________________
jainology I
155
સુખપૂર્વક એનો બાલ્યકાળ વ્યતીત થયો. સાધિક આઠ વર્ષનો થવાથી એને કલાચાર્યની પાસે અધ્યયન અર્થે મોકલવામાં આવ્યો. યુવાન અવસ્થામાં આઠ કન્યાઓની સાથે એનું પાણિગ્રહણ કરાવ્યું. પિતાએ વિવિધ પ્રકારની સામગ્રી ૮–૮ ની સંખ્યામાં એને પ્રીતિદાનરૂપમાં આપી. આ પ્રકારે તે મહાબલકુમાર માનુષિક સુખ ભોગવતાં કાલ વ્યતીત કરવા લાગ્યો.
એક સમયે વિમલનાથ અરિહંતના પ્રશિષ્ય ધર્મઘોષ અણગાર( શિષ્ય પણ ગુરુ પુત્ર કહેવાય છે,તેથી કોઇ જગ્યાએ પ્રપૌત્ર શિષ્ય પણ કહેવાયું છે.) હસ્તિનાપુર નગરની બહાર ઉદ્યાનમાં પધાર્યા. જમાલીકુમારની સમાન અહીં મહાબલનું સંપૂર્ણ વર્ણન જાણવું. યથા– ધર્મશ્રવણ, આજ્ઞા પ્રાપ્તિ સંવાદ અને દીક્ષા ગ્રહણ. તેણે ચૌદપૂર્વોનું અધ્યયન કર્યું, જુદા—જુદા તપ અનુષ્ઠાન કરતાં કરતાં ૧૨ વર્ષની દીક્ષા પર્યાયનું પાલન કર્યું.
એક મહીનાના સંથારાથી આયુષ્ય પૂર્ણ કરી મહાબલ મુનિ પાંચમાં દેવલોકમાં દસ સાગરોપમની સ્થિતિએ ઉત્પન્ન થયા. ત્યાં દશ સાગરોપમની ઉંમર પૂર્ણ કરી હે સુદર્શન ! તેં અહીં વાણિજ્ય ગ્રામમાં જન્મ લીધો યાવત્ સ્થવિર ભગવંતોની પાસે ધર્મનો બોધ પ્રાપ્ત કરી શ્રમણોપાસક બન્યા છો.
આગમસાર
આ પ્રકારે અન્ય જીવોની પણ પલ્યોપમ સાગરોપમની ઉંમર સમાપ્ત થાય છે. ભગવાન દ્વારા પ્રશ્નના સમાધાનમાં પોતાના જ પૂર્વભવનું ઘટનાચક્ર સાંભળીને ચિંતન, મનન કરતાં એને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. એની શ્રદ્ધા, વૈરાગ્ય સંવેગમાં અતિ વૃદ્ધિ થઈ. આનંદ અશ્રુઓથી તેના નેત્ર ભરાઈ ગયા અને ત્યાં જ સંયમ સ્વીકાર કર્યો. સુદર્શન શ્રમણોપાસકથી સુદર્શન શ્રમણ બની ગયા. ચૌદપૂર્વનું અધ્યયન કર્યું. બાર વર્ષ સુધી દીક્ષા પર્યાયનું પાલન કરી બધા કર્મોનો ક્ષય કર્યો અને સિદ્ધ, બુદ્ધ, મુક્ત થઈ ગયા.
આ પ્રકરણમાં રાણીના મહેલનું, શય્યાનું, સિંહ સ્વપ્ન, રાજાની પાસે જઈ અને કહેવાનું, રાત્રિ પસાર કરવાનું, સ્વપ્ન પાઠકોનું, પુત્ર જન્મ મહોત્સવનું, ખુશખબર આપવાવાળી દાસીઓના સન્માનનું, ક્રમશઃ વયવૃદ્ધિનુ, પ્રીતિદાનની પાંચસો પ્રકારની વસ્તુઓનું, વિસ્તૃત વર્ણન મૂળ પાઠમાં દર્શાવ્યું છે. જિજ્ઞાસુ પાઠક પ્રસ્તુત મૂળસૂત્રનો અભ્યાસ કરે. દીક્ષા વગેરેનું વિસ્તૃત વર્ણન અહીં નથી કર્યું. એના માટે જમાલીના પ્રકરણનો નિર્દેશ કર્યો છે, જ્યાં વિસ્તારથી વર્ણન છે.
