________________
jainology II
149
આગમસાર અતિક્રાંત અને શીતળ આહારથી એમના શરીરમાં વિપુલ રોગ ઉત્પન થયો, પ્રગાઢ દુરસ્સહ વેદના થવા લાગી. એનું શરીર પિત્ત જવર અને દાહથી આક્રાંત થઈ ગયું. મિથ્યાત્વ ઉદય – વેદનાથી પીડિત બનેલા જમાલી અણગારે શ્રમણોને સંથારો(પથારી) કરવાનું કહ્યું. પથારી કરવામાં થોડો સમય લાગ્યો. એમને ઉભા રહેવાનું અસહ્ય થઈ ગયું હતું. જલ્દીથી એમણે તેઓને પૂછી લીધું કે હે દેવાનુપ્રિયે પથારી પાથરી લીધી કે પાથરો છો? શ્રમણોએ ઉત્તર આપ્યો કે અત્યારે પથારી પાથરી નથી, પાથરી રહ્યા છીએ. કષ્ટની અસહ્યતાને કારણે એ વાક્યો પર એનું ઊંધું ચિંતન ચાલવા લાગ્યું. મિથ્યાત્વ કર્મ દલીકોનો ઉદય થયો અને આ પ્રમાણે વિચારવા લાગ્યા કે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનો સિદ્ધાંત છે કે “ચાલતા-ચાલતા ચાલ્યા, કરતાં-કરતાં કર્યું', આ સિદ્ધાંત મિથ્યા છે. આ હું પ્રત્યક્ષ અનુભવ કરું છું. આ પ્રકારના મનોગત ભાવ એમણે શ્રમણોની સામે રાખ્યા. કેટલાક શ્રમણોએ એમની આ વાત પર શ્રદ્ધા કરી અને કેટલાકે શ્રદ્ધા ન કરી, પ્રતિકાર કર્યો. પરંતુ મિથ્યાત્વ ઉદયના પ્રભાવથી જમાલીને એ દઢ નિશ્ચય થઈ ગયો કે ભગવાનનો સિદ્ધાંત મિથ્યા છે. ત્યારે કેટલાક શ્રમણ જ્યાં ચંપાનગરીમાં ભગવાન બિરાજમાન હતા ત્યાં વિહાર કરી ગયા. અવિનય – થોડા દિવસોમાં જમાલી પણ સ્વસ્થ થઈ ગયા. તે પણ વિહાર કરતાં ચંપાનગરીમાં ભગવાનની સમક્ષ પહોંચ્યા અને ઉભા રહીને કહેવા લાગ્યા કે ભંતે! આપના કેટલાક શિષ્ય છદ્મસ્થ વિચરણ કરીને આવે છે. પરંતુ હું કેવલી બનીને આવ્યો છું.
ગૌતમ સ્વામીએ એક જ પ્રશ્ન પૂછીને એને નિરુતર અને ચૂપ કરી દીધા. પછી ભગવાને જમાલીને કહ્યું કે હે જમાલી ! મારા અન્ય છદ્મસ્થ અણગાર આ પ્રશ્નનો ઉત્તર મારી જેમ જ આપી શકે છે. પરંતુ એ પોતાને તમારી જેમ કેવલી નથી કહેતા. પછી ભગવાને એ પ્રશ્નનો ઉત્તર સ્પષ્ટ કર્યો કે લોક શાશ્વત છે. કેમકે તે સદા હતો છે અને રહેશે. લોક–અશાશ્વત છે કેમ કે એ ઉત્સર્પિણી, અવસર્પિણી વગેરે રૂપ પર્યાયોમાં બદલતો રહે છે. આ જીવ શાશ્વત છે, કેમ કે સદા હતો, છે અને રહેશે. તેમજ આ જીવ અશાશ્વત છે, કેમ કે નારક વગેરે પર્યાયોમાં બદલાતો રહ્યો છે. ભગવાનથી અલગાવ અને મિથ્યા પ્રરુપણા :- જમાલી નિરુતર થઈ ગયા અને શ્રદ્ધા પ્રગટ ન કરતાં મિથ્યાત્વ ઉદયના પ્રભાવે ત્યાંથી નીકળી ગયા, અનેક અસત્ પ્રરુપણા કરતાં વિચરવા લાગ્યા. આ રીતે મિથ્યાત્વના અભિનિવેશથી પોતાને અને બીજાને ભ્રાંતા કરતાં તપ-સંયમનું પાલન કરવા લાગ્યા. પ્રથમ ગુણસ્થાનવર્તી હોવા છતાં અનેક વર્ષ(૧૦–૧૫ વર્ષ) સંયમનું પાલન કર્યું. ૧૫ દિવસના સંથારા બાદ કાળધર્મ પામીને છઠ્ઠા દેવલોકમાં કિલ્વિષિક દેવરૂપમાં