________________
આગમસાર
jainology 11
153 (૨) સ્થિતિ- કુંભિક, નાસિકમાં અનેક વર્ષ, શેષ ૬ માં ૧૦,૦૦૦ વર્ષ. (૩) લેશ્યા- કુંભિક, નાલિકા, પલાસમાં ત્રણ, શેષ બધામાં ચાર.
આ આઠમાં કેટલાક તો વિવિધ પ્રકારના કમલ છે. પલાસ કુંભિક વગેરે પણ એવી જ કોઈ વનસ્પતિઓ હોવી જોઇએ. પલાસથી પ્રસિદ્ધ ઢાંક(પર્ણફુટી) વનસ્પતિ અર્થ કરાય તો ૧૦,૦૦૦ વર્ષની ઉમર હોવાનું વિચારણીય હોય છે. આથી પ્રાસંગિક વિવિધ કમલ વિશેષ જ સમજવું જોઇએ.
ઉદેશક: ૯ શિવરાજર્ષિ: (૧) હસ્તિનાપુરમાં "શિવ" નામના રાજા રાજય કરતા હતા. તે શ્રેષ્ઠ રાજાના યોગ્ય ગુણોથી સમ્પન્ન હતા. એની ધારીણી નામની રાણી તથા શિવભદ્રકુમાર નામનો પુત્ર હતો. યોગ્ય સમયે રાજકુમાર રાજય કાર્યની દેખરેખ કરવા લાગ્યો.
એક વખત રાજાને રાત્રિમાં વિચાર ઉત્પન્ન થયો કે મને ધન સમ્પતિ અને રાજય સંબંધી બધી અનુકૂળતા પ્રાપ્ત થઈ છે. આ બધી વૃદ્ધિ પૂર્વના પુણ્યથી જ પ્રાપ્ત થઈ છે. હવે સમય થતાં આ બધાનો ત્યાગ કરીને મારે પુત્રને રાજ્ય સોપીને સન્યાસ ગ્રહણ કરી લેવો જોઇએ. ઉત્પન્ન થયેલા એ વિચારોને શિવરાજાએ દ્રઢ કર્યા અને તે અનુસાર પુત્રનો રાજયાભિષેક કર્યો. શિવરાજર્ષિની તાપસી દીક્ષા – એના પછી યોગ્ય તિથિ મુહૂર્ત જોઈને મિત્ર, જ્ઞાતીજન વગેરેને ભોજન કરાવીને, સમ્માનિત કરીને એ બધાની અને પુત્રની આજ્ઞા-સ્વીકૃતિ લઈ તાપસ આશ્રમમાં જઈને તેમણે દિશા પ્રોક્ષિક તાપસી પ્રવ્રજયા અંગીકાર કરી. તેઓ ગંગા નદીને કિનારે પોતાની ઝુંપડી બનાવીને રહેવા લાગ્યા. એમણે દીક્ષા લઈને છઠને પારણે છઠ કરવાનો પ્રારંભ કર્યો.
તે આતાપના ભૂમિમાં જઈને આતાપના લેતા હતા. પારણાના દિવસે આતાપના ભૂમિમાંથી ઉતરીને વલ્કલ વસ્ત્ર પહેરીને પોતાની ઝુંપડીમાં આવ્યા. વાંસની છાબડી અને કાવડ લઈને પૂર્વ દિશામાં ગયા પૂર્વ દિશાની પૂજા કરીને સોમ લોકપાલને આ પ્રકારે કહ્યું- હે પૂર્વ દિશાના સ્વામી સોમ મહારાજા ! ધર્મ સાધનમાં પ્રવૃત્ત મારું શીવરાજર્ષિનું રક્ષણ કરો અને પૂર્વ દિશામાં રહેલ કંદમૂલ, છાલ, પત્ર, પુષ્પ, ફલ, બીજ, લીલી વનસ્પતિ લેવાની આજ્ઞા આપો. એવું કહી અને પછી પૂર્વ દિશાથી ઈચ્છીત સામગ્રીથી છાબડી ભરીને ઝૂંપડીમાં આવ્યા. પછી ગંગા નદીમાં જઈ સ્નાન આદિ કરીને આવ્યા. પછી હવનની પૂર્ણ તૈયારી કરીને મધુ વૃત ચોખાથી હોમ કર્યો. વૈશ્વ દેવ અને અતિથિ પૂજન કરીને પછી આહાર કર્યો. પછી બીજો છઠ સ્વીકાર કર્યો.
આ પ્રકારે ક્રમશઃ પારણામાં દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર દિશાનું પૂજન કરી એ દિશાના લોકપાલની આજ્ઞા પ્રાપ્ત કરી, બાકી વિધિ પ્રથમ પારણાની સમાન કરતાં, આમ તપ સાધના કરતાં-કરતાં તે ભદ્ર અને વિનીત પ્રકૃતિવાળા શિવ-રાજર્ષિને વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થયું. જેનાથી તે સાત દ્વીપ સમદ્ર જોવા લાગ્યા. વિભંગ જ્ઞાની શિવરાજર્ષિ:- તે આતાપના ભૂમિથી ઝુંપડીમાં આવ્યા. ત્યાંથી તાપસ આશ્રમમાં આવ્યા અને ત્યાંથી હસ્તિનાપુર નગરમાં ગયા અને સર્વ ઠેકાણે પ્રચાર કરવા લાગ્યા કે મને અતિશય જ્ઞાન-દર્શન ઉત્પન્ન થયું છે. સાત દ્વીપ સમુદ્ર છે. એટલો જ લોક છે. એનાથી આગળ કાંઈ નથી. વાત નગરમાં વ્યાપ્ત થઈ લોકોની ચર્ચાનો વિષય બની ગયો. કેટલાક શ્રદ્ધા કરવા લાગ્યા, કેટલાક સંદેહ કરવા લાગ્યા.
