________________
jainology II
195
આગમસાર
પર કરવામાં આવ્યું છે. એટલે નિર્ગસ્થના ૬ ભેદ જ કહેવાય છે અને ૬ ભેદો પર સંપૂર્ણ વર્ણન કરવામાં આવે છે. આ છ નિર્ચન્થોની પરિભાષા વિગેરે પરિશિષ્ટમાં વિસ્તારથી સમજાવી છે. (આગમસાર પૂર્વાધ પાના નં ૧૪૬. નિર્ગથ સ્વરુપ – ૬ નીયંઠા.) બીજો વેદ દ્વાર – સ્ત્રી, પુરુષ, નપુસંક એમ ત્રણ ભેદ છે. નપુસંકના સ્ત્રી નપુસંક અને પુરુષ નપુસંક એમ બે ભેદ છે. આ ભેદ એમના અંગોપાંગની અપેક્ષા હોય છે. આ બન્ને ભેદ સ્વભાવિક જન્મથી હોય છે. કૃત નપુંસક અથવા વિકૃતિ પ્રાપ્ત નપુસંક વિગેરે
ષ જ હોય છે. આ નપુસંકોમાં કેવળ સ્ત્રી નપુસંકમાં એક પણ નિયંઠો હોતો નથી. પુરુષ નપુસંકમાં કોઈ કોઈ નિયંઠા હોય છે.ચાર્ટ જુઓ. પુલાક નિર્ચન્થમાં સ્ત્રી વેદ હોતો નથી. કારણ કે એમને પૂર્વજ્ઞાન હોતું નથી અને પૂર્વ જ્ઞાન સિવાય તે લબ્ધિ પ્રાપ્ત થતી નથી. ત્રીજો રાગ દ્વાર - સરાગ, વિતરાગ એમ બે ભેદ છે. વીતરાગના ઉપશાંત અને ક્ષીણ એમ બે ભેદ છે. ચોથો કલ્પ દ્વાર:- આના પાંચ પ્રકાર છે. (૧) સ્થિત કલ્પ – આ કલ્પમાં ૧૦ કલ્પોનું પૂર્ણ રૂપથી નિયમિત પાલન કરવામાં આવે છે. (૨) અસ્થિત કલ્પ:- આ કલ્પમાં ૪ કલ્પોનું પૂર્ણરૂપથી પાલન કરવામાં આવે છે. દકલ્પોનું વૈકલ્પિક પાલન થાય છે. અર્થાત્ કોઈ કલ્પની કંઈક અલગ વ્યવસ્થા હોય છે અને કોઈ કલ્પનું પાલન ઐચ્છિક નિર્ણય પર હોય છે. (૩) વિર કલ્પ:- આ કલ્પમાં સંયમના બધા નાના–મોટા નિયમ ઉપ– નિયમોના ઉત્સર્ગ રૂપથી(સામાન્ય રીતે) પૂર્ણ પાલન કરવામાં આવે છે અને વિશેષ પરિસ્થિતિમાં ગીતાર્થ બહુશ્રુતની સ્વીકૃતિથી અપવાદ સેવન કરવામાં આવે છે. અર્થાત્ સકારણ સંયમ મર્યાદાથી બાહ્ય આચરણ કરીને એનું આગમમાં કહ્યા મુજબ પ્રાયશ્ચિત્ત લેવામાં આવે છે. તથા પરિસ્થિતિ સમાપ્ત થવાથી ફરી શુદ્ધ સંયમનું પાલન કરવામાં આવે છે. એવા ઉત્સર્ગ અને અપવાદના વૈકલ્પિક આચરણ વાળા આ કલ્પ(અવસ્થા) સ્થવિર કલ્પ કહેવાય છે. આ કલ્પમાં ગીતાર્થ બહુશ્રતની આજ્ઞાથી શરીર તથા ઉપધિના પરિકર્મ પણ કરી શકાય છે. (૪) જિન કલ્પ :- જિનનો અર્થ થાય છે રાગ દ્વેષના વિજેતા વીતરાગ. તેથી જે કલ્પમાં શરીર તરફ પૂર્ણ વીતરાગતાની જેમ આચરણ હોય છે. તે જિન કલ્પ કહેવાય છે. આ કલ્પમાં સંયમના નિયમ ઉપનિયમોમાં કોઈ પ્રકારના અપવાદ સેવન કરવામાં આવતા નથી. એના સિવાય આ કલ્પમાં શરીર તથા ઉપકરણોનું કોઈ પણ પ્રકારનું પરિકર્મ પણ કરી ન શકાય. અર્થાત્ નિર્દોષ ઔષધ ઉપચાર કપડા ધોવા, સીવવા, વિગેરે કરવામાં આવતા નથી. રોગ આવી જાય, પગમાં કાંટો લાગી જાય, શરીરના કોઈ ભાગમાં વાગી જાય, લોહી નીકળે, તો પણ કોઈ ઉપચાર કરવામાં આવતો નથી. આવી શારીરિક વીતરાગતા જેમ આવે છે તેને જિન કલ્પ કહેવાય છે. (૫) કલ્પાતીત - જે શાસ્ત્રાશાઓ, મર્યાદાઓ, પ્રતિબંધોથી અલગ થઈ જાય છે, મુક્ત થઈ જાય છે. પોતાના જ જ્ઞાન અને વિવેકથી આચરણ કરવું એ જેમનો ધર્મ થઈ જાય છે, એવા પૂર્ણ યોગ્યતા સંપન્ન સાધકોના આચાર "કલ્પાતીત" (અર્થાત્ ઉપર કહેલા ચારેય કલ્પોથી મુક્ત) કહેવાય છે. તીર્થકર ભગવાન તથા ઉપશાંત વીતરાગ, ક્ષીણ વીતરાગ (૧૧.