________________
નથી.
આગમચાર– ઉતરાર્ધ
186 દશ દારિક દંડકોમાં ત્રણે ઉપક્રમ છે. નારકી દેવતામાં નિરુપક્રમ છે. ચોવીસ દંડકમાં ઉત્પન્ન થવાની અપેક્ષા(આગત ની અપેક્ષા) ત્રણે ઉપક્રમ છે. મરણની અપેક્ષા(ગતની અપેક્ષા) ૧૪ દંડકમા નિરુપક્રમ છે અને દશ દંડકમાં ત્રણે ય છે. (૩) જન્મ મરણ જીવોની આત્મઋદ્ધિ, આત્મકર્મ, આત્મપ્રયોગથી થાય છે. પર ઋદ્ધિ, પરકર્મ પરપ્રયોગથી નહીં. (૪) કતિસંચય ઊ સંખ્યાતા, અતિસંચય ઊ અસંખ્યાતા. અવક્તવ્ય સંચય ઊ એક, પાંચ સ્થાવરમાં ઉત્પન્ન થવાની અપેક્ષાએ એક અકતિસંચય છે. બાકી બધામાં ત્રણ પ્રકાર હોય છે. સિદ્ધોમાં બે પ્રકાર છે, અતિસંચય નથી. (૫) એક, બે, ત્રણ, ચાર, પાંચ સંખ્યા નો હક્ક છે. છ સંખ્યા છક્ક છે. સાતથી અગિયાર છક્ક અને નો છક્ક છે. ૧૨, ૧૮ વિગેરે સંખ્યા અનેક છક્ક છે ૧૩, ૧૪ વિગેરે તથા ૧૯, ૨૦ વિગેરે અનેક છક્ક, તથા નો છક્ક છે. આ પાંચ ભંગ છે.
શતક ૨૦/૧૦ સંપૂર્ણ |
શતક: ૨૧ પહેલો વર્ગ:- ચોખા, ઘઉં, જવ, જવાર વિગેરે ધાન્યના દશ વિભાગ છે. (૧) મૂળ (૨) કંદ (૩) સ્કંધ (૪) ત્વચા(છાલ) (૫) શાખા (૬) પ્રવાલ (૭) પત્ર (૮) પુષ્પ (૯) ફળ (૧૦) બીજ. આ દશે વિભાગોમાં જીવ આવીને ઉત્પન્ન થાય છે.
આ દશ વિભાગના જીવોના (૧) ઉત્પત્તિ સંખ્યા (૨) આગતિ (૩) અપહાર સમય (૪) અવગાહના (૫) બંધ (૬) વેદન (૭) ઉદીરણા (૮) લેશ્યા (૯) દષ્ટિ (૧૦) કાયસ્થિતિ (૧૧) ભવાદેશ, કાલાદેશ (૧૨) સર્વ જીવ ઉત્પન્ન વિગેરે દ્વારોનું વર્ણન અગિયારમા શતકના પહેલા ઉદ્દેશકના સમાન જાણવું. કેટલીક વિશેષતા નીચે મુજબ છે. (૧) અવગાહના– જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ અનેક ધનુષ. (૨) સ્થિતિ-જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનેક વર્ષ (૩ વર્ષ). (૩) કાયસ્થિતિ– જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્ય કાળ. (૪) આગતિ– મૂળ કંદ વિગેરે સાત વિભાગોમાં દેવ આવતા નથી. ફૂલ, ફળ બીજમાં દેવ આવે છે. એની અપેક્ષા લેશ્યા જ હોય છે. (૫) ફૂલ, ફળ, બીજની અવગાહના- જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ અનેક અંગુલની હોય છે.
