________________
190
આગમસાર- ઉતરાર્ધ (૪) સન્ની મનુષ્ય નારકી, દેવતામાં જેટલા ગમ્માથી જાય તો સર્વત્ર વેશ્યા ૬ હોય છે. ઔદારિકના દશ સ્થાનોમાં જાય તો ચોથા, પાંચમા, છઠ્ઠા ગમ્મામાં ત્રણ વેશ્યા હોય છે. બાકી ૬ ગમ્મામાં ૬ લેશ્યા હોય છે. (૫) મનુષ્ય તિર્યંચ બન્ને યુગલિયા ભવનપતિ વ્યંતર, જ્યોતિષી પહેલા બીજા દેવલોકમાં જાય ત્યાં સર્વત્ર ૪ લેડ્યા હોય છે. (૫) દષ્ટિ :- (૧) બધી નરક તથા નવ રૈવેયક સુધી દેવ જ્યાં પણ જેટલા પણ ગમ્માથી જાય છે એમાં સર્વત્ર દષ્ટિ ત્રણ હોય છે. અણુત્તર વિમાનના દેવોમા ત્રણે ગમ્મામાં (છ ગમ્મા શૂન્ય છે) એક દષ્ટિ જ હોય છે. (૨) પાંચ સ્થાવર, અસન્ની મનુષ્ય જ્યાં, જેટલા ગમ્માથી જાય છે, એમાં એક દષ્ટિ જ હોય છે. ત્રણ વિકસેન્દ્રિય, અસન્ની તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિકના દશ સ્થાનમાં જાય તો ચોથા, પાંચમા, છઠ્ઠા ગમ્મામાં એક દષ્ટિ હોય છે. બાકી ગમ્મામાં બે દષ્ટિ હોય છે. અસન્ની તિર્યંચ નારકી, દેવમાં જાય છે. બધા ગમ્મામાં એક મિથ્યા દષ્ટિ જ હોય છે. (૩) સન્ની તિર્યંચ નારકી, દેવમાં (આઠમા દેવલોક સુધી) જાય છે. તો ચોથા પાંચમા છઠ્ઠા ગમ્માથી નારકી સહિત જ્યોતિષી સુધી જનારામાં એક દષ્ટિ હોય છે. એના આગળના દેવોમાં જનારામાં બે દષ્ટિ હોય છે. બાકી ૬ ગમ્મામાં સર્વત્ર ૩ દષ્ટિ હોય છે. ઔદારિકના દશ સ્થાનોમાં જાય તો ચોથા, પાંચમ, છઠ્ઠા ગમ્મામાં એક દષ્ટિ, બાકી ૬ ગમ્મામાં ત્રણ દષ્ટિ હોય છે. (૪) સન્ની મનુષ્ય નારકી દેવતામાં જ્યાં પણ જેટલા પણ ગમ્માથી જાય છે, સર્વત્ર ત્રણ દષ્ટિ હોય છે. ઔદારિકના દશ સ્થાનોમાં જાય તો ચોથા, પાંચમા, છઠ્ઠા ગમ્મામાં એક દષ્ટિ, બાકી ૬ ગમ્મામાં ૩ દષ્ટિ હોય છે. (૫) બન્ને પ્રકારના યુગલિયા ભવનપતિ વ્યંતર જ્યોતિષમાં જાય છે. એમાં બધા ગમ્મામાં એક મિથ્યાદષ્ટિ હોય છે. પહેલા બીજા દેવલોકમાં જાય છે એમાં બે દષ્ટિ હોય છે. (૬) જ્ઞાનઃ- (૧) નારકી દેવતા જ્યાં પણ જેટલા પણ ગમ્માથી જાય છે, ૩ જ્ઞાન ૩ અજ્ઞાન હોય છે. અણુત્તર વિમાનમાં કેવળ ૩ જ્ઞાન હોય છે. (૨) પાંચ સ્થાવર અસન્ની મનુષ્ય જ્યાં પણ જેટલા પણ ગમ્માથી જાય છે ૨ અજ્ઞાન હોય છે. ત્રણ વિકસેન્દ્રિય, અસન્ની તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિકના દશ સ્થાનોમાં જાય તો ચોથા, પાંચમા, છઠ્ઠા ગમ્મામાં ૨ અજ્ઞાન હોય છે. બાકી ૬ ગમ્મામાં ૨ જ્ઞાન, ૨ અજ્ઞાન હોય છે. અસન્ની તિર્યંચ પંચેન્દ્રિય નારકી, દેવતામાં જાય છે. બધા ગમ્મામાં ૨ અજ્ઞાન હોય છે. (૩) સન્ની તિર્યંચ નરક દેવમાં જ્યોતિષી સુધી જાય છે. તો ચોથા, પાંચમા, છઠ્ઠા ગમ્મામા ૩ અજ્ઞાન હોય છે. બાકી ૬ ગમ્મામાં ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન હોય છે. પહેલા દેવલોકથી આઠમા દેવલોક સુધી જાય છે. તો બધા ગમ્મામાં ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન હોય છે. ઔદારિકના દશ ઘરોમાં જાય તો ચોથા, પાંચમા, છઠ્ઠા ગમ્મામાં ૨ અજ્ઞાન, બાકી ૬ ગમ્મામાં ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન હોય છે. (૪) સન્ની મનુષ્ય પહેલી નરક ભવનપતિથી બીજા દેવલોક સુધી જાય છે. તો ચોથા, પાંચમા, છઠ્ઠા