ઉદ્દેશક : ૧૨
ઋષિભદ્રપુત્ર :– આલંભિકા નામની નગરીમાં ૠષિભદ્ર પ્રમુખ અનેક શ્રમણ ઉપાસક હતા. એક વખત કયાંક થોડા શ્રાવક એકઠા થઈ વાર્તાલાપ કરતા હતા. પ્રસંગોપાત ત્યાં દેવની ઉંમર સંબંધી વાર્તા ચાલી. ત્યારે ૠષિભદ્ર શ્રાવકે બતાવ્યું કે જઘન્ય દસ હજાર વર્ષથી ૧–૧ સમય વૃદ્ધિ થતાં થતાં ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ સુધીની ઉંમર દેવોની હોય છે. કેટલાયને આના પર શ્રદ્ધા ન થઈ. થોડા સમય પછી વિચરણ કરતાં કરતાં શ્રમણ ભગવાન મહાવીરસ્વામી આલંભિકા નગરી પધાર્યા. ઉક્ત શ્રમણોપાસક અને નગરીના અન્ય લોકો ભગવાનની સેવામાં પહોંચ્યા. ઉપદેશ સાંભળીને પરિષદ વિસર્જિત થઈ ગઈ. વંદન નમસ્કાર કરીને તે શ્રમણોપાસકોએ દેવની સ્થિતિનો પ્રશ્ન પૂર્વ હકીકત સાથે પૂછ્યો. ભગવાને સમાધાન કર્યું કે ૠષિભદ્રનું કથન સત્ય છે. હે આર્યો ! હું પણ આવું જ કથન કરું છું. ત્યારે એ શ્રમણોપાસકોએ શ્રદ્ધા રાખી અને ૠષિભદ્રની સમીપ જઈને વંદન– નમસ્કાર અર્થાત્ પ્રણામ અભિવાદન કરીને પોતાની ભૂલની વિનયપૂર્વક ક્ષમાયાચના કરી. પછી એ શ્રાવકોએ પોતાની જીજ્ઞાસાઓનું સમાધાન કર્યું અને પ્રભુને વંદન–નમસ્કાર કરી અને ચાલ્યા ગયા. શ્રાવકોના ગયા પછી ગૌતમ– સ્વામીના પ્રશ્ન કરવા પર ભગવાને જણાવ્યું કે ૠષિભદ્ર પુત્ર દીક્ષા ગ્રહણ નહીં કરે પરંતુ અનેક વર્ષ શ્રાવક પર્યાયનું પાલન કરી એક મહિનાનો સંથારો કરી, કાળ કરી પહેલા દેવલોકમાં ઉત્પન્ન થશે. ત્યાં અરુણાભ વિમાનમાં ચાર પલ્યોપમની ઉમર પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રથી મોક્ષ પ્રાપ્ત કરશે.
વિશેષઃ– કોઈની સત્ય વાતનો સ્વીકાર ન કરવો, અશ્રદ્ધા કરવી કે તેને ખોટું કહેવું એ પણ તેની આશાતના જ કહેવાય છે. આ જા કારણથી ગૌતમસ્વામી પણ ફરીથી આનંદ શ્રાવક પાસે ખમાવવા-ક્ષમાપના કરવા ગયા હતા. એવી જ રીતે અહીં પણ ઋષિભ શ્રમણોપાસકને બીજા શ્રાવકોએ ખમાવ્યા. આવી સરળતા લધુતાની રીત શાસ્ત્રમાં સાધુ શ્રાવક બન્નેને માટે ઘણી જગ્યાએ વર્ણવાયેલ છે. આવા વર્ણનોથી અત્યારના સાધકોને શિક્ષા લઈને એનું આચરણ કરવું જોઇએ.
પુદ્ગલ પરિવ્રાજક :
આલંભિકા નગરીના 'શંખવન' નામના ઉદ્યાનની સામે ' પુદ્ગલ' નામનો પરિવ્રાજક રહેતો હતો. તેને ચારે વેદનું સાંગોપાંગ જ્ઞાન હતું અને બ્રાહ્મણમતના સિદ્ધાંતોમાં પારંગત હતો. તે છઠ છઠના પારણા કરી અને આતાપના લેતો હતો. પ્રકૃત્તિભદ્ર વિનીત અને સમભાવોમાં પરિણમન કરતાં તેને વિભંગ નામનું જ્ઞાન ઉત્પન્ન થયું. જેનાથી તે પાંચમાં દેવલોક સુધી દેવોને અને એમની ઉંમર પણ જોવા લાગ્યો. જેનાથી એ માનવા લાગ્યો કે આટલો જ લોક છે. એના પછી દેવ પણ નથી અને દેવોની ઉંમર પણ નથી. અર્થાત ઉત્કૃષ્ટ દસ સાગરોપમની ઉંમરના દેવ હોઈ શકે છે. એના પછી કોઈ સ્થિતિ હોતી નથી.
શિવરાજર્ષિની જેમ પુદ્ગલ પરિવ્રાજકે પણ નગરીમાં પોતાના જ્ઞાનનો અને મંતવ્યનો પ્રચાર કર્યો. લોકોમાં ચર્ચાનો વિષય બન્યો. સંયોગવશ ભગવાન આલંભિકા નગરીમાં પધાર્યા. ગોતમસ્વામીએ ગોચરી દરમિયાન ચાલુ વાત સાંભળી ભગવાનને નિવેદન કર્યું. ભગવાને પરિષદની સામે જ સ્પષ્ટીકરણ કર્યું. ભગવાનના વાકય પણ નગરીમાં પ્રચારિત થયા કે–
‘અનુત્તર વિમાન સુધી દેવ છે, દેવલોક છે, ઉંમર પણ દેવોમાં ૩૩ સાગરોપમ સુધી છે,’ વગેરે.
લોકો પાસેથી આ વાર્તા પુદ્ગલ પરિવ્રાજક સુધી પણ પહોંચી. તે શંકિત કાંક્ષિત થઈને ભ્રમિત થઈ ગયો. એનું પણ વિભંગ જ્ઞાન ચાલ્યું ગયું. શિવ–રાજર્ષિની જેમ તે પણ ભગવાનની પર્યુપાસના કરવા ગયો. ઉપદેશ સાંભળ્યો, સંયમ લીધો, એ ભવમાં બધા કર્મો ક્ષય કરી સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી.
દેવલોકોમાં રુપી દ્રવ્ય અને વર્ણાદિ બોલ હોય છે. આ કારણે વિભંગ જ્ઞાનનો વિષય થઈ જાય છે.
વિશેષ :– છઠ–છઠના પારણા કરતાં અને આતાપના લેતાં વિવિધ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. વિભંગ જ્ઞાન પણ પરોક્ષ જ્ઞાન હોવાથી એનો પણ લબ્ધિઓમાં સમાવેશ થાય છે.