________________
jainology II
આગમસાર
પૃથ્વીના ભેદ – છ પ્રકારની પૃથ્વી છે– (૧) શ્લણ– સુંવાળી માટી (૨) શુદ્ધપર્વત આદિના મધ્યની માટી (૩) વાલુ-રેતી (૪) મણશીલ (૫) શર્કરા- કાંકરા (૬) ખર પૃથ્વી– પત્થર આદિ કઠણ પૃથ્વી.
તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રમશઃ આ પ્રમાણે છે– (૧) ૧,૦૦૦ વર્ષ (૨) ૧૨,૦૦૦ વર્ષ (૩) ૧૪,૦૦૦ વર્ષ (૪) ૧૬,૦૦૦ વર્ષ (૫) ૧૮,૦૦૦ વર્ષ (૬) રર,૦૦૦ વર્ષ. નિર્લેપ - વર્તમાન સમયમાં ઉત્પન્ન થયેલા પૃથ્વીકાય જીવોમાંથી(કલ્પનાથી) એક–એક જીવને એક–એક સમયમાં કાઢવામાં આવે તો અસંખ્ય ઉત્સર્પિણી, અવસર્પિણીકાલમાં તે ખાલી થાય છે. અર્થાત્ એક સમયમાં અસંખ્ય ઉત્સર્પિણી– અવસર્પિણીકાલ સમય પ્રમાણ પૃથ્વીકાયના જીવોની ઉત્પત્તિ થાય છે. તે જ રીતે પાણી, અગ્નિ, વાયુ માટે પણ સમજી લેવું. વનસ્પતિકાયમાં એક સમયમાં અનંતાનંત જીવોની ઉત્પત્તિ થાય છે. તેથી તેનો નિર્લેપ થઈ શકતો નથી. તેને ખાલી કરી શકાતા નથી. વર્તમાન સમયમાં ઉત્પન્ન થયેલા ત્રસકાયના જીવો સેંકડો સાગરોપમમાં નિર્લેપ થઈ શકે છે. મનુષ્ય વર્ણન: વિશુદ્ધ વેશ્યાવાળા અણગાર સમોહયા અને અસમોહયા બને અવસ્થામાં દેવ-દેવી અણગાર આદિને જાણી દેખી શકે છે. અવિશુદ્ધ વેશ્યાવાળા જાણતા દેખતા નથી. અહીં જાણવું–દેખવું પરોક્ષની અપેક્ષાએ તથા વિશિષ્ટ જ્ઞાનની અપેક્ષાએ સમજી લેવું, વિશિષ્ટ જ્ઞાનનો ઉપયોગ વિશુદ્ધ લશ્યામાં જ સંભવે છે. અવિશુદ્ધ લશ્યામાં નહીં. ક્રિયા - એક સમયમાં મિથ્યાત્વક્રિયા અથવા સમ્યક્તક્રિયા, તે બેમાંથી એક જ ક્રિયા લાગે છે. જીવ એક સમયમાં બને ભાવમાં રહી શકતા નથી. મનુષ્ય - ક્ષેત્રની અપેક્ષાએ મનુષ્યોના ૩૦૩ ભેદ છે. મનુષ્યક્ષેત્ર ૧૦૧ છે. ૧૫ કર્મભૂમિ + ૩૦ અકર્મભૂમિ + પ અંતરદ્વીપ. તે ૧૦૧ ક્ષેત્રના ગર્ભજ મનુષ્યોના પર્યાપ્તા અને અપર્યાપ્તા ઊ ૨૦૨ તથા ૧૦૧ ક્ષેત્રના સંમૂર્છાિમ મનુષ્યોના અપર્યાપ્તા. આ રીતે ૩૦૩ ભેદ થાય છે. અંતરદ્વીપનું વર્ણન – જંબુદ્વીપની ચારે બાજુ લવણ સમુદ્ર છે. તેમાં આ પડ દ્વીપ છે. તેની આઠ પંક્તિઓ છે. એક–એક પંક્તિમાં સાત-સાત દ્વીપ છે. આ સાતે દીપ થોડા-થોડા અંતરે આવેલા છે. અર્થાત્ તેની વચ્ચે-વચ્ચે સમુદ્રજલ છે. આ પ્રમાણે તે ૮૪૭ ઊ ૫૬ અંતરદ્વીપ છે.
ભરતક્ષેત્રની મર્યાદા કરનાર ચુલ્લહિમવંત પર્વત છે અને ઐરાવતક્ષેત્રની મર્યાદા કરનાર શિખરી પર્વત છે. તેના બંને કિનારા પૂર્વ-પશ્ચિમમાં છે. જે લવણ સમુદ્રને સ્પર્શે છે. તે કિનારેથી દીપોની એક પંક્તિ ઉત્તર તરફ ગોળાઈમાં ઝૂકેલી છે. બીજી પંક્તિ દક્ષિણ તરફ ગોળાઈમાં ઝૂકેલી છે. આ રીતે ચારે કિનારે બે-બે પંક્તિ હોવાથી આઠ પંક્તિ છે. દરેક પંક્તિનો પ્રથમ દ્વીપ લવણસમુદ્રમાં 300 યોજન જઈએ ત્યારે આવે છે. તેનાથી 800 યોજન આગળ જઈએ ત્યારે બીજો અંતરદ્વીપ આવે છે. તે જ રીતે યાવત ૯00 યોજન જઈએ ત્યારે સાતમો અંતરદ્વીપ આવે છે. તે દ્વીપ જંબુદ્વીપના કિનારેથી પણ તેટલાજ દૂર થાય છે અને તેટલાજ યોજનાના વિસ્તાર- વાળો છે. તાત્પર્ય એ છે કે પ્રથમ અંતરદ્વીપ, જગતીથી ૩00 યોજન દૂર છે અને 300 યોજન લાંબો-પહોળો અને ગોળ છે. બીજો દ્વીપ, જગતીથી ૪00 યોજન દૂર અને પ્રથમ દ્વીપથી પણ 800 યોજન દૂર છે. તથા ૪00 યોજન લાંબો- પહોળો અને ગોળ છે. આ રીતે ક્રમશઃ સાતમો દ્વીપ, છઠ્ઠા દ્વીપથી ૯00 યોજન દૂર છે ને જગતીથી પણ ૯00 યોજન દૂર છે અને ૯00 યોજનાનો લાંબો પહોળો તથા ગોળ છે. આઠેય પંક્તિઓના ૭-૭ અંતરદ્વીપ આ જ પ્રમાણે છે
આ ૫૬ દ્વિીપો કિનારા પર પાવર વેદિકાળજગતીરૂપ) છે અને તેની ચારે તરફ વનખંડ છે, વનખંડમાં દેવ-દેવીઓનું આવાગમન થાય છે, ત્યાં વિશ્રામ કરે છે અને આનંદની અનુભૂતિ કરે છે. દ્વીપની અંદર યુગલિક મનુષ્યો રહે છે. ત્યાં વિવિધ પ્રકારના લતા-ગુલ્મ આદિ છે, અનેક શિલાપટ(બેસવાના બાકડા) છે. વિવિધ પ્રકારના વૃક્ષો સિવાય દસ પ્રકારના વિશિષ્ટ વૃક્ષ(કલ્પવૃક્ષ) પણ વિપુલ માત્રામાં હોય છે. તે વૃક્ષો યુગલિક જીવો માટે સુખમય જીવન નિર્વાહના મુખ્ય આધારસમ છે. તે દસ વૃક્ષ આ પ્રમાણે છે. દસ વૃક્ષ:- (૧) માંગા- માદક ફળવાળા (૨) શૃંગા(ભાજન)- પાત્રના આકારના ફળફૂલવાળા (૩) તુટિતંગા- વિધિ યુક્ત ધ્વનિ કરનારા (૪) દીપશિખા- દીપકની સમાન પ્રકાશ કરનારા (૫) જ્યોતિશિખા- વધારે પ્રકાશ કરનારા (૬) ચિત્રગા– વિવિધ માળાઓની જેમ પહેરી શકાય તેવી ફૂલોની લટો વાળા (૭) ચિત્તરસા– વિવિધ ખાવા યોગ્ય સામગ્રીથી યુક્ત (૮) મણિયંગાવિવિધ પ્રકારના આભૂષણ રુપે પહેરી શકાય તેવા ફળફૂલ વાળા (૯) ગિહગારા- રહેવાના ઉપયોગમાં આવી શકે તેવા. મનોઅનુકૂલ વિશાળ સૂઈ શકાય તેટલા મોટા અને બિડાઈને બંદ થઈ જાય તેવા પાંદળા વાળા (૧૦) અણિયગણા– વિવિધ વસ્ત્ર તરીકે ઉપયોગમાં આવી શકે તેવા. આ વૃક્ષો વનસ્પતિકાયના હોય છે. તે વૃક્ષો દ્વારા યુગલિક મનુષ્યો તથા તિર્યંચ ઉપરોક્ત આવશ્યકતાઓની પૂર્તિ કરી લે છે. યુગલિકોની સંખ્યાની અપેક્ષાએ વૃક્ષોથી ઉપલબ્ધ વસ્તુઓની સંખ્યા અનેક ગણી વધારે હોય છે, તેથી યુગલિકોને કોઈ પણ વસ્તુની ઉણપ રહેતી નથી. આ વૃક્ષો પાસે કોઈ વસ્તુ માંગવામાં આવતી નથી પરંતુ તેનાથી ઉપલબ્ધ થતી વસ્તુઓનો સ્વયં ઉપયોગ કરવામાં આવે છે. યુગલિક મનુષ્ય - અંતરદ્વીપમાં રહેનારા યુગલિક મનુષ્યો સુસ્વરવાળા અને કોમળ ત્વચાવાળા, રજ મેલ રહિત નિર્મળ શરીરવાળા, ઉત્તમ નિરોગી શરીર– વાળા, તથા સુગંધી નિઃશ્વાસવાળા છે. તેની અવગાહના ૮૦૦ ધનુષની હોય છે તથા તેને ૬૪ પાંસળી હોય છે. તે મનુષ્યો પ્રકૃતિથી ભદ્રિક, વિનીત, ઉપશાંત, સ્વાભાવિક રીતે જ અલ્પ ક્રોધ, માન, માયા, લોભવાળા, નમ્ર, સરલ, નિરઅહંકારી,અલ્પ ઈચ્છાવાળા અને ઈચ્છાનુસાર વિચરણ કરનારા હોય છે.તે મનુષ્યોને એકાંતરા (બે દિવસે) આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે.