________________
આગમચાર- ઉતરાર્ધ
94
નોંધઃ- જઘન્ય સ્થિતિ જ્યાં નથી કહી ત્યાં અંતર્મુહૂર્ત સમજવું, ઉત્કૃષ્ટ સ્થિતિ ચાર્ટમાં સર્વત્ર બતાવી છે. સ્ત્રી વેદની કાયસ્થિતિ જઘન્ય એક સમય છે. તેવી જ રીતે નપુંસક વેદની કાયસ્થિતિ પણ એક સમય છે.
| બીજી પ્રતિપત્તિ સંપૂર્ણ
ચતુર્વિધા નામની ત્રીજી પ્રતિપત્તિ પ્રથમ ઉદ્દેશક સંસારના જીવ ચાર પ્રકારના છે. નારક, તિર્યચ, મનુષ્ય, દેવ. નરકવર્ણન:- નરક સાત છે. તેના નામ– (૧) ઘમ્મા (૨) વંશા (૩)શેલા (૪) અંજના (૫) રિફા (૬) મઘા (૭) માઘવતી. ગોત્ર:- (૧) રત્નપ્રભા (૨) શર્કરા પ્રભા (૩) વાલુકા પ્રભા (૪) પંકપ્રભા (૫) ધૂમપ્રભા (૬) તમપ્રભા (૭) તમતમાપ્રભા. પૃથ્વી પિંડ:– સાતે નરકના પૃથ્વી પિંડની જાડાઈ– (૧) ૧,૮૦,૦૦૦ (૨) ૧,૩૨,૦૦૦ (૩) ૧,૨૮,૦૦૦ (૪) ૧,૨૦,૦૦૦ (૫) ૧,૧૮,૦૦૦ (ડ) ૧,૧૬,000 (૭) ૧,૦૮,000 યોજનની છે. તે અસંખ્ય યોજનની લાંબી પહોળી અને ગોળાકાર છે અને અસંખ્ય યોજનની પરિધિ છે. પૃથ્વી પિંડની જાડાઈ સર્વત્ર સમાન છે. કાંડ:- પહેલી નરકમાં ત્રણ કાંડ છે– (૧) બરકાંડ (૨) પંકકાંડ (૩) અપૂબહુલકાંડ. ખરકાંડ ૧૬,000 યોજનાનો છે, પંકકાંડ ૮૪,000 યોજનનો છે, અપૂબહુલકાંડ ૮૦,૦૦૦ યોજનનો છે. ખરકાંડના ૧૬ વિભાગ છે– (૧) રત્નકાંડ (૨) વ્રજ (૩) વૈડૂર્ય (૪) લોહિતાક્ષ (૫) મસારગલ્લ (૬) હંસગર્ભ (૭) પુલક (૮) સૌગંધિક (૯) જ્યોતિરસ (૧૦) અંજન (૧૧) અંજનપુલક (૧૨) રજત (૧૩) જાતરૂપ (૧૪) અંક (૧૫) ફલિહ(સ્ફટિક) (૧૬) રિષ્ટ. આ ૧૬ જાતિના રત્નોના ૧૬ વિભાગ છે. તે પ્રત્યેક એક-એક હજાર યોજન જાડા છે.
પ્રથમ નરકના પૃથ્વીપિંડના એક લાખ એંસી હજાર યોજન ભૂમિભાગના આ ત્રણ વિભાગ છે. આ ત્રણે વિભાગના પૃથ્વી સ્વભાવ, પુદ્ગલ આદિમાં ભિન્નતા છે. શેષ ૬ નરકમાં આ અંતર નથી, માટે તેમાં કાંડ નથી. નરકાવાસ :- નારકીના રહેવાના નગર જેવા સ્થાનને નરકાવાસ કહેવાય છે. તે સંખ્યાતા અને અસંખ્યાતા યોજનાના વિસ્તારવાળા છે. બહારથી ચોરસ આદિ છે, અંદરથી ગોળ છે. તે પંક્તિબદ્ધ અને પુષ્પાવકીર્ણ(પ્રકીર્ણ) પણ છે. પંક્તિબદ્ધ નરકાવાસો ત્રિકોણ, ચોરસ અને ગોળ છે. પ્રકીર્ણ નરકાવાસો વિવિધ સંસ્થાન– વાળા છે. સાતે નરકમાં તેની સંખ્યા ક્રમશઃ આ પ્રમાણે છે– (૧) ૩૦ લાખ (૨) ૨૫ લાખ (૩) ૧૫ લાખ (૪) ૧૦ લાખ (૫) ૩ લાખ (૬) ૧ લાખમાં ૫ ઓછા (૭) પાંચ નરકાવાસા છે, તેના નામકાલ, મહાકાલ, રુદ્ર, મહારુદ્ર, અપ્રતિષ્ઠાન. પૃથ્વી પિંડનો આધાર :- સાતે નરકના પૃથ્વીપિંડની નીચે ૨૦,000 યોજનાની જાડાઈમાં ઘનોદધિ છે. તેની નીચે અસંખ્ય-અસંખ્ય યોજનની જાડાઈનો ઘનવાયુ તનુવાયુ અને આકાશાંતર ક્રમશઃ છે. વલય:- સાતે નરકના પૃથ્વીપિંડની ચારે તરફ ત્રણ વલય છે– (૧) ઘનોદધિ વલય, તે પૃથ્વીપિંડના કિનારાને સ્પર્શીને રહેલો છે. (૨) ઘનવાત વલય, તે ઘનોદધિને સ્પર્શીને રહેલો છે. (૩) તનુવાત વલય, ઘનવાતને સ્પર્શીને રહેલો છે. તનુવાત વલય પછી અલોકાકાશ છે. આ ત્રણે વલયોની લંબાઈ નરકના પૃથ્વીપિંડની જાડાઈની સમાન છે અને પહોળાઈ નીચે મુજબ છે. નરકના વલયોની પહોળાઈ :
નરક ઘનોદધિ વલય ઘનવાત વલય તનુવાત વલય | કુલ પહોળાઈ | ૧ | યોજન | ૪.૫ યોજન | ૧.૫ યોજન | ૧૨ યોજના | ૨ | ૬. ૩૩ યોજન ૪.૭૫ યોજન ૧.૫ +.૦૮ યોજન | ૧૨.૬૬ યોજન | ૩ | ૬.૬૬ યોજન | ૫ યોજન | ૧.૫ ૧.૧૬ યોજન | ૧૩.૩૩ યોજન ૪ | ૭ યોજન | ૫.૨૫ યોજન | ૧.૭૫ યોજન | ૧૪ યોજના
૭.૩૩ યોજન | ૫.૫ યોજન | ૧.૭૫ + ૦૮ યોજન| ૧૪.૬૬ યોજના | ૬ | ૭.૬૬ યોજન | ૫.૭૫ યોજન ૧.૭૫ +.૧૬ યોજન| ૧૫.૩૩ યોજન ૭ | ૮ યોજન | ૬ યોજન | ૨ યોજન
| ૧૬ યોજના શીપિંડના ચરમાંતથી ચારે દિશાઓમાં અલોક ૧૨ યોજન દૂર છે અને સાતમી નરકના પૃથ્વીપિંડના ચરમાંતથી ૧૬ યોજન દૂર છે. સંસ્થાન:-પૃથ્વીપિંડ અને તેની નીચે રહેલા ઘનોદધિ આદિ જાલરના આકારે છે અને ચારે બાજુ ઘનોદધિ આદિ વલયાકારે છે. ઉપસંહાર – અપેક્ષાથી તથા બહુલતાની દષ્ટિથી આ નરકસ્થાનોમાં સર્વ જીવ ઉત્પન્ન થઈ ચૂક્યા છે. આ સર્વે નરકસ્થાન શાશ્વત અને અનાદિ છે. પ્રથમ નરકથી બીજી નરક જાડાઈમાં થોડી ઓછી છે, વિસ્તારની અપેક્ષાથી વિશેષાધિક છે. આ પ્રમાણે આગળ આગળની નરકમાં સમજી લેવું. શાસ્ત્ર વચનનો એકાંતિક શબ્દઅર્થ ન કરતાં નય-નિક્ષેપાના વિવેક સાથે ભાવઅર્થ સમજવો.
બીજો ઉદ્દેશક નરક વર્ણન:આંતરા, પાથડા, છત – નરક પૃથ્વીના ઉપરના ભાગને છત, નીચે તળિયાના ભાગને ઠીકરી, અને તેની વચ્ચે મકાનના માળની જેમ જેટલા વિભાગ હોય તેને પાથડા-પ્રસ્તર કહે છે. બે પાથડાની વચ્ચેના ભાગને આંતરા કહે છે. પાથડા દરેક નરકમાં છે. આંતરા છ નરકમાં છે. સાતમી નરકમાં નથી. ઉપરની છત અને નીચેની ઠીકરી સર્વ નરકમાં છે. સર્વ પ્રથમ ઉપર છત ત્યાર બાદ પાથડા, આંતરા, પાથડા એ પ્રમાણે છે. અંતમાં પાથડા અને ત્યારબાદ ઠીકરી છે. સાતમી નરકમાં ઉપર છત પછી પાથડો અને નીચે ઠીકરી છે. તેના માપ યોજનામાં આ પ્રમાણે છે. છત પરિમાણ: