________________
118
આગમસાર- ઉતરાર્ધ શાશ્વત હંમેશા રહેનારા પદાર્થ છે. જેમ કે કુકડી અને ઈડા; આમાં કોઈ પહેલા કે પછી કહી શકાય નહિ. બને અનાદિ પરંપરાથી ચાલ્યા આવે છે. ભગવાનના અંતેવાસી શિષ્ય રોહા અણગારના પ્રશ્નોત્તરના સાર રૂપ આ વિષય છે. (૫) લોક સંસ્થિતિ - આઠ પ્રકારની લોક સંસ્થિતિ છે– ૧. આકાશના આધાર પર વાયુ છે. ૨. વાયુના આધાર પર પાણી છે. ૩. પાણીના આધાર પર પૃથ્વી છે. ૪. પૃથ્વી પર ત્રસ–સ્થાવર જીવો છે. ૫. અજીવ જીવ પ્રતિષ્ઠિત છે. (શરીર આદિ) ઇ.
૭. અજીવનો જીવોએ સંગ્રહ કરી રાખ્યો છે. ૮. જીવનો કર્મોએ સંગ્રહ કરી રાખ્યો છે. રોકી રાખ્યો છે. હવા ભરેલી મશકને પીઠમાં બાંધીને પાણી પર તરીને પાર પહોંચી શકાય છે. આ હવાના આધારે લોક સંસ્થિતિને સમજાવવા માટે દષ્ટાંત છે. (વાયુ કાયનું શરીર અત્યંત સૂક્ષ્મ છે તેથી વાયુ બધાને આધારભુત છે.)
આપણે જે પૃથ્વી પર છીએ તેની નીચે ધનોદધિ છે, તેની નીચે ધનવાત છે, તેની નીચે તનુવાત છે અને તેની નીચે કેવલ આકાશ છે. નોંધઃ વાયુ આકાશને આધારે, પાણી વાયુને આધારે, પૃથ્વી પાણીને આધાર કરી રહેલ છે. તેનો અર્થ – વાયુ આકાશમાં માર્ગ કરી લે છે, ભારે છે આકાશ કરતાં (આકાશ અરુપી અને ભાર વગરનો છે). પાણી વાયુમાં માર્ગ કરી લે છે, વાયુ કરતાં ભારે છે.(તેથી આકાશ અને વાયુ બન્નેમાં રહે છે.) પૃથ્વી પાણીમાં માર્ગ કરી લે છે, પાણી કરતાં ભારે છે.(તેથી આકાશ વાયુ અને પાણી ત્રણેમાં રહે છે.) અગ્નીને વાયુ અને પૃથ્વી(બળતણ)ની જરુર પડે છે. વનસ્પતિને પૃથ્વી પાણી અને વાયુ ત્રણેની જરુર પડે છે. (૬)તળાવમાં ડૂબેલી નાવ જે રીતે પાણીમાં એકમેક થઈને રહે છે તે રીતે જીવ અને પુદ્ગલ આપસમાં એકમેક થઈને લોકમાં રહે છે (૭) સ્નેહ કાય:- સૂક્ષ્મ સ્નેહ કાય. વરસાદના દિવસોમાં જે સીલ–સંધમય હવા હોય છે, તેનાથી પણ અત્યંત સૂક્ષ્મ એક પ્રકારની સ્નેહ કાય હોય છે. જે ૨૪ કલાક બારેમાસ નિરંતર પડતી રહે છે. અર્થાત્ લોકમાં એક પ્રકારના અત્યંત સૂક્ષ્મ સ્નેહિલ શીત યુગલ જે પાણીના જ સૂક્ષ્મ-સૂક્ષ્મતર કોઈ પર્યાય રૂપ છે; તે પડતાં જ રહે છે. પરંતુ જે પ્રકારે ઓસ(જાકળ) આદિ એકત્ર થઈને પાણીના ટીપારૂપ બની જાય છે. તે પ્રકારે આ સૂમ સ્નેહ કાયથી થઈ શકતું નથી; એ તો પોતાની રીતે જ તત્કાલ નાશ થઈ જાય છે.
આ સૂક્ષ્મ સ્નેહકાય અપકાયના જીવ મય હોય છે. સચિત અપકાય મય છે તો પણ અત્યંત સૂક્ષ્મ છે. ચર્મ ચક્ષુથી જોઈ પણ ન શકાય અને પોતાની રીતે શીધ્રતાથી નીચે પડતાંજ નાશ પામી જાય છે, તેનું અસ્તિત્ત્વ સમાપ્ત થઈ જાય છે. દશાશ્રુતસ્કંધ સૂત્રમાં પડિમાધારી શ્રમણના વર્ણનથી એવા પ્રકારનો નિર્ણય થાય છે કે આ સૂક્ષમ સ્નેહકાય સૂક્ષ્મપાણી સ્વરૂપ હોય છે આ સૂક્ષ્મ સ્નેહકાયને કારણે શ્રમણોને રાત્રે ખુલ્લા સ્થાનમાં બહાર જવા માટે અને કયારેક કયારેક દિવસે પણ Úડીલ આદિ જવા માટે (માથા સહિત સંપૂર્ણ)વસ્ત્ર ઓઢીને જ જવાનો નિયમ બતાવવામાં આવે છે. જેથી શરીરની ઉષ્માના કારણે એ જીવોની વિરાધના ન થાય. જાકળ-કોહરો-માંક-ધુમ્મસ આ બધા સચિત અપકાયનાં સ્વરૂપો છે.
