________________
jainology II
137
આગમસાર (૬) શ્રમણ નિર્ચન્થને દાન દેવાથી તેમના સંયમમાં સમાધિ થાય છે અને સમાધિ- કારકને પણ તે સમાધિની પ્રાપ્તિ થાય છે. તેઓ પોતાના જીવનના આધારરૂપ પદાર્થનો ત્યાગ કરે છે, દુષ્કર કાર્ય કરે છે અને દુર્લભ લાભ પ્રાપ્ત કરે છે. અંતમાં બોધિ પ્રાપ્ત કરી. મુક્ત થઈ જાય છે. (૭) કર્મરહિત જીવની પણ ગતિ થાય છે.(૧)નિસંગતાથી, (૨)બંધન છેદનથી, (૩) નિરંધણથી, (૪) પૂર્વપ્રયોગથી. દષ્ટાંત ક્રમથી– (૧) સલેપ તુંબા અને પાણી સંયોગ, (૨) અનેક પ્રકારની ફળીઓ, (૩) ધુમાડાની ઊંચી ગતિ, (૪) ધનુષથી છૂટેલ બાણની. ગતિ. (૮) સકર્મક જીવ જ કર્મોનો સ્પર્શ, ગ્રહણ, ઉદીરણા, ઉદય નિર્જરા કરે છે. અકર્મક જીવને આ કાંઈ પણ હોતું નથી. (૯) ઉપયોગ વિના ગમનાગમન, ગ્રહણ-નિક્ષેપ આદિ ક્રિયા કરનારા શ્રમણ સાંપરાયિક ક્રિયાથી સ્પષ્ટ હોય છે. કેમકે તેને કષાયનો અભાવ નથી અને તે જિનાજ્ઞાનુસાર પણ કરતા નથી. (૧૦) એષણીય આહાર પ્રાપ્ત કરી તેમાં જે અણગાર આસક્તિ ભાવ રાખીને ખાય છે, તો તે "ઈગાલ" દોષ છે; તે આહારની. હીલના નિંદા કરે અથવા મહાન અપ્રીતિ કરે , ક્રોધથી ક્લાંત થાય તો "ધૂમ" દોષ છે; સ્વાદ વૃદ્ધિના ઉદ્દેશથી કોઈ પણ પદાર્થનું મિશ્રણ કરે તો "સંજોયણા" દોષ છે; એવું ન કરે તો નિર્દોષ આહાર કહેવાય છે. (૧૧) પ્રથમ પ્રહરમાં ગ્રહણ કરેલ આહારાદિ ચોથા પ્રહરમાં કરવા કાલાતિકાંત દોષ છે. બે ગાઉ(કોશ) ઉપરાંત લઈ જઈને આહારાદિ કરવા માર્ગીતિક્રાંત દોષ છે. રાત્રિમાં ગ્રહણ કરીને દિવસના આહાર કરે અથવા દિવસના ગ્રહણ કરી રાત્રિએ આહાર કરે તો ક્ષેત્રાતિકાંત દોષ છે. મર્યાદાથી (૩ર કવલથી) અધિક આહાર કરે તો પ્રમાણાતિક્રાંત દોષ છે. (૧૨) સાવધ પ્રવૃત્તિઓનો પૂર્ણ ત્યાગી, સંસ્કાર શૃંગારથી રહિત, શ્રમણ નિર્ચન્થ અચિત અને ત્રસ જીવ રહિત, ૪ર દોષ રહિત આહાર કરે. પોતે આરંભ કરે-કરાવે નહિ. સંકલ્પ કરે નહિ. નિમંત્રિત. ખરીદેલ. ઉદિષ્ટ આહાર ગ્રહણ ન કરે, નવકોટિ શદ્ધ આહાર સંયમ યાત્રાના નિર્વાહના માટે કરે, સુડ–સુડ, ચવ–ચવ અવાજ ન કરતાં, નીચે ન વેરતાં, અલ્પમાત્રામાં પણ સ્વાદ ન લેતા આહાર કરે, માંડલાના પાંચ દોષ ન લગાડે, જલ્દી-જલ્દી અથવા અત્યંત ધીરે—ધીરે આહાર ન કરે, વિવેકયુક્ત સમપરિણામોથી આહાર કરે તો તે નિર્વદ્ય આહાર કર્યો કહેવાય છે.