૧૨.૧૩.૧૪. માં ગુણ સ્થાનવાળા) વિગેરે કલ્પાતીત હોય છે. તીર્થકર ભગવાન સિવાય છઘમસ્થ મોહ કર્મ યુક્ત કોઈ પણ સાધક કલ્પાતીત હોતા નથી. સ્થિત કલ્પવાળાના દશ કલ્પ આ પ્રમાણે છે(૧) અચલ કલ્પ – મર્યાદિત સીમિત તથા સફેદ વસ્ત્ર રાખવા તથા પાત્ર વિગેરે અન્ય ઉપકરણ પણ મર્યાદિત રાખવા. અર્થાત્ જે ઉપકરણની ગણના અને માપ જે પણ સૂત્રોમાં બતાવ્યા છે એનું પાલન કરવું અને જેનું માપ સૂત્રોમાં સ્પષ્ટ નથી, એમનું બહુશ્રુતો. દ્વારા નિર્દિષ્ટ મર્યાદાનુસાર પાલન કરવું એ "અચેલ કલ્પ" છે. (૨) ઔદેશિક સમુચ્ચય સાધુ સમૂહ માટે બનાવેલ વસ્તુ(આહાર, મકાન વિગેરે) ઔદેશિક હોય છે. વ્યક્તિગત નિમિત્તવાળી વસ્તુ અધાકર્મ હોય છે. જે કલ્પમાં ઔદેશિકનો ત્યાગ કરવો પ્રત્યેક સાધક માટે આવશ્યક હોય છે. તે "ઔદેશિક કલ્પ" કહેવાય છે.(આધાકર્મનો ત્યાગ તો બધાજ સાધુઓને બધાજ કલ્પમાં હોય છે.) (૩) રાજપિંડ - મુગટ બંધ અન્ય રાજાઓ દ્વારા અભિષિક્ત હોય એવા રાજાઓના ઘરનો આહાર રાજપિંડ કહેવાય છે. તથા એમના બીજા પણ અનેક પ્રકારના રાજપિંડ નિશીથ સૂત્ર વિગેરેમાં બતાવ્યા છે. એને ગ્રહણ કરવા નહિ. આ "રાજપિંડ" નામનું ત્રીજુ કલ્પ છે. (૪) શય્યાતરપિંડઃ- જેના મકાનમાં સાધુ સાધ્વી રહે છે, તે શય્યાતર કહેવાય છે. એના ઘરના આહાર, વસ્ત્ર વિગેરે શય્યાતર પિંડ કહેવાય છે. એમને ગ્રહણ નહિ કરવા તે "શય્યાતર પિંડ" કલ્પ છે. (૫) માસ કલ્પઃ સાધુ એક ગામવિગેરેમાં ૨૯ દિવસથી વધુ ન રહે અને સાધ્વી ૫૮ દિવસથી વધુ ન રહે એને"માસ કલ્પ"કહે છે. (૬) ચૌમાસ કલ્પઃ- અષાઢી પૂનમથી કારતક પૂનમ સુધી આગમોક્ત કારણ સિવાય વિહાર ન કરવો, એક જ જગ્યાએ સ્થિરતાપૂર્વક રહેવું એ "ચૌમાસ કલ્પ" છે. (૭) વ્રત કલ્પઃ પાંચ મહાવ્રત તથા છઠ્ઠા રાત્રિ ભોજન વ્રતનું પાલન કરવું અથવા ચાતુર્યામ ધર્મનું પાલન કરવું, એ વ્રત કલ્પ" છે. (૮) પ્રતિક્રમણ :- સવાર સાંજ બને વખત નિયમિત પ્રતિક્રમણ કરવું, એ "પ્રતિક્રમણ કલ્પ" છે. (૯) કૃતિ કર્મ - દીક્ષા પર્યાયથી વડીલને પ્રતિક્રમણ વગેરેનાં સમયે વંદના વ્યવહાર કરવો, "કૃતિ કર્મ કલ્પ" છે. (૧૦) પુરુષ જ્યેષ્ઠ કલ્પ:- કોઈ પણ સાધુ, કોઈ પણ સાધ્વી માટે મોટા હોય છે અર્થાત્ વંદનીય જ હોય છે. એટલે નાના મોટા બધા સાધુ મહારાજ સાધ્વીજીઓ માટે મોટા જ માનવામાં આવે છે અને તે અનુસાર જ યથાસમય વિનય વંદન વ્યવહાર કરવામાં આવે છે. તેમજ સાધુ કોઈ પણ હોય તે સાધ્વીને વ્યવહાર વંદન કરતા નથી. આ "પુરુષ જ્યેષ્ઠ" નામનુ દશમું કલ્પ છે.
આ ૧૦ કલ્પ પહેલા અને છેલ્લા તીર્થકરના શાસનમાં પાલન કરવા આવશ્યક છે. અર્થાત્ તે શ્રમણોને આ કહેલા દશ નિયમ પૂર્ણ રૂપથી લાગુ પડે છે. બાકી રર મધ્યમ તીર્થકરોના શાસનમાં કલ્પ વૈકલ્પિક હોય છે. એની વ્યવસ્થા આ પ્રમાણે છે: