________________
jainology II
157
આગમસાર
૧) અરસ નિરસ આહારથી. ૨) અનાસકત ભાવે આહારથી . ૩) ઉપવાસ- એટલે કે આહાર ત્યાગથી.
પ્રસ્તુત ઉદાહરણમાં શંખજી પ્રમુખ શ્રાવક છે. જેનું કારણ તેઓ બધામાં વિશેષ જ્ઞાની છે. તેમની પ્રમુખતામાં અન્ય શ્રાવકો ધર્મકરણી કરે છે. તેમનું અનુકરણ કરે છે, તેમના સલાહ સુચન પણ સ્વીકારે છે.
શંખજી શ્રમણોપાસક તેમના સાથી શ્રાવકોને પુષ્કળ અશન,પાન, સ્વાદિમ અને ખાદિમ તૈયાર કરી, પછી તેનો આસ્વાદ લેતા, વિશેષ આસ્વાદ લેતા, પરસ્પર દેતા અને ખાતા પાક્ષિક પૌષધ કરવાનું સુચન કરે છે. આવું સામાન્ય ખાવાનાં દિવસોમાં પણ શ્રમણોપાસકોને શ્રેયષ્કર નથી હોતું. પોતાની ભૂલ સમજાતા તેમને સંકલ્પ-વિચાર થાય છે કે આહારનો આસ્વાદ લેતા, વિસ્વાદ લેતા, પરસ્પર દેતા અને ખાતા પૌષધને ગ્રહણ કરીને રહેવું મને શ્રેયસ્કર નથી (આમ તો આ પણ એક ગમિક પાઠ છે) પણ ઉપવાસ સહિતનો પરિપૂર્ણ પૌષધ કરવો મને શ્રેયષ્કર છે, અને શંખજી શ્રાવક તેમ કરે પણ છે.
ભગવાન દ્રારા ખાતાપીતા કરાતા પૈષધની પ્રસંશા નથી કરવામાં આવી, તેમજ સાવધ ક્રિયા ત્યાગની અપેક્ષાએ તેનો નિષેધ પણ નથી કરાયો. પોતાની શકિત, સામર્થયથી શ્રેષ્ઠ ધર્મ ક્રિયા કરવી એજ અપ્રમાદ દશા છે.
શંખજી પોતાની ભૂલને સુધારી લે છે અને પરિપૂર્ણ પૌષધ વ્રત ઉપવાસ સહિતનો કરે છે. તેમના અન્ય ત્યાગ આ પ્રકારે હોય છે. બ્રમચર્ય, દિશામર્યાદા, સાવધ પ્રવૃતિ-સ્નાન, વિભૂષા ત્યાગ કરી એકલા પૌષધશાળામાં પડિલેહણની અને પરઠવાની ભૂમિ પ્રતિલેખી, પ્રમાર્જન કરીને દાભનો સંથારો પાથરીને ધર્મધ્યાનમાં પર્યાપાસના કરતાં દિવસ વિતાવે છે. તથા પછીના દિવસે પણ પ્રભુદર્શન, ધર્મશ્રવણ, પર્યાપાસના કરીને પછી જ પારણું કરે છે. આનેજ તેઓ પોતાના આત્માને માટે શ્રેયષ્કર માને છે તથા પોતાની શકતિ સામર્થયથી શ્રેષ્ઠ ધર્મ ક્રિયા કરે છે. ભગવાન પણ તેમની જાગરીકાને શ્રેષ્ઠ ધર્મજાગરીકા કહે છે.
સંજોગોમાં સવારના વડીનીતના સમયના કારણે કોઇ શ્રાવકો પહેલા પહોરમાં ઉપાશ્રયમાં આવીપછીનો દિવસ-રાત્રિનો કાળ ધર્મધ્યાનમાં અને પર્યુપાસના કરતાં વીતાવે છે. ઉપવાસ ચૌવિહાર ૧૨ પહોરનું, આગલા દિવસે સંધ્યાકાળનાં પ્રતિક્રમણથી લઈને પરિપૂર્ણ, તથા ૮ પહોરનું પૌષધ અને સવારનું પ્રતિક્રમણ તેમાં આવશ્યક માનવામાં આવ્યું છે. આનેજ પરિપૂર્ણ ૧૧મા વ્રતનું પૌષધ કહેવામાં આવે છે.(સંજોગ હોયતો તે દિવસે ફલશ વાળા ટોયલેટનો પણ ઉપયોગ ન કરવો)
કોઈ ઉપાસક ફકત રાત્રિના સમયે પ્રતિક્રમણથી લઈને સવારના પ્રતિક્રમણ સુધી પૌષધ અને પર્યાપાસના કરે છે. આને વર્તમાનમાં દિશામર્યાદા વ્રત ગણી દશમે વ્રત પૌષધ કહેવાય છે. તેમાં પણ દિવસ–રાત્રિ અન્ય સાવધ પ્રવૃતિઓનો ત્યાગ હોય છે. ચૌવિહાર કે તિવિહાર–એટલે કે અચિત પાણીનો ત્યાગ કોઈને નથી હોતો. તથા રાત્રે ૧૧મા વ્રત સમાન પથારી પર સૂવાનું, પરઠવાની ભૂમી જાચવીપ્રતિલેખવી વગેરે સમાન હોય છે.
ઉદ્દેશક: ૨ જયંતી શ્રમણોપાસિકા - કૌશામ્બી નામની નગરીમાં ઉદાયન રાજા રાજય કરતા હતા. એની માતા મૃગાવતી ચેડા રાજાની પુત્રી હતી અને એની ફોઈ જયંતી શ્રમણોપાસિકા હતી. તે ભગવાનના સાધુઓની પ્રથમ શય્યાતરી-મકાન આપનારી હતી. ઉદાયન રાજાના પિતા શતાનીક અને દાદા સહસત્રાનીક હતા. મૃગાવતી પણ ગુણ સંપન્ન શ્રમણોપાસિકા હતી.
એક વખત ભગવાન મહાવીર સ્વામી વિચરણ કરતાં કરતાં કૌશામ્બી નગરીમાં પધાર્યા. ઉદાયન રાજા, કોણિક રાજાની જેમ ભગવાનના દર્શન કરવા ગયા. મૃગાવતી અને જયંતિ શ્રમણોપાસિકા પણ સાથે દર્શન કરવા ગઈ. ભગવાને ઉદાયન, મૃગાવતી અને જયંતિ પ્રમુખ ઉપસ્થિત આખી પરિષદને ધર્મોપદેશ આપ્યો. પરિષદ વિસર્જિત થઈ. ઉદાયન રાજા અને મૃગાવતી દેવી પણ ચાલ્યા ગયા. પંદર પ્રશ્નોત્તર :જયંતિ શ્રમણોપાસિકાએ વંદન–નમસ્કાર કરી ભગવાનને અનેક પ્રશ્ન કર્યા. એ પ્રશ્નોના ઉત્તર આ પ્રમાણે છે.૧-૪.અઢાર પાપોના સેવનથી જીવ ભારે થાય છે. સંસાર વધારે છે, કર્મોની સ્થિતિ વધારે છે અને સંસાર સાગરમાં પરિભ્રમણ કરે છે. અઢાર પાપોનો ત્યાગ કરવાથી જીવ હલકો થાય છે. સંસાર ઘટે છે. કર્મોની સ્થિતિ ઘટાડે છે અને સંસાર સાગરથી તરે છે. ૫. ભવી જીવ સ્વભાવથી અનાદિથી હોય છે અર્થાત્ નવા પરિણમન થઈને કોઈ ભવી નથી બનતાં. ૬-૭. બધા ભવસિદ્ધિક જીવ સિદ્ધ થાય છે. સ્વભાવની અપેક્ષાએ જ આ કથન છે. તેથી ભવ સિદ્ધિક જીવોથી આ સંસાર કયારેય ખાલી નહીં થાય. એનું કારણ એ છે કે એ જીવોની સંખ્યા ખૂબ જ વિશાળ છે. યથા આકાશની એક શ્રેણીમાં અનંત પ્રદેશ છે. એને કોઈ કાઢે તો તે એક શ્રેણી પણ કયારેય ખાલી થઈ શકતી નથી તો આકાશની અનંત શ્રેણીઓની ખાલી થવાની વાત જ થઈ શકતી નથી, એ જ રીતે નિગોદમાં અનંતાનંત જીવ છે. તેમાંથી એક નિગોદ જેટલા ભવી જીવ પણ કયારે ખાલી નહી થાય તો આ આખો સંસાર ભવી જીવોથી ખાલી થવાનો પ્રશ્ન જ થતો નથી. અર્થાત્ આ સંસાર અને જીવોનું મોક્ષ જવું એ બને આજ સુધી અનાદિથી ચાલે છે અને ચાલતા રહેશે. જે રીતે ભવિષ્યકાળ પણ અનાદિથી ચાલ્યો આવે છે અને અનંત કાલ સુધી ચાલુ રહેશે તે જ રીતે જીવ પણ સિદ્ધ થતા રહેશે અને સંસાર પણ ચાલતો રહેશે. ૮–૧૦. જીવ સુતા પણ સારા અને જાગતા પણ સારા. જે ધર્મી જીવો છે તે જાગતાં સારા છે, કેમ કે તે ધર્મની વૃદ્ધિ કરશે. જે પાપી. જીવો છે તે સૂતેલા સારા છે, કેમ કે પાપ કૃત્ય ઓછું થશે. આ પ્રકારે જીવ નબળા પણ સારા અને બલવાન પણ સારા. આળસુ પણ સારા અને ઉદ્યમી પણ સારા. ૧૧-૧૫. પાંચ ઈન્દ્રિયોના શબ્દ, ૫, ગંધ, રસ, સ્પર્શ આદિ વિષયોમાં આસક્ત રહેનારા જીવ સાત કર્મોની પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશોની વૃદ્ધિ કરે છે; અશાતા વેદનીયનો વારંવાર બંધ કરે છે અને ચતુર્ગતિક સંસારમાં પરિભ્રમણ કરે છે. આયુષ્ય કર્મ તો જીવનમાં એકવાર બંધાય છે. અતઃ સાત કર્મ કહેવાયા છે.
જયંતી શ્રમણોપાસિકાએ સંયમ ગ્રહણ કર્યો અને સંપૂર્ણ કર્મોનો અંત કરીને એજ ભવમાં સિદ્ધ થઈ.