ઉદેશક: ૨ (૧) જેણે જીવ–અજીવ, ત્રસ–સ્થાવર પ્રાણીઓને સરખી રીતે જાણી લીધા છે, તેના પચ્ચખાણ સુપચ્ચખાણ છે અને પોતાને પ્રત્યાખ્યાની કહેવું પણ તેનું સત્ય હોય છે. તે જ પંડિત અને સંવૃત હોય છે. (૨) પાંચ મહાવ્રત, પાંચ અણુવ્રત, રાત્રિ ભોજન ત્યાગ આ મૂળ ગુણ પચ્ચખાણ છે. અન્ય તપ અભિગ્રહ નિયમ આદિ અને સ્વાધ્યાયાદિ, શ્રાવકના દિશિવ્રત આદિ, મારણાંતિક સંલેખના, આ બધાં ઉત્તરગુણ પચ્ચખાણ છે. (૩) દસ પચ્ચખાણ :- (૧) સકારણ સમયથી પહેલાં કરવા (૨)સમય વીત્યા બાદ કરવા (૩) નિરંતર કરવા (૪) નિયત સમયે કરવા (૫) સમયે આગારનો ઉપયોગ કરવો (૬) આગાર સેવન ન કરવું (૭) દત્તી પરિમાણ કરવું (૮) સંપૂર્ણ આહાર ત્યાગ કરવો (૯) સંકેત– ગંઠી, મુઠ્ઠી આદિ પચ્ચખાણ કરવા (૧૦) પોરસી આદિ અદ્ધા(કાલમર્યાદાવાળા) પચ્ચખાણ કરવા
૨૨ દંડકના જીવ અપચ્ચકખાણી હોય છે. તિર્યંચ પંચેન્દ્રિય દેશ પ્રત્યાખ્યાની હોય છે. મનુષ્ય સર્વ પ્રત્યાખ્યાની અને દેશપ્રત્યાખ્યાની બન્ને હોઈ શકે છે. એમાં પણ મૂલ ગુણ પ્રત્યાખ્યાની અલ્પ હોય છે અને ઉત્તરગુણ પ્રત્યાખ્યાની અધિક હોય છે. (૪) જીવ દ્રવ્યથી શાશ્વત છે. ભાવથી(પર્યાયથી) અશાશ્વત છે.
ઉદ્દેશક: ૩–૫ (૧) વર્ષાઋતુમાં વનસ્પતિજીવ બહુ આહારી હોય છે. શિયાળા અને ઉનાળામાં (શીત-ગ્રીષ્મઋતુમાં) ક્રમશઃ અલ્પાહારી હોય છે. ગરમીમાં કેટલીક વનસ્પતિઓ નવ પલ્લવિત થાય છે અને ફૂલે-ફળે છે. તે સમયે ત્યાં ઉષ્ણયોનિક જીવ અધિક ઉત્પન્ન થાય છે. (૨) મૂળ કંદ તેમજ બીજ આદિમાં મૂલનો, કંદનો તેમજ બીજનો જીવ રહે છે. છતાં પણ મૂળનો જીવ પૃથ્વીથી સંલગ્ન હોય છે. કંદનો જીવ મૂળથી સંલગ્ન હોય છે અને ક્રમશઃ બીજનો જીવ ફળના જીવથી પ્રતિબદ્ધ હોય છે. તેથી આહાર ગ્રહણ પરંપરાથી થતો રહે છે. (૩) વેદન કર્મનું થાય છે. નિર્જરા અકર્મની થાય છે, કેમ કે વેદન પછી કર્મ સ્થિતિ સમાપ્ત થઈ જાય છે. એટલા માટે તેને અકર્મ કહેવાય છે. વેદનનો સમય પહેલા હોય છે તે(પછી) અનંતર સમયમાં નિર્જરા થાય છે. (૪) ચારે ગતિ શાશ્વત છે. એક જીવની અપેક્ષાએ અથવા પર્યાયની અપેક્ષાએ અશાશ્વત છે. બધા જીવોની અપેક્ષાએ અને દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત છે. (૫) જીવાભિગમસૂત્રની ત્રીજી પ્રતિપત્તિના બીજા તિર્યંચ ઉદ્દેશકની અહીં ભલામણ છે અને પ્રજ્ઞાપનાનાં સંયતપદની ભલામણ છે.
ઉદ્દેશક: ૬ (૧) જીવ આ ભવમાં રહેતા પરભવનું આયુષ્ય નથી વેદતો. પરભવમાં જતાં માર્ગમાં પરભવનું આયુષ્ય વેદે છે. નરકમાં જનારા જીવને અહીં મહાવેદના હોઈ શકે છે અને અલ્પ વેદના પણ હોઈ શકે છે; માર્ગમાં પણ બન્ને હોઈ શકે છે. નરકમાં પહોંચ્યા પછી મહાન અશાતા વેદનાવાળા હોય છે. ક્યારેક સુખરૂપ વેદનાવાળા હોય છે.
દેવલોકમાં જનારા ત્યાં પહોંચ્યા પછી એકાંત સુખરૂપ વેદનાવાળા હોય છે. ક્યારેક દુઃખરૂપ વેદનાવાળા હોય છે.
તિર્યંચ, મનુષ્યમાં જનારાને ત્યાં પહોંચી વિમાત્રાથી સુખ-દુઃખરૂપ વેદના હોય છે. (૨) જીવોને જાણતાં આયુષ્ય કર્મનો બંધ થતો નથી. અર્થાત્ મારું આયુષ્યકર્મ બંધાઈ ગયું અથવા બંધાઈ રહ્યું છે, એવી જાણ થતી. નથી. (૩) હિંસા, અસત્ય આદિ પાપોનું સેવન કરવાથી જીવ દુઃખરૂપ કર્મનો બંધ કરે છે. હિંસા આદિનો ત્યાગ કરવાથી સુખરૂપ કર્મોનો બંધ થાય છે.