________________
jainology II
૪
ત્રણ અશુભ લેશ્યા ત્રણ શુભ લેશ્યા
૪
મનઃ પર્યવ જ્ઞાન નો સંશોપયુક્ત
૧
અવેદી, અકષાયી, અયોગીઅલેશી, કેવલી ૧ બાકી ૨૨ બોલ
205
ક્રિયાવાદી–મનુષ્ય/અબંધ ૩સમવસરણ-૪ ગતિના ક્રિયાવાદી–દેવ,મનુષ્યના૩, સમવસરણ-૩ગતિના વૈમાનિક દેવના
આગમસાર
| અબંધ
૪
ક્રિયા વાદી – ૨ ગતિના ૩ સમવસરણ-૪ ગતિના
નોટ :– ક્રિયાવાદી સમવસરણ અને મિશ્રદષ્ટિ એકાંત ભવી હોય છે. બાકી બધા બોલ ભવી, અભવી બન્ને હોય છે. એવું સર્વત્ર પૂરા શતકમાં સમજવુ. (૨) ત્રણ સમવસરણ જ્યાં કહ્યા છે ત્યાં એક ક્રિયાવાદી સમવસરણ નથી. અનંતરોત્પન્નક વિગેરે ચાર ઉદ્દેશક :–
૨૬ માં શતકની સમાન ૪૭ બોલમાંથી મળવાવાળા બોલ કહેવા એ બધા બોલોમાં સમવસરણ ઉપરોકત ચાર્ટ અનુસાર જાણવા, અર્થાત્ ચાર્ટમાં કહેલા બોલોમાં મન, વચન, યોગ અને મિશ્રદષ્ટિ જ્યાં પણ છે તે કાઢી નાખવા અને બાકી બધા બોલ ચાર્ટ અનુસાર જાણવા. આયુના બધા બોલોમાં 'અબંધ' કહેવા. કારણ કે આ અનંતરોત્પન્નક વિગેરે આયુ બાંધતા નથી. પરંપરોત્પન્નક વિગેરે બાકી ૬ ઉદ્દેશક પણ પ્રથમ ઉદ્દેશકના સમાન છે. અર્થાત્ ચાર્ટની સમાન ૨૪ દંડકમાં કહેવા.
બોલ છોડવા વિગે૨ે ૨૬ માં શતકની સમાન ધ્યાન રાખવું અર્થાત્ પાછલા દશે ઉદ્દેશકમાં સમુચ્ચય જીવ ન કહેતા ૨૪ દંડક જ કહેવા. અચરમ ઉદ્દેશકમાં અલેશી, કેવલી, અયોગી એમ ત્રણ બોલ કહેવા નહીં અને સર્વાર્થસિદ્ધની પૃચ્છા કરવી નહીં વિગેરે. II શતક ૩૦ સંપૂર્ણ ॥
શતક: ૩૧-૩૨ ક્ષુલ્લક મૃતયુગ્મ ઃ
(૧) સાતમી નારકીની આગતિ અને ગતિમાં દૃષ્ટિ એક જ(મિથ્યાદષ્ટિ) કહેવી. કારણ કે ત્યાં સમ્યગ્દષ્ટ ઉપજતા મરતા નથી. (૨) આ બન્ને શતકોમાં નરકની અપેક્ષા એ જ કથન કર્યુ છે. બાકી દંડક માટે ભલામણ પાઠ રહ્યા હશે. જે લિપિ પ્રમાદથી છૂટી ગયા સંભવ લાગે છે. એટલે નરકના સરખા બાકી ૨૩ દંડકના કથન પણ સમજવા.
|| શતક ૩૧-૩૨ સંપૂર્ણ ॥
શતક : ૩૩ એકેન્દ્રિય
(૧) આ શતકનાં ૧૨ અવાંતર શતક છે. જેમ કે– સમુચ્ચય એકેન્દ્રિય અને ત્રણ લેશ્યા. (અહીં તેજો લેશ્યા ને ગણી નથી) આ ચાર શતક થયા. બીજા ૪ ભવીના, ૪ અભવીના એમ કુલ ૧૨ શતક થયા.
(૨) છવીસમાં શતક અનુસાર આમાં પણ ૧૧–૧૧ ઉદ્દેશા થાય છે. પરંતુ અભવીના ૪ શતકમાં ચરમ, અચરમ ઉદ્દેશા નહીં હોવાથી આઠ ઉદ્દેશા ઓછા થાય છે. અર્થાત્ ૧૨ × ૧૧ ઊ ૧૩૨ – ૮ ઊ ૧૨૪, ઉદ્દેશા આ શતકમાં થાય છે.
(૩) એકેન્દ્રિયના કુલ ભેદ ૨૦ છે. – પાંચ સ્થાવરના સૂક્ષ્મ બાદર પર્યાપ્ત અને અપર્યાપ્ત. આ ૪-૪ ભેદ કરવાથી ૫ × ૪ ઊ ૨૦ થયા. આ વીસ ભેદમાં આઠે કર્મની સત્તા છે. ૭ અથવા ૮ કર્મના બંધ થાય છે.
