________________
jainology II
145
આગમસાર
કર્મ
(૩) પુદ્ગલ પરિણામ વર્ણાદિ ૨૫ પ્રકારનાં છે. (૪) લોકાકાશ અને એક જીવના આત્મપ્રદેશ સમાન હોય છે. (૫) પુદ્ગલના દ્રવ્ય અને દેશથી આઠ ભાંગા થાય છે.–(૧) દ્રવ્ય (૨) દ્રવ્ય દેશ (૩) અનેક દ્રવ્ય (૪) અનેક દેશ (૫) દ્રવ્ય એક દેશ એક (૬) દ્રવ્ય એક દેશ અનેક (૭) અનેક દ્રવ્ય એક દેશ (૮) દ્રવ્ય અનેક દેશ અનેક; પરમાણુમાં બે – પહેલા બીજા દ્ધિપ્રદેશમાં ૫ (ક્રમથી). ત્રણ પ્રદેશમાં સાત ભંગ આઠમો છોડીને. ચાર પ્રદેશથી દસ પ્રદેશી સુધી અને સંખ્યાત અસંખ્યાત અને અનંત પ્રદેશમાં આઠ જ ભંગ થાય છે. (૬) કર્મપ્રકૃતિઓમાં અનંત પરમાણુ પુદ્ગલ લાગેલા હોય છે. પ્રત્યેક આત્મ પ્રદેશ પર અનંત અનંત કર્મ વર્ગણા આવૃત હોય છે. ચોવીસે દંડકમાં આઠે કર્મ આવૃત હોય છે. મનુષ્યમાં ૮,૭ અથવા ૪ કર્મ આવૃત હોય છે. કર્મમાં કર્મની ભજના નિયમો:
ભજના | નિયમો જ્ઞાનાવરણીયમાં મોહનીય ૬ દર્શનાવરણીય | મોહનીય ૬ અંતરાય | મોહનીય દ્ર મોહનીય | - ૭
વેદનીયાદિ ચાર | ૪ | ૩. વિશેષ - ભજના નિયમોમાં મેળવીને કુલ સાતકર્મ હોય છે. એક કર્મ પૃચ્છાનો ઓછો થઈ જાય છે. (૭) જીવ પુદ્ગલોને ગ્રહણ કરેલ હોવાથી પુદ્ગલી છે. જીવ દ્રવ્યની અપેક્ષા "પગલ" પણ જીવનો પર્યાયવાચી શબ્દ છે.
| || શતક ૮/૧૦ સંપૂર્ણ
શતક-૯ઃ ઉદ્દેશક-૧-૩૦ (૧) જંબુદ્વિીપનું સંપૂર્ણ વર્ણન જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ અનુસાર છે. (૨) જ્યોતિષિઓનું(ચંદ્ર આદિનું) વર્ણન જીવાભિગમ સૂત્ર અનુસાર છે. (૩) અંતરદ્વીપોનું વર્ણન જીવાભિગમ સૂત્ર અનુસાર છે.
પહેલા ઉદ્દેશકમાં જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિના દ(છ) (અધ્યાય)નો અતિદેશ કર્યો છે. બીજા ઉદ્દેશકમાં સૂર્ય-ચંદ્રઆદિના વર્ણન માટે સાતમા વક્ષસ્કારનો અતિદેશ નથી આપ્યો પરંતુ જીવાભિગમ સૂત્રનો અતિદેશ કર્યો છે. ત્રીજા થી ત્રીસમાં ઉદ્દેશક સુધી ૨૮(અઠયાવીસ) ઉદ્દેશોમાં ૨૮ દક્ષિણ દિશાનાં અંતરદ્વીપો ના વર્ણન હેતુ જીવાભિગમ સૂત્રનો અતિદેશ કર્યો છે.
ઉદ્દેશક: ૩૧ અસોચ્ચા કેવલી :- (૧) ધર્મનો બોધ– જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી (૨) ધર્મની શ્રદ્ધા- દર્શન મોહના ક્ષયોપશમથી (૩)દીક્ષા– ચારિત્રમોહ અને વીર્યંતરાયના ક્ષયોપશમથી (૪) બ્રહ્મચર્ય વાસ– ચારિત્રમોહ અને વીર્યંતરાયના ક્ષયોપશમથી (પ) સંયમ જતના- ચારિત્રમોહ અને વીર્યંતરાયના ક્ષયોપશમથી (૬) સંવર– ચારિત્રમોહ અને વીર્યંતરાયના ક્ષયોપશમથી (૭) થી. (૧૦) ચાર જ્ઞાન- જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી (૧૧) કેવલ જ્ઞાન – જ્ઞાનાવરણીયના ક્ષયથી. કેવલ જ્ઞાન પ્રાપ્તિ – નિરંતર છઠ, છઠના પારણા કરે, બંને હાથ ઊંચા કરીને સૂર્યની સામે આતાપના લે, સ્વભાવથી ભદ્ર હોય, વિનીત હોય, એને અધ્યવસાયો થી, જ્ઞાનાવરણીયના ક્ષયોપશમ થી વિભંગ જ્ઞાન ઉત્પન્ન થાય છે. તે જીવઆદિને જાણે છે, જુએ છે. પાખંડી અને આરંભી, પરિગ્રહી, સંકિલષ્ટ જીવોને પણ જુએ છે; વિશુદ્ધ જીવોને પણ જુએ છે. જેનાથી સમકિત પ્રાપ્ત કરે છે. વિભેગ-જ્ઞાન અવધિજ્ઞાનમાં પરિણમે છે. પછી યોગ્ય ક્રમથી ચાર ધાતકર્મોનો ક્ષય કરીને કેવલજ્ઞાન કેવલ દર્શન પ્રાપ્ત કરે છે.
અવધિજ્ઞાન પ્રાપ્ત થવાના સમયે ૩–શુભલેશ્યા, ૩–જ્ઞાન, ત્રણે યોગ, બન્ને ઉપયોગ હોય છે. સંહનન પ્રથમ, સંસ્થાન–૬, અવગાહના ૫૦૦ ધનુષ્ય ઉત્કૃષ્ટ, વેદપુરુષ અને પુરુષ નપુંસક, સંજવલનનો ચોક, પ્રશસ્ત અધ્યવસાય.
તેઓ કેવલી બનીને અન્ય લિંગમાંથી સ્વલિંગ ધારણ કર્યા પહેલા ઉપદેશ (પ્રવચન) દેતા નથી. વ્યક્તિગત પ્રશ્નનો જવાબ (એક ઉદાહરણ અને સાથે ઉતર) તથા બોધ આપી શકે છે. દીક્ષા નથી આપતા પરંતુ નિર્દેશ કરી શકે છે. આ કેવલી ત્રણે લોકમાં હોઈ શકે છે. વૃત વૈતાઢય, સોમનસવન, પંડકવન, પાતાલ કળશ આદિમાં હોઈ શકે છે. આ કેવલી એક સમયમાં વધારેમાં વધારે (૧૦) દસ હોઈ શકે છે. આ બધું વર્ણન અન્ય લિંગવાળા અસોચ્યા કેવળીની અપેક્ષા એ છે. સોચ્યા કેવલી – અસોચ્ચાની સમાન વર્ણન છે. વિશેષ આ સ્વલિંગ ની અપેક્ષાએ કથન છે. અમ–અઠ્ઠમ નિરંતર તપથી આત્માને સંયમ તપમાં ભાવિત કરે છે. અવધિજ્ઞાન પ્રાપ્ત થાય છે. વધારેમાં વધારે અસંખ્ય લોકખંડ જોઈ શકવા જેટલું હોય છે. - સ્વલિંગી હોવાથી લાંબા સમયની અપેક્ષા લેશ્યા–દ કહી છે. ઉત્કૃષ્ટ જ્ઞાન–૪ હોય છે અને યોગ–ઉપયોગ વગેરે અસોચ્ચા સમાન હોય છે. લાંબા કાળની અપેક્ષા સવેદી-અવેદી બંને કહે છે. સ્ત્રી, પુરુષ અને પુરુષ નપુંસક હોઈ શકે છે.
સંજવલન કષાય ૪–૩–૨ અથવા ૧ હોઈ શકે છે. અકષાયી પણ હોઈ શકે છે. પ્રશસ્ત અધ્યવસાયોથી કેવલજ્ઞાન ઉત્પન થાય છે. તે કેવલી ઉપદેશ પણ આપે છે. દીક્ષા પણ આપે છે. કેમ કે સ્વલિંગી જ છે. એક સમયમાં તે વધારેમાં વધારે ૧૦૮ હોઈ શકે છે. અર્થાત ૧૦૮ કેવલી એક સાથે થઈ શકે છે.૧૦૮ એક સાથે મોક્ષ જઈ શકે છે