________________
આગમસાર
jainology II
125 (૩) ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષકાર–પરાક્રમવાળા જીવ પોતાના આત્મ– ભાવને, જીવત્વ ભાવને બતાવે છે, પ્રગટ કરે છે. જીવના મતિજ્ઞાન આદિ ૧૨ ઉપયોગોના અનંત પર્યવ છે; તેનાથી પણ જીવ પોતાના જીવત્વ ભાવને પ્રકટ કરે છે, પ્રકાશિત કરે છે, બતાવે છે. (૪) આકાશના બે વિભાગ છે– લોકાકાશ અને અલોકાકાશ. લોકાકાશમાં જીવ અજીવ આદિ છ દ્રવ્ય રહે છે. અલોકાકાશમાં આ કાંઈ પણ હોતું નથી. કેવલ અગુરુ લઘુ ગુણ સંયુક્ત આકાશ જ હોય છે. (૫) નીચા લોકમાં ધર્માસ્તિકાય આદિ લોકના અર્ધા ભાગથી અધિક છે. ઊંચા લોકમાં આ અર્ધા ભાગથી ઓછા છે. તિછલોકમાં અસંખ્યાતમો ભાગ માત્ર છે.
નરકપૃથ્વી, લીપ, સમુદ્ર, દેવલોક, ઘનોદધિ આદિ સર્વેયમાં ધર્માસ્તિકાય આદિ અસંખ્યાતમો ભાગ માત્ર છે. સાત નરકના પ્રત્યેક આકાશાંતરમાં સંખ્યાતમો ભાગ છે.
// શતક ૨/૧૦ સંપૂર્ણ II
શતક-૩: ઉદ્દેશક-૧ (૧) દેવોની વૈક્રિય શક્તિ - ચમરેન્દ્ર વૈક્રિયા દ્વારા જંબુદ્વીપ જેટલા ક્ષેત્રને કુમાર કુમારિકાઓથી ઠસોઠસ ભરી શકે છે અને સામર્થ્યની અપેક્ષાએ અસંખ્ય દ્વીપ ભરવાની ક્ષમતા હોય છે. પરંતુ તેવું કરવામાં આવતું નથી. આ પ્રકારે બધા ભવનપતિ વ્યંતર
જ્યોતિષીના ઇન્દ્રોની વૈક્રિય શક્તિ છે.(જયોતીષીના ઇન્દ્રોની જંબુદ્વિીપ જેટલા ક્ષેત્રની વૈક્રિય શકતિ ફકત સામર્થયની અપેક્ષાએ નથી પણ તેઓ તેવું કરે પણ છે). વિશેષતા એ છે કે પલ્યોપમની સ્થિતિવાળાને સંખ્યાતા દ્વીપ સમુદ્ર ભરવાની ક્ષમતા હોય છે અને સાગરોપમની સ્થિતિવાળાઓને અસંખ્યાતા દ્વીપ સમુદ્ર ભરવાની ક્ષમતા હોય છે. બલીન્દ્ર માટે સાધિક જંબુદ્વીપ કહેવા.
વૈમાનિકમાં પહેલા દેવલોકમાં ઇન્દ્રના બે જંબુદ્વીપ, બીજા દેવલોકમાં સાધિક બે જંબુદ્વીપ, ત્રીજા દવ ચોથા દેવલોકમાં સાધિક ચાર જંબુદ્વીપ, પાંચમામાં આઠ જંબુદ્વીપ, છઠ્ઠામાં સાધિક આઠ, સાતમમાં ૧૬ જંબૂઢીપ અને આઠમામાં સાધિક સોળ જંબૂદ્વીપ, નવમા–દસમા દેવલોકનાં ઇન્દ્રના ૩ર જંબૂદ્વીપ અને અગિયારમા અને બારમાં દેવલોકનાં ઈન્દ્રના સાધિક ૩૨ જંબુદ્વીપ ભરી શકવાની કહેવું જોઇએ.
સામાનિક અને ત્રાયન્ટિંશક દેવોની વૈક્રિય શક્તિ ઈન્દ્રના સમાન જ જાણવી અગ્રમહિષી અને લોકપાલનું સામર્થ્ય સંખ્યાતા દ્વીપ સમુદ્રનું જ કહેવું,ભરવાની શક્તિ બે જંબુદ્વીપ પ્રમાણ સમજવી.