ઉત્પન્ન થયા. જમાલી કિલ્વેિષીક દેવ - જમાલીને કાળ ધર્મ પામ્યા જાણીને ગૌતમ સ્વામીએ એની ગતિ–સ્થિતિ, ભવ-બ્રમણ સંબંધી પ્રશ્ન કર્યો. જવાબમાં ભગવાને જણાવ્યું કે જમાલી દેવલોકનો ભવ પૂરો કરીને ૪-૫ મનુષ્ય, તિર્યચ, દેવના ભવ કરશે. પછી બધા કર્મનો ક્ષય કરીને મોક્ષે જશે. કિલ્વિષિકો ના ભવ ભ્રમણ - કિલ્વિષિક દેવ ત્રણ પ્રકારના હોય છે અને એના ત્રણ સ્થાન છે. (૧) પ્રથમ દ્વિતીય દેવલોકની નીચલી. પ્રતરમાં ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા (૨) ત્રીજા-ચોથા દેવલોકની નીચલી પ્રતરમાં ત્રણ સાગરોપમના આયુષ્યવાળા (૩) છઠ્ઠા દેવલોકમાં ૧૩ સાગરના આયુષ્યવાળા. આ કિલ્વિષિકો ઓછામાં ઓછા ૪-૫ નરક, તિર્યચ, મનુષ્ય, દેવના ભવ કરે છે અને ઉત્કૃષ્ટ અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે. કારણ કે જે કુળ ગણ સંઘના વિરોધી દ્વેષી હોય છે; આચાર્ય, ઉપાધ્યાય, આદિના અપયશ, અવર્ણવાદ, અપકીર્તિ કરવાવાળા હોય છે; અનેક અસત્ય અર્થોની પ્રરુપણા કરે છે; કદાગ્રહમાં પોતે ભ્રમિત હોય છે અને બીજાને ભ્રમિત કરે છે, સાથે નિરંતર તપ સંયમની. વિધિઓનું ઉત્કૃષ્ટ પાલન કરે છે. અંતિમ સમય સુધી પોતાની મિથ્યાવાદિતાની આલોચના–પ્રાયશ્ચિત્ત શુદ્ધિકરણ નથી કરતાં તે જીવ આ કિલ્વિષિક દેવ સ્થાનોને પ્રાપ્ત કરે છે. દશવૈકાલિક સૂત્ર અધ્ય. પર અનુસાર તપ સંયમના ચોર એવા વિરાધક શ્રમણ પણ મિથ્યાત્વ પામી કિલ્વિષિકમાં જાય છે. ઔપપાતિક સૂત્ર આદિમાં પણ આનું વર્ણન છે.
ઉદ્દેશક: ૩૪ (૧) કોઈ એક મનુષ્ય પશુ અથવા ત્રસ જીવને મારનારા વ્યક્તિ અન્ય પણ અનેક જીવોની હિંસા કરનારા હોય છે. (કોઇ એક કાયના હિંસકને અહિંસાનો ભાવ ન હોવાથી છએ જીવનીકાયના ભાવથી હિંસક હોય છે.) (૨) કોઈ શ્રમણની હિંસા કરનારા એની હિંસાની સાથે અન્ય અનંત જીવોના પણ નાશક હોય છે. એનું કારણ એ છે કે મુનિ અનંત જીવોના રક્ષક છે, વિરત છે. મરીને એ અવિરત થઈ જાય છે અથવા અનંત જીવોના રક્ષકની હિંસા કરવાની અપેક્ષાએ એને અનંત જીવોના હિંસક અને અનંત જીવોના વૈરથી સ્પષ્ટ હોવાનું કહેવાયું છે. (૩) પાંચ સ્થાવર શ્વાસોશ્વાસમાં પાંચ સ્થાવરને ગ્રહણ કરી શકે છે. એનાથી એને ત્રણ, ચાર અથવા પાંચ ક્રિયા લાગે છે. (૪) વાયુથી અથવા પ્રચંડ વાયુથી જો વૃક્ષ અથવા વૃક્ષના મૂળ હલાવાય છે અથવા પાડી દેવાય છે તો વાયુકાયને ત્રણ, ચાર અથવા પાંચ ક્રિયા લાગે છે.
/ શતક ૯/૩૪ સંપૂર્ણ
શતક–૧૦: ઉદ્દેશક-૧ (૧) દસ દિશાઓ:દસ દિશા નામ
દિશા–વિદિશા સ્વરુપ ઇન્દ્રા દિશા
બે-બે પ્રદેશી વૃદ્ધિ | પૂર્વ-દક્ષિણ | આગ્નેય કોણ | વિદિશા એક પ્રદેશીસર્વત્ર દક્ષિણ
યમાં | દિશા બે-બે પ્રદેશી વૃદ્ધિ દક્ષિણ-પશ્ચિમ નૈઋત્ય કોણ | વિદિશા | એક પ્રદેશી સર્વત્ર
'પૂર્વ