________________
આગમસાર- ઉતરાર્ધ
122
ભગવાનને પ્રશ્ન પૂછતાં ગૌતમ સ્વામીએ કહ્યું– પ્રભુ! તે મિત્ર સ્કંધક આપની પાસે દીક્ષા ગ્રહણ કરશે? ભગવાને સ્વીકૃતિરૂપ ઉત્તર આપ્યો. એટલામાં જ સ્કંધક પરિવ્રાજકને સામેથી આવતાં ગૌતમ સ્વામીએ જોયા.
ગૌતમ સ્વામી ઉભા થઈ સામે ગયા અને મધુર વચનોથી સ્વાગત કરીને કહ્યું કે તમે અમુક પ્રસંગ માટે ઉપસ્થિત થયા છો? ત્યાર પછી સ્કંધકની આશ્ચર્ય– મય જિજ્ઞાસાનું સમાધાન કરતાં ગૌતમ સ્વામીએ કહ્યું–મારા ધર્મગુરુ ધર્માચાર્ય જ્ઞાની છે. તેઓશ્રીએ જ આપના મનની વાત મને કહી છે. આ સાંભળી અંધક ભગવાનનાં જ્ઞાન પ્રત્યે શ્રદ્ધાવિત થયા.
તે દિવસોમાં ભગવાન નિત્ય ભોજનચર્યામાં હતા. કાંઈ પણ તપશ્ચર્યા ચાલતી ન હતી. તેથી ભગવાનનું શરીર વિશેષ સુંદર અને સુશોભિત દેખાતું હતું. સ્કંધક, ભગવાનની શરીર સંપદા જોઈને પરમ આનંદ પામ્યા. ભગવાનને તેણે ભક્તિપૂર્વક ત્રણ વાર આવર્તનપૂર્વક વંદન નમસ્કાર કર્યા અને પર્યાપાસના કરવાના હેતુથી ત્યાં બેસી ગયા. પ્રશ્નોનાં સમાધાન :- શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પોતાની રીતે સ્કંધકને સંબોધન કરીને તેના પ્રશ્નો રજૂ કરી સમાધાન આ પ્રકારે કર્યું.
દ્રવ્યથી અને ક્ષેત્રથી લોક સાંત છે. કાલ અને ભાવથી અનંત છે. એ પ્રકારે જીવ પણ દ્રવ્ય અને ક્ષેત્રથી સાંત છે; કાલ અને ભાવથી અનંત છે. એ જ પ્રકારે સિદ્ધ અને સિદ્ધિનું સમજવું અર્થાત્ દ્રવ્યથી એની સંખ્યા છે, ક્ષેત્રથી અવગાહના ક્ષેત્ર સીમિત છે, કાલથી આ ચારે શાશ્વત છે અને ભાવથી એના ગુણો આદિ પણ શાશ્વત છે. તેથી ઉત્તર અનેકાંતિક વચનમય આ પ્રકારે થાય છે કે, " આ સાંત પણ છે અને અનંત પણ છે." બાલમરણથી મરતા જીવો સંસારવૃદ્ધિ કરે છે અને પંડિતમરણથી મરતા જીવો સંસાર ઘટાડે છે. અંધક પરિવ્રાજક થી અંધક અણગાર :- અંધક પ્રભાવિત તો પહેલેથી જ હતા.અંધકે ભગવાનને ધર્મ સંભડાવવા વિનંતી કરી, ભગવાને અંધકને અને ત્યાં ઉપસ્થિત મોટી સભાને ધર્મ કહયો.તીર્થકર ભગવાન દ્વારા સાક્ષાત સમાધાન સાંભળીને તેમના હૃદયનું પરિવર્તન થઈ ગયું અને તેમણે ભગવાનની પાસે શ્રમણ દીક્ષા સ્વીકારી, ભગવાને સ્વયંજ તેમને પ્રવજિત કર્યા અને તેમને સંયમ વિધિ શીખવાડી. સ્કંધક તપ, સંયમથી આત્માને ભાવિત કરવા લાગ્યા. સ્કંધક અણગારે અગિયાર અંગોનું અધ્યયન કર્યું. ત્યારબાદ તેમણે આજ્ઞાપૂર્વક ભિક્ષુની બાર પડિમાની આરાધના કરી; તેમણે ગુણરત્ન સંવત્સર તપવિધિને પૂર્ણ કરી અને અન્ય વિવિધ માસખમણપર્યન્તની તપસ્યાઓની આરાધના કરી; બાર વર્ષનાં સંયમ પર્યાયમાં શરીરને સૂકવીને હાડપિંજર બનાવી નાંખ્યું; જ્યારે શરીરથી પ્રત્યેક કાર્ય કરવામાં તકલીફ થવા લાગી ત્યારે ધર્મ- જાગરણ કરતાં સંલેખના-સંથારો સ્વીકારવાનો નિર્ણય કર્યો અને ભગવાનની આજ્ઞા લઈ, સંથારો ગ્રહણ કરતાં પૂર્વે જીંદકે પાંચ મહાવ્રતોને ફરીને સ્વયં ઉચ્ચારણ કરીને ગ્રહણ કર્યા.સશક્ત શ્રમણોની સહાયતાથી ધીમે-ધીમે વિપુલ પર્વત પર જઈને આજીવન અનશન ગ્રહણ કર્યું. એક માસ સુધી તેમનો પાટોપગમન સંથારો ચાલ્યો. આયુષ્ય પૂર્ણ થતાં દિવંગત થયા. [નોંધઃ સાધુ કે શ્રાવકે સંથાશે ગ્રહણ કરતાં પૂર્વે પોતાના મહાવ્રતો કે અણુવ્રતોને સ્મૃતિ તથા શુધ્ધિને માટે પુનઃ ગ્રહણ કરવા જોઈએ એવી ધારણા આ પરથી કરી શકાય છે.]
