________________
jainology I
101
આગમસાર
વાવડીઓ :– પૂર્વ દિશાના અંજન પર્વતની ચારે દિશાઓમાં ચાર નંદાપુષ્કરિણી છે. નંદુતરા, નંદા, આનંદા, નંદીવર્ધના. તે પુષ્કરિણી એક લાખ યોજનની લાંબી, પહોળી અને ૧૦ યોજન ઊંડી છે. તે વેદિકા અને વનખંડ સહિત છે.
દધિમુખા :– આ વાવડીઓની મધ્યમાં એક દધિમુખ પર્વત છે. ૬૪,૦૦૦ યોજન ઊંચો અને ૧૦,૦૦૦ યોજન લાંબો-પહોળો છે. ૧,૦૦૦ યોજન ભૂમિમાં છે. તેના શિખર પર સિદ્ધાયતન છે. (વાસ્તવમાં તેના માલિક દેવનું ભવન છે.)
પૂર્વદિશાના અંજન પર્વતની જેમ ચારે દિશાના અંજન પર્વતોની ચાર–ચાર વાવડીઓ અને તેમાં દધિમુખ પર્વત છે. તે વાવડીના નામ આ પ્રમાણે છે– દક્ષિણી અંજન પર્વતની ભદ્ર, વિશાલા, કુમુદા, પુરકિણી; પશ્ચિમી અંજન પર્વતની નંદીસેના, અમોઘા, ગોસ્તુભા અને સુદર્શના તથા ઉત્તરી પર્વતની વિજય, વૈજયંતિ, જયંતિ અને અપરાજીતા છે.
અહીં અનેક ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવો ચૌમાસી સવંત્સરી આદિ પર્વોના દિવસે, પ્રતિપદાના દિવસે, તીર્થંકરોના જન્માદિના સમયે અને અન્ય પણ અનેક કાર્યો માટે અહીં આવે છે, અષ્ટાન્તિકા મહોત્સવ કરે છે તથા સુખપૂર્વક આમોદ–પ્રમોદ કરે છે.
=
દ્વીપ સમુદ્રોનો પ્રકીર્ણ વિષય :– જંબુદ્રીપ નામના દ્વીપ અસંખ્ય છે. લવણ સમુદ્ર નામના સમુદ્ર અસંખ્ય છે. એ રીતે ધાતકી, કાલોદધિ યાવત્ સૂર્ય નામના દ્વીપ–સમુદ્ર પણ અસંખ્ય છે. ત્યારપછી દેવદ્વીપ એક છે. ત્યાર પછી ક્રમશઃ નાગ, યક્ષ, ભૂત અને સ્વયંભૂરમણ તે પાંચે દ્વીપ અને સમુદ્ર એક-એક છે. કાલોદધિ, પુષ્કર સમુદ્ર, સ્વયંભૂરમણ સમુદ્રનું પાણી સ્વાભાવિક પાણીના સ્વાદવાળું છે. લવણ, ક્ષીર, ધૃત અને વરુણ તે ચાર સમુદ્રનું પાણી તેના નામ જેવા જ રસવાળું છે. શેષ સર્વ સમુદ્રોનું પાણી ઈક્ષુરસના સ્વાદવાળું છે. લવણસમુદ્ર, કાલોદધિ સમુદ્ર અને સ્વયંભૂરમણ સમુદ્રમાં ઘણા મચ્છ— કચ્છ છે. અન્ય સમુદ્રોમાં અલ્પ છે. તેમાં ક્રમશઃ મચ્છોની ૭,૯,૧૨.૫ લાખ કુલ કોડી યોનિ છે. લવણસમુદ્રમાં મચ્છ, કચ્છની ઉત્કૃષ્ટ અવગાહના ૫૦૦ યોજનની છે. કાલોદધિ સમુદ્ર આદિમાં ઉત્કૃષ્ટ ૭૦૦ યોજનની છે. સ્વયંભૂરમણ સમુદ્રમાં ઉત્કૃષ્ટ ૧,૦૦૦ યોજનની અવગાહનાવાળા મચ્છ-કચ્છ છે.
તિરછાલોકમાં અસંખ્ય દ્વીપ–સમુદ્ર છે. તે અઢી ઉદ્ધાર સાગરોપમના સમય પ્રમાણ છે. પ્રાયઃ સર્વ જીવો અહીં પૃથ્વીકાયપણે યાવત્ ત્રસકાયપણે અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થઈ ચૂક્યા છે.
ઇન્દ્રિય વિષય :- શુભ શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શવાળા પુદ્ગલ, અશુભમાં પરિવર્તિત થઈ શકે છે અને અશુભ પુદ્ગલ શુભમાં
પરિવર્તિત થઈ શકે છે.
કોઈ પણ પુદ્ગલ ફેંકવાથી પ્રારંભમાં તેની તીવ્ર ગતિ હોય છે, ધીરે—ધીરે તેની ગતિ મંદ થઈ જાય છે. પરંતુ દેવતાની ગતિ શીઘ્ર શીવ્રતર હોય છે મંદ થતી નથી, માટે તે કોઈ ચીજને ફેંકીને પુનઃ તેને ગ્રહણ કરી શકે છે, પકડી શકે છે. દેવો બહારના પુદ્ગલો ગ્રહણ કરીને કોઈ પણ ઉત્તરવૈક્રિય ક્રિયા કરી શકે છે.
જ્યોતિષી મંડળ
ક્ષેત્ર :
મેરુ પર્વતથી ૧૧૨૧ યોજન દૂરથી જ્યોતિષ મંડળનો પ્રારંભ થાય છે અને લોકાંતથી ૧૧૧૧ યોજન અંદર સુધી રહે છે. રત્નપ્રભા પૃથ્વીની સમભૂમિથી ૭૯૦ યોજન ઊંચે જ્યોતિષ મંડળનો પ્રારંભ થાય છે અને ૯૦૦ યોજનની ઊંચાઈ પર પૂર્ણ થાય છે અર્થાત્ સમભૂમિથી ૯૦૦ યોજન ઊંચાઈ પછી કોઈ પણ સૂર્ય—ચંદ્ર ગ્રહ, નક્ષત્ર કે તારાના વિમાન નથી. આ રીતે કુલ ૧૧૦ યોજનમાં જ્યોતિષી મંડળ છે.
સમભૂમિથી સૂર્ય વિમાન ૮૦૦ યોજન ઊંચુ, ચંદ્રનું વિમાન ૮૮૦ યોજન ઊંચુ નક્ષત્રોમાં અભિજિત નક્ષત્ર સર્વથી આપ્યંતર ચાલે, મૂળ(વૃશ્ચિક) નક્ષત્ર સર્વથી બાહ્ય ચાલે છે, સ્વાતિ સર્વથી ઉપર તથા ભરણી સર્વથી નીચે ચાલે છે. તારાઓના વિમાનો સૂર્યથી નીચે, ઉ૫૨ તથા સમકક્ષ પણ ચાલે છે.
સંસ્થાન અને માપ ઃ– પાંચે જ્યોતિષીના વિમાનો અર્ધચંદ્રાકારે છે. અર્થાત્ ઉધા રાખેલા (અર્ધકપિત્થ) અર્ધા કોઠાના ફળ સમાન છે. ચંદ્રનું વિમાન ૫૬/૬૧ યોજનનું લાંબું–પહોળું અને ગોળ છે. સૂર્યનું વિમાન ૪૮/૬૧ યોજનનું છે. ગ્રહનું વિમાન અર્ધ યોજનનું છે. નક્ષત્રનું વિમાન એક કોષનું અને તારાનું વિમાન અર્ધકોષનું લાંબું પહોળું અને ગોળ છે. એ વિમાનોની લંબાઈથી જાડાઈ અર્ધી છે અને પરિધિ સાધિક ત્રણ ગુણી છે.
વાહક દેવ :– ચંદ્રના વિમાનને ૧૬,૦૦૦ દેવો ઉપાડે છે, પ્રત્યેક દિશામાં ૪,૦૦૦ દેવો ઉપાડે છે. પૂર્વમાં સિંહના રૂપથી, દક્ષિણમાં હાથીના રૂપથી, પશ્ચિમમાં વૃષભના રૂપથી અને ઉત્તરમાં અશ્વના રૂપમાં તે દેવો રહે છે. તેજ રીતે સૂર્યના વિમાનને પણ ૧૬,૦૦૦ દેવો ઉપાડે છે. ગ્રહના વિમાનને ૮,૦૦૦, નક્ષત્રના વિમાનને ૪,૦૦૦ અને તારાના વિમાનને ૨,૦૦૦ દેવો ઉપાડે છે. તેની પ્રત્યેક દિશામાં ૫૦૦-૫૦૦ દેવો ઉપાડે છે.
ગતિઋદ્ધિ :- · ચંદ્રથી સૂર્યની ગતિ શીઘ્ર છે. સૂર્યથી ગ્રહની, ગ્રહથી નક્ષત્રની, નક્ષત્રથી તારાઓની ગતિ શીઘ્ર હોય છે. તારાગણથી નક્ષત્ર ઋદ્ધિમાન હોય છે. નક્ષત્રથી ગ્રહની, ગ્રહથી સૂર્યની, સૂર્યથી ચંદ્રની ઋદ્ધિ વધારે હોય છે.
તારાના વિમાનોમાં પરસ્પર નિર્વ્યાઘાત અંતર જઘન્ય ૫૦૦ ધનુષ્યનું, ઉત્કૃષ્ટ બે ગાઉનું છે. પર્વત ફૂટ આદિના વ્યાઘાતથી થતું અંતર જઘન્ય ૨૬૬ યોજન અને ઉત્કૃષ્ટ ૧૨,૨૪૨ યોજનનું છે. દેવો પોતાની સુધર્મા સભામાં સંપૂર્ણ પરિવાર અને ઋદ્ધિ સંપદા સહિત બેસીને આમોદ–પ્રમોદ કરે છે, દૈવી સુખોનો ઉપભોગ કરી શકે છે પરંતુ ત્યાં મૈથુન સેવન કરતા નથી; કારણ કે ત્યાં માણવક ચૈત્યસ્તંભ ઉપર અનેક જિનદાઢાઓ છે. તે દેવોને અર્ચનીય, પૂજનીય છે. ચંદ્ર દેવેન્દ્રને ચાર અગ્રમહિષી હોય છે. એક દેવી ૪,૦૦૦ દેવી વિક્રુર્વિત કરે છે અને કુલ ૧૬,૦૦૦ દેવીનો પરિવાર ત્રુટિત કહેવાય છે. મનુષ્યક્ષેત્રમાં જ્યોતિષી દેવોની સંખ્યા :–
ચંદ્ર સૂર્ય ગ્રહ
૧
८८
૨
૧૭૬
ક્ષેત્ર
એક ચંદ્ર પરિવાર ૧ જંબુદ્રીપ
૨
નક્ષત્ર
૨૮
૫
તારાગણ
૬ ૬, ૯૭૫ ક્રોડા ક્રોડી
૧,૩૩,૯૫૦ ક્રોડા ક્રોડી