(૪) આઠ કર્મ, ૪ ઈન્દ્રિયના આવરણ અને બે વેદના આવરણ એમ કુલ ૧૪ બોલ(કર્મ) ના વેદન બતાવ્યા છે.
(૫) આ પ્રમાણે એકેન્દ્રિયના ૨૦ ભેદમાં ૮ કર્મની સત્તા, ૭–૮ કર્મ ના બંધ, ૧૪ બોલ(કર્મ)ના વેદનાનું વર્ણન થયું. આ પ્રથમ ઔધિક ઉદ્દેશો થયો. બાકી પરંપરોત્પન્નક વિગેરેના ૬ ઉદ્દેશા કહેવા. અનંતરોત્પન્નક વિગેરેના ચાર ઉદ્દેશકમાં એકેન્દ્રિયના ભેદ ૧૦ અને કર્મ બંધ ૭ ના કહેવા, બાકી વર્ણન ઔઘિક ઉદ્દેશા સમાન છે.
II શતક ૩૩ સંપૂર્ણ ॥
શતક : ૩૪ શ્રેણી અધિકાર :
જીવોના ગમનાગમન શ્રેણીયો (આકાશ માર્ગ) થી થાય છે. તે શ્રેણીયો સાત પ્રકારની છે. (૧) ઋજુ વગર વળાંકની સીધી શ્રેણી (૨) એક વળાંક– વાળી (૩) બે વળાંકવાળી (૪) એક તરફ સ્થાવર નાળવાળી (૫) બન્ને તરફ સ્થાવર નાળવાળી (૬) ચક્રવાલ (૭) અર્ધચક્રવાલ. છેલ્લી બન્ને ગતિ કેવળ પુદ્ગલની જ થાય છે. ચક્રવાલ ગતિ જીવની થતી નથી.
(૧) પ્રથમ ઋજુ શ્રેણીથી જીવ અને પુદ્ગલ એક સમયમાં ગતિ કરે છે. (૨) એક વળાંકવાળીમાં વિગ્રહ ગતિથી જનાર જીવને બે સમય લાગે છે. (૩) બે મોડ વાળીમાં ત્રણ સમય લાગે છે. (૪) એક તરફ સ્થાવર નાળમાં જવાથી ૧–૨–૩ સમય લાગે છે. (૫) બે તરફ સ્થાવર નાળમાં જનારને ૩ અથવા ૪ સમય લાગે છે. અર્થાત્ સ્થાવર નાળમાં સમ દિશામાં ૩ સમય અને વિષમ દિશામાં ૪ સમય લાગે છે.
(૬) પૂર્વથી પશ્ચિમમાં ૧.૨.૩ સમય, પૂર્વથી પૂર્વમાં ૧.૨.૩ સમય અને પૂર્વથી ઉત્તર અથવા દક્ષિણમાં ૨.૩ સમય વિગ્રહ ગતિમાં લાગે છે. મનુષ્ય લોકથી રત્ન પ્રભા પૃથ્વીમાં જીવને જવા આવવામાં ૧.૨.૩ સમય લાગે છે.
(૭) પહેલી નરક પૃથ્વી પિંડ ની જેમ જ બીજી પૃથ્વીનું વર્ણન છે. પરંતુ અહીં મનુષ્ય ક્ષેત્રથી સંબંધિત વિગ્રહ ગતિમાં ૨.૩.૪ સમય લાગે છે. ઉપર નીચે તિછા વિદિશા વિષમ શ્રેણીમાં ૨.૩.૪. સમય લાગે છે અને દિશા સમ શ્રેણીમાં ૧.૨.૩ સમય લાગે છે. (૮) ત્રસ નાળથી ત્રસ નાળમાં ૧.૨.૩ સમય લાગે છે. સ્થાવર નાળથી ત્રસ નાળમાં ૧.૨.૩ સમય લાગે છે. સ્થાવર નાળથી સ્થાવર નાળમાં ૧.૨.૩ સમય લાગે છે. પરંતુ વિષમ શ્રેણીમાં અથવા વિદિશામાં અથવા વિદિશા વિષમ ઉપર નીચે તિરછામાં ૨.૩ સમય અથવા ૨.૩.૪ સમય અથવા ૩.૪ સમય લાગે છે.
(૯) નીચે સ્થાવર નાળથી ત્રસ નાળમાં થઈ બીજી તરફ ઉપર સ્થાવર નાળમાં જવામાં સમ શ્રેણીથી સમ શ્રેણી હોય તો ત્રણ સમય અને એક તરફ વિષમ વિદિશ હોય તો ઓછામાં ઓછા ચાર સમય લાગે છે. સ્થાવર નાળમાં એક તરફ જ વિદિશાનો મોડ લેવાય છે. બન્ને તરફ વળાંક લેવાની આવશ્યકતા હોતી નથી. એટલે લોકમાં સ્થાવર ત્રસ નાળમાં કયાંથી પણ જીવને કયાં પણ જવુ હોય તો ૪ સમયમાં પોતાના જન્મ સ્થાન પર જીવ પહોંચી શકે છે. પાંચ શ્રેણીઓની ગતિમાં પણ લોકમાં જીવ અને પુદ્ગલને ઉત્કૃષ્ટ ૪ સમય