________________
આગમસાર- ઉતરાર્ધ
છે. (૧૨) અકર્મભૂમિ અને અંતરદ્વીપના મનુષ્ય અને સિદ્ધોનું વર્ણન પણ સૂત્રમાં નથી, થોકડામાં છે. (૧૩) અસંજ્ઞી મનુષ્યની ચોથી પર્યાપ્તિ અપૂર્ણ રહે છે. ત્રણ પૂર્ણ થાય છે. (૧૪) પૃથકત્વ અને પ્રત્યેક શબ્દનો પ્રયોગ ન કરતા અનેક શબ્દનો પ્રયોગ કર્યો છે. (૧૫) જઘન્ય અવગાહના સર્વત્ર અંગુલના અસંખ્યાતમા ભાગની છે, પંચેન્દ્રિયોમાં ઉત્તર વૈક્રિયની જઘન્ય અંગુલના સંખ્યામાં ભાગની છે. ત્રાસ-સ્થાવર જીવોની સ્થિતિ આદિ:જીવ | સ્થિતિ કાયસ્થિતિ
અંતર
અલ્પબદુત્વ | ત્રસ | ૩૩ સાગરો | ૨૦૦૦ સાગરોપમ સાધિક વનસ્પતિકાલ ૧. અલ્પ. | સ્થાવર ૨૨,૦૦૦ વર્ષ વનસ્પતિકાલ
૨૦૦૦ સાગર સાધિક ૨. અનંતગુણા નોધ:- સ્થિતિ, કાયસ્થિતિ અને અંતર જઘન્ય અંતમુહૂર્ત છે.
| / પ્રથમ પ્રતિપત્તિ સંપૂર્ણ
ત્રિવિધા નામની બીજી પ્રતિપત્તિ સ્ત્રીવર્ણન: સંસારી જીવ ત્રણ પ્રકારના છે– સ્ત્રી, પુરુષ, નપુંસક. જેમાં સ્ત્રીઓ ત્રણ પ્રકારની છે– (૧) તિર્યંચ યોનિક સ્ત્રીતિર્યંચાણી (૨) મનુષ્યાણી (૩) દેવી. તિર્યંચાણીના પાંચ ભેદ અને બીજા ભેદાનભેદ છે. મનુષ્યાણીના કર્મભૂમિ આદિની અપેક્ષાથી ત્રણ ભેદ છે અને ભરતક્ષેત્ર આદિની અપેક્ષાથી ભેદાનભેદ છે.દેવીના ભવનપતિ આદિ ચાર ભેદ છે અને અસુર આદિ ભેદાનભેદ છે સ્થિતિ – (૧) સમુચ્ચય સ્ત્રીની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટમાં ચાર વિકલ્પ છે– (૧) ૫૫ પલ્ય (૨) ૫૦ પલ્ય (૩) ૯ પલ્ય (૪) ૭ પલ્ય. (૨) તિર્યંચાણીની સ્થિતિ– પ્રથમ પ્રતિપત્તિમાં કહેલી સંજ્ઞી તિર્યંચવત્ છે. (૩) સામાન્ય મનુષ્યાણીની સ્થિતિ– જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્ય, સાધ્વીની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન ક્રોડપૂર્વ. આ પ્રકારે પંદર કર્મભૂમિમાં સ્થિતિ છે. અકર્મભૂમિ અને અંતરદ્વીપમાં જન્મની અપેક્ષાએ જઘન્ય સ્થિતિ, ઉત્કૃષ્ટ સ્થિતિથી કિંચિત્ ઓછી હોય છે. સાહરણની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન ક્રોડપૂર્વ. (૪) ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી, વૈમાનિક, આદિની દેવીની સ્થિતિ પોતાના સ્થાનની સ્થિતિ પ્રમાણે હોય છે. કાયસ્થિતિઃ- (૧) સમુચ્ચય સ્ત્રીની કાયસ્થિતિ જઘન્ય એક સમયની હોય છે અને ઉત્કૃષ્ટમાં પાંચ વિકલ્પ છે– (૧) અનેક(ત્રણ) પલ્યોપમ સાધિક અનેક (સાત) ક્રોડપૂર્વ (૨) ૧૧૦ પલ્યોપમ (૩) ૧૦૦ પલ્યોપમ (૪)૧૮ પલ્યોપમ (૫) ૧૪ પલ્યોપમ. (૨) તિર્યંચાણીની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ અને સાત ક્રોડપૂર્વ અધિક. (૩) સામાન્ય મનુષ્યાણીની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ અનેક(સાત) કરોડપૂર્વ, સાધ્વી(ધર્માચારણી)ની અપેક્ષાએ કાયસ્થિતિ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ દેશોન કોડ પૂર્વ.
અકર્મભૂમિની સ્ત્રીની કાયસ્થિતિ જન્મની અપેક્ષા જઘન્ય પોતાની સ્થિતિથી થોડી(અંતર્મુહૂર્તી ઓછી અને ઉત્કૃષ્ટ પૂર્ણ સ્થિતિ હોય છે. સાહરણની અપેક્ષાથી જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ સાધિક દેશોન ક્રોડપૂર્વ (સાહરણ કરીને લવાયેલી વ્યક્તિ અકર્મભૂમિમાં પોતાનું અવશેષ દેશોન ક્રોડપૂર્વ) આયુષ્ય પૂર્ણ કરી પાછા તે જ ક્ષેત્રમાં જન્મ લઈ યુગલિક બની જાય તો આ કાયસ્થિતિ સંભવે છે. (૪) દેવીની કાયસ્થિતિ તેમની સ્થિતિ પ્રમાણે જ હોય છે. નોધ:- સામાન્ય મનુષ્યાણીમાં એક સમયની કાયસ્થિતિ થતી નથી. ધર્માચારણી સ્ત્રીમાં ભાવની અપેક્ષાથી સ્વાભાવિક જ એક સમયની અવસ્થિતિ સંભવે છે.
- અલ્પબહત્વ - સર્વથી થોડી મનુષ્યાણી, તેનાથી તિર્યંચાણી અસંખ્યાતગુણી તેનાથી દેવી અસંખ્યાતગણી. સ્ત્રીવેદનો બંધ :- જઘન્ય એક સાગરોપમના સાતીયા દોઢ ભાગ પલ્યોપમનો અસંખ્યાતમો
રાતમાં ભાગ ન્યૂન, ઉત્કૃષ્ટ ૧૫ ક્રોડા-દોડી સાગરોપમ, અબાધા કાલ ૧૫00 વર્ષનો. સ્ત્રીવેદનો સ્વભાવ કરીષ–અગ્નિ સમાન હોય છે. પુરુષ વર્ણન - તેના ત્રણ પ્રકાર છે– તિર્યંચ, મનુષ્ય, દેવ. તેના ભેદ-પ્રભેદ પૂર્વવત્ છે. સ્થિતિ – (૧) સમુચ્ચય પુરુષની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ (૨) તિર્યંચની સ્થિતિ પાંચ ભેદની પૂર્વવતુ (૩) મનુષ્યની સ્થિતિ સ્ત્રીવતું. અકર્મભૂમિમાં પણ સ્ત્રીવત્ (૪) દેવોની સ્થિતિ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ. કાયસ્થિતિ :- (૧) સમુચ્ચય પુરુષની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનેક સો સાગરોપમ સાધિક (૨) તિર્યંચ પુરુષની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ, અનેક(સાત) કરોડ પૂર્વ અધિક (૩) સામાન્ય મનુષ્યની કાયસ્થિતિ તિર્યચવતુ, ધર્માચરણી(સાધુ) પુરુષની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ દેશોને કરોડપૂર્વ, અકર્મભૂમિના મનુષ્યની કાયસ્થિતિ અકર્મભૂમિની સ્ત્રીવત્ (૪) દેવોની સ્થિતિવત્ કાયસ્થિતિ હોય છે. અલ્પબદુત્વઃ- સર્વથી થોડા મનુષ્ય, તેનાથી તિર્યંચ પુરુષ અસંખ્યાતગુણા, તેનાથી દેવ પુરુષ અસંખ્યાતગણા. પુરુષવેદનો બંધ - જઘન્ય આઠ વર્ષ, ઉત્કૃષ્ટ ૧૦ ક્રોડાકોડી સાગરોપમ, અબાધાકાલ ૧000 વર્ષ, પુરુષ વેદનું સ્વરૂપ વનદાવાગ્નિની જાળ સમાન છે. નપુંસક વર્ણન –નપુંસક ત્રણ પ્રકારના હોય છે. નારકી, તિર્યંચ અને મનુષ્ય. સાત નરકના સાત ભેદ છે. તિર્યંચના પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય આદિ ભેદ છે. મનુષ્યના કર્મભૂમિ આદિ ભેદ છે.