________________
આગમસાર– ઉતરાર્ધ
આયુષ્ય સમાપ્ત થવાથી ૬૦ હજાર વર્ષની પ્રાણામા પ્રવ્રજ્યા પૂર્ણ કરી બે મહિનાનો સંથારો પૂર્ણ કરી, તે તામલી તાપસ ઈશાનેન્દ્રદેવ બન્યા છે.
126
બલીચંચા રાજધાનીના દેવોને જ્યારે આ ખબર પડી ત્યારે તેઓ અત્યંત ગુસ્સે થયા અને ત્યાં મૃત્યુલોકમાં આવીને તાપસના મૃત શરીરને દોરડાથી બાંધી કરીને મુખમાં થૂંકી નગરમાં ફેરવી અને મહા અપમાન કરીને, નિંદા કરી.
આ ઘટનાની પોતાના દેવો દ્વારા ઈશાનેન્દ્રને જાણ થઈ. પ્રચંડ ક્રોધમાં બલીચંચા રાજધાનીને તેજોલેશ્યાથી પ્રભાવિત કરી. તેથી તે રાજધાની બળવા લાગી ત્યાંના દેવ-દેવી ગભરાઈ ભાગ-દોડ કરતાં પરેશાન થઈ ગયા. અંતે તેઓએ ત્યાંથીજ હાથ જોડી ઉપર મુખ કરી અનુનય વિનય કરતાં ઈશાનેન્દ્રની ક્ષમા માંગી. ઈશાનેન્દ્રે પોતાની લેશ્યા ખેંચી લીધી. ત્યારથી તે અસુરકુમાર દેવ-દેવીઓ ઈશાનેન્દ્રનો આદર સત્કાર કરવા લાગ્યા અને આજ્ઞા–નિર્દેશનું પાલન કરવા લાગ્યા. દ્વેષ ભાવનો ત્યાગ કર્યો.
ઈશાનેન્દ્ર સાધિક બે સાગરોપમની સ્થિતિ પૂર્ણ કરીને મહાવિદેહક્ષેત્રથી મુક્તિ પ્રાપ્ત કરશે.
(૮) શક્રેન્દ્રના વિમાનોથી ઈશાનેન્દ્રના વિમાન કાંઈક ઊંચાઈ પર છે. અર્થાત્ બન્નેની સમતલ ભૂમિ એક હોવા છતાં પણ તેમના ભૂમિક્ષેત્ર કાંઈક ઊંચા નીચા છે. જેમ સીધી હથેળીમાં પણ ઊંચી અને સમાન બન્ને અવસ્થા દેખાય છે.
(૯) શક્રેન્દ્ર ઈશાનેન્દ્ર આપસ—આપસમાં નાના—મોટા મિત્રની જેમ શિષ્ટાચારમાં રહે છે. શક્રેન્દ્ર નાના અને ઈશાનેન્દ્ર મોટા. તેઓ સામસામા મળી શકે છે, એક બીજાને જોઈ પણ શકે છે, વાર્તાલાપ પણ કરે છે. કોઈ પ્રયોજનને કારણે એક– બીજા પાસે જઈને સંબોધનપૂર્વક વાતચીત પણ કરે છે.
‘દક્ષિણાર્ધ લોકાધિપતિ શક્રેન્દ્ર દેવેન્દ્ર દેવરાજ !’ ‘ઉત્તર લોકાધિપતિ ઈશાનેન્દ્ર દેવેન્દ્ર દેવરાજ !’ આ તેમના સંબોધન નામ હોય છે.
બન્નેનો પરસ્પરમાં કયારેક વિવાદ પણ થઈ જાય છે. ત્યારે શક્રેન્દ્ર ત્રીજા દેવલોકના ઇન્દ્ર સનત્કુમા૨ેન્દ્રને યાદ કરે છે, મનથી જ બોલાવે, ત્યારે શીવ્રતાથી તે ઇન્દ્ર આવે છે અને તે જે કોઈ પણ નિર્ણય આદેશ આપે છે તેને બન્ને સ્વીકાર કરી લે છે. (૧૦) સનત્કુમાર દેવેન્દ્ર ભવી, સમ્યગ્દષ્ટિ પરિત્ત સંસારી, સુલભબોધિ, એક ભવાવતારી છે. મહાવિદેહક્ષેત્રમાં જન્મ લઈને સંયમ તપ દ્વારા મુક્તિ પ્રાપ્ત કરશે.
હાલ સનત્કુમા૨ેન્દ્રની સ્થિતિ સાત સાગરોપમની છે.તે સાધુ-સાધ્વી શ્રાવક શ્રાવિકાઓના પરમભક્ત, પરમહિતૈષી છે.
ઉદ્દેશક ઃ ૨
(૧) એકવાર ચમરેન્દ્ર ભગવાન મહાવીર સ્વામીના દર્શન કરવા રાજગૃહીમાં આવ્યા. ઉપદેશ સાંભળી નાટયવિધિનું પ્રદર્શન કરી
ચાલ્યા ગયા.
(૨) અસુરકુમાર દેવોનું સામર્થ્ય નીચે સાતમી નરક સુધી જવાનું છે. પરન્તુ ત્રીજી નરક સુધી જાય છે. પૂર્વ મિત્ર અથવા પૂર્વશત્રુ નરકમાં હોય તેને સુખ દુઃખ દેવા માટે જાય છે. આ કથન ઈન્દ્રની અપેક્ષાએ છે.
