________________
100
આગમસાર- ઉતરાર્ધ કાલોદધિ સમુદ્ર – ઘાતકીખંડને ચારેતરફ ઘેરીને વલયાકારે ૮ લાખ યોજન વિસ્તારવાળો કાલોદધિ સમુદ્ર છે. તેના પણ બે વિભાગ છે અને કાલ, મહાકાલ નામના બે માલિક દેવ છે. તેમાં ૪ર ચંદ્ર અને ૪૨ સૂર્ય પ્રકાશ કરે છે. આ સમુદ્રનું પાણી પ્રાકૃતિક પાણીના જેવું અને સ્વાદિષ્ટ છે. પુષ્કરદ્વીપ:- ૧૬ લાખ યોજનાના વિસ્તારવાળો, વલયાકાર કાલોદધિ સમુદ્રને ઘેરીને રહેલો પુષ્કરદ્વીપ છે. તે પાવર વેદિકા અને વનખંડથી ઘેરાયેલો છે. તેના પણ પૂર્વ અને પશ્ચિમ બે વિભાગ, પદ્મ અને પુંડરીક નામના બે માલિક દેવ છે. પદ, મહાપદ્મ નામના વૃક્ષો પર તેમના પ્રાસાદાવતુંસક છે. તેમની સ્થિતિ એક પલ્યોપમની છે. ૧૪૪ ચંદ્ર અને ૧૪૪ સૂર્ય આ દ્વીપમાં પ્રકાશ કરે છે. વિજય આદિ ચાર દ્વાર છે. આ દ્વીપની બરાબર મધ્યમાં માનુષોત્તર નામનો પર્વત છે. તેનાથી આ દ્વીપના આત્યંતર અને બાહ્ય બે વિભાગ થઈ જાય છે. આત્યંતર વિભાગમાં જ ભરતાદિ ક્ષેત્ર છે. બાહ્ય વિભાગમાં એવા કોઈ ક્ષેત્ર આદિ વિભાજન નથી. તે બંને વિભાજીત ક્ષેત્રો આઠ-આઠ લાખ યોજન વિસ્તારવાળા છે. તે દરેક વિભાગમાં ૭ર ચંદ્ર અને ૭ર સૂર્ય છે. સમયક્ષેત્ર–મનુષ્યક્ષેત્ર :- અઢીદ્વીપ અને બે સમુદ્ર પર્યતનું ક્ષેત્ર, સમય ક્ષેત્ર છે; તેટલા ક્ષેત્રમાં સૂર્ય-ચંદ્ર આદિ ભ્રમણ કરે છે. દિવસ-રાત્રિના વિભાજનરૂ૫ સમયનો વ્યવહાર થાય છે. તેટલા ક્ષેત્રમાં જ મનુષ્ય જન્મે છે. માટે તેને મનુષ્યક્ષેત્ર કે સમયક્ષેત્ર કહેવાય છે. તેમાં લવણ અને કાલોદધિ બે સમુદ્ર છે. જંબૂઢીપ અને ઘાતકીખંડ બે ટીપ છે; માનુષોત્તર પર્વતના પૂર્વ ભાગ સુધી અર્ધ પુષ્કર દ્વીપ છે. મનુષ્યક્ષેત્રમાં ચંદ્રાદિનું જ્ઞાન – મનુષ્યક્ષેત્રમાં કુલ ૧૩૨ ચંદ્ર અને ૧૩૨ સૂર્ય પ્રકાશ કરે છે, ભ્રમણ કરે છે. એક-એક ચંદ્ર-સૂર્ય યુગલની સાથે ૨૮ નક્ષત્ર, ૮૮ ગ્રહ અને દ૬,૯૭૫ ક્રોડાકોડી તારાગણનો પરિવાર હોય છે.
બે ચંદ્ર અને બે સૂર્ય પરિવારનો એક પિટક છે. એવા ૬૬ પિટક મનુષ્યક્ષેત્રમાં છે. ચંદ્રની બે અને સૂર્યની બે એમ ચાર પંક્તિ મનુષ્યલોકમાં છે. એક પંક્તિમાં દ૬-૬ સંખ્યા હોય છે. એવી નક્ષત્રની ૫૬ અને ગ્રહની ૧૭૬ પંક્તિ હોય છે. મનુષ્ય ક્ષેત્રમાં ચંદ્ર-સૂર્યના ગ્રહ-નક્ષત્ર સાથેના યોગ બદલાતા રહે છે. માટે અહીં અનવસ્થિત યોગ હોય છે. નક્ષત્ર અને તારાઓના અવસ્થિત મંડલ હોય છે. સૂર્ય-ચંદ્રના મંડલ પરિવર્તનશીલ છે. પરંતુ તે ઉપર નીચે થતા નથી. ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્રની ગતિ વિશેષથી અને યોગ-સંયોગથી મનુષ્યના સુખ-દુઃખનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. સૂર્ય બાહ્યમંડળથી આત્યંતર મંડલની તરફ ક્રમશઃ આવે છે ત્યારે તાપક્ષેત્ર ક્રમશઃ વધે છે. જ્યારે આત્યંતર મંડલથી બહારના માંડલા તરફ ગતિ કરે છે ત્યારે તાપક્ષેત્ર ક્રમશઃ ઘટે છે. ચંદ્રની સાથે ચાર અંગુલ નીચે કૃષ્ણ રાહુ સદા ગતિ કરે છે. જેનાથી ચંદ્રની કલાની હાનિ વૃદ્ધિ થાય છે. ચંદ્ર-સૂર્ય સંખ્યા પરિજ્ઞાન :- જંબુદ્વીપમાં બે-બે ચંદ્ર-સૂર્ય, લવણસમુદ્રમાં ચાર-ચાર અને ઘાતકીખંડમાં બાર-બાર છે. આગળ કાલોદધિ આદિ કોઈ પણ દ્વીપ સમુદ્રના ચંદ્ર-સૂર્યની સંખ્યા જાણવી હોય તો તેના પૂર્વના અનંતર દ્વીપ સમુદ્રના ચંદ્રની સંખ્યાને ત્રણ ગુણી કરીને તેની આગળના સર્વ દ્વીપ સમુદ્રના સર્વ ચંદ્રની સંખ્યા ઉમેરવાથી જે સંખ્યા આવે, તે તે દ્વીપ કે સમુદ્રના ચંદ્રની કે સૂર્યની સંખ્યા નિશ્ચિત થાય છે. દા. ત. ઘાતકીખંડના ૧૨ ચંદ્ર છે તો ૧૨ x ૩ ઊ ૩૬+૪+ર ઊ ૪૨ કાલોદધિના સૂર્ય-ચંદ્રની સંખ્યા છે. પુનઃ ૪૨૪૩ ઊ ૧૨૬+૧૨ +૪+૨ ઊ ૧૪૪ પુષ્કર દ્વીપના સૂર્ય-ચંદ્રની સંખ્યા છે. મનુષ્ય ક્ષેત્રની બહાર ચંદ્ર-સૂર્યનું પરિજ્ઞાન :- મનુષ્ય ક્ષેત્રની બહાર ચંદ્ર- સૂર્યની દિશા–વિદિશામાં આઠ પંક્તિ છે. પ્રત્યેક પંક્તિમાં એક સૂર્ય એક ચંદ્ર એમ ક્રમશઃ છે. પ્રત્યેક પંક્તિમાં ચંદ્ર-સૂર્યનું અંતર ૫0,000 યોજન છે. પરંતુ ચંદ્ર-ચંદ્ર અને સૂર્ય-સૂર્ય વચ્ચેનું અંતર અલગ છે. ચંદ્રની સાથે અભિજીત નક્ષત્રનો સ્થિર યોગ છે અને સૂર્યની સાથે પુષ્ય નક્ષત્રનો સ્થિર યોગ છે; કારણ કે ત્યાં ચંદ્ર-સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા વગેરે બધા જ સ્થિર છે.
મનુષ્યક્ષેત્રની બહાર સ્વાભાવિક રીતે જ વરસાદ થતો નથી. ઘર ગામ આદિ હોતા નથી. મનુષ્યોનું ગમનાગમન થતું નથી. ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, સાધુ-સાધ્વી આદિ નથી, પરંતુ વૈક્રિયથી કે વિદ્યા પ્રયોગથી અથવા પરપ્રયોગથી કોઈ મુનષ્ય જઈ શકે છે. દિવસ–રાત્રિ આદિનું કાળ જ્ઞાન નથી, અગ્નિ નથી, ગ્રહણ, પ્રતિચંદ્ર, ઈન્દ્રધનુષ આદિ હોતા નથી.
મનુષ્યક્ષેત્રમાં સૂર્ય-ચંદ્રના તાપક્ષેત્ર ઊર્ધ્વમુખી કદમ્બપુષ્પના સંસ્થાન- વાળા છે. મનુષ્યક્ષેત્રની બહાર પાકી ઈટના સંસ્થાનવાળું તાપક્ષેત્ર છે. ત્યાં સદાય ચંદ્ર-સૂર્યનો મિશ્ર પ્રકાશ હોય છે. ઇન્દ્રવિરહ - ચંદ્ર-સૂર્ય જ્યોતિષેન્દ્રનો વિરહ ઉત્કૃષ્ટ ૬ માસનો હોય છે. ઈન્દ્રના વિરહકાલમાં બે–ચાર સામાનિક દેવો મળીને તે ઇન્દ્રનું કાર્ય કરે છે. અર્થાત્ સંપૂર્ણ જ્યોતિષ પરિવારનું આધિપત્ય ધારણ કરે છે. મુનષ્યક્ષેત્રની બહાર દ્વીપ-સમુદ્ર - બહારના દ્વીપ સમુદ્રની લંબાઈ-પહોળાઈ આદિ સંખ્યાત યોજન રૂપ કહી છે. રુચકદીપ પછી લંબાઈ-પહોળાઈ, પરિધિ, ચંદ્ર અને સૂર્ય આદિ અસંખ્ય-અસંખ્ય કહ્યા છે. સર્વ દ્વીપ-સમુદ્રોમાં દ્વાર, પદ્મવરવેદિકા અને વનખંડ હોય છે. તે દરેક દ્વીપ સમુદ્રોના બે-બે માલિક દેવ છે. પુષ્કર સમુદ્રના શ્રીધર અને શ્રીપ્રભુ માલિક દેવ છે.
નંદીશ્વર દ્વીપનું વર્ણન અંજનગિરી - આ દ્વિીપમાં ચારે દિશાઓમાં બરાબર મધ્યમાં ચાર અંજની પર્વત છે. તે ૮૪,000 યોજનના ઊંચા છે. 1,000 યોજન ભૂમિમાં છે. ૮૫,૦૦૦ યોજન સર્વાગ્ર છે. ૧૦,૦૦૦ યોજનાનો વિસ્તાર છે. ક્રમશઃ ઘટતાં ઘટતાં ઉપર ૧,૦૦૦ યોજનનો વિસ્તાર છે. ગોપુચ્છ સંસ્થાનવાળા છે. પદ્મવર વેદિકા અને વનખંડથી ઘેરાયેલા છે. ઉપર શિખરના મધ્યભાગે સિદ્ધાયતન છે. (વાસ્તવમાં આ માલિક દેવનું ભવન છે.) સિદ્ધાયતન(માલિક દેવનું ભવન) - ૧૦૦ યોજન લાંબુ, ૫૦ યોજન પહોળું અને ૭ર યોજન ઊંચું તથા અનેક સ્તંભોથી બનેલું છે. તેના ચાર દ્વાર છે– દેવદ્વાર, અસુરદ્વાર, નાગદ્વાર, સુવર્ણ દ્વાર, તે દ્વાર ૧૬ યોજન ઊંચા, ૮ યોજન પહોળા છે. દ્વારના તોરણ, ક્ષિાઘર, સૂપ, ચૈત્યવૃક્ષઆદિ વિજયા રાજધાનીના દ્વારના વર્ણનની સમાન છે. મહેન્દ્ર ધ્વજ, નંદાપુષ્કરિણી અને ૪૮,000 ભદ્રાસન છે. ૧૦૮ જિન પ્રતિમા આદિ સૂર્યાભદેવના વિમાનના વર્ણનની સમાન છે.