________________
આગમસાર
jainology II
177 (૮) સૂર્ય – કેવલજ્ઞાન પ્રાપ્તિ. (૯) મેરુ પર્વતને આંતરડાથી વિંટળાયેલો – સંપૂર્ણ લોકમા યશકીર્તિ ફેલાય. (૧૦) મેરુ ચૂલિકા પર સિહાસન ઉપર બેઠા - પરિષદમા ઉપદેશ આપ્યો. (૬) સ્વપ્ન ફળ વિજ્ઞાન:- (૧) સૂતેલી વ્યક્તિ હાથી, ઘોડા અથવા બળદ સમૂહને જોઈ એના પર ચઢે, ચઢીને પોતાને બેઠેલો જુએ, પછી જાગી જાય, તો તે એ જ ભવમાં મોક્ષે જાય છે. (જે સૂતો રહે છે તે આ ફળ પામતો નથી. એમ બધા સ્વપ્નોમા સમજી લેવું જોઈએ.) (૨)જે વ્યક્તિ સ્વપ્નમાં મહાસમુદ્રમાં પૂર્વથી પશ્ચિમ સુધી ફેલાયેલી રસ્સીને જોઈ પોતાના હાથમાં વીંટે છે.(૩) લોકાંતને પૂર્વ પશ્ચિમ અડેલી રસ્સીને કાપે (૪) કાળા યા સફેદ સૂતરના ગુંચવાયેલા ગુચ્છાને ઉકેલે. "મેં ઉકેલી આપ્યો". એમ માને (૫) સોના ચાંદી વજ અને રત્ન રાશિને જુએ. (૬) ઘાસ, કચરાના ઢગલાને જુએ અને વિખેરી નાંખે. (૭) સરસ્તંભ, વીરણસ્તંભ, વંશસ્તંભ, બલ્લિતંભ ને જોઈને ઉખેડીને ફેંકી દે. (૮) ક્ષીરકુંભ, ધૃતકુંભ, દર્તિકુંભને જુએ અને ઉપાડે (૯) ફૂલોવાળા પદ્ય સરોવરમાં ઉતરે (૧૦) મહાસાગરને જુએ અને એને તરીને પાર કરે. (૧૧) રત્નોનું ભવન જુએ અને એમાં પ્રવેશ કરે (૧૨) રત્નોનું વિમાન જુએ અને એમાં ચઢી જાય. આ પ્રકારના સ્વપ્નવાળા પોતાને જુએ, માને અને જાગી જાય, ઉઠી જાય, એ વ્યક્તિ એ જ ભવમાં મોક્ષે જાય છે.
તેલ, મદિરા ચરબીના ઘડા(કુંભ) જુએ અને ફોડી નાંખે તથા લોખંડ, તાંબુ, કથીર શીશાના ઢગલાને જુએ અને એના પર ચઢે. આ બે સ્વપ્ન જોવાવાળા એક દેવનો અને એક મનુષ્યનો ભવ કરીને મોક્ષ જાય છે. (૭) કોઈ સુગંધી પદાર્થ પડયો હોય અને પવન આવે તો સુગંધી પદાર્થ ચાલતો નથી. પરંતુ ગંધના પુદ્ગલ ત્યાંથી ગતિ કરે છે, ફેલાય છે.
ઉદ્દેશક: ૭-૮ (૧) પ્રજ્ઞાપના સૂત્રનો ઉપયોગ પદ અને પશ્યતા પદને સંપૂર્ણ અહીં સમજવું. (૨) લોકના ૬ દિશાઓના ચરમતમાં જીવ, અજીવ, જીવ દેશ, પ્રદેશ, અજીવ દેશ, પ્રદેશ રહેલા છે. એવી રીતે સાત નરક પૃથ્વી પિંડોના ચરમાંતમાં અને દેવલોકના ચરમાંતમાં પણ જીવ અજીવ રહેલા છે. એકેન્દ્રિય વગેરેની અપેક્ષાએ પાંચ સ્થાવર તો સ્વસ્થાન રૂપે રહેલા છે અને ત્રસ જીવ વાટે વહેતા અને મરણ સમુઠ્ઠાતની અપેક્ષાએ હોય છે. અનિંદ્રિય જીવ કેવલી સમુદ્યાતની અપેક્ષાએ હોય છે. નરક પૃથ્વીના ચરમાંતમાં તેમજ દેવલોકના ચરમાંતમાં પણ યથાયોગ્ય સંભવિત જીવ અજીવ, એના દેશ, પ્રદેશ સમજી લેવા જોઇએ. કાલ દ્રવ્ય ચરમાંતોમાં નથી. (૩) પરમાણુ પુદ્ગલ એક સમયમાં લોકના પૂર્વી ચરમાંતથી પશ્ચિમી ચરમાંત સુધી સ્વતઃ ચાલ્યા જાય છે. એવી રીતે બધી દિશામાં સમજવું. (૪) વરસાદની જાણકારી માટે કોઈ હાથને ખુલ્લા આકાશમાં કાઢીને જુએ તો પાંચ ક્રિયા લાગે છે. (૫) કોઈ મહર્તિક દેવ પણ લોકાંતમાં બેસીને અલોકમાં હાથ પગ વગેરે કાઢી શક્તા નથી. કારણકે અલોકમાં ધર્માસ્તિકાય વગેરે નથી. ત્યાં જીવ અને પુદ્ગલની ગતિ હોતી નથી.
ઉદ્દેશકઃ ૯-૧૪ (૧) વૈરોચન બલીની બલિચંચા રાજધાની ઉત્તર દિશામાં છે. બાકી સમુદ્રમાં દૂર ઉત્પાત પર્વત, રાજધાનીનો વિસ્તાર, સભા વગેરે વર્ણન અસુરકુમાર ચમરેન્દ્રના વર્ણન સમાન છે. (જુઓ– શતક ૨ઃ ઉદ્દેશક ૮) (૨) અવધિજ્ઞાનનું વર્ણન પ્રજ્ઞાપના તેમજ નંદી સૂત્રમાં જુઓ. (૩) દ્વીપકુમાર દેવ બધા સમાન આહાર વાળા વગેરે હોતા નથી. આ વર્ણન પહેલા શતકના બીજા ઉદ્દેશકની સમાન છે. એમાં ચાર લેશ્યાઓ હોય છે. તેજોલેશ્યા- વાળા અલ્પ હોય છે. તેથી કાપો લેશી, અસંખ્ય ગુણા, એનાથી નીલલેશી વિશેષાધિક, એનાથી કૃષ્ણલેશી વિશેષાધિક હોય છે. કૃષ્ણલેશી અલ્પદ્ધિક હોય છે. પછી ક્રમશઃ તેજોલેશી મહદ્ધિક હોય છે. ઉદધિકુમાર, દિશાકુમાર, નિતકુમારનું વર્ણન પણ આ મુજબ છે.
// શતક ૧૬/૧૪ સંપૂર્ણ II
શતક-૧૭: ઉદ્દેશક-૧ (૧) કોણિક રાજાના બે મુખ્ય હાથી હતા. (૧) ઉદાઈ હસ્તીરત્ન. (૨) ભૂતાનંદ હસ્તીરત્ન. બન્ને અસુરકુમાર દેવોથી આવીને જમ્યા હતા. હવે મરણ પામીને પ્રથમ નરકમાં જશે. ત્યાંથી મહાવિદેહમાં એક ભવ કરી મુક્તિ પામશે. આ જવાબ ગૌતમ સ્વામી દ્વારા રાજગૃહીમાં ભગવાનને પૂછવાથી મળ્યો હતો. (નોંધ: આ બંને હાથીઓ પર એક–એક દિવસ સવાર થઈને કુણીક મહાશિલાકંટક અને રથમુસલસંગ્રામ નામે ઓળખાતા સંગ્રામ લડ્યા હતા.જેમાં કરોડ ઉપરાંત મનુષ્યોના મૃત્યુ થયા હતા. તે હાથીઓને પણ તેની પ્રાણાતિપાતની ક્રિયા લાગવાથી નરકે ગયા. કુણીકનો પછીનો ભવ કયાં થયો, તેનો કોઇ ખુલાસો શાસ્ત્રોમાં મળતો નથી.) (૨) કોઈ વ્યક્તિ વૃક્ષને હલાવે, પાડે, તો એને પાંચ ક્રિયા લાગે છે. હાલવાવાળા તાડ વૃક્ષની શાખા, ફળ વિગેરેના જીવોને પણ પાંચ ક્રિયા લાગે છે. તોડ્યા પછી જ્યારે ફળ યા વૃક્ષ પોતાના ભારથી નીચે પડે છે તો પુરુષને ચાર ક્રિયા લાગે છે. વૃક્ષ વિગેરેના જીવોને પાંચ ક્રિયા લાગે છે. (૩) જીવને ઔદારિક શરીર વિગેરે બનાવતી વખતે તથા એનો પ્રયોગ કરતી વખતે ૩, ૪, યા પ ક્રિયા લાગે છે. (૪) ભાવ ૬ છે. યથા– (૧) ઉદયિક,ઉદયભાવ (૨) ઔપથમિક (૩) ક્ષાયિક (૪) ક્ષયોપથમિક (૫) પારિણામિક (૬) સસિપાતિક(મિશ્ર). એનું વિશેષ વર્ણન અનુયોગદ્વાર સૂત્રમાં જુઓ.