સેવામાં રહેલા સશક્ત શ્રમણોએ તેમના પરિનિર્વાણનો કાયોત્સર્ગ કરી તેમના શરીરને ત્યાં જ વોસિરાવી અવશેષ ઉપકરણોને લઈ, ભગવાનની સેવામાં પહોંચી, વંદન નમસ્કાર કરી, સ્કંધક અણગારના સફળ સંથારાના અને કાળધર્મના સમાચાર આપી, તેમના બાકીના ઉપકરણ સમર્પિત કર્યા. સ્કંધકની ગતિઃ– ગૌતમસ્વામીએ પ્રશ્ન પૂછતાં ભગવાને જણાવ્યું કે મારા અંતેવાસી ગુણ સંપન સ્કંધક અણગાર સંયમની આરાધના કરીને બારમાં દેવલોકમાં ગયા છે. ત્યાંથી બાવીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી મહા– વિદેહક્ષેત્રમાં જન્મ લઈને યથા સમય સંયમ ગ્રહણ કરી સંપૂર્ણ કર્મોનો ક્ષય કરશે અને અંતે સિદ્ધ, બુદ્ધ, મુક્ત થશે.
બાલમરણ, પંડિત મરણ, ભિક્ષુ પડિમા, ગુણ રત્ન સંવત્સર તપ આદિનું વર્ણન જુદા જુદા શાસ્ત્રોમાં છે. ટિપ્પણ: અંધક સન્યાસીને પ્રશ્ન પૂછનાર "પિંગલ" શ્રાવક હતા કે શ્રમણ ? આ પ્રશ્ન ઉભો થાય છે. કેમ કે સૂત્રમાં નિર્ગસ્થ અને શ્રાવક બને શબ્દ ઉપલબ્ધ છે. સૂત્રમાં પિંગલ માટે ” પરિવસઈ" ક્રિયાનો પ્રયોગ કરેલ છે, જે શ્રમણોપાસક ગૃહસ્થ અને પરિવ્રાજકો માટે પ્રયોગ કરવામાં આવે છે. નિર્ગસ્થ શ્રમણ માટે એવી ક્રિયાનો પ્રયોગ યોગ્ય ગણાતો નથી. શ્રમણ માટે ગામોગામ દુઈજજમાણે. સમોસ અથવા થેરણ થેર ભૂમિ પરાણે, એવો પ્રયોગ થાય છે. તેથી અહીં નિયંઠે શબ્દ સંદેહાસ્પદ છે, કયારેક ગયો હશે, નિર્ગસ્થ શબ્દનો અસ્વીકાર કરવાથી કોઈ પ્રશ્ન
. તવંત કેવલી ગચં?
ઉદ્દેશક: ૨-૪ (૧) સમુદ્યાત સંબંધી વર્ણન પ્રજ્ઞાપના પદ ૩૬માં છે તે વર્ણન અહીં લગભગ સંપૂર્ણ સમજી લેવું. (૨) નરક પૃથ્વી પિંડ આદિ વર્ણન માટે જીવાભિગમ સૂત્ર ત્રીજી પ્રતિપત્તિનો પ્રથમ ઉદ્દેશક સંપૂર્ણ અહીં સમજી લેવો. (૩) ઇન્દ્રિયો સંબંધી વર્ણન માટે પ્રજ્ઞાપના પદ ૧૫નો પ્રથમ ઉદ્દેશક અહીં સંપૂર્ણ સમજી લેવો.
ઉદ્દેશક: ૫ (૧) દેવ ગતિમાં દેવોની પરિચારણા વિવિધ પ્રકારની હોય છે. સ્વાભાવિક રૂપથી પોતાની દેવીઓની સાથે પરિચારણા કરે છે. વિશેષ રૂપમાં પોતાની દેવીઓ દ્વારા વૈક્રિય કૃત હજારો દેવીઓની સાથે પરિચારણા કરે છે.
કયારેક વિકૃત બુદ્ધિવાળા દેવ અન્ય દેવોની દેવીઓ સાથે પણ પરિચારણા કરે છે અને નિદાન કૃત કોઈ દેવ સ્વયં જ દેવીઓની વિકુર્વણા કરીને તે રૂપોની સાથે પરિચારણા કરે છે.
આ બધા પ્રકારની પરિચારણા કરનારા દેવ કેવળ એક જ પુરુષવેદનું વેદન કરે છે. એક સમયમાં એક જીવને બે વેદનો ઉદય એક સાથે થતો નથી. તેથી સ્વયં દેવી રૂપ બનવું વિડંબના સંયોગ માત્ર હોય છે. તે દેવ પરિચારણા કરવામાં એક પુરુષ વેદનો જ અનુભવ કરે છે. સ્ત્રીવેદનો અનુભવ કરતા નથી. કેમ કે તે દેવ પુરુષ વેદની ઉપશાંતિને માટે જ દેવીનું રૂપ બનાવે છે.