________________
141
આગમસાર
jainology II (૧) જીવતાર - પહેલી નરકના નારકી તથા ભવનપતિ અને વ્યંતર દેવોમાંથી કોઈને બે અજ્ઞાન હોય છે અને કોઈને ત્રણ અજ્ઞાન હોય છે. (નોંધઃ અસંશી જીવો નરક, ભવનપતિ કે વાણવ્યંતરમાં જયારે જાય છે, ત્યારે મનપ્રજા બાંધી પહેલા સંજ્ઞીપણ પ્રાપ્ત કરે છે.અને પછીજ વિભંગ જ્ઞાન પામે છે.બાકીનાં સંજ્ઞી જીવો એ ગતિનું આયુષ્ય ભોગવતાંની સાથેજ વિભંગ જ્ઞાન પામે છે.) માટે ત્રણ અજ્ઞાનની ભજના અને ત્રણ જ્ઞાનની નિયમા. બાકી બધા નારકી દેવતામાં ૩ જ્ઞાન, ૩ અજ્ઞાનની નિયમા. પાંચ અનુત્તર વિમાનમાં અજ્ઞાન નથી, માટે ત્રણ જ્ઞાનની નિયમાં. પાંચ સ્થાવરમાં ૨ અજ્ઞાનની નિયમા. ત્રણ વિકસેન્દ્રિયમાં ૨ જ્ઞાન ૨ અજ્ઞાનની નિયમા. [નોંધઃ ધર્મના વિરાધક ત્રિયંચગતિ એટલે કે વિકસેન્દ્રિયમાં પણ જઈ શકે છે. તથા કોઇ સાસ્વાદાન સમકિત વાળા જીવો વિકલેન્દ્રિયમાં જઇ શકે છે. વિસ્તાર માટે વાંચો- ધર્મના વિરાધક અને ક્રિયાના વિરાધક. પાના નં ૧૩.] તિર્યંચ પંચેન્દ્રિયમાં ૩ જ્ઞાન ૩ અજ્ઞાનની ભજના. મનુષ્યમાં ૫ જ્ઞાન ૩ અજ્ઞાનની ભજના. (૨) વાટે વહેતા :– એક ગતિથી બીજી ગતિમાં જતાં માર્ગગામી જીવને વાટે વહેતા કહેવાય છે. વાટે વહેતા નરકગતિ, દેવગતિમાં ૩ અજ્ઞાનની ભજના. ૩ જ્ઞાનની નિયમા. તિર્યંચમાં ૨ જ્ઞાન ૨ અજ્ઞાનની નિયમા, મનુષ્યમાં ૩ જ્ઞાનની ભજના, ૨ અજ્ઞાનની નિયમા. આ પ્રકારે નીચેના દ્વારોમાં પણ જ્ઞાનની ભજના-નિયમાં હોય છે. (૧) ઇન્દ્રિય(જાતિ) (૨) કાયા (૩) સૂક્ષ્મબાદર (૪) પર્યાપ્તિ (૫) ભવસ્થ (૬) ભવી (૭) સન્ની–અસન્ની () યોગ (૯) લેશ્યા (૧૦) કષાય (૧૧) વેદ (૧૨) આહાર (૧૩) ઉપયોગ (૧૪) લબ્ધિ . વિશેષ :- ૧ જ્ઞાન-કેવલજ્ઞાન, ૨ જ્ઞાન–મતિ, શ્રત, ૩ જ્ઞાન–મતિ, શ્રત,અવધિ, ૪ જ્ઞાન–અવધિ, મન:પર્યવ, મતિ, શ્રત, પ જ્ઞાન-પાંચ, ૨ અજ્ઞાન–મતિ, શ્રત, ૩ અજ્ઞાન– મતિ, કૃત, વિભંગ.(જે મન:પર્યવ જ્ઞાની હોય તે અવધિજ્ઞાની તો હોયજ, જેમકે કોઈ એક વિષયના નિષણાંત ડોકટર પહેલા સામાન્ય ડોકટર તો હોય જ.)
ઉદ્દેશક: ૩-૪ (૧) તાડવૃક્ષ, નારિયેળવૃક્ષ આદિ સંખ્યાત જીવી હોય છે. એક બીજવાળા લીમડા, આંબા, જાંબુ આદિ અને બહુ બીજવાળા વડ, પીપળા, ઉબર આદિ વૃક્ષ અસંખ્ય જીવી હોય છે. બટાટા-મૂળા આદિ અનંત જીવી છે. અહીં વૃક્ષને સંખ્યાત જીવી આદિ, તે તેની કોઈ અવસ્થા અથવા ફળની અપેક્ષા સમજવું. અન્યથા કુંપળ અવસ્થામાં ફળોની મંજરી આદિ કાચી અવસ્થામાં અસંખ્ય જીવી પણ હોઈ શકે છે અને અનંતકાયના લક્ષણોની અવસ્થામાં અનંતજીવ પણ હોવાનો સંભવ હોય છે. વિસ્તૃત વર્ણન પ્રજ્ઞાપના સૂત્ર પદ પહેલામાં છે. (૨) મનુષ્ય અથવા પશુ આદિ કોઈ પણ પ્રાણીનાં શરીરનાં કોઈ અવયવ કપાઈને દૂર પડી જાય તો પણ કેટલાક સમય સુધી બન્ને વિભાગોની વચ્ચે આત્મપ્રદેશ સંલગ્ન રહે છે તે વચ્ચેના પ્રદેશોમાં શસ્ત્ર, અગ્નિ અથવા કોઈના ચાલવાથી બાધા-પીડા થતીનથી અને તે આત્મપ્રદેશ તૂટતા પણ નથી. (૩) આઠ પૃથ્વી આદિના ચરમ અચરમ સંબંધી વર્ણન પ્રજ્ઞાપના પદ ૧૦ના સમાન છે. (૪) ક્રિયા સંબંધી વર્ણન પ્રજ્ઞાપના પદ રર સમાન છે.
ઉદ્દેશક: ૫ (૧) સામાયિક કરતાં શ્રમણોપાસકને ધન, સ્ત્રી, પરિવાર અને ઘરનાં ઉપકરણોનો ત્યાગ હોય છે. તેમના એવા પરિણામ હોય છે કે આ પદાર્થ સ્ત્રી ધન આદિ મારા નથી. એવા પરિણામોથી તે સામાયિકના સમય સુધી તલ્લીન રહે છે. પરંતુ પૂર્ણરીતે આજીવન ત્યાગ ન હોવાથી તેને પૂર્ણ મમત્વ તે પદાર્થોથી છુટતું નથી. સંબંધ તટતો નથી. જેથી તે પદાર્થોનો કોઈ અન્ય વ્યક્તિ સ્વામી બની ન શકે. જો કોઈ તેના ધનને ચોરે અને તે સામાયિક બાદ તે વસ્તુઓની શોધ કરે કે મેળવવાનો પ્રયત્ન કરે તો તે પોતાની વસ્તુઓને માટે જ પ્રયત્ન કરનાર કહેવાશે. (૨) હિંસા આદિનો ત્યાગ ત્રણ કરણ, ત્રણ યોગથી થાય છે. ત્રણ કરણ – ૧. કરવું ૨. કરાવવું ૩. અનુમોદવું. ત્રણયોગ – ૧. મન ૨. વચન ૩. કાયા એમાંથી કોઈ પણ કરણ અથવા કોઈપણ યોગથી પ્રત્યાખ્યાન થાય છે. ઓછામાં ઓછા એક કરણ અને એક યોગથી થાય છે. વધારેમાં વધારે ત્રણ કરણ અને ત્રણ યોગથી થાય છે. શ્રમણોપાસકના અણુવ્રતોમાં હિંસાદિનો ત્યાગ કરણ અને યોગના આ ૪૯ ભંગોથી કરવામાં આવે છે. તે ભંગ સંખ્યા આ પ્રકારે છે–
| (૧) | બે સંયોગી એિક કરણ+એક યોગ | ઊ | ૯ | ભંગ | (૨) ત્રણ સંયોગી [૧+૨ અને ૨+૧] | ઊ | ૧૮ ભંગ | (૩) ચાર સંયોગી [+૨, ૧+૩, ૩+૧]| ઊ | ૧૫ ભંગ
પાંચ સંયોગી [૨+૩, ૩+૨] ઊ | ૬ | ભંગ (૫) છ સંયોગી [૩૩]
| ઊ | ૧ | ભંગ
કુલ ૪૯ ભંગ બે સંયોગી ૯ ભંગ [૧+૧] – (૧) કરવું નહીં મનથી (૨) કરવું નહીં વચનથી (૩) કરવું નહીં કાયાથી (૪) કરાવવું નહિ મનથી. (૫) કરાવવું નહિ વચનથી(૬) કરાવવું નહીં કાયાથી (૭) અનુમોદન કરવું નહીં મનથી (૮) અનુમોદન કરવું નહીં વચનથી (૯) અનુમોદન કરવું નહીં કાયાથી. ત્રણ સંયોગી ૧૮ ભંગ [૧+૨ અને ૨+૧] :- (૧) કરવું નહીં મનથી વચનથી, (૨) કરવું નહીં મનથી કાયાથી, (૩) કરવું નહીં વચનથી કાયાથી, (૪) કરાવવું નહીં મનથી વચનથી, (૫) કરાવવું નહીં મનથી કાયાથી, (૬) કરાવવું નહીં વચનથી કાયાથી, (૭) અનુમોદન કરવું નહીં મનથી વચનથી,(૮) અનુમોદન કરવું નહીં મનથી કાયાથી, (૯) અનુમોદન કરવું નહીં વચનથી કાયાથી.