________________
આગમસાર– ઉતરાર્ધ
174
અંતિમ ઉંમર સુધી પણ ગોશાલક આતાપના અને તપસ્યામાં સંલગ્ન રહેતો હતો. આતાપના ભૂમિથી ઉતરીને તે કુંભારશાળામાં આવ્યો હતો ત્યારે આનંદ શ્રમણને બોલાવીને દષ્ટાંત સંભળાવ્યું.
(૫) ભગવાન પ્રતિ પૂર્ણ ભક્તિ અને અર્પણતાની સાથે જ ગોશાલકે શિષ્યત્વ સ્વીકાર કર્યું હતું. પરંતુ તે ૪–૫ વર્ષ સુધી પણ એને પૂરું નિભાવી ન શક્યો. કેમ કે મૂળમાં તે એક અયોગ્ય અને અવિનીત તથા ઉદંડ પ્રકૃતિનો વ્યક્તિ હતો. આ કારણે વિહારકાળમાં વૈશ્યાયન તપસ્વીની છેડ–છાડ જેવા કેટલાય પ્રસંગ એના જીવનમાં બન્યા હતા.
(૬) એને દીક્ષિત કરવામાં ભગવાનનો કોઈ સ્વાર્થ ન હતો. એનો આગ્રહ અને સ્પર્શના(ભાવી) જાણીને એનો સ્વીકાર કર્યો. કેવલજ્ઞાન બાદ ગૌતમ સ્વમીના પૂછવા પર પણ એની જે ચર્ચા ચલાવાઈ, એમા પણ તેવી જ સ્પર્શના અને ગોશાલકના અનેક શ્રમણ શ્રાવકોના શુદ્ધ ધર્મમાં આવવું વગેરે અનેક કારણ રહ્યા હશે. વાસ્તવમાં સર્વજ્ઞ પ્રભુ ત્રિકાળજ્ઞાતા હોય છે. તે જ્ઞાન અનુસાર જ યથોચિત આચરણ અને ભાષણ કરે છે.
(૭) ગોશાલકના અનર્ગલ, હિંસક, ક્રૂર વ્યવહાર પર પણ ભગવાન અને એના શ્રમણોનું જે કંઈ પણ વર્ણન છે, એમાં તેઓની ભાષા, વ્યવહાર અને ભાવોનું અવલોકન કરવાથી આ સ્પષ્ટ જ્ઞાત થાય છે કે તેઓ પૂર્ણ સંયમિત હતા. ક્યાંય પણ ગોશાલક પ્રતિ અસભ્ય વર્તન, વચન, તિરસ્કાર અથવા ખોટા માનસની ગંધ પણ ન હતી. એક ઉત્કૃષ્ટ દર્જાનો વિરોધી અને નિરપરાધ શ્રમણોની હત્યા કરનારાની સાથે પણ છતી શક્તિએ અત્યંત શાંતિપૂર્ણ તેઓનો વ્યવહાર હતો. જે મહાન શાંતિનો એક આદર્શ છે. ગોશાલકથી પણ વિશિષ્ટ શક્તિશાળી અને લબ્ધિધારી શ્રમણ ત્યાં હતા. પરંતુ જરાપણ આવેશ, રોષનું વાતાવરણ ભગવાનની તરફથી થયું ન હતું. બે શ્રમણ ગોશાલકની સામે આવ્યા તેમ છતાં તેમના વ્યવહારમાં આવેશ કે આવેગનું નામોનિશાન ન હતું, કેવળ શિક્ષા આપતું સંબોધન હતું. એના મરણ પ્રસંગને પ્રત્યક્ષ આંખોની સામે જોવા છતાં પણ કોઈએ આવેશ પૂર્ણ વ્યવહાર, ધમકી, બદલો લેવો વગેરે કાંઈપણ ન કર્યું.
આ છે જિનવાણીના આરાધકોની ક્ષમતા, શાંતિનો અદ્ભુત સંદેશ. આ સંદેશ આપણા જીવનમાં ઉતરી જાય અને એનાથી સાચી શાંતિ ઉત્પન્ન થશે, ત્યારે આપણે જિનવાણી પ્રાપ્ત કર્યાનું સાચા અર્થોમાં સફળ થશે.
ગોશાલકે અનેક અપશબ્દ, અનર્ગલ બકવાસ, ક્રોધાંધ થઈને કહ્યા. એમાથી કોઈનો પણ જવાબ સર્વાનુભૂતિ અથવા સુનક્ષત્ર અણગારે અથવા ભગવાને આપ્યો નથી. અર્થાત્ એની બરાબરી કોઈએ ન કરી. પરંતુ માત્ર સીમિત શબ્દોમાં ઉચિત શિક્ષા અને સત્ય કથન જ કહ્યું.
