________________
આગમસાર
jainology II
189 ઉત્પતિ સ્થાનની યોગ્ય જઘન્ય સ્થિતિ પ્રાપ્ત કરે છે. ત્રીજા, છઠ્ઠા અને નવમા ગમ્માથી જવાવાળા ઉત્પતિ સ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત કરે છે. પરંતુ તિર્યંચ મનુષ્યના યુગલિયા, જ્યોતિષી અને પહેલા બીજા દેવલોકમાં ઉત્પન્ન થાય તો ચોથા, પાંચમાં, છઠ્ઠા ત્રણે ગમ્મામાં ત્યાંની જઘન્ય સ્થિતિ જ પ્રાપ્ત કરે છે. પરંતુ ઉપરોક્ત કથન (નિયમો અનુસાર ચોથા ગમ્મામાં બધી સ્થિતિઓ અને છઠ્ઠામાં ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત કરતા નથી. આ કારણથી આ ૨ ૪૩ ૪૨ ઊ ૧૨ ગમ્મા થતા નથી. આ તૂટેલા ગમ્માની ગણત્રીમાં છે. (૨) પરિમાણ :- (૧) સાતમી નારકીમાં ત્રીજા અને નવમા ગમ્મામાં આવનારા સન્ની તિર્યય ઉત્કૃષ્ટ સંખ્યાતા હોય છે. (૨) સન્ની મનુષ્ય સર્વત્ર ઉત્કૃષ્ટ સંખ્યાતા જ ઉત્પન્ન થાય છે. (૩) યુગલિયા મનુષ્ય યુગલિયા તિર્યંચ પણ દેવોમાં જ જાય છે અને તે ઉત્કૃષ્ટ સંખ્યાતા જ ઉત્પન્ન થાય છે. (૪) સન્ની મનુષ્યમાં ઉત્પન્ન થનારા નારકી દેવતા ઉત્કૃષ્ટ સંખ્યાતા જ ઉત્પન્ન થાય છે. (૫) બાકી બધા બે ઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ મનુષ્ય નારકી દેવતાં જ્યાં પણ જેટલા ગમ્માથી ઉત્પન્ન થાય છે તે ઉત્કૃષ્ટ અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. ઉપરના બધામાં જઘન્ય ૧, ૨, ૩ વિગેરે સંખ્યાથી ઉત્પન્ન થઈ શકે છે. (૬) પૃથ્વી વિગેરે ચાર સ્થાવરમાં પાંચ સ્થાવર ઉત્પન્ન થાય તો પહેલા, બીજા, ચોથા, પાંચમા ગમ્માથી નિરંતર અસંખ્ય જ ઉત્પન્ન થાય છે. બાકી પાંચ ગમ્મામાં જઘન્ય ૧, ૨, ૩ ઉત્કૃષ્ટ અસંખ્ય ઉત્પન્ન થાય છે. (૭) વનસ્પતિમાં ચાર સ્થાવર ઉત્પન્ન થાય તો ઉક્ત ચાર ગમ્માથી પ્રતિ સમય અનંત ઉત્પન્ન થાય છે. બાકી પાંચ ગમ્મામા જઘન્ય ૧, ૨, ૩ ઉત્કૃષ્ટ અસંખ્ય ઉત્પન્ન થાય છે. (૩) અવગાહના - (૧) નારકી દેવતા જ્યાં પણ જેટલા પણ ગમ્માથી ઉત્પન્ન થાય છે. એમની જઘન્ય ઉત્કૃષ્ટ અવગાહના સર્વત્ર એક સરખી હોય છે. એમની તે અવગાહના પ્રજ્ઞાપના સૂત્ર, જીવાભિગમ સૂત્રમાં કહેવાઈ ગઈ છે. (૨)પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, સન્ની અસન્ની તિર્યંચ તથા સન્ની અસન્ની મનુષ્ય, ઔદારિકના દશ સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. તો ચોથા પાંચમા, છટ્ટા ત્રણ જઘન્ય ગમ્મામાં અવગાહના જઘન્ય ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમાં ભાગની થાય છે. બાકી ગમ્મામાં એમની જીવાભિગમ સૂત્ર કથિત જઘન્ય ઉત્કૃષ્ટ બધી અવગાહના હોય છે. પરંતુ સત્રી મનુષ્યના સાતમા, આઠમાં, નવમાં ગમ્મામાં સર્વત્ર અવગાહના જઘન્ય ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ હોય છે. અને ત્રીજા ગમ્માથી મનુષ્ય તથા તિર્યંચમાં જાય તો અવગાહના જઘન્ય અનેક જંગલ અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ હોય છે. (૩) અસન્ની તિર્યંચ મરીને નારકી દેવતામાં જ્યાં પણ, જેટલા પણ ગમ્માથી ઉત્પન્ન થાય છે સર્વત્ર એમની અવગાહના જઘન્ય ઉત્કૃષ્ટ જીવાભિગમ કથિત જ હોય છે. કોઈ ફર્ક(અંતર) હોતો નથી. (૪) સન્ની તિર્યંચ મરીને નારકી દેવમાં ઉત્પન્ન થાય છે. તો એના ચોથા, પાંચમા, છઠ્ઠા ગમ્મામાં અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ અનેક ધનુષની હોય છે. બાકી ગમ્મામાં એના આગમોક્ત જઘન્ય ઉત્કૃષ્ટ બધી અવગાહનાઓ હોય છે. (૫) સન્ની, મનુષ્ય, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી પહેલા બીજા દેવલોક અને પહેલી નરકમાં ઉત્પન્ન થાય છે. તો ચોથા, પાંચમા, છઠ્ઠા ગમ્મામાં અવગાહના જઘન્ય ઉત્કૃષ્ટ અનેક અંગુલની હોય છે. બાકી નરક દેવોના ૧૯ સ્થાનોમાં જાય તો આ ત્રણ જઘન્યના
અન્ય ઉત્કૃષ્ટ અનેક હાથની હોય છે. સાતમા, આઠમા, નવમા ગમ્માથી જાય તો અવગાહના જઘન્ય ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ હોય છે. બાકી ત્રણ (૧,૨,૩) ગમ્માથી જાય તો ઉક્ત બન્ને અવગાહના- ઓના મધ્યની બધી અવગાહનાઓ થાય છે. એનાથી અતિરિક્ત ઓછી યા વધુ અવગાહના થતી નથી. (૬) યુગલિયા તિર્યંચ ચોથા, પાંચમા છઠ્ઠા ગમ્માથી ભવનપતિ, વ્યંતરમા જાય છે. તો અવગાહના જઘન્ય અનેક ધનુષ ઉત્કૃષ્ટ હજાર ધનુષ થાય છે. જ્યોતિષીમાં ચોથા ગમ્માથી (પાંચમો છો ગમ્મો શૂન્ય છે.) જાય તો અવગાહના જઘન્ય અનેક ધનુષ, ઉત્કૃષ્ટ ૧૮૦૦ ધનુષ હોય છે. પહેલા, બીજા દેવલોકમાં ચોથા ગમ્માથી (પાંચમો છઠ્ઠો ગમ્મો શૂન્ય છે) જાય તો અવગાહના જઘન્ય અનેક ધનષ, ઉત્કૃષ્ટ ક્રમશઃ ૨ કોશ અને ૨ કોશ સાધિક હોય છે. (શેષ) બાકી ૬ ગમ્મામાં અવગાહના જઘન્ય અનેક ધનુષ ઉત્કૃષ્ટ ૬ કોશ હોય છે. (૭) મનુષ્ય યુગલિયા ચોથા, પાંચમાં, છઠ્ઠા ગમ્માથી ભવનપતિ વ્યંતરમાં જાય તો અવગાહના જઘન્ય ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ સાધિક હોય છે. જ્યોતિષીમાં ચોથા ગમ્માથી (પાંચમો છઠ્ઠો ગમ્મો શૂન્ય છે.) જાય તો અવગાહના જઘન્ય ઉત્કૃષ્ટ ૯૦૦ ધનુષ સાધિક હોય છે. પહેલા બીજા દેવલોકમાં ચોથા ગમ્માથી (પાંચમો છઠ્ઠો ગમ્મો શૂન્ય છે) જાય તો અવગાહના જઘન્ય ઉત્કૃષ્ટ ક્રમશઃ એક કોશ અને એક કોશ સાધિક હોય છે. સાતમા, આઠમા, નવમા ગમ્માથી જાય તો અવગાહના સર્વત્ર જઘન્ય ઉત્કૃષ્ટ ૩ કોશની હોય છે. બાકીપહેલા બીજા બે ગમ્માથી જાય તો અવગાહના સર્વત્ર જઘન્ય ૫૦૦ ધનુષ સાધિક ઉત્કૃષ્ટ ૩ કોશની હોય છે. ત્રીજા ગમ્માથી ભવનપતિ અને પહેલા બીજા દેવલોકમાં જાય તો જઘન્ય ઉત્કૃષ્ટ ૩ કોશ હોય છે. વ્યંતરમાં જાય તો જઘન્ય એક કોશ ઉત્કૃષ્ટ ૩ કોશ હોય છે. જ્યોતિષીમાં જાય તો જઘન્ય એક કોશ સાધિક ઉત્કૃષ્ટ ૩ કોશ હોય છે. (૪) લેશ્યા - (૧) નારકી દેવતા જ્યાં પણ જેટલા પણ ગમ્માથી જાય, એમની સર્વત્ર જીવાભિગમ કથિત વેશ્યા જ થાય છે. કોઈ ભિન્નતા થતી નથી. (ર) પૃથ્વી, પાણી, વનસ્પતિ ઔદારિકના દશ સ્થાનમાં ચોથા, પાંચમા, છઠ્ઠા ગમ્માથી ઉત્પન્ન થાય તો લેશ્યા ત્રણ હોય છે. બાકી ૬ ગમ્માથી ઉત્પન્ન થાય તો લેશ્યા જ હોય છે. તેલ, વાયુ ત્રણ વિકેલેન્દ્રિય અસન્ની તિર્યંચ મનુષ્ય જ્યાં પણ જેટલા પણ ગમ્માથી ઉત્પન્ન હોય તો લેશ્યા ત્રણ હોય છે. (૩) સન્ની તિર્યંચ ચોથા, પાંચમા, છઠ્ઠા ગમ્માથી નારકમાં જાય તો ત્રણ લેશ્યા, ભવનપતિથી બીજા દેવલોક સુધી જાય તો ૪ લેશ્યા તથા ત્રીજા, ચોથા, પાંચમા દેવલોકમાં જાય તો ૫ વેશ્યા હોય છે. બાકી ૬ ગમ્માથી જાય તો ૬ લેશ્યા હોય છે. છઠ્ઠા, સાતમા, આઠમા દેવલોકમાં જાય તો બધા ગમ્મામાં દ લેશ્યા હોય છે. ઔદારિકના દશ દંડકોમાં જાય તો ચોથા પાંચમા, છઠ્ઠા ગમ્મામાં સર્વત્ર ત્રણ વેશ્યા હોય છે. બાકી ૬ ગમ્મામાં ૬ લેશ્યા હોય છે.