આ પહેલા વર્ગના કંદ, મૂળ, સ્કંધ વિગેરેના ૧૦ ઉદ્દેશા છે. સાત ઉદ્દેશાના વર્ણન સરખા છે. ફળ, ફૂલ, બીજના વર્ણનમાં આગતિ અને અવગાહનામાં ઉપર્યુક્ત અંતર છે. બીજો વર્ગ – ચણા, મસૂર, તલ, મગ, અડદ, કુલત્થ વિગેરેનું વર્ણન પહેલા વર્ગના સરખું છે. સ્થિતિ ઉત્કૃષ્ટ અનેક વર્ષની છે. એમા પાંચ વર્ષ જાણવા. ત્રીજો વર્ગ:- અળસી, કુસંભ, કોઢવ, કંગુ, સણ, સરસવ વિગેરેનું તથા બીજોની જાતિ, એનું વર્ણન પણ પહેલા વર્ગના સરખુ છે. સ્થિતિ સાત વર્ષની છે. ચોથો વર્ગ - વાંસ વેણુ, દંડ, કલ્કાવંશ, ચાવંશ, વિગેરેનું વર્ણન પહેલા વર્ગ સરખુ છે. પરંતુ એમાં દશે વિભાગમાં દેવ ઉત્પન્ન થતા નથી. આગતિમાં અંતર છે. તથા વેશ્યા પણ ત્રણ જ કહેવી. જેથી વેશ્યાના ભંગ ૨૬ જ થશે. પાંચમો વર્ગ – ઈશુ વિરણ, ઈક્કડ, માસ, સૂંઠ, તિમિર સપોરગ, અને નલ વિગેરેનું વર્ણન વાંસ વિગેરે ચોથા વર્ગ સરખુ છે. પરંતુ એના સ્કંધમાં દેવ આવીને ઉત્પન્ન થાય છે. બાકી ૯ વિભાગોમાં દેવ આવતા નથી. દેવોની અપેક્ષા જ લેશ્યા ૪ અને ૮૦ ભંગ પણ કહેવા. છઠ્ઠો વર્ગ – દર્ભ, કોતિય, પર્વક, પૌદિના, અર્જુન, ભુસ, એરંડ, કુકુંદ, મધુરતૃણ વગેરેનું વર્ણન ત્રીજા વંશ વર્ગ સરખુ છે. સાતમો વર્ગ – અધ્યારોહ(એક વૃક્ષમાં બીજુ વૃક્ષ) વત્થલ, મારક, ચિલ્લી, પાલક શાક, મંડુકી, સર્ષપ, આંબિલ શાક વિગેરેનું વર્ણન વાંસના વર્ગ સરખુ જાણવું. આઠમો વર્ગ:- તુલસી, ચૂયણા, જીરા, દમણા, મયા ઈન્દીવર, શતપુષ્પી, વિગેરેનું વર્ણન વાંસના વર્ગ સરખુ છે. વિશેષ - ૧, ૨, ૩ વર્ગમાં છેલ્લા ત્રણ ઉદ્દેશોમાં દેવ ઉત્પન્ન થવાનું કથન છે. પાંચમા વર્ગમાં સ્કંધના ત્રીજા ઉદ્દેશામાં દેવ ઉત્પન્ન થવાનું કથન છે. બાકી વર્ગ તથા ઉદ્દેશામાં દેવ ઉત્પન્ન થવાનું કથન નથી. સ્થિતિ બધાની ૮ x ૧૦ ઊ ૮૦ ઉદ્દેશામાં "અનેક વર્ષ" છે. ચોખા વિગેરેની ત્રણ વર્ષ વિગેરે સ્થિતિ પહેલાં આ સૂત્રમાં કહેવાઈ છે. જે અહીં પર કહેવાયેલ અનેક વર્ષથી અબાધિત છે.
/ શતક ૨૧ સંપૂર્ણ |
શતક: ૨૨ પહેલો વર્ગ – તાલ, તમાલ, કેળા, તેતલિ, તક્કલી, દેવદારુ, કેવડા, ગુંદ, હિંગુ, લવિંગ, સુપારી, ખજૂર, નારિયેળ, વગેરેનું વર્ણન શાલિ વર્ગ સરખુ છે. પરંતુ નીચેની વિશેષતાઓ છે. (૧) મૂળ વગેરે પાંચ વિભાગમાં દેવ ઉત્પન્ન થતા નથી. એટલે વેશ્યા ત્રણ છે. (૨) પ્રવાલ વગેરે પાંચ વિભાગમાં દેવ ઉત્પન્ન થાય છે. એટલે લેગ્યા ચાર છે. (૩) સ્થિતિ– મૂળ વગેરે પાંચની જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૧૦૦૦૦ વર્ષ છે. (૪) બાકી પાંચની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ અનેક વર્ષની છે. (૫) અવગાહના ઉત્કૃષ્ટ– મૂળ અને કંદની અનેક ધનુષ, ત્વચા શાખાની અનેક કોશ છે. પ્રવાલ અને પત્રની અનેક ધનુષ છે. ફૂલની અનેક હાથ, ફળ, બીજની અનેક અંગુલની છે. જઘન્ય અને મધ્યમ વિવિધ પ્રકારની અવગાહના થઈ શકે છે. બીજો વર્ગ – લીમડો, આંબો, જાંબુ, પીલુ, સેલુ, સલ્લકી, પલાશ, કરંજ, પુત્રજીવક, અરીઠા, હરડા, બહેડા, ચારોલી, નાગકેશર, શ્રીપર્ણી, અશોક વિગેરેનું વર્ણન પણ પહેલા તાલ વર્ગ સરખું છે. ત્રીજો વર્ગ - અસ્થિક, તિંદુક બોર, કપિત્થ, અમ્બાડગ, બિજોરા, આંબલા, ફણસ, દાડમ, પીંપલ, ઉબર, વડ, ન્યગ્રોધ, નંદીવૃક્ષ, પીપર, સતર, સપ્તપર્ણ, લોદ્ર, ધવ, મંદન, કુટજ, કદંબ વગેરેનું વર્ણન પણ તાડવૃક્ષ સરખું છે.