________________
આગમસાર- ઉતરાર્ધ
160 રાહુના આ પર્યાયવાચી નામ છે- (૧) ચંગારક (૨) જટિલક (૩) ક્ષત્રક (૪) ખર (૫) દર્દર (૬) મકર (૭) મત્સ્ય (૮) કચ્છપ (૯) કૃષ્ણસર્પ.
રાહુનું વિમાન ગમનાગમન કરતાં ચંદ્રને આવૃત કરે છે તો લોકમાં ચંદ્ર ગ્રહણ કહેવાય છે. જ્યારે એક કિનારાથી આવૃત કરતાં નીકળે છે ત્યારે ચન્દ્રનો કુક્ષિ ભેદ કહેવાય છે. આવૃત કરીને જ્યારે પાછા ફરીને અનાવૃત કરે છે ત્યારે લોકમાં ચન્દ્રનું વમન કર્યું કહેવાય છે. જ્યારે ઉપર નીચે બધી તરફથી આવૃત કરી દે છે ત્યારે ચંદ્ર ગ્રસિત કહેવાય છે. વાસ્તવમાં આ બધું આચ્છાદન માત્ર છે. ગ્રસિત કરવું નહિં.
રાહુ વિમાન બે પ્રકારના છે. (૧) નિત્યાહુ (૨) પર્વ રાહુ. નિત્ય રાહુ રોજ ચંદ્રનો પંદરમો ભાગ આવૃત કરે છે અને પછી ક્રમશઃ પંદરમો ભાગ અનાવરિત (પ્રકટ) કરે છે.
પર્વ રાહુ કયારેક જઘન્ય(૬) છ મહીનાથી ચંદ્રને આવરિત કરે છે અને કયારેક ૪ર મહીનાથી ચન્દ્રને આવરિત કરે છે. તે સૂર્યને જઘન્ય ૬ મહીનાથી આવૃત કરે છે, ઉત્કૃષ્ટ ૪૮ વર્ષથી ઢાંકે છે. આનાથી ચંદ્ર ગ્રહણ, સૂર્ય ગ્રહણ થાય છે.
નિત્ય રાહથી કૃષ્ણપક્ષ(વદ) શકલ પક્ષ(સદ)ની તિથિઓ બને છે. સૌમ્ય હોવાથી ચંદ્રને શશી કહેવાય છે. રાત્રિ-દિવસ રૂ૫ કાળની આદિ કર્તા એટલે પ્રારંભક હોવાથી સૂર્યને આદિત્ય કહેવાય છે. (૨) નવ વિવાહિત સ્વસ્થ પુરુષ સોળ વર્ષ પછી પરદેશથી આવ્યો હોય તે મનોજ્ઞ આવાસ શય્યા સંયોગ અને ભોજન પાન વગેરેને પ્રાપ્ત કરી મનોજ્ઞ અનુરક્ત યુવાન પત્નીની સાથે માનષિક પાંચ ઈન્દ્રિય જન્ય વિષયોનું સેવન કરતાં વેદોપશમન કાળમાં જેવા સુખનો અનુભવ કરે છે, એનાથી અનંત ગુણા વિશિષ્ટતર વ્યંતરોના કામસુખ હોય છે. એનાથી નવનિકાયના અનંત ગુણા, એનાથી અસુરકુમારોના અનંત ગુણા અને એનાથી ચંદ્ર-સૂર્યના અનંત ગુણા વિશિષ્ટતર કામભોગ જન્ય સુખ અનુભવ હોય છે. (૩) લોકના સંપૂર્ણ આકાશ પ્રદેશો પર પ્રત્યેક જીવે જન્મ મરણ કર્યા છે, કોઈ પણ પ્રદેશ ખાલી રાખ્યા નથી. અહીં ૧૦૦ બકરી. રાખવાના વાડામાં ૧૦૦૦ બકરી ભરવાનું અને એનાથી વાડાના મળ-મૂત્રથી સ્પર્શિત થવાનું દષ્ટાંત સમજવું. એ વાડાનો કોઈ પ્રદેશ અસ્પર્શિત રહી શકે છે. પરંતુ જીવે લોકનો કોઈ પ્રદેશ જન્મમરણથી ખાલી રાખ્યો નથી. કેમ કે અનાદિ કાળથી સંસાર અને જીવ બંને છે.
પાંચ સ્થાવર રૂપમાં સર્વત્ર જન્મ-મરણ સંભવ છે. શેષ જે ક્ષેત્રમાં જે દંડકના જીવોના જન્મ મરણની યોગ્યતા છે અને જ્યાં એ રૂપમાં અનંત સંભવ છે એનું જ કથન સમજવું જોઇએ. યથા– નરકમાં મનુષ્ય રૂપમાં નહીં હોય તો અનુત્તર વિમાનમાં દેવ-દેવી રૂપમાં પણ અનંત ભવ નહીં હોય. વગેરે વિવેકપૂર્વક સમજી લેવું જોઈએ.
આ જીવ બધા જીવોના માતા-પિતા આદિ સંબંધી રૂપમાં પણ અનેકવાર અથવા અનંતવાર જન્મી ચૂક્યો છે અને બધા જીવ એના માતા-પિતા વગેરે બની ચૂક્યા છે. આ પ્રકારે શત્રુ-મિત્ર વગેરે અને દાસ-નોકર વગેરેના રૂપમાં અનેકવાર અથવા અનંતવાર સમજી લેવું જોઈએ.
ઉદ્દેશક: ૮ (૧) કોઈપણ મહર્તિક દેવ હાથી(સર્પના) રૂપમાં, મણીના રૂપમાં, વૃક્ષના રૂપમાં ઉત્પન્ન થઈ શકે છે. ત્યાં તિર્યંચના ભવમાં પણ તે અર્ચિત-પૂજિત થઈ શકે છે. ત્યાંથી મનુષ્ય બનીને સિદ્ધ-બુદ્ધ થઈ શકે છે. (૨) વાંદરા, કુકડા, દેડકા પણ મરીને નરકમાં ઉત્કૃષ્ટ સ્થિતિમાં ઉત્પન્ન થઈ શકે છે. આ પ્રકારે સિંહ, વ્યાધ્ર(વાઘ), કાગડો, ગિદ્ધ, બીલાડી, મોર, આદિ, પણ નરકમાં ઉત્પન્ન થઈ શકે છે. ત્યાંથી નિકળીને સંસાર ભ્રમણ કરી શકે છે. અથવા મનુષ્ય બનીને મોક્ષમાં પણ જઈ શકે છે.
ઉદ્દેશક: ૯ પાંચ દેવ: (૧) ભવ્ય દ્રવ્ય દેવ-મનુષ્ય અને તિર્યંચ અવસ્થામાં રહેલ જેણે દેવનું આયુષ્ય બાંધેલ છે તેને "ભવ્ય દ્રવ્યદેવ" કહેવાય છે. (૨) નર દેવ– છ ખંડના અધિપતિ, ૬૪ હજાર મુકુટબંધ રાજાઓના સ્વામી, ૯ નિધાન, ૧૪ રત્ન વગેરે ઋદ્ધિ સંપન્ન ચક્રવર્તી "નરદેવ" મનુષ્યદ્ર હોય છે. (૩) ધર્મદેવ-પાંચ મહાવ્રત, સમિતિ ગુપ્તિવંત, ૧૮ પાપના ત્યાગી, શ્રમણ– નિગ્રંથ "ધર્મદેવ" કહેવાય છે. (૪) દેવાધિદેવ– સર્વજ્ઞ, સર્વદર્શી, તીર્થકર ભગવાન દેવાધિદેવ કહેવાય છે. (૫) ભાવદેવ-દેવગતિનું આયુષ્ય ભોગનારા ચારે જાતિના દેવ "ભાવદેવ" કહેવાય છે. (૧) ભવ્યદ્રવ્ય દેવ - ભવ્યદ્રવ્ય દેવમાં યુગલિયાની અપેક્ષા ત્રણ પલ્યોપમની ઉમર હોય છે, જલચરની અપેક્ષાએ 1000 યોજન અવગાહના હોય છે. આગતઃ- સર્વાર્થ સિદ્ધ અને યુગલિયા (૮ + ૧ ઊ ૮૭) આગતિમાં નથી. તેથી ૩૭૧-૮૭ ઊ ૨૮૪ હોય છે. કેમ કે યુગલિયા દેવગતિમાં જાય છે પરંતુ મનુષ્ય કે તિર્યંચ ગતિમાં આવતા નથી. સર્વાર્થ સિદ્ધ દેવ ફરીથી દેવ બનતા નથી, મોક્ષમાં જ જાય છે. ગત : – ગતિમાં ૯૯ દેવના પર્યાપ્ત અને અપર્યાપ્ત છે. અંતરમાં દેવની જઘન્ય ઓછામાં ઓછી ઉમર ૧૦,૦૦૦ વર્ષ અને આગળના ભવમાં દેવાયુ બાધવાથી પહેલાનો સમય અંતર્મુહૂર્ત લેવાયો છે. ઉત્કૃષ્ટ વધુમાં વધુ વનસ્પતિકાલ જેટલું અંતર હોય છે. (૨) નરદેવ - પ્રથમ અને અંતિમ ચક્રવર્તીની અપેક્ષાએ અવગાહના આયુ જઘન્ય, ઉત્કૃષ્ટ છે. એક પહેલી નરક અને ૮૭ જાતના દેવતાથી આવીને જીવ ચક્રવર્તી બની શકે છે; ૧૫ પરમાધામી અને ત્રણ કિલ્વિષી છોડ્યા છે. - નરદેવ – ચક્રવર્તી નરકમાં જ જાય છે. દીક્ષા લીધા પછી તે ચક્રવર્તી (નરદેવ) રહેતા નથી, ધર્મદેવ થઈ જાય છે. પહેલી. નરકની ઉત્કૃષ્ટ ઉમર અને ચક્ર રત્ન ઉત્પન્ન થયા પહેલાની મનુષ્યની ઉમર એ બંને મળીને જઘન્ય અંતર હોય છે. (૩) ધર્મદેવ – દીક્ષા લઈને અંત મુહૂર્તમાં પણ કોઈ કાળ કરી શકે છે. પાંચમાં આરાના અંતમાં અનેક(બે) હાથની અગવાહનાવાળા સાધુ હોઈ શકે છે. છઠ્ઠી–સાતમી નરક, તેઉ–વાયુ અને યુગલિયા (૨+ ૮૫ ૮૬ ઊ ૯૬)માંથી આવીને ધર્મદેવ
...