________________
203
jainology II
આગમસાર (૭) છેદોપસ્થાપનીયમાં પૂર્વ પ્રતિપન (નવા જુના) કયારેક થાય છે. કયારેક થતા નથી. ભરત, ઐરાવતમાં જ થાય છે. મહાવિદેહમાં હોતા નથી. ભારતમાં પણ કોઈ આરામ થાય. કોઈ આરામાં થતા નથી. જ્યારે થાય છે ત્યારે જ
. ઉત્કૃષ્ટ અનેક સો કરોડ થઈ શકે છે. અહીં મૂળ પાઠમાં લિપિ દોષથી અથવા કોઈ કારણથી જઘન્ય ઉત્કૃષ્ટ અનેક સો કરોડ હોવાનું કહ્યું છે. જો કે પાઠ અશુદ્ધ છે. કારણ કે જ્યારે પણ થતા નથી ત્યારે નવા એક સાથે ઉત્કૃષ્ટ અનેક સો જ ઉત્પન્ન થઈ શકે છે. ત્યારે પહેલા જ સમયમાં અનેક સો થી, અનેક સો કરોડ કેવી રીતે થઈ શકે? એટલે નક્કી જ તે પાઠ અશુદ્ધ છે. આ સૂત્ર પ્રમાણથી જ સ્પષ્ટ છે. એટલે જઘન્ય ૧.૨.૩ અનેક સો વિગેરે માનવું જ ઉપયુક્ત છે. (૮) પુલાક નિર્ગસ્થ સ્નાતક તથા પરિહાર વિશુદ્ધ સૂક્ષ્મ સંપરાય યથાખ્યાત ચારિત્ર, આ અવસર્પિણીના પાંચમાં આરામાં જન્મ લેવાવાળાને પ્રાપ્ત થવાનો સ્પષ્ટ નિષેધ કર્યો છે. પરંતુ ઉત્સર્પિણીના બીજા આરામાં જન્મ લેનારાને આ પુલાક વિગેરે બધા થઈ શકે છે. આ બન્ને "દુઃખમી" આરાની વિશેષતા છે. (૯) બાકી ટિપ્પણ, (નોંધ) સૂચનાઓ પૂર્વનિયંઠાના ચાર્ટ અનુસાર સમજી લેવા.
સંજયા નિયંઠા પ્રકરણ સમાપ્ત . સૂચના:- (૧) પ્રાયશ્ચિત્તના પ્રકાર, આલોચનાના પ્રકાર પ્રતિસેવનાના પ્રકાર, આલોચના પ્રાયશ્ચિત્ત કર્તા તથા પ્રાયશ્ચિત્તદાતાની યોગ્યતા વિગેરે વર્ણન પરિશિષ્ટમાં જુઓ. (૨) તપના ભેદ પ્રભેદ અને સ્વરૂપ તથા ધ્યાન સંબંધી વિસ્તૃત વિચારણા ઔપપાતિક સૂત્ર સારાંશ માં તથા આગમસાર પૂર્વાર્ધમાં જુઓ.
ઉદ્દેશકઃ ૮-૧૨ (૧) જીવ પોતાના અધ્યવસાય અને યોગની સમિશ્રણ અવસ્થાથી પરભવનો આયુષ્યબંધ કરે છે. આયુ(આયુષ્ય કર્મના દલિક) ભવ(ભવ નિમિતક અવગાહના આદિ ૬ બોલ) અને સ્થિતિ(આયુષ્ય કર્મની સ્થિતિ) ના ક્ષય થવાથી જીવનું પરભવને માટે ગમન થાય છે. તે ગતિ શીધગામી હોય છે. જીવ પોતાની ઋદ્ધિ કર્મ અને પ્રયોગથી જ પરભવમાં જાય છે. આ પ્રમાણે જીવની જેમ ૨૪ દંડક, ભવી, અભવી, સમદષ્ટિનું કથન પણ સમજવું. ઉત્કૃષ્ટ વિગ્રહ ગતિ એકેન્દ્રિયની ચાર સમય, શેષ દંડકની ત્રણ સમયની થાય છે. આ ગતિ કૂદનાર પુરુષની ગતિના સરખી પ્લવકગતિ રૂપ હોય છે. અર્થાત્ એક સ્થાનથી ઉઠી અને સીધા તરત જ બીજા સ્થાન પર પહોંચે, આ પ્લવક ગતિ છે.