તિરછા અસંખ્ય દ્વીપ સમુદ્ર સુધી જવાની ક્ષમતા છે. પરંતુ નંદીશ્વરદ્વીપ પર્યન્ત જાય છે. આ ગમન ત્રણ દિશાઓની અપેક્ષાએ છે. દક્ષિણમાં અસંખ્ય દ્વીપ સમુદ્ર તેમનો માર્ગ ક્ષેત્ર જ છે તે દિશામાં તેઓ તીર્થંકર જન્મ આદિ પર જંબુદ્રીપ સુધી કે અન્ય જંબુદ્વીપ સુધી જાય છે. ઉપર પ્રથમ દેવલોક સુધી ગયા હતા અને જાય છે. સામર્થ્ય બારમાં દેવલોક સુધી છે. પહેલા દેવલોકની સાથે તેમનું ભવ પ્રત્યયિક જાતિ(જન્મ) વેર હોય છે. તે શક્રેન્દ્રના આત્મ રક્ષક દેવોને ત્રાસ આપતા રહે છે. ત્યાંથી નાના—મોટા સામાન્ય રત્નની ચોરી કરી લઈ જાય છે. જ્યારે શક્રેન્દ્રને ખબર પડે છે ત્યારે તે દેવોને શારીરિક કષ્ટ આપે છે.
પહેલા દેવલોકથી દેવીઓને પણ ત્યાં લાવી શકે છે અને ત્યાં લઈ ગયા બાદ તેમની ઇચ્છા થવાથી તેમની સાથે પરિચારણા પણ કરી શકે છે. પરંતુ દેવીની ઇચ્છા વગર કરી શકતા નથી. ત્યાં પ્રથમ દેવલોકમાં તેમની સાથે પરિચારણા કરી શકતા નથી. (૩) અસુર કુમાર દેવ પ્રથમ દેવલોકમાં ઉપદ્રવ કરવા જાય છે તે પણ લોક આશ્ચર્ય ભૂત એટલે લોકમાં એક ન થવા જોગ ઘટના(મોટું આશ્ચર્ય) કહેવાય છે. અસુરેન્દ્ર અરિહંત અથવા અરિહંત ભગવાનના શ્રમણની નિશ્રા આલંબન લઈને જ જઈ શકે છે અને બધા દેવ જતા નથી. કોઈક મહશ્ર્વિક દેવ જ કયારેક જાય છે.
(૪) વર્તમાનમાં જે ચમરેન્દ્ર અસુરેન્દ્ર છે તે ભગવાન મહાવીરની નિશ્રા લઈને એક વખત પહેલા દેવલોકમાં શક્રેન્દ્રની પાસે ગયા છે (૫) ચમરેન્દ્રનો પૂર્વભવ આદિ :– બેભેલ નામના સન્નિવેશમાં પૂરણ નામના ગાથાપતિ રહેતા હતા. તે ઋદ્ધિ સમ્પન્ન શેઠ હતા.
=
તામલીની જેમ તેને પણ ધર્મારાધનના વિચાર આવ્યા. તે પ્રમાણે તેણે દાનામા નામની તાપસી પ્રવ્રજ્યા પોતાની મેળે અંગીકાર કરી. છઠ–છઠની નિરંતર તપસ્યા અને આતાપના કરવા લાગ્યા. ભિક્ષાના માટે કાષ્ટ પાત્રના ચાર ખંડ બનાવી રાખ્યા હતા. તેમાંથી ત્રણ ખંડમાં જે ભિક્ષા આવતી તે દાન કરી દેતા અને એક ખંડ પોતાના માટે રાખતા હતા. તેમાં રહેલી ભિક્ષાથી તે
પારણા કરતા હતા.
ચાર ખંડવાળા ચૌમુખી કાષ્ટ પાત્રના એક ખંડની ભિક્ષા પથિકોને, બીજા ખંડની ભિક્ષા કૂતરા આદિ પશુ પક્ષીઓને, ત્રીજા ખંડની ભિક્ષા મચ્છ,કચ્છ, જલ– જન્તુઓને તે તાપસ આપી દેતા હતા. વર્ષો સુધી આ પ્રકારનું તપ કરતાં તેમનું શરીર કૃશ-શુષ્ક જેવું થઈ ગયું. સન્નિવેષની બહાર આગ્નેયકોણમાં (દક્ષિણપૂર્વમાં) જઈને અર્ધ નિવર્તન(૧૦ વાંસ પ્રમાણ) ક્ષેત્ર સાફ કરી અને પાદોપગમન સંથારો સ્વીકાર કર્યો.
આ પ્રકારે ૧૨ વર્ષની તાપસ પર્યાય અને એક માસના સંથારાનું પૂર્ણ પાલન કરીને તે ચમરેન્દ્ર દેવેન્દ્ર થયા. ત્યાં ઉત્પન્ન થતાં જ સ્વાભાવિક અવધિજ્ઞાનનો ઉપયોગ લાગવાથી પોતાના માથા ઉપર ઊંચે પ્રથમ દેવલોકમાં શક્ર સિંહાસન પર શક્રેન્દ્રને દેખતાં તેને ઘણું જ ખરાબ લાગ્યું. પોતાનાં સામાનિક દેવોને બોલાવીને પૂછ્યું– આ કોણ છે ? તેમણે મહર્ષિક શક્રેન્દ્રનો પરિચય આપ્યો.
પરિચય સાંભળી તેના ઇર્ષ્યા દ્વેષથી ક્રોધની પ્રચંડતા વધી ગઈ અને પોતે ત્યાં જઈ, શક્રને અપમાનિત કરી, તેની શોભાને નષ્ટ કરવા માટે તૈયાર થયો. અવધિજ્ઞાનથી કોઈ મહાત્માને શરણ માટે દેખવા લાગ્યો. તેણે ભગવાન મહાવીર સ્વામીને જોયા. તે સમયે