________________
132
આગમસાર- ઉતરાર્ધ
વેચાણ કરેલી વસ્તુ ખરીદનાર લઈ જાય તો તેને ચાર ક્રિયા લાગે છે. મિથ્યાત્વની ક્રિયામાં વિકલ્પ છે. વેચનારને સૂક્ષ્મરૂપથી ક્રિયાઓ લાગે છે. જો કિંમત ન આપી હોય તો એ ધન થી ખરીદનારને ચાર ક્રિયાઓ લાગે છે. મિથ્યાત્વની ભજના અને વિક્રેતાને સૂક્ષ્મરૂપ ક્રિયાઓ લાગે છે. કિંમત મળી ગયા પછી વિક્રેતાને તે ધન નિમિત્તે ચાર ક્રિયાઓ લાગે છે. મિથ્યાત્વની ક્રિયા સર્વત્ર વિકલ્પથી લાગે છે. વસ્તુથી હવે તેનો કોઈ સંબંધ નથી રહેતો જો ક્રેતા કે વિક્રેતા સમ્યગુદષ્ટિ હોય તો તેને મિથ્યાત્વની ક્રિયા લાગતી નથી. માટે સર્વત્ર વિકલ્પથી એમ કહ્યું છે. (૫) અગ્નિ બળે છે ત્યારે મહાક્રિયા લાગે છે અને જ્યારે બુજાય છે ત્યારે અલ્પ- અલ્પ ક્રિયા લાગે છે અને અંતમાં જ્યારે સાવ બજાઈ જાય છે ત્યારે ક્રિયા લાગતી નથી. (૬) ધનુષ, બાણ વગેરે જે જીવોનાં શરીરમાંથી બને છે તેઓને પણ હિંસકના જેટલી જ (સંખ્યાની અપેક્ષા) પાંચ ક્રિયા લાગે છે.
જ્યારે બાણ પોતાનાં ભારથી સ્વયં નીચે પડે છે ત્યારે કેવળ બાણના પૂર્વ જીવોને પાંચ ક્રિયા અને બાકીના બધાને અને હિંસકને પણ ચાર ક્રિયા લાગે છે. (૭) ચાર-પાંચસો યોજન પ્રમાણ મનુષ્યલોક ક્યાંય પણ ઠસાઠસ ભરેલો નથી. પરંતુ એક સ્થાન પર નરકક્ષેત્ર ૪૦૦-૫00 યોજન સુધી નૈરયિકોથી ઠસોઠસ ભરેલો છે. (૮) આધાકર્મ આદિ દોષમાં કોઈ પાપ નથી એવું વિચારીને કે બોલીને અથવા તેવા આહારનું સેવન કરીને તેની આલોચના પ્રાયશ્ચિત્ત નહીં કરવાથી તે સાધકની વિરાધના થાય છે. આલોચના પ્રાયશ્ચિત્ત કરી લેવાથી તેની આરાધના થઈ શકે છે. (૯) આચાર્ય-ઉપાધ્યાય ગણ પ્રત્યેના પોતાનાં કર્તવ્યોનું પૂર્ણ યથાર્થ પાલન કરવાથી આ ભવમાં કે બીજાભવમાં અથવા ત્રીજા ભવમાં મુક્તિ પ્રાપ્ત કરે છે.
જે બીજા ઉપર જૂઠા આક્ષેપો કરે છે તે તેવા જ કર્મોનું ઉપાર્જન કરે છે. અર્થાત્ ફરીથી તેના ઉપર પણ જૂઠા આક્ષેપો આવવાની સ્થિતિ બને છે. ભલે પછી કોઈ આચાર્ય હોયકે સાધુ હોય અથવા શ્રાવક હોય, કોઈપણ હોય બધાને તેવું જ ભોગવવું પડે છે.
ઉદ્દેશક: ૭. (૧) કંપમાન(અસ્થિરસ્વભાવી) અકંપમાન(સ્થિરસ્વભાવી) પુદ્ગલના ૬ ભાંગા છે. યથા–૧. સંપૂર્ણ કંપમાન, ૨. સંપૂર્ણ અકંપમાન, ૩. એક દેશ કંપમાન, એક દેશ અકંપમાન, ૪. એક દેશ કંપમાન, અનેક દેશ અકંપમાન, ૫. અનેક દેશકંપમાન, એક દેશ અકંપમાન, ૬. અનેક દેશ કંપમાન, અનેક દેશ અકંપમાન.