ન
(૮) ગોશાલકના વર્ણનમાં ૧૮ ભવોમાં સંયમ ગ્રહણનું વર્ણન છે. પરંતુ ભગવતી સૂત્ર શતક ૨૫ માં બતાવ્યું છે કે કોઈ પણ નિયંઠા આઠ ભવથી વધારે પ્રાપ્ત નથી હોતા, સામાયિક આદિ ચારિત્ર પણ આઠ ભવથી વધારે ભવમાં નથી થઈ શક્યું. તેથી અભવીના સંયમ ક્રિયાઆરાધનથી નવપ્રૈવેયકમાં અનંતવાર જવાની સમાન જ આ પૂર્વના દસ ભવ સમજી લેવા જોઇએ અને ત્યારપછીના આઠ ભવ સંયમ સહિત અવસ્થાના સમજવા જોઇએ. સૂત્રમાં દ્રવ્ય ક્રિયાની અપેક્ષા જ ''વિરાધિત શ્રામણ્ય' કહ્યું છે, એમ માનવું જોઇએ. (૯) નૃસંશ પ્રવૃતિઓથી યુક્ત જીવન હોવા છતાં પણ ગોશાલકનું જીવન મહા– તપસ્વી જીવન હતું અને અંતિમ સમયમાં સમ્યક્ત્વ યુક્ત શુદ્ધ પરિણામ આવી ગયું હતું. જેના કારણે તેને અનંતર દેવભવ અને પરંપર મનુષ્ય ભવમાં પુણ્યનો ઉપભોગ પ્રાપ્ત થયો અને થશે. એના પછીના ભવોમાં સર્વે પાપ કર્મોનું સામ્રાજ્ય ચાલશે.
(૧૦) ગોશાલકના મોક્ષ જાવાના અંતિમ ભવના વર્ણનને ઔપપાતિક સૂત્રમાં વર્ણિત ‘દઢપ્રતિશ કુમાર’ ની ભલામણ(સૂચના) છે. પરંતુ પ્રતિયોમાં ભલામણ દેતાં–દેતાં આગળ એને જ દઢ પ્રતિજ્ઞ નામથી કહી દીધેલ છે. આ લિપિ દોષમાત્ર છે.
(૧૧) તીર્થંકર ભગવાન કેવલજ્ઞાન બાદ પણ શ્રમણોના પાત્રમાં ખાતા નથી પરંતુ તેઓ દ્વારા મંગાવીને હાથમાં જ આહાર કરતા
હતા.
(૧૨)ભગવાનના ઔષધ ગ્રહણનો પાઠ લિપિકાળમાં કોઈપણ દુર્બુદ્ધિવાળા માણસ દ્વારા વિકૃત કરાયો છે. તેમાં કુર્કટમાંસ, કબૂતરમાંસ આવા અર્થવાળા શબ્દોને સંયોજિત કરાયા છે. આવા ભ્રમપૂર્ણ અર્થવાળા શબ્દોને ગણધર રચિત માનવું એક વ્યાપક ભ્રમ છે અને ગંભીર ભૂલ છે. ભલે કેટલાય વનસ્પતિ પરક અર્થ કરાય પરંતુ શબ્દ અને ભાષાના કોવિદ(નિષ્ણાત) ગણધરો દ્વારા આવા ભ્રમમૂલક શબ્દોનું ગુંથન શાસ્ત્રમાં માનવું એ જ અયોગ્ય છે. મધ્યકાળમાં આવા અનેક સૂત્ર પ્રક્ષેપ આદિના પ્રહાર ધર્મ અને આગમો પર થયા છે.
(૧૩) ચોથા આરામાં અર્થાત્ સતયુગમાં તીર્થંકરોની ઉપસ્થિતિમાં આવી ઘટનાઓ થવા પર પણ ધર્મનિષ્ટ લોકો પોતાની શ્રદ્ધા ટકાવી રાખે છે. ધર્મથી વિચલિત થતા નથી. તો આજ પંચમ કાળમાં જ્ઞાનીઓની અનુપસ્થિતિમાં કોઈ ઘટનાને જોઈને આપણે કોઈની પાછળ પોતાની શ્રદ્ધા, આચરણ, ત્યાગ તપ વગેરે જરા પણ ન છોડવા જોઇએ અને ક્યારે ય ( કિં કર્તવ્ય ) વિમૂઢ ન બનવું જોઇએ. આ સંસાર છે, આમાં કોઈ કેટલીય હોનારત થતી જ રહે છે. તેમાં આપણે પડતાં નહીં, પરંતુ ચડતાં જ શીખવું જોઇએ. (૧૪) સોગંદ, શપથ દેવાની વ્યવહારિક પ્રથા પણ પ્રાચીન કાળથી ચાલી આવી રહી છે. ગોશાલકે પણ મૃત્યુ સમયે પોતાના શિષ્યોને સોગંદ દઈને આદેશ આપ્યો હતો. જેનું એમણે દંભની સાથે પાલન કર્યું હતું, સાચા રૂપમાં પાલન નહોતું કર્યું. (૧૫) ગોશાલકના નિમિત્તજ્ઞાન, મનની વાતને જાણીને બતાવવાની ક્ષમતાથી અને આડંબરના માધ્યમે જ એનો શિષ્ય પરિવાર વધતો ગયો હતો. ત્યાં સુધી કે ૨૩ માં તીર્થંકરના શાસનના અનેક સાધુ પણ એને ૨૪ માં તીર્થંકર જ સમજીને એના શાસનમાં ભળી
ગયા હતા.
(૧૬) સંક્ષિપ્ત સારાંશનું લક્ષ્ય હોવાથી અનેક વિસ્તૃત વર્ણનો આપ્યા નથી. એના માટે સૂત્રવર્ણનથી જાણવું જોઇએ. જેમ કે– ૮ ચરમ, પાનક, અપાનક ગોશાલક ના શરીર પરિવર્તન અને વિવિધ પ્રરુપણા વગેરે.
(૧૭) ગોશાલક ભગવાન ની પાસે છદ્મસ્થકાળના બીજા ચોમાસામાં આવ્યો હતો અને ક્યાં સુધી રહ્યો એ વર્ણન અહીં સૂત્રમાં નથી. અન્યત્ર દીક્ષાના છઠ્ઠા વર્ષ સુધી સાથે રહ્યાનું કથન મળે છે.