ગમ્માથી ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન હોય છે. બાકી ગમ્માથી ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન હોય છે. આગળના દેવલોકમાં જાય તો બધા ગમ્મામાં ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન હોય છે. ઔદારિકના દશ ઘરોમાં જાય તો ચોથા, પાંચમ, છઠ્ઠા ગમ્મામાં ૨ અજ્ઞાન હોય છે. બાકી ૬ ગમ્મામાં ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન હોય છે. (૫) બન્ને પ્રકારના યુગલિયા દેવોમાં જ્યોતિષી સુધી જાય તો બધા ગમ્મામાં ૨ અજ્ઞાન હોય છે. પહેલા બીજા દેવલોકમાં જાય તો બધા ગમ્મામાં ૨ જ્ઞાન, ૨ અજ્ઞાન હોય છે. (૭) યોગ – (૧) નારકી દેવતા જ્યાં પણ જાય સર્વત્ર ૩ યોગ હોય છે. (ર) પાંચ સ્થાવર અસન્ની મનુષ્ય જ્યાં પણ જાય સર્વત્ર ૧ યોગ હોય છે. ત્રણ વિકસેન્દ્રિય, અસન્ની તિર્યંચ પંચેન્દ્રિય દારિકના ૧૦ સ્થાનમાં જાય તો ચોથા, પાંચમા, છઠ્ઠા ગમ્મામાં ૧ યોગ, બાકી ૬ ગમ્મામા ૨ યોગ હોય છે. અસન્ની તિર્યંચ, નરક, દેવમાં જાય તો સર્વત્ર ૨ યોગ હોય છે. (૩) સન્ની તિર્યંચ, સન્ની મનુષ્ય ઔદારિકના દશ સ્થાનમાં જાય તો ચોથા પાંચમા છઠ્ઠા ગમ્મામાં ૧ યોગ, બાકી ગમ્મામાં ત્રણ યોગ હોય છે. સન્ની તિર્યંચ અને સન્ની મનુષ્ય, નરક, દેવમાં જ્યાં પણ જાય બધા ગમ્માથી ૩ યોગ હોય છે. બન્ને યુગલિયામાં સર્વત્ર ૩ યોગ હોય છે. (૮) સમુદ્યાત – (૧) નારકી દેવતા જ્યાં પણ જેટલા પણ ગમ્માથી જાય તો સમુદ્યાત નારકીમા ૪, દેવતામાં પ હોય છે. નવરૈવેયક તથા અણુત્તર દેવોમાં ૩ હોય છે. (૨) વાયુકાય જ્યાં જ્યાં જાય ચોથા પાંચમા છઠ્ઠા ગમ્મામાં સમુદ્યાત ૩ હોય છે. બાકી ૬ ગમ્મામાં સમુદ્યાત ૪ હોય છે. ચાર સ્થાવર ત્રણ વિકસેન્દ્રિય અસન્ની તિર્યચ, અસન્ની મનુષ્ય, જ્યાં પણ જાય બધા ગમ્મામાં સમુઘાત ૩ હોય છે. (૩) સન્ની તિર્યંચ જ્યાં પણ જાય ચોથા, પાંચમા છઠ્ઠા ગમ્મામાં સમુદ્યાત ૩ હોય છે. બાકી ૬ ગમ્મામાં સમુઘાત પ હોય છે. (૪) સન્ની મનુષ્ય ઔદારિકના દશ સ્થાનોમાં જાય તો ચોથા પાંચમા છઠ્ઠા ગમ્મામાં સમુદ્યાત ૩ હોય છે. શેષ ૬ ગમ્મામાંથી જાય તો ૬ સમુદ્યાત ભવનપતિથી બીજા દેવલોક સુધી તથા પહેલી નરકમાં જાય તો ઉક્ત ત્રણ ગમ્મામાં ૫ સમુદ્યાત હોય છે. બાકી ૬ ગમ્મામાં સમદુધાત ૬ હોય છે. ૬ નરક અને બાકીનાં દેવલોકમાં જાય તો બધા ગમ્મામાં સમુદુધાત ૬ હોય છે. બન્ને યુગલિયા જ્યાં પણ જાય એમાં સમુદ્યાત ૩ જ હોય છે. (૯) આય:- (૧) જે પણ જીવ જ્યાં પણ જાય છે તો ૧, ૨, ૩ ગમ્મામાં સૂત્રોક્ત પોતાનું જઘન્ય, ઉત્કૃષ્ટ મધ્યમ સર્વ આયુષ્ય હોય છે. ૪, ૫, ૬ ગમ્મામાં પોતાનું જઘન્ય આયુ હોય છે. અર્થાત્ નરક, દેવમાં ૧0000 વર્ષ વગેરે અને તિર્યંચમાં અંતર્મુહૂર્ત હોય છે. પરંતુ મનુષ્યમાં ઔદારિકના દશ સ્થાનોમાં જાય તો અંતર્મુહૂર્ત હોય છે. વૈક્રિયના ૧૫ સ્થાનોમાં જાય તો અનેક મહિનાનું આયુ હોય છે, બાકી નરક અને ઉપરના દેવતા(૧૯ સ્થાનો)માં જાય તો આયુ અનેક વર્ષ થાય છે. ૭, ૮, ૯ ગમ્મામાં બધાનું પોતાનું સૂત્રોક્ત ઉત્કૃષ્ટ આયુ હોય છે. મનુષ્ય ત્રીજા ગમ્માથી મનુષ્ય તિર્યંચમાં જાય તો આયુ જઘન્ય અનેક માસ (મહિના), ઉત્કૃષ્ટ કોડ પૂર્વ હોય
:
0
,