________________
jainology II
133
આગમનસાર નારકીનો પરિગ્રહ– શરીર, કર્મ અને સચિત્ત, અચિત્ત મિશ્ર દ્રવ્ય. દેવોનો પરિગ્રહ– શરીર, કર્મ, ભવન, દેવ, દેવી, મનુષ્ય મનુષ્યાણી, તિર્યચ, તિર્યંચાણી, આસન, શયન, ભંડોપકરણ અને અન્ય સચિત્ત, અચિત અને મિશ્ર દ્રવ્ય. એકેન્દ્રિયનો પરિગ્રહશરીર, કર્મ અને સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્ય. વિકલેન્દ્રિયનો પરિગ્રહ– શરીર, કર્મ, સચિત્ત, અચિત્ત, મિશ્ર દ્રવ્ય અને બાહ્ય ભંડોપકરણ, સ્થાન આદિ. તિર્યંચ પંચેન્દ્રિયનો પરિગ્રહ– પાણીના સ્થાન, તળાવ, નદી આદિ સ્થળ સંબંધી સ્થાન, પ્રામાદિ, પર્વત, આદિ, વન, ઉપવન આદિ, ઘર-મકાન, દુકાન આદિ, ખાડા, ખાઈ, કોટ આદિ, ત્રણ રસ્તા, ચારરસ્તા આદિ, વાહન, વર્તન આદિ, દેવ, દેવી, મનુષ્ય, મુષ્યાણી, તિર્યંચ, તિર્યંચાણી, આસન, શયન ભંડોપકરણ, શરીર, કર્મ, અચિત્ત, સચિત્ત મિશ્ર દ્રવ્ય. તિર્યંચના સમાન જ મનુષ્યોનો પરિગ્રહ છે. પરન્તુ ધન, સંપતિ, સુવર્ણ ચાંદી આદિ ખાદ્ય સામગ્રી, વ્યાપાર, કારખાના આદિ સર્વે વિશેષ અને સ્પષ્ટ રૂપથી છે.
ચોવીશ દંડકના જીવ છ કાયના આરંભથી યુક્ત છે. કોઈ અવ્રતની અપેક્ષાએ છે. કોઈ સાક્ષાત્ છ કાયની હિંસા કરવાની અપેક્ષાએ આરંભી કહેવાય છે. (૧૨) કેટલાક(સમ્યગ્દષ્ટિ) છઘ0 હેતુ(અનુમાન,ઉપમા આદિ પ્રમાણ)ને અને હેતુ દ્વારા પદાર્થોને સમજે છે અને કેટલાક(મિથ્યાદષ્ટિ) છાસ્થ હેતુને અને હેતુ દ્વારા પદાર્થોને સમજતા નથી.
કેવલી અહેતુ રૂપ(અનુમાન,ઉપમા,પ્રમાણ વગર) કેવલજ્ઞાનને અને કેવલજ્ઞાન દ્વારા પદાર્થોને જાણે છે. અનુમાન આદિ હેતુની તેમને આવશ્યકતા હોતી નથી.
ઉદ્દેશક: ૮ (૧) સપ્રદેશ–અપ્રદેશ - દ્રવ્યની અપેક્ષાએ પરમાણુ અપ્રદેશ છે, શેષ રસપ્રદેશ છે. ક્ષેત્રની અપેક્ષાએ એક પ્રદેશાવગાઢ પુદ્ગલ અપ્રદેશ છે. કાલની અપેક્ષાએ એક સમયની સ્થિતિના પુદ્ગલ અપ્રદેશ છે. શેષ સપ્રદેશ છે. ભાવની અપેક્ષાએ એક ગુણ કાળા થાવત્ એક ગુણ રુક્ષ અપ્રદેશ છે, શેષ સપ્રદેશ છે.
આ નિર્ગથીપુત અણગારે નારદપુત અણગારને પ્રશ્ન પૂછી સમજાવ્યું હતું. (૨) વર્ધમાન હાયમાન - ચોવીશ દંડકના જીવ ઘટે છે, વધે પણ છે અને અવસ્થિત પણ રહે છે. સિદ્ધ વધે છે અને અવસ્થિત રહે છે. સમુચ્ચય જીવ અવસ્થિત જ રહે છે.
ચોવીશ દંડકમાં વર્ધમાન અને હાયમાનની સ્થિતિ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્યાતમો ભાગ. સિદ્ધોમાં વર્ધમાન જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ આઠ સમય.
અવસ્થાને કાલ સમુચ્ચય જીવમાં સર્વદ્ધા(સર્વકાલ). સિદ્ધોમાં જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ છ મહીના. શેષ બધામાં પોતાના વિરહકાલથી બમણીકાલ છે. વિરહકાલ પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા પદમાં બતાવેલ છે.
