________________
jainology II
99
આગમસાર
જંબુદ્વીપનું નામ :– મેરુ પર્વતથી ઉત્તર દિશામાં ઉત્તર કુરુક્ષેત્રમાં જંબુસુદર્શન નામનું વૃક્ષ છે. તે પૃથ્વીમય-વિવિધ રત્ન મણિમય છે. જંબૂદ્વીપના અધિપતિ (માલિક) અનાદત નામના દેવ ત્યાં રહે છે. તેની અનાદતા રાજધાની અન્ય જંબૂદ્વીપમાં છે. જંબૂસુદર્શન વૃક્ષના કારણે તથા અન્ય અનેક જંબૂવૃક્ષોના કારણે આ દ્વીપનું નામ જંબૂદ્વીપ છે. અથવા આ અનાદિ શાશ્વત નામ છે. જંબુદ્વીપમાં બે સૂર્ય, બે ચંદ્ર, ૫૬ નક્ષત્ર, ૧૭૬ ગ્રહ, ૧,૩૩,૯૫૦ ક્રોડાકોડી તારા ભ્રમણ કરે છે.
લવણ સમુદ્ર જંબુદ્વીપની ચારેતરફ ઘેરાયેલો વલયાકારે લવણ સમુદ્ર છે. તેનું પાણી ખારું, કડવું અને અમનોજ્ઞ છે. તેમાં ઉત્પન્ન થયેલા જીવોને છોડીને અન્ય જીવો માટે તેનું પાણી અપેય છે. લવણ સમુદ્ર ચારેબાજુથી ક્રમશઃ પાવર વેદિકા અને વનખંડથી ઘેરાયેલો છે. તેની ચારે દિશામાં લવણ સમુદ્રના વિજય આદિ ચાર દ્વાર છે. તેનું સંપૂર્ણ વર્ણન જંબુદ્વીપના વિજય આદિ દ્વારા જેવું છે. લવણ સમુદ્રના માલિક દેવનું નામ 'સુસ્થિત છે. તે લવણ સમુદ્રમાં જ ગૌતમદ્વીપમાં રહે છે. લવણાધિપતિ સુસ્થિતદેવની 'સુસ્થિતા' નામની રાજધાની અન્ય બીજા લવણસમુદ્રમાં છે. સુસ્થિત દેવની સ્થિતિ એક પલ્યોપમની છે. પાતાળ કળશા – લવણ સમુદ્રમાં ચાર મહા પાતાળકળશા છે. તે એક લાખ યોજન ઊંડા છે. ૭,૮૮૪ નાના પાતાળકળશા છે. તે ૧૦૦૦ યોજન ઊંડા છે. ચાર મોટા કળશાના ચાર માલિક દેવ- કાલ, મહાકાલ, વેલંબ અને પ્રભંજન છે. તેમની સ્થિતિ એક પલ્યોપમની છે. નાના કળશાના માલિકદેવોની સ્થિતિ અર્ધ પલ્યોપમની છે. તે કળશાઓ વજમય છે. તે કળશામાં નીચે ૧/૩ ભાગમાં વાયુ હોય છે, મધ્યના ૧/૩ ભાગમાં વાયુ અને પાણી છે અને ઉપરના ૧/૩ ભાગમાં ફક્ત પાણી છે. તેમાં ઊર્ધ્વગમનના સ્વભાવ- વાળો વાયુ ઉત્પન્ન થઈને ઉપરની તરફ ગતિ કરે છે, ગુંજારવ કરે છે, ત્યારે પાણી ઉછળે છે.
લવણ શિખા :- લવણ સમુદ્રના બંને કિનારેથી ૯૫,૦૦૦-૫,000 યોજન અંદર જઈએ ત્યારે મધ્યમાં ૧૦,000 યોજનનું સમતલ ક્ષેત્ર છે. તેમાં પાતાલ કળશા છે અને ત્યાં સમભૂમિથી ૧૬,000 યોજન ઊંચી ૧૦,૦00 યોજન પહોળી જલશિખા છે. તે લવણ સમુદ્રના બે વિભાગ કરે છે. આત્યંતર અને બાહ્ય. પાતાલકળશોનું મુખ સમુદ્રની ઉપરની સપાટી તરફ છે. અર્થાત્ સમુદ્રની સપાટીથી ૧,000 યોજન ઊંડા છે. પાતાલ કળશોની અંદરનો વાયુ શુભિત અને ઉદીરિત થવાથી ૧૬000 યોજનની જલશિખા દેશોન અર્ધયોજન ઉપર વધે છે. જ્યારે વાયુ શાંત હોય ત્યારે જલશિખા યથાવત્ રહે છે, તેમાં વૃદ્ધિ થતી નથી. સ્વાભાવિક રીતે દિવસમાં બે વખત જલશિખા વધે છે અને પુનઃ ઘટી જાય છે. પરંતુ આઠમ, ચૌદસ, પૂનમ, અમાસના દિવસે સ્વાભાવિક જ અતિશયરૂપમાં ઘણા સમય સુધી વધે છે અને ઘટે છે.