લોકપાલ બધાં ઇન્દ્રોના ચાર ચાર જ હોય છે. ત્રાયન્ટિંસક બધાં ઇન્દ્રોનાં તેત્રીસ તેત્રીસ જ હોય છે. સામાનિક દેવ :- અમરેન્દ્રના-૬૪000, બલીન્દ્રના-૬0000, નવનિકાયોના-5000, શકેન્દ્રના-૮૪000, ઈશાનેન્દ્રના-૮0000, ત્રીજા દેવલોકમાં-૭૨૦૦૦, ચોથામાં-૭૦૦૦), પાંચમા માં-૬0000, છઠ્ઠામાં- ૫0000, સાતમા માં-૪૦૦૦૦, આઠમામાં-૩૦૦૦૦, નવમા દસમામાં– ૨૦ હજાર, અગિયારમા–બારમામાં-૧૦૦૦૦. અગ્રમહિષી - અમરેન્દ્રની ૫, બલીન્દ્રની ૫, નવનિકાયની ૬-૬, શકેન્દ્રની ૮, ઈશાનની ૮. આત્મરક્ષક - સામાનિકથી ચારગણા આત્મરક્ષક હોય છે. (૨) અગ્રમહિષીઓને પણ ૧૦૦૦ સામાનિક દેવીઓ હોય છે. મહત્તરિકા દેવીઓ અને પરિષદા પણ હોય છે. (૩) ભગવાન દ્વારા પ્રાપ્ત ઉપરોક્ત વિષયના ઉત્તરને બીજા ગણધર અગ્નિભૂતિથી સાંભળી ત્રીજા ગણધર વાયુભૂતિને શ્રદ્ધા નહીં થવાથી તેઓ ભગવાનને ફરીથી પૂછીને પછી શ્રદ્ધા કરે છે અને બીજા ગણધરના કથનને સ્વીકાર ન કરવા રૂપ આશાતનાની. ક્ષમાયાચના કરે છે. (૪) વ્યંતર અને જ્યોતિષી દેવોમાં લોકપાલ અને ત્રાયન્ટિંશક હોતા નથી. તેમના ચાર હજાર સામાનિક દેવ હોય છે. ચાર-ચાર અગ્રમહિષી હોય છે. (૫) ભગવાન મહાવીર સ્વામીના અંતેવાસી શિષ્ય તિષ્યક અણગાર શક્રેન્દ્રના સામાનિક દેવ બન્યા. તેની ચાર અગ્રમહિષી, ૪ હજાર સામાનિક દેવ છે. વૈક્રિય શક્તિ ઈન્દ્રના સમાન છે. તિષ્યક અણગારે છઠના પારણે છઠ કરતાં ૮ વર્ષ સંયમ પર્યાયનું પાલન કર્યું. એક માસ સુધી તેમનો સંથારો ચાલ્યો. (૬) ભગવાન મહાવીર સ્વામીના અંતેવાસી શિષ્ય કરુદત્ત પત્ર અણગાર ઈશાનેન્દ્રના સામાનિક દેવ બન્યા. છ મહિનાની સંયમ પર્યાયમાં અમના પારણે અટ્ટમની તપસ્યા અને પારણામાં આયંબિલ કર્યા. પંદર દિવસના સંથારામાં કોલ કરી આરાધક થયા. (૭) ઈશાનેન્દ્રનું વર્ણન :- એકવાર રાજગૃહી નગરીમાં ઈશાનેન્દ્ર ભગવાનના દર્શન કરવા આવ્યા અને સૂર્યાભદેવની જેમ પોતાની ઋદ્ધિ અને નાટ્યવિધિ બતાવી ચાલ્યા ગયા. ગૌતમ સ્વામીના પૂછવાથી ભગવાને તેના પૂર્વજન્મનું વર્ણન આ પ્રકારે કર્યું
આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં તામ્રલિપ્તિ નામની નગરીમાં તામલી નામનો મોર્યપુત્ર ગાથાપતિ રહેતો હતા. એકવાર તેને વિચાર આવ્યો કે પૂર્વના પૂયોદયથી બધા સારા સંયોગ પ્રાપ્ત થયા છે. હાલ મારામાં શક્તિ છે ત્યાં સુધી ધર્મઆચરણ કરી લેવું જોઇએ. તે પ્રમાણે તેણે સ્વજન સંબંધીઓને ભોજન કરાવીને મોટા પુત્રને કુટુંબ ભાર સુપ્રત કરી પ્રાણામા નામની તાપસી પ્રવ્રજ્યા અંગીકાર કરી. છઠના પારણે છઠ તપ કરવાનો અભિગ્રહ કર્યો. પારણામાં પ્રાપ્ત થયેલ ભોજનને તે એકવીસ વખત ધોઈને આહાર કરતા હતા. આતાપના લેતા અને રાજા, રંક, પશુ, પક્ષી, દેવ, માનવ જે કોઈ દેખાય તેને પ્રણામ કરતા. અંતમાં શરીર કૃશ-શુષ્ક થઈ જતાં પાદોપગમન સંથારો કર્યો.
બલીચંચા રાજધાનીમાં તે સમયે ઈન્દ્રનો વિરહ(અભાવ) હતો. તેથી ત્યાંના દેવ-દેવી તેની પાસે પહોંચી પોતાના સ્વામી ઇન્દ્ર બનવા માટે નિયાણું કરવાનું નિવેદન કરવા લાગ્યા. તામલી તાપસે તેમના નિવેદન(આગ્રહ) પર કોઈ ધ્યાન ન આપ્યું. તેઓ પોતાના સંથારા(વ્રત)માં લીન રહ્યા. તે દેવ-દેવીઓ ચાલ્યા ગયા.