વિચરણ કરતાં શ્રમણ ભગવાન મહાવીર હસ્તિનાપુરમાં પધાર્યા. ગૌતમ સ્વામી પારણામાં ગૌચરી લેવા ગયાં. લોકોની ચર્ચા ગૌતમ સ્વામી સુધી પણ પહોંચી. ગૌતમસ્વામીએ ભગવાનને નિવેદન કરી લોકોનો પ્રશ્ન વ્યક્ત કર્યો. ઉપસ્થિત પરિષદની સમક્ષ જ ભગવાને સ્પષ્ટીકરણ કર્યું કે સાત દ્વીપ સમુદ્ર જોવા સુધીની વાત સાચી છે. પરંતુ એની સાથે એણે જે પ્રરુપણ કરવાનું શરૂ કર્યું છે કે આટલો જ લોક છે, આગળ નથી; તે એનું કથન મિથ્યા છે અને એનું જ્ઞાન પણ અપૂર્ણ છે. વાસ્તવમાં દ્વીપ સમુદ્ર અસંખ્ય છે.
પરિષદના ચાલ્યા જવાથી નગરમાં બેરંગી વાતો થવા લાગી. શિવરાજર્ષિ સુધી પણ સારી વાર્તા પહોંચી ગઈ. તે શકિત, કાંક્ષિત થયો, વિચારાધીન બન્યો અને એનું વિભંગ જ્ઞાન સમાપ્ત થઈ ગયું. ત્યારે એણે એવો વિચાર કર્યો કે શ્રમણ ભગવાન મહાવીરની સમીપ જઈને પર્યાપાસના કરવી મારા માટે આ ભવ, પરભવમાં કલ્યાણકારી થશે; એવો વિચાર કરી તે તાપસ આશ્રમમાં આવ્યા, યોગ્ય ઉપકરણ વેશભૂષા ગ્રહણ કરી ભગવાનની સેવામાં પહોંચ્યા. શિવરાજર્ષિની શ્રમણ દીક્ષા અને મુક્તિ - ત્રણ વખત આવર્તન કરી વંદના, નમસ્કાર કરી ભગવાનની સેવામાં બેસી ગયા. ભગવાને શિવરાજર્ષિ પ્રમુખ અન્ય પણ ઉપસ્થિત પરિષદને ઉપદેશ આપ્યો. શિવરાજર્ષિને ભગવાનની વાણી અત્યંત રુચિકર લાગી અને ત્યાં જિન પ્રવ્રજ્યા અંગીકાર કરવા માટે તત્પર થયા. સ્કંધક અણગારની સમાન એનું સંયમ ગ્રહણ સંબંધી વર્ણન સમજવું. ઈશાનખૂણામાં જઈને ભંડોપકરણ રાખી, પંચ મુષ્ઠિ લોચ કરી અને ભગવાનની સામે પહોંચીને વંદન કર્યા. ત્યાર પછી ભગવાને એને વિધિપૂર્વક દીક્ષા પાઠ ભણાવ્યો. શિવરાજર્ષિ શ્રમણ નિર્ગસ્થ બની ગયા. ૧૧ અંગોનું અધ્યયન કર્યું. અંતમાં એ જ ભવમાં બધા કર્મ ક્ષય કરી મુક્ત થયા. (૨) ગંગા કિનારે રહેનારા અન્ય વાનપ્રસ્થ સન્યાસી:- અગ્નિહોત્રી, પોતિક(વસ્ત્રધારી) કૌત્રિક, યાજ્ઞિક, શ્રદ્ધાળુ, ખપ્પરધારી, હુંડિકાધારી, ફલભોજી, ઉમસ્જક, નિમજ્જક, સમ્રક્ષાલક, ઉર્ધ્વમંડુક, અધોકુંડક, દક્ષિણમૂલક, ઉત્તરમૂલક, શંખધમક, કુલધમક, મૃગલબ્ધક, હસ્તી તાપસ, જલાભિષેક કર્યા વગર ભોજન ન કરનારા, વાયુમાં રહેનારા, પાણીમાં રહેનારા, વકલધારી, જલબક્ષી, વાયુભક્ષી, શેવાલભક્ષી, મૂલાહારી, કંદહારી, પત્રઆહારી, છાલ ખાનારા, પુષ્પઆહારી, બીજઆહારી, આપોઆપ જ પડેલા ફળ આદિ ખાનારા ફલાહારી, ઉચા દંડ રાખનારા, વૃક્ષવાસી, મંડલવાસી, વનવાસી, બિલવાસી, દિશા પ્રોક્ષી, આતાપના લેવાવાળા, પંચાગ્નિ તાપ લેનારા વગેરે અને બીજા પણ ઔપપાતિક સૂત્ર વર્ણિત સન્યાસી ગંગા કિનારે રહેતા હતા.
વાનપ્રસ્થ આશ્રમમાં વિવિધ સાધનાઓ અને વિવિધ વેશભૂષા અને ઉપકરણ હોય છે. એ પોતાની માન્યતા અનુસાર વિવિધ તપસ્યાઓ કરે છે. સમભાવ-ઉપશાંતિની ઉપલબ્ધિ પણ કેટલાય સાધક કરે છે. અંતિમ સમયમાં સંલેખના સંથારા પણ કરે છે, જે મહિનો, બે મહિના પણ ચાલે છે અને પાદોપગમન મરણ પણ સ્વીકાર કરે છે. જીવાદિનું સાચું જ્ઞાન અને આચરણ ન હોવા છતાં