I શતક ૨૫/૧૨ સંપૂર્ણ
બંધી શતક-૨૬ ૪૭ બોલની બંધી અધિકાર : આ શતકમાં અગિયાર ઉદ્દેશક છે અને અગિયાર જ દ્વાર છે. જેના ૪૭ બોલ હોય છે. કર્મ બંધ અને અબંધ સંબંધી ચાર બંગ હોય છે. સમુચ્ચય કર્મ (પાપ કમ) અને આઠ કર્મ એમ ૯ ગમક છે. સમુચ્ચય જીવ અને ૨૪ દંડક એમ ૨૫ સ્થાનોની અપેક્ષા સંપૂર્ણ વર્ણન કર્યું છે.
અગિયાર દ્વાર તથા ૪૭ બોલ – જીવ-૧, વેશ્યા-૮, પક્ષ-૨, દષ્ટિ-૩, અજ્ઞાન-૪, જ્ઞાન–૬, સંજ્ઞા-૫, વેદ-૫, કષાય-s, યોગ-૫, ઉપયોગ-૨ આ કુલ-૪૭ બોલ છે. ક્યાં કેટલા કયા બોલ :જીવ
બોલ | વિવરણ નારકીમાં
૩૫ | ચાર વેશ્યા, ૨ જ્ઞાન, નો સંજ્ઞા, ૩ વેદ, અકષાય, અયોગ આ ૧૨ ઓછા થયા ભવનપતિ વ્યંતરમાં ૩૭ | એક વેશ્યા અને એક વેદ વધ્યા જયોતિષી અને બે દેવલોક ૩૪ | ૩૭ માં ત્રણ લેશ્યા ઓછી ત્રીજાથી રૈવેયક સુધી | ૩૩ | ૩૪ માં એક વેદ ઓછું પાંચ અણુત્તર વિમાન | ૨૬ | કૃષ્ણ પક્ષ, ૨ દષ્ટિ, ૪ અજ્ઞાન ઓછા ૩૩ માં પૃથ્વી, પાણી, વનસ્પતિ | ૨૭ | જીવ, ૫ લેશ્યા, ૨ પક્ષ, ૧ દષ્ટિ ૩ અજ્ઞાન, ૪ સંજ્ઞા, વેદ,૫ કષાય, યોગ,૨ ઉપયોગ ૨૭ તેલ વાયુ
૨૬ | ૨૭ માં તેજો વેશ્યા ઓછી ત્રણ વિકસેન્દ્રિય
૩૧ | સમદષ્ટિ, ૩ જ્ઞાન, ૧ વચન યોગ ૨૬ માં વધ્યા. તિર્યંચ પંચેન્દ્રિય | ૪૦ | અલેશી. અવેદી, અકષાયી, અયોગી, નો સંજ્ઞા, ૨ જ્ઞાન, આ ૭ ઓછા | મનુષ્ય
| ૪૭ | બધા બંધ, અબંધના ચાર ભંગ - (૧) બાંધ્યું હતું. બાંધે છે. બાંધશે. (૨) બાંધ્યું હતું. બાંધે છે. બાંધશે નહીં. (૩) બાંધ્યું હતું, બાંધતા નથી, બાંધશે. (૪) બાંધ્યું હતું, બાંધતા નથી, બાંધશે નહીં.
આ રીતે અનંતરોત્પન્નક, અનંતરાવગાઢ, અનંતરાહારક અને અનંતર પર્યાપ્તના ચાર ઉદ્દેશક છે. પરમ્પરોત્પનક વિગેરેના ચાર ઉદ્દેશક, પહેલા ઉદ્દેશક સરખા છે. દશમા ચરમ ઉદ્દેશકનું વર્ણન પણ એ જ પ્રમાણે છે. અગિયારમાં અચરમ ઉદ્દેશકમાં– અલેશી, કેવલી, અયોગી, આ ત્રણ બોલ નથી. ૪૪ બોલ જ છે. બંધીના ભંગ ત્રણ જ છે. ચોથો ભંગ નથી, કારણ કે મોક્ષ ન જનાર જ હોય છે. એટલે સર્વાર્થ સિદ્ધની પૃચ્છા પણ નથી. ઉદ્દેશક ૨ થી ૧૧ સુધીમાં સમુચ્ચય જીવની પૃચ્છા નથી. અગિયાર ઉદ્દેશકનાં નામઃ
(૧) સમુચ્ચય– ઔષિક. (૨) અનંતર ઉત્પન્નક – પ્રથમ સમયોત્પન, (૩) પરંપરા ઉત્પન્નક – બહુ સમયવર્તી (૪) અનંતરાવગાઢ – પ્રથમ સમય સ્થાન પ્રાપ્ત (૫) પરંપરાવગાઢ (૬) અનંતરાહારક – પહેલા સમયના આહારક (૭) પરંપરાહારક