પહેલો, બીજો ભાગો પરમાણુ આદિ બધામાં હોઈ શકે છે. ત્રીજો ભાંગો ક્રિપ્રદેશી ઢંધ આદિમાં હોઈ શકે છે. ચોથો, પાંચમો. ભાંગો ત્રણ પ્રદેશી આદિમાં હોઈ શકે છે. છઠ્ઠો ભાંગો ચાર પ્રદેશી આદિમાં હોય છે. ઓછા પ્રદેશ સ્કંધોમાં પ્રાપ્ત થનારા ભાંગા વધારે પ્રદેશવાળા સ્કંધોમાં થઈ શકે છે. તેથી પાંચ પ્રદેશથી અનંત પ્રદેશી સુધી કંપમાન સંબંધી છ ભાંગા થાય છે.
કંપમાનનો અર્થ છે અવગાહિત આકાશ પ્રદેશનું પરિવર્તિત થવું. સંપૂર્ણ પુગલ સ્કંધના અવગાહના સ્થાનનું પણ પરિવર્તન થઈ શકે છે અને કયારેક એક દેશ અવગાહના બદલે અને એક દેશ અવગાહના ન બદલે, એવું પણ થઈ શકે છે.
અનંત પ્રદેશી ઢંધ પણ ફક્ત એક, બે અથવા ત્રણ, ચાર આકાશ પ્રદેશને અવગાહન કરીને રહી શકે છે. (૨) પરમાણુથી લઈને અસંખ્ય પ્રદેશને તલવાર આદિ શસ્ત્રથી છેદન ભેદન થઈ શકે નહિં. અનંત પ્રદેશનું થઈ શકે છે. આ પ્રકારે અગ્નિમાં બળવું, પાણીમાં ભીંજાવું આદિ અસંખ્ય પ્રદેશનું થતું નથી. અનંત પ્રદેશ સ્કંધ પણ સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકારના છે. સૂક્ષ્મ અનંત પ્રદેશ સ્કંધનું વર્ણન અસંખ્ય પ્રદેશના સમાન છે. તેથી ઉપરોકત અનંત પ્રદેશમાં બાદર સ્કંધ જ ગ્રહણ કરવામાં આવેલ છે. (૩) પરમાણુ, ત્રણ પ્રદેશી, પાંચ પ્રદેશ, સાત પ્રદેશી આદિમાં અર્ધા વિભાગ થતો નથી. પરંતુ આમાં મધ્ય હોય છે. બે પ્રદેશી, ચાર પ્રદેશી આદિના અર્ધા વિભાગ થાય છે. પરંતુ તેમાં મધ્ય હોતો નથી. સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશોમાં સમધ્ય અને સાર્ધ બન્ને પ્રકારના સ્કંધ હોય છે. (૪) પુદ્ગલ સ્પર્શના - એક પરમાણુ બીજા પરમાણુને એ રીતે અનંત પ્રદેશને પણ સ્પર્શ કરી શકે છે. એજ પ્રકારે ક્રિપ્રદેશી આદિ પણ બધા પુગલોને સ્પર્શ કરી શકે છે. પરમાણુ–સર્વ જ હોય છે. દ્વિ પ્રદેશ–દેશ અને સર્વ હોય છે, અનેક દેશ નથી હોતા. ત્રણ પ્રદેશી આદિ દેશ, સર્વ અને અનેક દેશ ત્રણે હોય છે. (૫) પરમાણુની કાયસ્થિતિ–જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અસંખ્યકાલ. અંતર– જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અસંખ્યકાલનું હોય છે. દ્રિ પ્રદેશી આદિની કાય- સ્થિતિ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અસંખ્યકાલ. અંતર– જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અનંતકાલ. (૬) એક પ્રદેશાવગાઢ(એક આકાશ પ્રદેશ પર રહેનારા પુગલ) સ્વસ્થાન પર સકંપમાનની કાયસ્થિતિ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગ. અકંપમાન(સ્થિર)ની કાયસ્થિતિ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અસંખ્ય કાલ.
એક પ્રદેશાવગાઢની સમાન જ અસંખ્ય પ્રદેશાવગાઢ સુધી છે. જે સકંપની કાયસ્થિતિ છે, તે જ અકંપનું અંતર છે અને જે અકંપની કાયસ્થિતિ છે, તે જ સકંપનું અંતર છે. (૭) એક ગુણ કાળા વર્ણથી અનંતગુણ કાળા વર્ણ સુધીની કાયસ્થિતિ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અસંખ્યકાલ. એ જ રીતે વર્ણાદિ ૨૦ બોલ સમજવા. કાયસ્થિતિની સમાન જ એનું અંતર છે. (૮) સૂક્ષમ પરિણત પુદ્ગલ અને બાદર પરિણત પુદ્ગલની કાયસ્થિતિ અને અંતર જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અસંખ્યકાલ છે. (૯) શબ્દ પરિણત યુગલની કાયસ્થિતિ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્યાતમો ભાગ. અશબ્દ પરિણતની જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અસંખ્યકાલ. એકની કાયસ્થિતિ જ બીજાનું અંતર છે. (૧૧) ચોવીશ દંડકોના પરિગ્રહ: