________________
jainology II
147
ઋષભદત્ત પહેલાં બ્રાહ્મણ મતના વેદ વગેરેમાં પારંગત હતા, પછી પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં જીવ અજીવના જ્ઞાતા શ્રમણોપાસક બન્યા હતા અને જીવનના અંતિમ વર્ષોમાં સંયમ પણ ધારણ કરી તે જ ભવમાં મુક્ત થઈ ગયા. ભગવાનના જમાઈ : જમાલી :–
આગમસાર
ભગવાન મહાવીરસ્વામીની એક પુત્રી હતી જેનું નામ પ્રિયદર્શના હતું. એના પતિનું નામ 'જમાલી' હતું.
જમાલીનું આઠ શ્રેષ્ઠ કન્યાઓની સાથે પાણિગ્રહણ(લગ્ન) થયું હતું. અપાર ધન–વૈભવના સ્વામી હતા. માનુષિક સુખ અને કામ ભોગમાં જ તે મનુષ્યભવનો સમય વ્યતીત કરી રહ્યો હતો.
વૈરાગ્ય પ્રાપ્તિ :– એક વખત શ્રમણ ભગવાન મહાવીરનું ત્યાં પદાર્પણ થયું. ઉદ્યાન તરફ લોકોના અનેક સમૂહ(ટોળાં) જવા લાગ્યા. લોકોના કોલાહલનો અવાજ જમાલી સુધી પણ પહોંચ્યો, લોકોના એક દિશામાં જવાનું કારણ જાણ્યું અને તે પણ ભગવાનની સેવામાં રથ દ્વારા પહોંચ્યો, સમવસરણની નજીક ૨થ રોકીને નીચે ઉતર્યો. ફૂલ, પાણી વગેરે સચેત વસ્તુનો ત્યાગ કર્યો (અલગ કર્યા) આયુધ–શસ્ત્ર અને ઉપાનહ(જોડાં) વગેરે અચેત પદાર્થોનો પણ ત્યાગ કર્યો. (કાઢીને રાખી દીધા)
મુખ પર એક પટવાળું વસ્ત્ર રાખ્યું. આ પ્રકારે સચેત—અચેતનો વિવેક રાખી પરમ પવિત્ર અને એકાગ્ર ચિત્ત થઈ મસ્તક પર અંજલી રાખીને ભગવાનની નજીક પહોંચ્યો. ત્રણ વખત આવર્તન સાથે વંદના કરી સમવસરણમાં બેસી ગયો.
ભગવાને જમાલી સહિત ઉપસ્થિત વિશાળ પરિષદને ધર્મઉપદેશ આપ્યો. જમાલી ઉપદેશ સાંભળીને આનંદિત થઈ ગયો. તેને શ્રદ્ધા રુચી જાગી અને સંયમ લેવા માટે તૈયાર થઈ ગયો. ભગવાન પાસે પોતાની મનોભાવના વ્યક્ત કરી. ઘરે પહોંચીને માતા–પિતાની સામે પોતાની ભાવના વ્યક્ત કરી. દીક્ષાના ભાવ સાંભળીને મોહમયી માતા પોતાને સંભાળી ન શકી . થોડી વારમાં દાસીઓએ કરેલી પરિચર્યાથી સ્વસ્થ થઈને ઉઠી અને આંખમાં આસું સાથે ૨ડતી–રડતી પુત્રને સમજાવવા લાગી. માતા અને પુત્રનો સરસ સંવાદ :
માતા :– હે પુત્ર ! તું મને ઇષ્ટ, કાંત, વલ્લભ, આધારભૂત, વિશ્વાસપાત્ર, રત્નતુલ્ય, જીવનનો આનંદદાયક એક જ પુત્ર છે. હે પુત્ર ! એક ક્ષણ માટે પણ અમે તારો વિયોગ સહન નથી કરી શકતા. આથી જયાં સુધી અમે જીવીત છીએ ત્યાં સુધી તું ઘરમાં જ રહી અને કુળ–વંશની વૃદ્ધિ કર અને જ્યારે અમે કાળધર્મ પામીએ, તારી વૃદ્ધાવસ્થા આવી જાય ત્યારે તું ભલે દીક્ષા લે જે. જમાલી :– હે માતાપિતા! આ મનુષ્ય જીવન જન્મ, જરા, મરણ, રોગ, વ્યાધિ વગેરે અનેક શારીરિક માનસિક દુઃખોની અત્યંત વેદનાઓથી પીડિત છે, અધૃવ, અનિત્ય છે, સંધ્યાકાળના રંગો સમાન છે, પાણીના પરપોટા સમાન છે, કુશાગ્ર પર(ઘાસ૫૨) રહેલ જાકળબિંદુ સમાન છે સ્વપ્ન દર્શન સમાન અને વીજળીના ચમકારા સમાન ચંચળ છે; સડવું, પડવું, ગળવું અને નષ્ટ થવાનો એનો સ્વભાવ છે. એક દિવસ એને અવશ્ય છોડવું પડશે. તો હે માતા–પિતા ! આપણામાંથી પહેલાં કોણ જશે અને પછી કોણ જશે ? આ નિર્ણય કોણ કરી શકે છે? આથી હે માતા-પિતા ! તમે મને આજ્ઞા આપો. આપની આજ્ઞા મળવાથી હું શ્રમણ ભગવાન–મહાવીરસ્વામીની પાસે સંયમ અંગીકાર કરવા માગું છું. (ઇચ્છું છું.)
માતા–પિતા :– હે પુત્ર ! તારું શરીર બધા લક્ષણો, ગુણોથી સંપન્ન છે, રોગ રહિત, શક્તિ સંપન્ન છે, નિરુપકૃત છે. આથી જ્યાં સુધી રૂપ, સૌભાગ્ય અને યૌવન આદિગુણ છે ત્યાં સુધી તું એનાથી સુખનો અનુભવ કર. અમારા મૃત્યુ બાદ કુળવંશની વૃદ્ધિ કરીને પછી દીક્ષા લે જે.
જમાલી :– - હે માતા–પિતા ! સુંદર દેખાવવાળું આ શરીર દુઃખોનું ભાજન, સેંકડો રોગોનું ઘર છે; માટીના વાસણ સમાન (કાચના વાસણ સમાન) દુર્બળ છે; અશુચિનો ભંડાર છે. સદાય એની સંભાળ રાખવી પડે છે. તો પણ એ જીર્ણ ઘર સમાન છે, અનિશ્ચિત સમયમાં એક દિવસ છોડવું જ પડશે. હે માતા— પિતા! આપણામાંથી કોણ પહેલા જશે અથવા પછી જશે એની ખબર નથી. આથી આપની આજ્ઞા મળવાથી હું દીક્ષા લેવા ઇચ્છું છું.
=
માતા–પિતા :– હે પુત્ર ! તારી આ તરૂણ અવસ્થાવાળી યોગ્ય ગુણવાળી, રૂપ– વાળી, સમાન ઉમર વાળી, વિનયવાળી, વિચક્ષણ, મધુરભાષી, મિતભાષી, મનને અનુકૂળ, પ્રિય, ઉત્તમ, સર્વાંગ સુંદર આઠ પત્નીઓ છે અને તારા તરફ પૂરો અનુરાગ રાખવાવાળી છે. યૌવન વયમાં અત્યારે તું એમની સાથે સુખ ભોગવ. યુવાન અવસ્થા ઢળવા પર વિષય–વાસનાથી મુક્ત થઈને, ભોગઇચ્છાનું કુતુહલ સમાપ્ત થવા પર અને અમારા મૃત્યુ પછી દીક્ષા લેજે.
:
જમાલી :– હે માતા–પિતા ! આ કામભોગ નિશ્ચિત અશુચિનો ભંડાર, દુર્ગન્ધથી ભરેલા છે; ઉદ્વેગ ઉત્પન્ન કરવાવાળા છે; બીભત્સ થોડો સમય રહેવાવાળા, તુચ્છ કલિમલ(ગંદકી) રૂપ છે. તે શારીરિક માનસિક દુ:ખે સાધ્ય છે, અજ્ઞાની અથવા સામાન્ય પુરુષો દ્વારા સેવિત છે.
કામભોગ ઉત્તમ પુરુષો દ્વારા તજવા યોગ્ય(ત્યાજ્ય) છે; પરિણામમાં દુ:ખદાયી છે; કઠિનતાથી છૂટવાવાળા છે અને મોક્ષ માર્ગની ગતિમાં વિઘ્નરૂપ છે. તે શલ્ય, ઝેર અને કાંટાની ઉપમાવાળા છે, અનર્થોની ખાણ છે અને મહાન પ્રમાદ, મોહ અને કર્મબંધમાં વધારો કરનારા છે. હે માતા-પિતા ! પહેલાં અથવા પછી કોણ જશે એ ખબર નથી. આથી તમે મને આજ્ઞા આપો હું ભગવાનની પાસે સંયમ લેવા માંગુ છું. માતા–પિતા -- - હે પુત્ર ! આ આપણાં દાદા-પરદાદાઓએ કમાયેલું અપાર ધન છે, સાત પેઢી સુધી ખાઈ-પી અને દાન આપતાં પણ ખલાસ નથી થવાનું. એટલા માટે હે પુત્ર ! મળેલ આ ધન-સંપતિનો તું લાભ લે. મનુષ્યભવનો આનંદ લઈ પછી દીક્ષા લેજે. જમાલી : હે માતા–પિતા ! આ સોનું, ચાંદી, હીરા, ઝવેરાત વગેરે ધન; ચોર, અગ્નિ, રાજા, મૃત્યુને આધીન–પરાધીન છે. આના કેટલા ભાગીદાર છે. આ લક્ષ્મી ચંચળ, અધ્રુવ, અનિત્ય, અશાશ્વત છે. એનો એકક્ષણનો પણ ભરોસો નથી. ન આયુષ્યનો કોઈ ભરોસો છે. આથી હે માતા-પિતા ! હું તમારી રજા મળવાથી દીક્ષા લેવા ઇચ્છું છું.
-=
[માતા–પિતાની ધન, વૈભવ, ભોગઆકર્ષણ અને મોહમયી શક્તિ સફળ ન થતાં, હવે પછી દીક્ષાની ભયાનકતા દ્વારા પુત્રના વિચારોને પરિવર્તિત કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા