________________
128
આગમચાર– ઉતરાર્ધ (૬) લવણ સમુદ્રના પાણીના ઘટવા-વધવા સંબંધી વર્ણન જીવાભિગમ સૂત્ર માં છે.
ઉદ્દેશક: ૪-૫ (૧) ભાવિતાત્મા અણગાર - દેવ દ્વારા કરેલ બે અથવા બે થી અધિક રૂપને અથવા વૃક્ષના બીજ ફળ આદિ બે પદાર્થમાંથી એકને અથવા બીજા ને જોઈ શકે છે અથવા બન્નેને પણ જોઈ શકે છે. તેઓના અવધિજ્ઞાન, મતિજ્ઞાન, આદિની વિચિત્રતાથી આ પ્રકારે સંભવ હોય છે. (૨) વાયુકાય:- કેવલ એક તરફની પતાકાનું રૂપ જ વૈક્રિયથી બની શકે છે. અન્ય રૂપ બનતા નથી. અનેક યોજનો સુધી જઈ શકે છે. તે પોતાની ઋદ્ધિથી જાય છે. બીજાની ઋદ્ધિથી નહિ. તે વૈક્રિયના રૂપો પડી ગયેલી ધ્વજાની જેમ પણ હોઈ શકે છે અને ઉઠેલી (ઊભી રહેલી) ધ્વજારૂપ પણ હોઈ શકે છે. (૩) બાદલ - સ્ત્રી, પુરુષ, વાહન આદિ વિવિધ રૂપોમાં પરિણમન થઈને બીજાના પ્રયોગથી અનેક યોજનો જઈ શકે છે. આડા-અવળા કયાંય પણ જઈ શકે છે. (૪) જીવ જેવી વેશ્યાવાળા દ્રવ્યોને ગ્રહણ કરીને કાળ કરે છે, તેવી લેણ્યા વાળા જીવોમાં જ તે ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થવા અને મરવા આદિમાં જે લેગ્યાનું કથન છે તે પણ લેશ્યા દ્રવ્યોને લઈને જ કથન છે. (૬) પ્રમાદી અણગાર વિદુર્વણા કરે છે. વિક્ર્વણા કરવાવાળાને આગમ શબ્દોમાં માયી કહેવાય છે. અમાથી વિદુર્વણા નથી કરતા.
વિદુર્વણા કરીને આલોચના પ્રાયશ્ચિત્ત કરવાવાળા પણ ફરી અમાથી કહેવાય છે. આલોચના પ્રાયશ્ચિત્ત નહીં કરવાવાળા મારી જ કહેવાય છે અને વિરાધક હોય છે.
ખૂબ ખાવું, ખૂબ કાઢવું, ખૂબ પરિણમન કરી શરીરને પુષ્ટ કરવું આ બધાં માયી પ્રમાદીના કર્તવ્ય છે. જેથી વિક્ર્વણા આદિ પ્રમાદ પ્રવૃત્તિઓ પણ તે માઈ જ કરે છે. અમાઈ અલ્પરુક્ષ ખાઈને કેવલ શરીર નિર્વાહ ત્થા સંયમ પાલન કરે છે. તેનું શરીર પણ અપુષ્ટ હોય છે. વિક્રિયા આદિ તેને નથી હોતી. (૭) બહારના પુદ્ગલ લઈને જ વિદુર્વણા કરીને રૂપ બનાવી શકાય છે. બહારનાં પુદ્ગલ લીધા વિના વૈક્રિય રૂપ કોઈ પણ બનાવી શકતું નથી; ભલે તે દેવ હોય અથવા શ્રમણ. (૮) વિકર્વિત રૂપ 'રૂપ" જ કહેવાશે.મૂળ વ્યક્તિ જે છે તે જ કહેવાશે એટલે કે અશ્વનું રૂપ કરનાર અણગાર અશ્વ નથી, અણગાર છે (૯) જે અણગાર વિદુર્વણા કરીને આલોચના પ્રાયશ્ચિત્ત નથી કરતા તે આભિયોગિક દેવ થાય છે. જે આલોચના પ્રાયશ્ચિત્ત કરી લે છે તે આભિયોગિક સિવાય દેવ થાય છે. તે આરાધક હોય છે.
ઉદ્દેશકઃ ૬ (૧) જે મિથ્યાદષ્ટિ જીવ વૈક્રિય સમ્પન્ન અને અવધિ સમ્પન (વિભંગ જ્ઞાન- વાળા) છે, તે ઈચ્છિત વૈક્રિય કરી શકે છે. અને વિભંગથી જાણી પણ શકે છે. પરંતુ અયથાર્થ જાણે છે; ઉલટું–સુલટું જાણે છે. વૈક્રિય કરેલાને "આ સ્વાભાવિક છે. "એવું જાણે છે, સ્વાભાવિકને વૈક્રિય કરેલ જાણે છે. જે જુએ છે તે ન જાણતાં તેને બીજો જાણી માની લે છે. જેમ કે- " રાજગૃહી જુએ અને વારાણસી છે" એવું માનીને. નૂતન નગર વિકૃર્વિત કરે અને જાણે કે આ પણ કોઈ વાસ્તવિક નગર દેખાઈ રહ્યું છે મારું બનાવેલું દેખાતું નથી. જ્યારે સમ્યગુદષ્ટિ ઉપર કહેલ બધી સ્થિતિઓને યથાર્થ રૂપમાં જાણે, દેખે અને સમજે છે. તેને એવો ખોટો ભ્રમ થતો નથી.
ઉદ્દેશકઃ ૭ લોકપાલ શક્રેન્દ્રના ચાર લોકપાલ છે. – ૧. સોમ, ૨. યમ, ૩. વરુણ, ૪. વૈશ્રમણ, ચારેયના ચાર વિમાન છે.- ૧. સંધ્યાપ્રભ, ૨. વરશિષ્ટ, ૩. સ્વયંજવલ, ૪. વલ્યુ, આ ચારે વિમાન શક્રેન્દ્રના સૌધર્માવલંસક વિમાનથી અસંખ્ય યોજન દૂર ક્રમશઃ ૧. પૂર્વ, ૨. દક્ષિણ, ૩. પશ્ચિમ, ૪. ઉત્તરમાં છે. સાડા બાર લાખ યોજન વિસ્તાર વાળા આ વિમાન છે. વિમાનનું વર્ણન સૌધર્માવલંસક વિમાનની. જેમ છે. તેની રાજધાની તેના વિમાનની સીધમાં(સમાંતરે) નીચે તિર્થાલોકમાં છે, જે જંબુદ્વિીપ પ્રમાણ છે. કોટ વગેરે શક્રેન્દ્રની રાજધાનીથી અર્ધા છે. ઉપકારિકાલયન (રાજભવન) સોળ હજાર યોજન વિસ્તારમાં છે. તેમાં ચાર પ્રણાદોની હારમાળા છે. શેષ વર્ણન નથી અર્થાત્ ઉપરાત સભા આદિ ત્યાં નથી. વૈમાનિક દેવ પોતાના દેવલોકમાં જ ઉત્પન્ન થાય છે. (નોંધઃ મનુષ્યનો નગરમાં વાસ હોવા છતાં જંગલમાં,હીલ સ્ટેશન પર પીકનીકની, ફરવાની ઇચ્છા થાય છે તેમ દેવોને પણ તિછ લોકમાં ફરવાની, કયારેક મનુષ્યના જેવા સુખો ભોગવવાની ઇચ્છા થાય છે.) સોમ લોકપાલ:- પોતાના વિમાન વાસી દેવ અને વિદ્યુતકુમાર, અગ્નિકુમાર, વાયુકુમાર જાતિના ભવનપતિ દેવ દેવી, ચન્દ્ર સૂર્ય આદિ સર્વ જ્યોતિષી દેવ-દેવી સોમ લોકપાલને આધીન હોય છે.
મેરુ પર્વતથી દક્ષિણ વિભાગમાં ગ્રહોની અનેક પ્રકારની સ્થિતિઓ અભ્ર વિકાર, ગર્જના, વિજળી, ઉલ્કાપાત, ગંધર્વનગર, સંધ્યા, દિગ્દાહ, યક્ષોદીપ્ત, ધૂઅર(ધુમ્મસ), મહિકા, રજ ઉઘાત, ચન્દ્રગ્રહણ, સૂર્યગ્રહણ, જલકુંડાદિ, પ્રતિચન્દ્ર-સૂર્ય, ઇન્દ્ર ધનુષ, તમામ પ્રકારની હવા. ગ્રામદાહ, આદિ પ્રાણક્ષય, ધનક્ષય, કલક્ષય આદિ સોમ લોકપાલની જાણકારીમાં હોય છે. અંગારક(મંગલ), વિકોલિક, લોહિતાક્ષ, શનિશ્ચર,ચન્દ્ર, સૂર્ય, શુક્ર, બુધ, બૃહસ્પતિ, રાહુ આ દેવ સોમ લોકપાલના પુત્ર સ્થાનીય માનવામાં આવ્યા છે. સોમ લોકપાલની સ્થિતિ ૧.૩૩ પલ્યોપમની છે. અને પુત્ર સ્થાનીય દેવોની એક પલ્યોપમની સ્થિતિ છે. યમ લોકપાલઃ- પોતાના વિમાન વાસી દેવ, પ્રેતકાયિક વ્યંતરદેવ, અસુરકુમાર જાતિના ભવનપતિના દેવ-દેવી, પરમાધામી દેવ, કન્દપિંક, આભિયોગિક દેવ, યમ લોકપાલની આધીનતામાં હોય છે.
મેરુથી દક્ષિણ વિભાગમાં નાના-મોટા થવાવાળા કંકાસ, યુદ્ધ, સંગ્રામ વિવિધ રોગ, યક્ષ ભૂત આદિના ઉપદ્રવ, મહામારી આદિ અને તેનાથી થનારા કુલક્ષય, ગ્રામક્ષય, ધનક્ષય આદિ યમ લોકપાલની જાણકારી માં હોય છે.
પંદર પરમાધામી દેવ તેના પુત્ર સ્થાનીય માનવામાં આવ્યા છે અને યમ લોકપાલની સ્થિતિ સોમ લોકપાલની સમાન છે.