ઉદ્દેશક: ૭ (૧) જીવ જ્યાં પણ જન્મ લે છે અથવા જ્યાંથી પણ મરે છે તે સર્વ આત્મ પ્રદેશોથી ઉત્પન્ન થાય છે અને મારે છે. તે સ્થાનના પ્રારંભિક ગ્રહણ કરવા યોગ્ય સર્વ અવગાહન સ્થાનને જન્મ સમયે ગ્રહણ કરે છે અને ગ્રહણ કરેલ સ્થાનને મૃત્યુ સમયે છોડે છે. આહાર પણ જીવ પરિણમન અપેક્ષાએ સર્વ આત્મ પ્રદેશોથી કરે છે. અર્થાત્ ઓજાહાર, રોમાહાર અને કવલાહારનો પરિણમન રૂપ આહાર સર્વાત્મના હોય છે. ગ્રહણ કરેલ આહાર પુદ્ગલોના ઓજાહાર, રોમાહારની અપેક્ષાએ સંપૂર્ણ આહાર પરિણમન થાય છે. કવલાહારની અપેક્ષાએ ગ્રહણ કરેલ આહારનો સંખ્યાતમો ભાગ પરિણમન થાય છે. અનેક સંખ્યાતા ભાગ શરીરમાં પરિણત ન થતાં એમ જ મળ આદિ રૂપોથી નીકળી જાય છે. શરીરના ઉપયોગમાં આવનારને જ આગમમાં વાસ્તવિક આહાર ગણેલ છે. તે સિવાય તો ગ્રહણ નિસ્સરણ રૂપ જ થાય છે. ટિપ્પણ - કવલાહારની અપેક્ષાએ સંખ્યાતમો ભાગ પરિણમન કહેવાથી જ સંગતિ બેસી શકે છે. પ્રતોમાં અસંખ્યાતમાં ભાગ પરિણમનનો પાઠ મળે છે તે અશુદ્ધ છે. કેમ કે પ્રતિદિને બાળકના શરીરનું વજન આહારના સંખ્યામાં ભાગ જેટલું વધે છે. જેથી આહાર પણ સંખ્યામા ભાગે જ પરિણમન થાય તે સ્પષ્ટ સમજાય છે. જો કવલાહારનો અસંખ્યાતમો ભાગ પરિણમન થાય એમ માનવામાં આવે તો જીવનભર ૧0000 અથવા ૨૦000 દિવસોમાં એક કિલો વજન પણ બાળકનું વધી શકે નહિ, જો કે તે સર્વથા અસંગત છે અને પ્રત્યક્ષથી પણ વિરુદ્ધ થાય છે.)
જીવ કેટલાકથોડા) આત્મ પ્રદેશોથી અથવા અડધા આત્મ પ્રદેશોથી જન્મતા-મરતા નથી અને આહાર પણ કરતા નથી. (૨) ૨૪ દંડકમાં એક–એક જીવ કયારેક વિગ્રહ ગતિવાળો પણ હોય છે અને કયારેક અવિગ્રહ ગતિવાળો પણ હોય છે. અનેક જીવોની અપેક્ષાએ એકેન્દ્રિયમાં બને અવસ્થામાં ઘણાં જીવો હોય છે. શેષ ૧૯દંડકમાં વિગ્રહ ગતિમાં જીવ હંમેશાં નહી મળવાથી ત્રણ ભાંગા(એક અશાશ્વતનો) હોય છે. (૩) મહદ્ધિક દેવ મૃત્યુ સમય નિકટ જાણીને મનુષ્ય, તિર્યંચનાં અશુચિમય જન્મ, જીવન, આહારને અવધિથી જોઈને એકવાર ધૃણા, લજ્જા અને દુ:ખથી ત્રાસી જાય છે અને આહાર પણ છોડી દે છે. ત્યાર પછી આહાર કરીને મરી જાય છે અને તિર્યંચ અથવા મનુષ્યમાં ઉત્પન્ન થઈ ત્યાંનો આહાર તેમને કરવો જ પડે છે. જેવું આયુષ્ય બાંધ્યું હોય તેવા સ્થાનમાં જઈને જન્મ લેવો જ પડે છે. (૪) ભાવેન્દ્રિયની અપેક્ષાએ ગર્ભમાં સઈન્દ્રિય જીવ આવીને જન્મે છે અને દ્રવ્યેન્દ્રિયની અપેક્ષાએ અનઈન્દ્રિય જીવ જન્મ લે છે.
તૈજસ કાર્પણની અપેક્ષાએ શરીરી આવીને જન્મે છે અને શેષ ત્રણ શરીરની અપેક્ષાએ જીવ અશરીરી આવીને જન્મે છે. ગર્ભ સંબંધી વિચાર:- ગર્ભમાં આવનાર જીવ સર્વ પ્રથમ પ્રારંભમાં માતા પિતાના રજ અને વીર્યથી મિશ્રિત પુદ્ગલનો આહાર કરે છે પછી માતા દ્વારા કરેલ આહારનો એક અંશ સ્નેહ(પ્રવાહી)ના રૂપમાં ગ્રહણ કરી તેનો આહાર કરે છે.
માતાના શરીરથી સંબંધિત એક રસહરણી નાડી સંતાનના શરીરને સ્પર્શતી રહે છે અને સંતાનના નાભી સ્થાનમાં એક રસ હરણી નાડી હોય છે, જે માતાના શરીર સાથે સ્પર્શેલી રહે છે. આ બન્ને નાડિઓ દ્વારા સંતાનના શરીરમાં આહારનો પ્રવેશ અને પરિણમન થાય છે તથા ચય ઉપચય થઈને શરીર વૃદ્ધિ થાય છે.