________________
124
આગમચાર– ઉતરાર્ધ (૧૧) શ્રમણના ગુણોનું વર્ણન અન્ય સૂત્રોમાં કરવામાં આવેલ છે. તે માટે જુઓ ઔપપાતિક સૂત્ર, ભગવાનના શ્રમણો પણ (કુત્રિકાપણ)-દેવાધિષ્ઠિત દુકાનના સમાન ગુણોના ભંડાર જેવા હોય છે. (૧૨) ભગવાનના અથવા શ્રમણોના દર્શન કરવા માટે શ્રાવકો પગે પણ જતા હતા અને વાહનથી પણ જતા હતા. સ્નાન આદિ નિત્ય ક્રિયા કરીને પણ જતા અને વિના કર્યો પણ જતા હતા. એકલા પણ જતાં અને સમૂહમાં એકત્રિત થઈને પણ જતા હતા. અહીના વર્ણનમાં તંગિયાપુરીના શ્રાવકો પગે ચાલીને ગયા હતા. સ્નાનવિધિ ક્રિયા પૂર્ણ કરીને સમૂહ સાથે ગયા હતા. સ્નાનક્રિયા પૂર્ણ વિધિના સાક્ષપ્ત પાઠન માટે ભલામણ આપતા સૂત્રમાં "કૃતવલિકમાં" શબ્દનો પ્રયોગ કરેલ છે.જેનો અર્થ છે- ''બીજી પણ સ્નાન સંબંધી. બધી કરવા યોગ્ય વિધિઓ પૂર્ણ કરી." (૧૩) મુનિ દર્શનના પ્રસંગ સાથે પાંચ અભિગમ(આવશ્યક વિધિ) નું પાલન કરવું શ્રાવકોનું પ્રમુખ કર્તવ્ય હોય છે. તંગિયાપુરીનાં શ્રાવકોએ તેને બરાબર પાલન કર્યું. મુનિદર્શન સમયે અચિત પગરખા શસ્ત્ર આદિનો ત્યાગ કરવો આવશ્યક છે. (૧૪) સંયમનું ફળ અનાશ્રવ છે અને તપનું ફળ પૂર્વસંચિત કર્મક્ષય છે. (૧૫) બાકીનાં (અવશેષ રહેલાં) કર્મોનાં કારણે જ જીવ પૂર્વ તપથી અને સરાગ સંયમથી દેવલોકમાં જાય છે. કર્મ અવશેષ ન રહે તો તપ સંયમથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. (૧૬) ગૌતમ સ્વામીએ પારણા માટે જવાના સમયે મુખવસ્ત્રિકાનું પડિલેહણ કર્યું. અનેક પાત્રોનું, વસ્ત્રોનું પડિલેહણ–પ્રમાર્જન કરી ભગવાનની આજ્ઞા લઈને ગોચરી ગયા. આહાર-પાણી આદિ સંપૂર્ણ સામગ્રી એક જ વાર પોતાને માટે લઈ આવ્યા. ભગવાનને બતાવી યોગ્ય સ્થાને બેસી પારણું કર્યું. (૧૭) પર્યાપાસનાનું ફળઃ શ્રમણોની સેવામાં પહોંચી વંદન નમસ્કાર કરી થોડો સમય બેસવાથી ધર્મશ્રવણનો પ્રથમ લાભ મળે છે. જેનાથી ક્રમશઃ ૨. જ્ઞાન ૩. વિજ્ઞાન ૪. પ્રખ્યાખ્યાન ૫. સંયમ ૬. અનાશ્રવ ૭. ત૫ ૮. નિર્જરા ૯. અક્રિયા ૧૦. સિદ્ધિ,મુક્તિ ફળની પ્રાપ્તિ થાય છે. (૧૮) રાજગૃહ નગરની બહાર વૈભારગિરિ પર્વતની નજીક મહાતપોપતીર પ્રભવ નામનું એક ઝરણું છે. જે ૫૦૦ ધનુષ લાંબુ પહોળું છે. અનેક વૃક્ષ તેની આસપાસ સુશોભિત છે. તેમાં ઉષ્ણ યોનિક જીવ અને પુદ્ગલ આવીને ઉત્પન્ન થતા રહે છે અને નીકળતા રહે છે. તેથી ગરમપાણી વહેતું રહે છે.
ઉદ્દેશક: ૬-૭ (૧) પ્રજ્ઞાપના સૂત્ર પદ ૧૧ માં વર્ણવેલ સંપૂર્ણ ભાષા વર્ણન અહીં જાણવું. (૨) પ્રજ્ઞાપના પદ ૨ માં વર્ણવેલ દેવોનાં સ્થાન સંબંધી વર્ણન અહીં જાણી લેવું અને જીવાભિગમ સૂત્રના ત્રીજી પ્રતિપત્તિના વૈમાનિક ઉદ્દેશકનાં વિમાનો સંબંધી વર્ણન અહીં જાણી લેવું.
