________________
jainology II
121
આગમસાર
છઘસ્થને નથી. પરંતુ સિદ્ધાન્ત રૂપ કહી શકાય છે. ઉક્ત પ્રાસંગિક સૂત્રમાં પણ કર્મબંધ સંબંધીનું કથન સિદ્ધાંત રૂપમાં જ કરવામાં આવેલ છે. જે સાધુ પ્રમાદવશ કે લાપરવાહી વશ સંયમના શિથિલ માનસથી આવી પ્રવૃત્તિ કરે છે, તેની આલોચના પ્રાયશ્ચિત કરતો નથી. તેનો ખેદ અનુભવ કરતો નથી, તે એવા પરિણામો વાળા પ્રસ્તુત સૂત્રોક્ત બંધ કરે છે અને સંસારભ્રમણની વૃદ્ધિ કરે છે. (૮) પ્રાસુક એષણીય અને શાસ્ત્રોક્ત સર્વ પ્રકારના દોષોથી રહિત પૂર્ણ શુદ્ધ આહારાદિ ગ્રહણ કરનાર, ભોગવનાર, શ્રમણ, ઉપરોકત કર્મોનો બંધ કરતો નથી, પરંતુ વિશેષ રૂપથી કર્મ ક્ષય કરે છે અને શીધ્ર જ સંસાર ભ્રમણને ઘટાડી સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે છે.
એનું કારણ એ છે કે શુદ્ધ ગવેષણા કરનારા અણગાર આત્મ સાક્ષીથી સંયમ ધર્મનું અતિક્રમણ કરતા નથી. છ કાયના જીવોની પણ પૂર્ણ રૂપથી રક્ષા કરે છે. તે જીવોની પૂર્ણ દયા પાળે છે. પરંતુ આધાકર્મી સેવન કરનારા તો તે જીવોની રક્ષા અથવા અનુકંપા તરફ ઉપેક્ષા સેવે છે. (૯) અસ્થિર સ્વભાવવાળા આત્મા જ આ પ્રકારે સંયમભાવથી અસંયમ– ભાવમાં બદલાય છે. અર્થાતુ ગવેષણાથી અગવેષણા ભાવમાં બદલાઈ જાય છે. અસ્થિર બનેલ આત્મા જ વ્રતોનો ભંગ કરે છે; સંયમ મર્યાદાનો ભંગ કરે છે. તેથી મોક્ષાર્થી સાધકે પોતાના આત્માને સ્થિર પરિણામી બનાવવો જોઈએ. કેમ કે બાલ અને પંડિત થનારા જીવ તો શાશ્વત હોય છે. પરંતુ બાલત્વ અને પંડિતત્વ એ અશાશ્વત છે. અર્થાત્ સ્થિર પરિણામોથી પંડિતપણું સ્થિર રહી શકે છે અને અસ્થિર પરિણામોથી તે બાલત્વમાં પરિવર્તિત થઈ શકે છે. તેથી, આત્મસાધકે સંયમના નિયમોનું સ્થિર પરિણામી થઈને પાલન કરવું જોઇએ. આધાકર્મી આદિ દોષોનું સેવન ન કરવું જોઇએ. ત્યારે જ તેનું પંડિતત્વ કાયમ રહી શકે છે.
ઉદ્દેશક: ૧૦ (૧) ચાલતું હોય તેને ચાલ્યું કહેવું. (૨) બે પરમાણુમાં સ્નિગ્ધતા હોય છે, બંધ પણ હોય છે. (૩) દોઢ પરમાણુ કયારેય હોતા નથી. (૪) કોઈ પણ દુઃખ શાશ્વત નથી, કોઈ પણ સ્કંધના દુઃખ, સુખના સ્વભાવ પરિવર્તિત થતા રહે છે. (૫)બોલવા સમયે જ ભાષા ભાષરૂપ કહેવાય છે. (૬) ક્રિયા કરવા સમયે લાગે છે. કર્યા વિના લાગતી નથી. (૭) કરેલા કર્મનો ફળ સ્પર્શ કરીને જીવ વેદના વેદ છે. (૮) સાંપરાયિક ક્રિયા જ્યારે જ્યાં સુધી લાગે છે, ત્યાં સુધી ઈર્યાપથિકી ક્રિયા લાગતી નથી. દસ ગુણસ્થાન સુધી સાંપરાયિક ક્રિયા છે. આગળ ૧૧-૧૨-૧૩ માં ગુણ સ્થાનમાં ઈર્યાવહિ ક્રિયા છે. તેથી એકી સાથે બને ક્રિયા લાગતી નથી. (૨) ચોવીસ દંડકનું ઉત્પત્તિ સંબંધી વિરહકાળ પ્રજ્ઞાપના પદ માં કહેવામાં આવેલ છે.
| || શતક ૧/૧૦ સંપૂર્ણ
શતક-૨: ઉદ્દેશક-૧ (૧) જેવી રીતે બેઈન્દ્રિય આદિ શ્વાસોશ્વાસ લે છે. તેવી જ રીતે એકેન્દ્રિય પણ અનંત પ્રદેશી વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાન પુદ્ગલોનો શ્વાસોશ્વાસ લે છે અને છોડે છે.
વાયુકાય પણ શ્વાસોશ્વાસ લે છે. અચિત્ત વાયુ શ્વાસોશ્વાસ વર્ગણા રૂપ અલગ હોય છે. તેનો શ્વાસોશ્વાસ લઈ શકાય છે. વાયુકાય જીવ વાયુકાયરૂપે લાખો ભવ નિરંતર કરી શકે છે. અર્થાત્ અસંખ્ય ભવ નિરંતર થઈ જાય છે. પરભવમાં જવા સમયે તેજસ કાર્પણ શરીર સાથે રહે છે, ઔદારિક કે વૈક્રિય શરીર રહેતા નથી. (૨) અચિત ભોજી બનેલ અણગાર જો ભવ પ્રપંચથી મુક્ત ન થાય તો તે પણ સંસારમાં જન્મ મરણ કરે છે. ત્યાં પ્રાણ ભૂત જીત અથવા સત્ત્વ કાંઈ પણ હોઈ શકે છે, કહી શકાય છે– ૧. પ્રાણ– શ્વાસોશ્વાસ લેવાથી ૨. ભૂત– શાશ્વત હોવાથી ૩. જીવ- આયુષ્ય કર્મથી જીવે છે માટે ૪. સત્ત્વ- અશુભ-શુભ કર્મોની સત્તાથી ૫.(વિષ્ણુ)વિજ્ઞ– રસાદિને જાણવાથી ૬. વેદક– સુખદુઃખ વેદવાથી.
ભવ પ્રપંચને સમાપ્ત કરનારા અણગાર પ્રાણ ભૂત આદિ કહેવાતા નથી. તે સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પારગત, અંતકૃત (પરિનિવૃત) કહેવાય છે અને સર્વ દુઃખોથી રહિત કહેવાય છે. (૩) સ્કંધક અણગાર :- શ્રાવસ્તી નગરીમાં ગર્દભાલ નામના પરિવ્રાજકના શિષ્ય સ્કંધક પરિવ્રાજક રહેતા હતા. જે બ્રાહ્મણ પરિવ્રાજક મતમાં નિષ્ણાત હતા. વેદોમાં પારંગત હતા. તે નગરીમાં શ્રમણ ભગવાન મહાવીરના(શ્રાવક) ભક્ત "પિંગલ નિર્ગસ્થ " પણ રહેતા હતા. (૪) પિંગલ શ્રાવક - એકવાર "પિંગલ" શ્રાવકે સ્કંધકની પાસે જઈ નીચેના પ્રશ્નો પૂછયાપ્રશ્ન- (૧) લોક સાંત છે કે અનંત? (૨) જીવ સાંત છે કે અનંત? (૩) સિદ્ધિ સાંત છે કે અનંત? (૪) સિદ્ધ સાંત છે કે અનંત? (૫) કયા પ્રકારનાં મરણથી મૃત્યુ પામતાં જીવ સંસાર વધારે છે કે ઘટાડે છે?
આ પ્રકારના પ્રશ્નો સાંભળીને સ્કંધક પરિવ્રાજક કોઈ પણ ચોક્કસ જવાબ આપી શકયા નહીં... પિંગલે ફરી ફરી એ પ્રશ્નોનું પુનરાવર્તન કરી ઉત્તર દેવા માટે આગ્રહ કર્યો... પરંતુ અંધક સંદેહશીલ બનીને મૌન રહ્યા. પિંગલ ત્યાંથી ચાલ્યા ગયા. ભગવાન મહાવીર સ્વામી ગ્રામાનુગ્રામ વિચરતાં કૃતંગલા નગરીમાં પધાર્યા જે નગરી શ્રાવસ્તી નગરીની નજીકમાં જ હતી. સ્કંધકને પણ જાણ થઈ. તેણે આગળ બતાવેલા પ્રશ્નોના સમાધાન ભગવાન પાસેથી પ્રાપ્ત કરવાનો વિચાર કર્યો અને પરિપૂર્ણ વેશભૂષા સાથે પોતાના સ્થાનેથી ચાલી નીકળ્યા. સ્કંધક ભગવાનની સેવામાં – સ્કંધક સંન્યાસી પહેલા ગૌતમ સ્વામીના મિત્ર– સહચારી હતા. ભગવાને, ગૌતમ સ્વામીને જણાવતાં કહ્યું– આજે તમને તમારા જૂના મિત્ર મળવાના છે. ગૌતમ સ્વામીનાં પૂછવાથી ભગવાને તેનું નામ અને આગમનનું કારણ જણાવ્યું.