________________
jainology I
૧૧
નરક | છત અને ઠીકરી પાથડા પાથડાનું માપ આંતરા આંતરાનું માપ | પૃથ્વીપિંડ
૧
૧૦૦૦૪૨
૧૩
૩૦૦૦
૧૨
૧૧,૫૮૩.૩૩ ૧,૮૦,૦૦૦
૨
૧૦૦૦૪૨
૩૦૦૦
૧૦
૧,૩૨,૦૦૦
૧
૧૦૦૦૪૨
૩૦૦૦
૧,૨૮,૦૦૦
૪
૧૦૦૦૪૨
૩૦૦૦
૧,૨૦,૦૦૦
૫
૧૦૦૦૪૨
૩૦૦૦
૧,૧૮,૦૦૦
S
૧૦૦૦૪૨
૩૦૦૦
૧,૧૬,૦૦૦
૭ પ૨૫૦૦×૨
૩૦૦૦
| ૪ ૬
95
८
S
૪
ર
૯,૭૦૦
૧૨, ૩૭૫
૧૬, ૧૬૬ .૫
૫
૩
૧
૧,૦૮,૦૦૦
વર્ણ, ગંધ આદિ :– નરકાવાસા અતિશય કાળા, ભયંકર ત્રાસદાયી હોય છે મરેલા જાનવરોના સડેલા મૃત કલેવરની દુર્ગંધથી પણ અનિષ્ટતર દુર્ગંધિત ત્યાંનું વાતાવરણ હોય છે. તીક્ષ્ણ શસ્ત્ર અને પ્રજ્વલિત અગ્નિથી વિશેષ અનિષ્ટતર તેનો સ્પર્શ છે.
સંખ્યાતા યોજનના નરકાવાસનો સામાન્ય કે મધ્યમ ગતિવાળા દેવો છ માસમાં પાર પામે છે. પરંતુ અસંખ્યાત યોજનવાળા નરકાવાસનો તે ગતિથી પાર પામી શકતા નથી.
નરક ભવધારણીય ઉત્કૃષ્ટ
૧
૨૫,૨૫૦
૫૨,૫૦૦
સાતમી નરકમાં એક અપ્રતિષ્ઠાન નરકાવાસો લાખ યોજનનો છે. શેષ ચાર અસંખ્ય યોજનના છે. શેષ નરકમાં સંખ્યાતા યોજનના અને અસંખ્યાતા યોજનના ઘણા—ઘણા નરકાવાસા છે. સર્વ નરકાવાસા સંપૂર્ણ વજ્રમય છે, દ્રવ્યથી શાશ્વત છે અને વર્ણાદિ પર્યાયની અપેક્ષા અશાશ્વત છે.
ગાા ધનુષ્ય– ૬ અંગુલ ૧પપ્પા ધનુષ્ય ૧૨ અંગુલ
૩૧૫ ધનુષ્ય
આગત :– પ્રથમ નરકમાં પાંચ સંજ્ઞી તિર્યંચ, પાંચ અસંશી તિર્યંચ અને ૧૫ કર્મભૂમિના મનુષ્યો ઉત્પન્ન થાય છે. બીજી નરકમાં અસંશી ઉત્પન્ન થતા નથી. ત્રીજીમાં ભુજપરિ સર્પ, ચોથીમાં ખેચર, પાંચમીમાં સ્થલચર અને છઠ્ઠીમાં ઉરપરિ સર્પ ઉત્પન્ન થતા નથી અર્થાત્ છઠ્ઠીમાં જલચર સંશી તિર્યંચ અને મનુષ્ય ઉત્પન્ન થાય છે. સાતમીમાં મનુષ્યાણી અને તિર્યંચાણી ઉત્પન્ન થતી નથી.
૬૨ા ધનુષ્ય
૧૨૫ ધનુષ્ય
પહેલીથી છઠ્ઠી નરકના નારકી મરીને, ૧૫ કર્મભૂમિ અને પાંચ સંજ્ઞી તિર્યંચમાં જન્મે છે અને સાતમી નરકના નારકી સંજ્ઞી તિર્યંચમાં જ ઉત્પન્ન થાય છે અર્થાત્ મનુષ્ય થતા નથી. અવગાહના :– ભવ સંબંધી અને વૈક્રિય સંબંધી બે પ્રકારની અવગાહના હોય છે. ભવ સંબંધી જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને વૈક્રિય સંબંધી જઘન્ય અંગુલના સંખ્યાતમાં ભાગની હોય છે. ઉત્કૃષ્ટ આ પ્રમાણે છે. નરકના વૈક્રિય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના :– (૫ -૦.૨૫,૫ -
૦.૫, l – ૦.૭૫ ) ઉત્તર વૈક્રિય ઉત્કૃષ્ટ ૧પપ્પા ધનુષ્ય ૧૨ અંગુલ ૩૧૫ ધનુષ્ય
આગમસાર
૨
૩
૪
૫
E
૨૫૦ ધનુષ્ય
૭
૫૦૦ ધનુષ્ય
૧૦૦૦ ધનુષ્ય
નારકીના જીવો પોતાના શરીરના પ્રમાણથી બમણું વૈક્રિય કરી શકે છે. માટે ભવધારણીય અવગાહનાથી ઉત્તર વૈક્રિયની અવગાહના બમણી કહી છે.