એકેન્દ્રિયમાં વર્ધમાન હાયમાન અને અવસ્થિત ત્રણે કાલ ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્યાતમો ભાગ છે. (૩) સોવીય-સાવચય:- તેના ચાર વિકલ્પ છે– ૧. સોવીય ૨. સાવચય ૩. સોવીય સાવચય ૪. નિરવચય-નિરવચય.
૧. સોવચય - ફક્ત આવે, જન્મે, ૨. સાવચય – ફક્ત જાય, મરે. ૩. સોવીય સાવચય – આવે પણ, જાય પણ – જન્મે પણ, મરે પણ. ૪. નિરુવીય નિરવચય – ન આવે, ન જાય – ન જન્મે, ન મરે.
ઉદ્દેશક: ૯ (૧) રાજગૃહ નામના નગરમાં રહેલ બધા જીવ અજીવ અથવા બધા સચિત્ત અચિત્ત મિશ્ર દ્રવ્ય મળીને રાજગૃહનગર કહેવાય છે. (૨) શુભ પુદ્ગલોથી અને શુભ મુગલોનાં પરિણમનથી દિવસમાં પ્રકાશ થાય છે અને અશુભ મુગલોનાં પરિણમનથી રાત્રિમાં અંધકાર થાય છે. (૩) નારકી એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિયને અશુભ પુગલ પરિણમનનો સંયોગ હોવાથી અંધકાર થાય છે. ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય, મનુષ્યનાં બન્ને પ્રકારનાં પુગલ પરિણમન સંયોગ હોવાથી અંધકાર પ્રકાશ બને હોય છે. દેવોને શુભ પુગલ પરિણમન સંયોગ હોવાથી કેવલ પ્રકાશ જ હોય છે. (૪) સમય આવલિકા મુહર્ત આદિનું જ્ઞાન મનુષ્યને જ હોય છે. મનુષ્યક્ષેત્રમાં જ કાલ જ્ઞાન છે. શેષ બધા દંડકોમાં કાલ વર્તન છે. પરન્ત કાલ માપનું જ્ઞાન નથી. દેવોને પણ મુહૂર્ત, દિવસ, મહિના, વર્ષ આદિ વ્યતીત થવાનું જ્ઞાન નથી. કાલ વ્યતીત અવશ્ય થાય છે. તિર્યંચોને રાત-દિવસની જાણકારી તો હોય છે. પરન્તુ મુહૂર્ત, સમય,મહીના, વર્ષ ઉત્સર્પિણી અવસર્પિણી આદિના હિસાબનું જ્ઞાન તેમને પણ હોતું નથી. (૫) તીર્થંકર પરીક્ષા – એકવાર પાર્શ્વનાથ ભગવાનના શાસનના સ્થવિર શ્રમણ, ભગવાન મહાવીર સ્વામી પાસે આવી યથાસ્થાને ઉભા રહી ભગવાનને પૂછવા લાગ્યા કે ભંતે! આ અસંખ્ય લોકમાં અનંત રાત-દિવસ વ્યતીત થયા અને વ્યતીત થશે?
ભગવાને તે આર્યો! સંબોધનપૂર્વક પાર્શ્વનાથ ભગવાનનો નિર્દેશ કરતાં લોક સંસ્થાનનું વર્ણન કર્યું. તેમાં અનંત જીવ અને અજીવ રહેલ છે. અસંખ્ય પ્રદેશાત્મક લોક હોવાથી અપેક્ષાએ લોકન અસંખ્ય વિશેષણ છે. અનંત જીવ અજીવ દ્રવ્યો પર કાળ વર્તે છે. જેથી ત્રણે કાળમાં અનંત રાત-દિવસ વ્યતીત થતાં કહેવાય છે. આ કારણે અસંખ્ય લોકમાં અનંત રાત્રિઓ વ્યતીત થઈ કહેવાય છે. જીવો અને અજીવોથી આ લોક ઓળખાય છે. એટલા માટે લોક એવું નામ છે. અલોકમાં જીવ અજીવ હોતા નથી. તેથી તે અલોક કહેવાય છે.
જુદી રીતે પૂછાયેલા પ્રશ્નનો સીધો અને સરલ ઉત્તર પામીને સ્થવિરોએ ભગવાનને સર્વજ્ઞ સર્વદર્શી તીર્થકર રૂપે ઓળખીને સ્વીકાર કર્યા. વંદન- નમસ્કાર કરી ક્ષમા માંગીને શિષ્યત્વ સ્વીકાર્યું. ચતુર્યામ ધર્મથી પંચ મહાવ્રત ધર્મ અંગીકાર કર્યો અને ચોવીસમા ભગવાનનાં શાસનમાં વિચરવા લાગ્યા. તેમાંથી કેટલાક સ્થવિર શ્રમણો તે જ ભવમાં મોક્ષગામી થયા અને કેટલાક દેવલોકમાં ગયા.