________________
jainology II
જીવ
૧ થી ૩ નરક
૪ થી ૬ નરક ૭ મી નરક
163
ભવનપતિ આદિ ૩ વૈમાનિક ત્રૈવેયક અનુત્તર દેવ
પાંચ સ્થાવર વિકલેન્દ્રિય
તિર્યંચ પંચેન્દ્રિય
મનુષ્ય
ઉદ્દેશક : ૨
ઉપયોગની ગતાગત :
જન્મસમયના અને મરણસમયના ઉક્ત બોલોમાં ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૪ દર્શનનું વર્ણન છે. એના આધારથી અને અન્ય વર્ણનના આધારેથી ૧૨ ઉપયોગની આગતિ– ગતિ આ પ્રકારે બને છે.
આગિત
૮(૩+૩+૨) ૮(૩+ ૩ +૨)
૫(૩+૨)
(d+ £ +8)2 (d+ £
+£)?
ગતિ
૭(૩ +૨ +૨) | ૮૭ ૫(ર+૨+૧) ૮૫ ૩(૨+ ૧)
૫૩
અંક બંને
૫(૨+૨+૧) ૮૫ 9(3+2+2) ૮૭ ૫(૩+૨)
૫૫
૩૩
૫૩
૫૮
૮(૩+ ૩+૨) | ૭૮
૫(૩ જ્ઞાન ૨ દર્શન)
૩(૨ અજ્ઞાન ૧ દર્શન) | ૩(૨+૧)
૫(ર+ ૨ +૧)
૩(૨+૧) ૮(૩+૩+ર)
૫(ર+ ૨ +૧) 9(3+2+2)
આગમસાર
ઉદ્દેશક : ૩-૪
(૧) પ્રજ્ઞાપના સૂત્રનું ૩૪ મું પરિચારણા પદ જોઈ લેવું.
(૨) પહેલી નરકથી બીજી નરકમાં નૈરયિક (આકીર્ણ) ઓછા છે. ત્યાં વિસ્તાર– વાળા અવકાશવાળા નરકાવાસ છે. ત્યાં નારકી મહાકર્મ, મહાક્રિયા, મહા– વેદનાવાળા છે. અલ્પ ઋદ્ધિ અલ્પદ્યુતિવાળા છે. આ રીતે આગળ-આગળની નરકમાં સમજી લેવું જોઇએ.
નારકી જીવ અનિષ્ટ અમનોજ્ઞ પૃથ્વી, પાણી, અગ્નિ, હવા, વનસ્પતિના સ્પર્શનો અનુભવ કરે છે. આગળ—આગળની નરકના પૃથ્વીપિંડ પહોળાઈમાં ઓછા અને વિસ્તારમાં વધારેને વધારે છે. નરક કે પૃથ્વીકાય વગેરેના જીવ પણ ત્યાં મહાકર્મ મહાક્રિયા મહાવેદનાવાળા છે. નરક સંબંધી વિસ્તૃત વર્ણન જીવાભિગમ સૂત્રમાં છે. (૩) મધ્ય :- – લોકનું મધ્ય સ્થાન પહેલી નરકના આકાશાંતરમાં અસંખ્યાતમાં ભાગ ગયા પછી આવે છે. નીચા લોકનું મધ્ય સ્થાન ચોથી નરકના આકાશાંતરમાં છે. જે અડધું નજીક છે. તિર્થાલોકનું મધ્ય સ્થાન મેરુ પર્વતની મધ્ય સમભૂમિ ૫૨ બે . ક્ષુલ્લક પ્રતરોના ચાર–ચાર પ્રદેશ મળીને ૮ રુચક પ્રદેશ છે. તે તિરí લોકના મધ્ય સ્થાન રૂપ છે. ત્યાંથી જ ૧૦ દિશાઓ નિકળે છે. અર્થાત્ તે દિશાઓનું કેન્દ્ર સ્થાન છે અને તિરછા લોકનું મધ્યસ્થાન છે. ઉંચા લોકનું મધ્યસ્થાન પાંચમાં દેવ લોકના રિષ્ટ નામના પ્રસ્તર(પાથડા)માં છે. ત્યાં ઊર્ધ્વ લોક મધ્ય છે. ત્યાં સુધી તમસ્કાય પણ છે. તે ઊંચા લોકના મધ્ય સ્થાન સુધી ગઈ છે. દસ દિશાઓનું વર્ણન પહેલા થઈ ગયેલ છે.
