________________
આગમચાર– ઉતરાર્ધ
172 ગુણના રૂપમાં બતાવીને તે પ્રરુપણા કરતો કે આ બધું ચરમ કૃત્ય છે. આવા કુલ આઠ ચરમ કહેવાય છે. જેમાં એણે ચાર પોતાના ઉપરના કૃત્ય જોડી દીધા અને અન્ય વાતો જોડીને તુક્કો લગાવી દીધો. પોતાના પાપને ઢાંકવાના પ્રયત્નમાં બુદ્ધિના દુરુપયોગથી કેટલીક બેહુદી(તર્કહીન) વાતો એણે બનાવી. આઠ ચરમ, ૪ પાનક, ૪ અપાનક વગેરે. આઠમા ચરમમાં અને ચોથા અપાનકમાં પોતે તીર્થકર રૂપમાં મોક્ષમાં જશે એમ બતાવ્યું. અયંપુલ – "અચંપુલ" નામનો આજીવિકોપાસક ગોશાલકને સર્વજ્ઞ, સર્વદર્શી માનતો હતો. કાંઈ જિજ્ઞાસા લઈને તે ગોશાલકની સેવામાં દર્શન વંદન કરવા માટે આવ્યો. દૂરથી જ ગોશાલકની પ્રવૃતિઓ(હાથમાં કેરી નાચ, ગાન, વારંવાર હાથ જોડવા વગેરે) અને એની દુર્દશાને જોઈને લજ્જિત થયો, ઉદાસ થયો. અર્થાત્ અશ્રદ્ધાભાવ ઉત્પન્ન થવા લાગ્યો અને તે આગળ ન વધી શક્યો. વંદન નમસ્કારની વાત જ ન રહી. પાછળ ખસવા લાગ્યો. સ્થવીરોએ એના મનની જીજ્ઞાસા જાણી લીધી અને પ્રકટ કરતાં કહ્યું કે તને આવો વિચાર ઉત્પન્ન થયો અને એટલા માટે તું આવ્યો છે. અત્યંપુલ ખુશ થયો અને સહર્ષ સ્વીકાર કર્યો. પછી સ્થવિરોએ આઠ ચરમ, ચાર પાનક, અપાનક વિગેરે વાત કરતા બતાવ્યું કે આવું કરતાં તમારા ધર્માચાર્ય હવે મોક્ષ જાશે. તું એની પાસે જા, તે તારા પ્રશ્નના સમાધાન સ્વતઃ જ કરી દેશે. આ રીતે સ્થવિરોએ ફરીથી એને સ્થિર કર્યો.
અયંપુલ ગોશાલકની પાસે ગયો. સ્થવિરોએ સંકેત કરીને કેરી એના હાથથી છોડાવી લીધી. ગોશાલકે પણ અચંપુલ ઉપાસકને એના મનોગત પ્રશ્નને બતાવીને સમાધાન કર્યું, સાથે જ ખોટું બોલીને ખુલાસો કર્યો કે મારા હાથમાં આમ્રફળ ન હતું માત્ર છાલ જ હતી. આ પ્રકારે અચંપુલની શ્રદ્ધાને પોતાના પ્રતિ સુરક્ષિત કરી. વંદના નમસ્કાર કરીને અચંપુલ ચાલ્યો ગયો. મરણ મહોત્સવ નિર્દેશ – પોતાનું મૃત્યુ નજીક જાણીને મિથ્યાભિનિવેષમાં લીન એ ગોશાલકે પોતાના સંઘના સ્થવિર શ્રમણોને કહ્યું કે મારા આદર-સત્કાર આડંબર સહિત નિર્વાણ મહોત્સવ કરજો. નગરમાં ઉદ્દઘોષણા કરજો કે ચરમ તીર્થંકર સિદ્ધ થયા છે. ગોશાલકને સમ્યકત્વ પ્રાપ્તિ - સાતમી રાત્રિના શુભ અધ્યવસાય સંયોગોથી એને સમ્યકત્વની પ્રાપ્તિ થઈ. જેનાથી એનું ચિંતન સીધું ચાલવા લાગ્યું કે હું વાસ્તવમાં ગોશાલક જ છું. શ્રમણોનો ઘાતક છું, ગુરુદ્રોહી છું, તીર્થકર ભગવાનની આશાતના કરવાવાળો છું અને અનેક ખોટા વાક્યાલો, તર્કો, દલીલો, કલ્પનાઓથી પોતાને અને બીજાને ભ્રમિત કરવાવાળો છું. હવે સ્વયંની તેજો વેશ્યાથી. તપ્ત થઈ ને દાહ જવરથી સાતમી રાત્રિમાં આજ છઘસ્થ અવસ્થામાં જ મરી જઈશ. વાસ્તવમાં શ્રમણ ભગવાન–મહાવીર સ્વામી જ અંતિમ તીર્થકર છે. મેં તો માત્ર ઢોંગ જ કર્યો અને ખોટો પ્રપંચ કર્યો છે. ગોશાલકની સમ્યક્તથી દેવગતિ :- આ પ્રકારના વિચાર આવવા પર એણે ફરીથી સ્થવિરોને પોતાની પાસે બોલાવ્યા અને સત્યને પ્રગટ કરતાં એણે પ્રતિજ્ઞા લેવડાવીને આદેશ આપ્યો કે તમે મારા ડાબા પગમાં મુજની રસ્સી બાંધી મોઢા પર ત્રણવાર યૂકીને ઘસેડતા શ્રાવસ્તી નગરીના વિવિધ સ્થાનો, માર્ગોમાં ઘોષણા કરજો કે આ ગોશાલક જ હતો, તીર્થકર ન હતો. એણે જુદો પ્રપંચ કર્યો હતો. વાસ્તવમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જ અંતિમ તીર્થકર છે. આ પ્રકારે મહાન અસત્કાર પૂર્વક મારા શરીરનું નિષ્કાસન કરજો. એવું કહીને તે કાળધર્મ પામ્યો. શુભ પરિણામોમાં મરીને તે પણ ૧૨માં દેવલોકમાં ઉત્પન્ન થયો. દંભ પૂર્વક પ્રતિજ્ઞા પાલન:- પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે અને પ્રતિષ્ઠા પણ કાયમ રહે એટલા માટે ગોશાલકના સ્થવિરોએ કુંભાર શાળામાં જ શ્રાવસ્તી નગરી ચિત્રિત કરી અને તેના ચૌટા(ચાર રસ્તા ભેગા થતા હોય) વગેરે સ્થાનોમાં મંદમંદ અવાજથી ઘોષણા કરી દીધી. આ બધું કૃત્ય દરવાજા બંધ રાખી અને કર્યું. ત્યાર બાદ દરવાજો ખોલીને મહાન ઋદ્ધિ સત્કાર સન્માનની સાથે નિર્વાણ મહોત્સવ કર્યો. ભગવાન ને રોગાંતક:- શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ યથા સમય ત્યાંથી વિહાર કર્યો, વિચરણ કરતાં "મેઢિક ગ્રામ" નામના નગરમાં પધાર્યા. પૂર્વ ઘટના ને છ મહીના પૂરા થવાની તૈયારી હતી. ભગવાનના શરીરમાં મહાન પીડાકારી દાહકારક પિત્તજ્વર ઉત્પન્ન થયો. અર્થાત્ ભગવાનનું શરીર મહાન રોગાતક થી આક્રાંત થઈ ગયું. એ રોગના કારણે લોહી-પરુનાં ઝાડા પણ થવા લાગ્યા. આ સ્થિતિને જોઈને લોકોમાં ચર્ચા થવા લાગી કે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ગોશાલકના તપ-તેજથી આક્રાંત થઈને દાહપિત જવર થી હવે છઘી જ કાળ કરી જશે. સિંહ અણગારનું રુદન :- બગીચામાં એક તરફ ભગવાનના અંતેવાસી, ભદ્ર, વિનીત, સિંહ નામના અણગાર આત્મ ધ્યાન સાધના કરી રહ્યા હતા અને આતાપના લઈ રહ્યા હતા. એમના કાનોમાં લોક અપવાદના ઉપરોક્ત શબ્દ પડ્યા. સિંહ અણગારને સંકલ્પ-વિકલ્પ થવા લાગ્યા કે ભગવાનના શરીરમાં પ્રચંડ વેદના ઉત્પન્ન થઈ છે અને તે છઘસ્થ જ કાળ કરી જશે વગેરે. આવી. માનસિક મહાન વ્યથાથી તે પીડિત થયા, આતાપના ભૂમીથી બહાર આવ્યા અને એક તરફ જઈને પોતાના દુઃખના અતિરેકમાં અત્યંત રુદન કરવા લાગ્યા.
ભગવાને શ્રમણોને મોકલીને સિંહ અણગારને પોતાની પાસે બોલાવ્યા અને સમજાવ્યું કે આવું આર્તધ્યાન કરવાનું યોગ્ય નથી. હું હજી ૧૫-૧/૨ (સાડા પંદર) વર્ષ વિચરણ કરીશ. તમે રેવતી શેઠાણીના ઘરે જાવ અને એણે મારા માટે જે કોલ્હાપાક બનાવ્યો છે તે લાવતા નહીં. પરંતુ પોતાના ઘોડાના ઉપચાર માટે પહેલાથી(કેટલાક દિવસ પહેલા) બિજોરાપાક બનાવ્યો હતો, જેમા થોડોક બચેલો પડ્યો છે, તે લઈ આવો. રેવતીનું સુપાત્ર દાન અને રોગનિવારણ - ભગવાનની આજ્ઞા થવા પર સિંહ અણગાર રેવતી શેઠાણી ના ઘરે ગયા. શેઠાણીએ આદર-સત્કારની સાથે આવવાનું કારણ પૂછ્યું (કેમ કે તે સમયે ભિક્ષાનો સમય ન હતો). સિંહ અણગારે પોતાનું પ્રયોજન કહ્યું કે ભગવાનના માટે જે કોલ્હાપાક બનાવ્યો છે, તે તો નહીં જોઇએ. પરંતુ બિજોરાપાક જોઈએ. રેવતીએ પોતાની ગુપ્ત વાત જાણવાનો હેતુ પૂછયો. સિંહ અણગારે ભગવાનના જ્ઞાનનો પરિચય આપ્યો. પછી એણે ભક્તિપૂર્વક બીજોરાપાક વહોરાવ્યો. ભાવોની દાનની અને પાત્રની આમત્રિકરણ શુદ્ધિથી એ રેવતી શેઠાણીએ દેવાયુનો બંધ કર્યો અને સંસાર પરિત્ત કર્યો. ત્યાં પણ પાચ દિવ્ય પ્રકટ થયા. સિંહ અણગાર ભગવાનની સેવામાં પહોંચ્યા અને તે બિજોરા પાક ભગવાનના કરકમલમાં અર્પિત કર્યો. ભગવાને અમુચ્છ ભાવથી એ આહારના પુદ્ગલોને શરીરરૂપી કોઠામાં નાખ્યા. એ આહારનું પરિણમન થવાથી ભગવાનનો રોગ તરત જ શાંત થયો. શરીર