________________
183
આગમસાર
jainology II
વિવેક પૂર્ણ યથાર્થ ઉત્તર સાંભળી સોમિલ નમી પડ્યો. બોધ પ્રાપ્ત કરી એણે બાર શ્રાવક વ્રત સ્વીકાર કર્યા, અનેક વર્ષ વ્રતઆરાધન કરી, સદ્ગતિ પ્રાપ્ત કરી એક ભવાવતારી બન્યા. મહાવિદેહથી મોક્ષે જશે. નોંધ:- સોમિલના પ્રશ્નજિજ્ઞાસા માટે નહીં પરંતુ પરીક્ષા મૂલક હતા.
|| શતક ૧૮/૧૦ સંપૂર્ણ //
શતક–૧૯: ઉદ્દેશક-૧-૩ (૧) લેશ્યા વર્ણન પ્રજ્ઞાપનાના સત્તરમાં અધ્યાયના ચોથા ઉદ્દેશક વિગેરેની સમાન જાણવા. ગર્ભગત જીવની લશ્યાનું વર્ણન પણ એમાથી જાણવું. (૨) કેટલીક વનસ્પતિના જીવ જ સાધારણ શરીર બનાવે છે. તે પણ અનંત જીવ મળીને જ બનાવે છે. અસંખ્ય અથવા ૪, ૫ મળીને બનતા નથી. બાકી ૨૩ દંડકના જીવ અને પ્રત્યેક શરીર વનસ્પતિના જીવ પોતપોતાના વ્યક્તિગત શરીર બનાવે છે.
એ જીવોની વેશ્યા, દષ્ટિ, જ્ઞાન, યોગ ઉપયોગ, આહાર, સમુદઘાત, ગતિ, આગતિ, સ્થિતિ વગેરેનું વર્ણન જીવાભિગમ સૂત્ર પ્રથમ પ્રતિપત્તિ અનુસાર છે. (૩) અવગાહના ૪૪ બોલની : એકેન્દ્રિયના સંપૂર્ણ જીવના ભેદ ૨૨ કહેવાયા છે.(પ્રજ્ઞાપના સૂત્રના પહેલા પદમાં) એમની જઘન્ય અવગાહના અને ઉત્કૃષ્ટ અવગાહના એમ બે વિકલ્પ કરવાથી ૪૪ બોલ થાયછે.એ ૪૪ અવગાહના અલ્પ બહત્વ આ પ્રમાણે છે (૧) અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદની જઘન્ય અવગાહના – બધાથી નાની. (ર) અપર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાયની જઘન્ય અવગાહના – અસંખ્યગુણ છે. (૩) અપર્યાપ્ત સૂક્ષ્મ અગ્નિકાયની જઘન્ય અવગાહના – અસંખ્ય ગુણ છે. (૪) અપર્યાપ્ત સૂક્ષ્મ અપકાયની જઘન્ય અવગાહના - અસંખ્યગુણ છે. (૫) અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયની જઘન્ય અવગાહના – અસંખ્યગુણ છે. (૬) અપર્યાપ્ત બાદર વાયુકાયની જઘન્ય અવગાહના - અસંખ્યગુણ છે. (૭) અપર્યાપ્ત બાદર અગ્નિકાયની જઘન્ય અવગાહના - અસંખ્યગુણ છે. (૮) અપર્યાપ્ત બાદર અપકાયની જઘન્ય અવગાહના - અસંખ્યગુણ છે. (૯) અપયોપ્ત બાદર પૃથ્વીકાયની જઘન્ય અવગાહના - અસંખ્ય ગુણ છે. (૧૦-૧૧) અપર્યાપ્ત પ્રત્યેક શરીરી વનસ્પતિની જઘન્ય અવગાહના અને અપર્યાપ્ત બાદર નિગોદની જઘન્ય અવગાહના – આપસમાં સરખી છે અને અસંખ્ય ગુણ છે. (૧૨) પર્યાપ્ત સૂમ નિગોદની જઘન્ય અવગાહના – અસંખ્યગુણ છે. (૧૩) અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદની ઉત્કૃષ્ટ અવગાહના – વિશેષાધિક (૧૪) પર્યાપ્ત સૂમ નિગોદની ઉત્કૃષ્ટ અવગાહના – વિશેષાધિક (૧૫) પર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાય જઘન્ય અવગાહના – અસંખ્યણ છે. (૧૬) અપર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાય ઉત્કૃષ્ટ અવગાહના – વિશેષાધિકા (૧૭) પર્યાપ્ત સૂમ વાયુકાય ઉત્કૃષ્ટ અવગાહના – વિશેષાધિક (૧૮) પર્યાપ્ત સૂક્ષ્મ અગ્નિકાય જઘન્ય અવગાહના – અસંખ્યગુણ છે. આ પ્રમાણે ૧૮, ૧૯, ૨૦ સૂક્ષ્મ અગ્નિકાયના; ૨૧, ૨૨, ૨૩ સૂક્ષ્મ અપ્લાયના; ૨૪, ૨૫, ૨૬ સૂક્ષ્મ પૃથ્વીકાયના; ૨૭, ૨૮, ૨૯ બાદર અપકાયના; ૩૦, ૩૧, ૩૨ બાદર અગ્નિકાયના; ૩૩, ૩૪, ૩૫ બાદર અપકાયના; ૩૬, ૩૭, ૩૮ બાદર પૃથ્વીકાયના; ૩૯, ૪૦, ૪૧ બાદર નિગોદના જીવોની અવગાહના છે. ૪૨, ૪૩, ૪૪ પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયના ત્રણ બોલ અસંખ્યગુણ કહેવા.
બધાથી વધારે અવગાહના પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિના પર્યાપ્તની ઉત્કૃષ્ટ અવગાહના 1000 યોજન સાધિક છે. બધાથી નાની સૂક્ષ્મ નિગોદના અપર્યાપ્તની જઘન્ય અવગાહના છે. બાકી બધા બોલોની ક્રમશઃ કંઈક અધિક અવગાહના છે. પ્રત્યેક શરીરી વનસ્પતિ અને બાદર નિગોદના અપર્યાપ્તની જઘન્ય અવગાહના એક સરખી છે.
સમુચ્ચય બોલમાં પૃથ્વીથી પાણી સૂક્ષ્મ છે. પાણીથી અગ્નિ, અગ્નિથી વાયુ, વાયુથી વનસ્પતિ સૂક્ષ્મ છે. સમુચ્ચય બોલમાં - વાયુથી અગ્નિ મોટો છે. અગ્નિથી પાણી, પાણીથી પૃથ્વી અને પૃથ્વીથી વનસ્પતિ મોટી છે.
ચાર સ્થાવરની જઘન્ય, ઉત્કૃષ્ટ બધી અવગાહનાઓ અંગુલના અસંખ્યાતમા ભાગની છે. અર્થાત્ ઉપરના ૪૩ બોલોમાં અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની જ છે. કેવળ ૪૪મા બોલમાં ઉત્કૃષ્ટ એક હજાર યોજન સાધિક છે. (૪) ઉપરના ૪૪ બોલોમાં બાદર પૃથ્વીકાયનો નવમો નંબર છે. અર્થાત્ આઠ વાર અસંખ્ય ગુણા કરે એટલી અવગાહના છે. તો પણ ચક્રવર્તીની યુવાન સ્વસ્થ દાસી વજમય શિલા અને શિલાપત્રક(લોઢા)થી લાખના ગોળા જેટલી પૃથ્વી- કાયને ૨૧ વખત પીસે તો કેટલાક જીવ મરે છે અને કેટલાક મરતા નથી, કેટલાક સંઘર્ષને પ્રાપ્ત થાય છે, કેટલાકને સંઘર્ષ નથી થતો, કેટલાકને સ્પર્શ માત્ર પણ થતો નથી. એ પ્રમાણે કેટલાક પીસાઈ જાય છે, કેટલાક પીસાઈ જતા નથી. એવી નાની પૃથ્વીકાયની અવગાહના હોય છે. (૫) કોઈ યુવાન, સ્વસ્થ પુરુષ; વૃદ્ધ, અશક્ત પુરુષના માથા પર બન્ને હાથે જોર જોરથી પ્રહાર કરે અને જેવી વેદના અને થાય એનાથી પણ ખરાબ વેદના પૃથ્વીકાય જીવોને સ્પર્શ માત્રથી થાય છે. એ પ્રમાણે બધા એકેન્દ્રિય જીવોને સ્પર્શ માત્રથી વેદના થાય એમ સમજી લેવું.