૬૨ા ધનુષ્ય
૧૨૫ ધનુષ્ય
૨૫૦ ધનુષ્ય
૫૦૦ ધનુષ્ય
આહાર, શ્વાસ, પુદ્ગલ :– નારકીના શરીર વર્ણ, ગંધ, સ્પર્શની અપેક્ષાથી અકાંત અમનોશ હોય છે. તેના શ્વાસોચ્છ્વાસ અને આહારમાં પણ અનિષ્ટ, અમનોજ્ઞ પુદ્ગલોનું પરિણમન થાય છે.
લેશ્યા પહેલી–બીજી નરકમાં કાપોત લેશ્યા, ત્રીજીમાં કાપોત અને નીલ, ચોથીમાં નીલ, પાંચમીમાં નીલ અને કૃષ્ણ, છઠ્ઠીમાં કૃષ્ણ, સાતમીમાં મહાકૃષ્ણ લેશ્યા હોય છે.
વેદના :– ૧ થી ૩ નરકમાં ઉષ્ણ વેદના, ચોથીમાં ઉષ્ણ વેદનાના સ્થાન ઘણા અને શીતવેદનાના સ્થાન થોડા, પાંચમીમાં શીત વેદનાના સ્થાન ઘણા અને ઉષ્ણ વેદનાના થોડા, છઠ્ઠીમાં શીત વેદના, સાતમીમાં મહાશીત વેદના હોય.
વૈક્રિય :– નારકીના જીવ એક કે ઘણા રૂપોની વિક્રવણા કરી શકે છે. ૧ થી ૫ નરક સુધી સંખ્યાત, સંબદ્ધ અને સરખા રૂપોની વિધ્રુવણા કરી શકે છે. વૈક્રિયથી અનેક પ્રકારના શસ્ત્રો બનાવીને એક બીજાને પરસ્પર અત્યંત ત્રાસ ઉપજાવે છે. છઠ્ઠી–સાતમી નરકમાં વૈક્રિયથી છાણના કીડાની સમાન નાના નાના વજ્રમુખી કીડાની વિધ્રુવણા કરે છે અને એક બીજાના શરીરમાં પ્રવેશ કરીને તેના શરીરને અંદરથી કોતરીને ખોખરું ચાળણી જેવું કરી નાંખે છે. આ પ્રમાણે પરસ્પર પ્રગાઢ વેદના ઉત્પન્ન કરે છે. ક્ષુધા આદિ વેદના હેતુ ઉપમાઓ :– નારકીને ભૂખ–તરસની વેદના એટલી તીવ્ર હોય છે કે તેને સર્વ સમુદ્રોનું પાણી પીવડાવી દેવામાં આવે અને સર્વ પુદ્ગલોનો આહાર કરાવવામાં આવે તો પણ તૃપ્તિ નથી થતી. તે નારકી જીવ ત્યાં સદા ભયાક્રાંત, ત્રસ્ત, ભૂખ્યા, તરસ્યા, ઉદ્વિગ્ન, વ્યથિત અને વ્યાકુળતાથી નરકના દુઃખોનો અનુભવ કરે છે. ત્યાં ગરમી એવી પ્રચંડ હોય છે કે લોઢાનો સઘન તપાવેલો ગોળો એક જ ક્ષણમાં પીગળીને પાણી જેવો બની જાય છે. ગરમીથી સંતપ્ત વ્યક્તિ જેવી રીતે વાવડી આદિમાં પ્રવેશ કરીને આનંદનો અનુભવ કરે છે તેવી રીતે અસત્ કલ્પનાથી ઉષ્ણવેદનાનું વેદન કરતા નૈરયિકને મનુષ્યલોકની ફેક્ટરીની વિશાળ ભટ્ટીમાં રાખવામાં આવે તો પરમ શીતલતાનો અનુભવ કરે છે.