આ લવણશિખાના ઉછળતા પાણીને, અંદર જંબૂદ્વીપ તરફ અને બહાર ઘાતકીખંડ દ્વિપ તરફ અને ઉપર તરફ એમ ત્રણ દિશામાં ક્રમશઃ ૪૨,૦૦૦, ૭૨,૦૦૦ અને ૬૦,૦૦૦ નાગકુમાર દેવો રોકવાના હેતુથી દબાવે છે. તેમાં ચાર વેલંધર નાગરાજા છે– ૧. ગોસ્તૂપ, ૨. શિવક, ૩. શંખ, ૪. મનોશિલક.
લવણ સમુદ્રનું પાણી ઊંચે ઉઠેલું છે તથા ક્ષભિત ઉછળતું છે. અન્ય સમુદ્રોનું પાણી સમતલ છે અને અણુભિત છે.
લવણ સમુદ્રમાં સ્વાભાવિક વરસાદ થાય છે. અન્ય સમુદ્રોમાં થતો નથી. ત્યાં અનેક અપ્લાય જીવો તથા પુદ્ગલોનો ચય–ઉપચય થાય છે. અનેક જીવો મરે છે અને નવા જીવો જન્મ ધારણ કરે છે. ગોતીર્થ:- લવણ સમુદ્રનું પાણી કિનારાથી ક્રમશઃ ઊંડુ થતું જાય છે. ક્રમશઃ એક–એક પ્રદેશની ઊંડાઈ વધતા ૯૫ યોજન જતાં એક યોજનની ઊંડાઈ વધે છે. આ રીતે ૯૫,000 યોજન જવા પર એક હજાર યોજન પાણીની ઊંડાઈ વધે છે. આ રીતે ક્રમશઃ વધતી. ઊંડાઈના કારણે તેનો આકાર ગોતીર્થ સમાન છે. ઊંચાઈ પણ ૭00 યોજન ક્રમશઃ વધે છે. વચ્ચેના ૧૦,૦૦૦ યોજનના સમતલ ક્ષેત્રમાં લવણશિખા છે. જે સમભૂમિથી ૧૬,000 યોજન ઊંચી ગઈ છે. સદા શાશ્વત તેજ અવસ્થામાં રહે છે. અન્ય સર્વ સમદ્રોમાં પાણીની ઊંડાઈ એક કિનારેથી બીજા કિનારા સુધી એક સમાન 1000 યોજનાની હોય છે. ગોતીર્થ અને ડગ– માળા જલશિખા અન્ય સમુદ્રોમાં નથી.
લવણ સમુદ્ર ગોતીર્થ સંસ્થાન, નાવા સંસ્થાન, અશ્વસ્કંધ સંસ્થાનથી સંસ્થિત ગોળ વલયકાર છે. ૧૬,000 યોજન ઊંચો ૧,000 યોજન ઊંડો અને ૧૭,000 યોજનનો સર્વાશે છે.
તેનું પાણી આટલું ઊંચું હોવા છતાં લોક સ્વભાવથી તથા મનુષ્ય, દેવ આદિના પુણ્યપ્રભાવથી અને ધર્માચરણી જીવોના ધર્મપ્રભાવથી તે જંબુદ્વીપને જળબંબાકાર કરી શકતો નથી. પાતાલ કળશો - પાતાળ
મૂળમાં વિસ્તાર મધ્યમાં વિસ્તાર | ઉપર વિસ્તાર | ઠીકરી કળશો – સંખ્યા – ઊંડાઈ | મોટા | ૪ | ૧ લાખ યો. | ૧૦,૦૦૦ યો. | ૧ લાખ યો. | ૧૦,૦૦૦ ચો. ૧,૦૦૦ ચો. નાના ૭૮૮૪] ૧,૦૦૦ ચો. ૧૦૦ ચો. ૧,૦૦૦ યો. | ૧૦૦ યો. | ૧૦ યો.
અન્ય દ્વીપ સમુદ્ર ધાતકીખંડ દ્વિીપ - લવણ સમુદ્રની ચારે તરફ ઘેરાયેલો વલયાકારે ચાર લાખ યોજનાના વિસ્તારવાળો ઘાતકીખંડ દ્વિીપ છે. તેના બે વિભાગ છે– પૂર્વ અને પશ્ચિમ, તેના બે માલિક દેવ છે, સુદર્શન અને પ્રિયદર્શન, તેમની સ્થિતિ એક પલ્યોપમની છે. તે દ્વીપના બે વિભાગ હોવાથી તેમાં ભરતાદિ ક્ષેત્ર અને પર્વત, નદી આદિ એક નામના બળે છે. ૧૨ સૂર્ય અને ૧૨ ચંદ્ર છે. વિજય આદિ ચાર દ્વાર જંબુદ્વીપના દ્વારની સમાન છે. તે પાવર વેદિકા અને વનખંડથી ઘેરાયેલો છે.