાખ્યાઓને સમજવાની ચાવીરૂપ છે.
કરવામાં આવ્યું છે. ત્યાર બાદ આવશ્યક, શ્રત, સ્કંધ, અધ્યયન અને સામાયિક આ પાંચ શબ્દોને ઉદાહરણરૂપમાં લઈને વ્યાખ્યા પદ્ધતિને ક્રિયાવિત કરવામાં આવી છે.
વ્યાખ્યા પદ્ધતિના ભેદ–પ્રભેદોની પ્રચુરતાના કારણે આ સૂત્રને સમજવું અન્ય આગમો કરતાં વધારે અઘરું છે. છતાં જેને દર્શન અને પ્રાચીન વ્યાખ્યાઓને સમજવામાં સફળતા પ્રાપ્ત કરવા મેધાવી શિષ્યો માટે ખૂબ ઉપયોગી અને વિશેષ મહત્ત્વપૂર્ણ સૂત્ર છે. કારણ કે પ્રાચીન ચૂર્ણિ, નિયુક્તિ, ટીકા વગેરેના અધ્યયનથી એમ જણાય છે કે તેના પ્રારંભમાં વિવેચન કરવાની એજ પદ્ધતિ અપનાવેલ છે. જે આ સૂત્રમાં ભેદ-પ્રભેદો દ્વારા બતાવવામાં આવી છે. વ્યાખ્યાઓમાં આવી પદ્ધતિ શ્વેતાંબર જૈન આગમો સિવાય દિગમ્બર જૈન આગમ “પખંડાગમ” આદિની ટીકાઓમાં પણ જોવા મળે છે. આનાથી પણ આ સૂત્રોક્ત અનુયોગ પદ્ધતિની. મહત્તા તથા આવશ્યકતાનું અનુમાન કરી શકાય છે. અનુયોગ દ્વાર સૂત્રનું વિષય સંકલન:(૧) જ્ઞાનના ભેદો-મતિ આદિ.
(૧૦) જીવોની અવગાહના (૨) શ્રુતજ્ઞાનના ઉદ્દેશ આદિ.
(૧૧) સ્થિતિ (૩) આવશ્યક સૂત્રનું, શ્રતનું, સ્કંધનું અનુક્રમથી
(૧૨) પાંચ શરીરના બંધ-મુક્તનું વર્ણન. નિક્ષેપ દ્વારા પ્રરૂપણ.
(૧૩) પ્રત્યક્ષ પ્રમાણ વગેરે ભાવ પ્રમાણ. (૪) અનુયોગના ચાર દ્વાર તથા પ્રથમ ઉપક્રમ
(૧૪) સંખ્યાત, અસંખ્યાત વર્ણન (ડાલા-પાલા વર્ણન) દ્વારનું વિભાગ વર્ણન.
(૧૫) પલ્યોપમ અને સાગરોપમનું માપ (૫) આનુપૂર્વ વિસ્તાર.
(૧૬) અર્થાધિકાર (૬) એકથી દસ નામ વર્ણન વડે વિવિધ
(૧૭) સમાવતાર ભાવોનું નિરૂપણ નામાનુપૂર્વી.
(૧૮) ચાર નિક્ષેપ દ્વારા (૭) ચાર પ્રમાણ સ્વરૂપ
(૧૯) અનુગમ દ્વાર નિરૂપણ (૮) માન, ઉન્માનના ભેદ અને સ્વરૂપ
(૨૦) સામાયિક સ્વરૂપ (૯) ત્રણ પ્રકારના અંગુલ
(૨૧) નય પ્રરૂપણ નોંધ - આ બધા અનુયોગ દ્વાર સૂત્રમાં વર્ણવેલા વિષયો છે. જીવોની અવગાહના, સ્થિતિ, બદ્ધ-મુક્ત શરીરોના વર્ણન, પ્રજ્ઞાપના સૂત્રમાં હોવાથી અહીં આ પુષ્પમાં સામેલ કર્યા નથી. આગમોમાં આ સૂત્રનું સ્થાન - વ્યાખ્યા પદ્ધતિનું સૂચક એવું આ અનુયોગદ્વાર સૂત્ર અંગ બાહ્ય ઉત્કાલિક સૂત્ર છે, એમ નંદી સૂત્રની સૂત્ર સૂચિમાં દર્શાવવામાં આવ્યું છે. હાલમાં શ્વેતાંબર સ્થાનકવાસી પરંપરામાં આને મૂળ સૂત્રોમાં ગણી લેવામાં આવ્યું છે. જ્યારે શ્વેતાંબર મૂર્તિપૂજક પરંપરામાં આને ચૂલિકા સૂત્રમાં ગણવામાં આવ્યું છે. આ સૂત્રમાં મુખ્યપણે “આવશ્યકસૂત્ર' તથા સામાયિક આવશ્યક પર અનુયોગ પદ્ધતિથી વ્યાખ્યાનું કથન ચાર મુખ્ય દ્વારો વડે કરવામાં આવ્યું છે. તેની સાથે સાથે પ્રસંગોપાત બીજા પણ જાણવા યોગ્ય વિષયો (તત્ત્વો)ની છણાવટ કરવામાં આવી છે.
આવી છણાવટમાં સાંસ્કૃતિક સામગ્રીઓનું પણ વર્ણન છે. જેમ કે– સંગીતના સાત સૂર, સ્વરસ્થાન, ગાયકના લક્ષણ, ગ્રામ, મૂર્ચ્છનાઓ, સંગીતના ગુણ અને દોષ, નવ રસ, સામુદ્રિક લક્ષણ, ઉત્તમ પુરુષના લક્ષણ, ચિન્હ ઇત્યાદિ. નિમિત્તના સંબંધમાં પણ કિંઈક પ્રકાશ પાડવામાં આવેલ છે. જેમ કે આકાશ દર્શન તથા નક્ષત્ર વગેરે પ્રશસ્ત હોય ત્યારે સુવૃષ્ટિ થાય અને અપ્રશસ્ત હોય તો દુષ્કાળ વગેરે થાય છે. સૂત્ર અને સૂત્રકાર:- આના રચનાકાર આર્યરક્ષિત મનાય છે. તે મુજબ આ સૂત્રની રચના વીર(નિર્વાણ) સંવત ૧૯૨ની તથા વિક્રમ સંવત ૧૨૨ની આસપાસ મનાય છે.