ઉદ્દેશકઃ ૮ (૧) ચમરેન્દ્રની સુધર્મા સભા - મેરુ પર્વતથી દક્ષિણમાં અસંખ્ય દ્વીપ સમુદ્ર પછી અરુણોદય સમુદ્ર છે. તેમાં કિનારાથી ૪ર લાખ યોજન અંદર પાણીમાં તિગિચ્છ ફૂટ નામનો ચમરેન્દ્રનો ઉત્પાત પર્વત છે. તેનાથી દક્ષિણ દિશામાં ૬૫૫૩૫૫૦,૦૦૦(છ અબજ,પચાવન કરોડ,પાંત્રીસ લાખ, પચ્ચાસ હજાર) યોજન સમુદ્રમાં ગયા પછી ચમરેન્દ્રની ચમચંચા રાજધાનીમાં જવાનો માર્ગ છે. તે માર્ગથી ૪૦,૦૦૦(ચાલીસ હજાર) યોજના નીચે જવાથી ચમરચંચા રાજધાની આવે છે. તેમાં ચમરેન્દ્રની સુધર્મા સભા છે. (૨) રાજધાની - એક લાખ યોજન લાંબી-પહોળી જંબુદ્વિપ પ્રમાણ રાજધાની છે. ૧૫૦ યોજન ઊંચા, ૫૦ યોજન પહોળા કોટ છે. બે હજાર દ્વાર છે, જે ૨૫૦ યોજન ઊંચા ૧૨૫ યોજન પહોળા છે.
ઉપકારિકા લયન (રાજ ભવન ક્ષેત્ર) ૧૬ હજાર યોજન લાંબો પહોળો છે. તેનું અંદર-બહારનું વર્ણન વિજય દેવની રાજધાનીના સમાન છે. આ સંપૂર્ણ જન્માભિષેક સુધીનું વર્ણન વિજય દેવ(જીવાભિગમ સૂત્ર) અથવા સૂર્યાભદેવની સમાન ઉવવાઈ સૂત્રથી જાણવું. (૩) ઉત્પાત પર્વત – ઊંચાઈ ૧૭૨૧ યોજન, મૂલમાં પહોળાઈ ૧૦૨૨ યોજન, મધ્યમાં ૪૨૪ યોજન, ઉપર ૭૨૩ યોજન છે. પરિક્ષેપ પરિધિ સર્વત્ર ત્રિગુણી સાધિક છે. સર્વરત્નમય આ પર્વત છે. તે પાવર વેદિકા અને વનખંડથી ઘેરાયેલ છે. શિખર ઉપર
જે ૨૫૦ યોજન ઊંચો ૧૨૫ યોજન પહોળો છે. તેમાં ચબુતરા પર સપરિવાર અમરેન્દ્રને બેસવા માટે સિંહાસન અને ભદ્રાસન છે. નીચા લોકથી તિછ લોકમાં આવવા સમયે ચમરેન્દ્ર આદિ આ પર્વત પર વિશ્રાંતિ કરે છે, ભ્રમણ–ચંક્રમણ કરે છે અને વિમાન સંકોચ આદિ કરે છે.
-
ઉદેશક: ૯-૧૦ સમય ક્ષેત્રનું વર્ણન જીવાભિગમ સૂત્રના સમાન છે. (૧) પંચાસ્તિકાય - ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય દ્રવ્યથી એક એક દ્રવ્ય છે, ક્ષેત્રથી લોક પ્રમાણ છે, કાલથી અનાદિ અનંત છે, ભાવથી વર્ણાદિથી રહિત અરૂપી અજીવ છે. આકાશાસ્તિકાય પણ આ પ્રકારે છે. પરંતુ ક્ષેત્રથી લોકાલોક પ્રમાણ છે.
જીવાસ્તિકાય દ્રવ્યથી અનંત દ્રવ્ય છે, શેષ ધર્માસ્તિકાયના સમાન છે પરંતુ અજીવ નથી. પુદ્ગલાસ્તિકાય જીવનાં સમાન છે. પરન્તુ વર્ણાદિ છે, રૂપી અજીવ છે.
પંચાસ્તિકાયના ગુણો આ પ્રમાણે છે – (૧)ધર્માસ્તિકાય- ચલણ સહાય ગુણ (૨) અધર્માસ્તિકાય- સ્થિર સહાય ગુણ (૩) આકાશાસ્તિકાય- અવગાહ (જગ્યા દેવાનું) ગુણ, (૪) જીવાસ્તિકાય- ઉપયોગ ગુણ (૫) પુદ્ગલાસ્તિકાય- ગ્રહણ–ધારણ ગુણ. (૨) સંપૂર્ણ સ્કંધ ધર્માસ્તિકાય આદિ કહેવાય છે. કાંઈ પણ અલ્પ હોય તેને ધર્માસ્તિકાય આદિનો દેશ કહેવાય છે. દ્રવ્યનો નાનામાં નાનો ભાગ પ્રદેશ કહેવાય છે, પુદગલના નાના ભાગને પ્રદેશ(કદાચીત એક આકાશ પ્રદેશ અવગાહીત ભાગ) અને તેમાં એક પરમાણુનો પણ ભંગ બને છે.