(૪) પંચાસ્તિકાયના ગુણ :
(૧) જીવોના ગમનાગમન, ભાષા, ઉન્મેષ, યોગ, પ્રવૃતિ વગેરે ચલ ભાવ છે. તે ધર્માસ્તિકાય દ્વારા હોય છે. (૨) જીવોનું સ્થિત રહેવું, બેસવું, સૂવું, મનનું એકાગ્ર હોવું વગેરે જેટલા પણ સ્થિર ભાવ છે તે અધર્માસ્તિકાયના આધારથી છે. (૩) આકાશાસ્તિકાયનો ગુણ જગ્યા દેવાનો છે. એક આકાશ પ્રદેશમાં એક પરમાણુ રહી શકે છે. એનામાં ૧૦૦ અથવા ૧૦૦૦ પરમાણુ આવી જાય તોપણ સમાવિષ્ટ થઈ જાય છે. એક સાથે અનેક પુદ્ગલ વર્ગણાઓ આકાશમાં રહે છે. એક જ આકાશ ક્ષેત્રમાં અનંત સિદ્ધ ભગવાનના આત્મપ્રદેશ રહી શકે છે. (૪) જીવાસ્તિકાયમાં જ્ઞાન દર્શનનો ઉપયોગ હોવો એ ગુણ છે. ચેતના પણ એનું લક્ષણ છે. (૫) પુદ્ગલાસ્તિકાયમાં 'ગ્રહણ' ગુણ છે. એનાથી ૫ શરીર, ૫ ઈન્દ્રિય, ૩ યોગ, શ્વાસોશ્વાસ વગેરે વિભિન્નરુપમાં પુદ્ગલ ગ્રહણ થતા રહેતા હોય છે.
(૫)અસ્તિકાય સ્પર્શ :
ધર્માસ્તિકાયનો એક પ્રદેશ જે લોક મધ્યમાં છે તે અન્ય ૬ ધર્માસ્તિકાયના પ્રદેશોનો સ્પર્શ કરે છે. લોકાંતમાં છે તે ૩, ૪ અથવા ૫ નો સ્પર્શ કરે. લોક મધ્યમાં અધર્માસ્તિકાયના ૭ પ્રદેશોનો, આકાશાસ્તિકાયના ૭ પ્રદેશોનો સ્પર્શ કરે છે. જીવાસ્તિકાયના અનંત પ્રદેશનો અને પુદ્ગલાસ્તિકાયના પણ અનંત પ્રદેશનો સ્પર્શ કરે છે. કાલ દ્રવ્યથી કયાંક સ્પષ્ટ છે કયાંક નહીં. જયાં છે ત્યાં અનંત કાળથી દૃષ્ટ છે.
અલોકાકાશમાં કોઈ અસ્તિકાય નથી. કેવલ આકાશ છે. તે કોઈનાથી પણ સ્પષ્ટ નથી.
લોકના કિનારા પર બધા અસ્તિકાય આકાશના ૭ પ્રદેશ જ સ્પર્શ કરે છે. ૩–૪ વગેરે નહીં. કેમ કે લોક–અલોક બંનેમાં આકાશ તો છે જ.
બે પ્રદેશી સ્કંધ જઘન્ય ૬ (લોકના કિનારે) ઉત્કૃષ્ટ ૧૨ (લોકની વચ્ચે) પ્રદેશનો સ્પર્શ કરે છે.
ત્રણ પ્રદેશી સ્કંધ જઘન્ય આઠ ઉત્કૃષ્ટ ૧૭ પ્રદેશનો સ્પર્શ કરે છે. ચાર પ્રદેશી જઘન્ય ૧૦ ઉત્કૃષ્ટ ૨૨ પ્રદેશોનો સ્પર્શ કરે છે. પ્રત્યેક આગળના પ્રદેશી કંધમાં પૂર્વ સંધની અપેક્ષાએ જઘન્ય સ્પર્શમાં ૨ પ્રદેશ અધિક કરવા જોઇએ. ઉત્કૃષ્ટ સ્પર્શમાં ૫ બોલ વધારવા જોઇએ.