________________
jainology II
55
આગમસાર અનંતાનુબંધી:- જે કષાય સમકિતની ઘાત કરે, જે કષાયનો અંત ન હોય, જે કષાયને સમાપ્ત કરવાનું કોઈ લક્ષ્ય યા મર્યાદા ન હોય તે અનંતાનુબંધી કહેવાય છે. ગુસ્સો, ઘમંડ, કપટ, લાલચ અનંત સંસાર વધારનારા મિથ્યાત્વ મોહને પ્રાપ્ત કરાવનારા કષાય અનંતાનુબંધી છે. અપ્રત્યાખ્યાની – જે કષાય પ્રત્યાખ્યાન વૃત્તિનો પૂર્ણપણે નાશ કરે છે. જેના ઉદયથી ત્યાગ પ્રત્યાખ્યાનની વૃત્તિ યા રુચિ ઉત્પન્ન થતી નથી, પૂર્વમાં વ્રત યા વ્રત રુચિ હોય તો તેને આ કષાય નષ્ટ કરી દે છે. આ કષાયનો ક્રમ અંત રહિત હોતો નથી. ગુરુ સાનિધ્ય આદિ કોઈ નિમિત્તને પામીને યા સ્વતઃ કાળક્રમથી સંવત્સરની અંદર આ ક્રમ પરિવર્તિત થઈ જાય છે. પ્રત્યાખ્યાનાવરણઃ— જે કષાય સંયમ ભાવનો બાધક છે યા નાશક છે. અર્થાત્ સંયમના નવા ભાવોને આવવા ન દે અને જૂના ભાવોને નષ્ટ કરે. કાંઈક અંશે વ્રત પ્રત્યાખ્યાન યા શ્રાવક વૃત્તિમાં આ બાધક ન થાય. આ કષાયનો ક્રમ ૫-૧૦ દિવસ ઉત્કૃષ્ટ ૧૫ દિવસથી વધુ ન ચાલે. સંજ્વલન - ક્ષણભર માટે આવશ્યક પ્રસંગો કે પરિસ્થિતિઓથી આ કષાય ઉત્પન્ન થાય છે અને તુરત જ જ્ઞાન વૈરાગ્ય વિવેક અથવા સહજ સ્વભાવથી સ્વતઃ નષ્ટ થઈ જાય છે. અપ્રમત્ત અવસ્થાના વિકાસ એવં વીતરાગ અવસ્થાની પ્રાપ્તિમાં આ કષાય બાધક થાય છે. આ કષાયથી સંયમનો સર્વથા નાશ થતો નથી પરંતુ તે સંયમની કિંચિત્ હાનિ અવશ્ય કરે છે. એ જ કારણે આ સંજવલન કષાય ચારિત્રને “કષાય કુશીલ' સંજ્ઞા અપાવે છે. આ કષાયનો ક્રમ ઝડપથી કે તત્કાળ નષ્ટ થાય છે, ઉત્કૃષ્ટ એક દિવસથી વધુ રહી શકતો નથી.
સંજ્વલન કષાયનો સ્વભાવ પાણીની લીટીની જેમ તુરત જ મિનિટો કલાકોમાં નષ્ટ થવાવાળો છે. પ્રત્યાખ્યાનાવરણ કષાયનો સ્વભાવ રેતીની લીટી સમાન છે. જે થોડા સમયમાં નષ્ટ થવાવાળો છે. અપ્રત્યાખ્યાન કષાયનો સ્વભાવ પાણી રહિત તળાવની માટીની તિરાડો સમાન મહિનાઓ સુધી રહીને દૂર થાય છે. અનંતાનુબંધી કષાય પથ્થર યા પર્વતની તિરાડની સમાન છે. જેના નષ્ટ થવાનો નિશ્ચિત સમય જ હોતો નથી.
આભોગ– જાણવા છતાં ક્રોધાદિ કરવા. અનાભોગ- અજાણતા ક્રોધાદિ થવા. ઉપશાંત– વચન કાયામાં બહાર અપ્રકટરૂપ ક્રોધાદિ. અનુપશાંત વચન કાયામાં પ્રકટ રૂપ ક્રોધાદિ. આ સર્વે પ્રકારના કષાય અને એના ભેદ પ્રભેદ ૨૪ દંડકમાં સૂક્ષ્મ બાદર બધાને કોઈ ને કોઈ રૂપમાં યા અસ્તિત્વ રૂપમાં હોય છે. તેથી સૂત્રમાં સર્વે દંડકોમાં એની વક્તવ્યતા કહેવાઈ છે.
પંદરમું ઇન્દ્રિય પદ પ્રથમ ઉદ્દેશક (૧) સંસ્થાન (આકાર) – ૧. શ્રોતેન્દ્રિયનો – કદંબ પુષ્પ ૨. ચ ઇન્દ્રિયનો – મસુર દાળ, ૩. ધ્રાણેન્દ્રિયનો– અતિમુક્તક(ધમણ), ૪. રસનેન્દ્રિયનો- યુરપ્ર, ખુરપા(અસ્ત્રાની ધાર) સ્પર્શેન્દ્રિયનો– વિવિધ. (૨) લંબાઈ પહોળાઈ - જિહેન્દ્રિયની લંબાઈ અનેક અંગુલ છે અને સ્પર્શેન્દ્રિયની લંબાઈ શરીર પ્રમાણ છે. શેષ સર્વેની લંબાઈ અને પહોળાઈ અંગુલના અસંખ્યાતમાં ભાગની છે. (૩) પ્રદેશઃ- પાંચે ય ઇન્દ્રિયો અનંતપ્રદેશી અને અસંખ્ય પ્રદેશાવગાઢ છે. (૪) અલ્પબદુત્વ – સર્વેથી નાની ઇન્દ્રિય ચક્ષુ ઇન્દ્રિય છે. શ્રોતેન્દ્રિય એનાથી સંખ્યાતગણી, ધ્રાણેન્દ્રિય તેનાથી સંખ્યાતગણી, રસનેન્દ્રિય અસંખ્યાતગણી અને સ્પર્શેન્દ્રિય એનાથી સંખ્યાતગુણી હોય છે. આ ક્રમથી પ્રદેશ પણ અભ્યાધિક છે. (૫) ચાર સ્પર્શ – એના બે વિભાગ છે. ૧ કર્કશ અને ભારે(ગુરુ), ૨ મૃદુ અને લઘુ(હલકા); આ એક ગુણ યાવતુ અનંતગુણ પર્યત પાંચ ઇન્દ્રિયોમાં હોય છે. અલ્પબદુત્વ - ચક્ષુ ઇન્દ્રિયમાં કર્કશ-ગુરુ સર્વથી ઓછા છે. પછી ક્રમશઃ શ્રોત્રેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, જિહેન્દ્રિય, સ્પર્શેન્દ્રિયમાં અનંતગણા છે.
સ્પર્શેન્દ્રિયમાં મૃદુલઘુ બધાથી ઓછા છે. પછી ક્રમશઃ જિહેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય, ચક્ષુઈન્દ્રિયમાં અનંતગણા છે. સ્પર્શેન્દ્રિયમાં કર્કશ–ગુરુથી મૃદુ–લઘુ અનંતગણા હોય છે.
ઉપરોક્ત વર્ણન ૨૪ દંડકમાં પણ સમજવું. તેમાં જેમને જેટલી ઇન્દ્રિય છે, તેટલી સમજવી; તેમજ શરીરની અવગાહના અને સંસ્થાન જે હોય તે જ સ્પર્શેન્દ્રિયની અવગાહના અને સંસ્થાન સમજવા. સ્પષ્ટ-પ્રવિષ્ટ :- ચક્ષઇન્દ્રિય પોતાના વિષયના પદાર્થોને દૂર રહીને વિષયભત બનાવી એનું જ્ઞાન પ્રાપ્ત કરી લે છે. અર્થાત એ પદાર્થોના ચક્ષુ ઇન્દ્રિયમાં પ્રવેશ અને સ્પર્શ બંને હોતા નથી. શેષ ઇન્દ્રિયો પોતાના વિષયભૂત પદાર્થોના સ્પર્શ અને ગ્રહણ(પ્રવેશ) કર્યા પછી જ તેનો બોધ કરે છે. વિષય ક્ષેત્ર – જઘન્ય વિષય ચક્ષુઇન્દ્રિયનો અંગુલનો સંખ્યાતમો ભાગ છે. શેષ ચાર ઇન્દ્રિયોનો અંગુલનો અસંખ્યાતમો ભાગ છે. ઉત્કૃષ્ટવિષય ચાર્ટમાં જુઓ–પાંચે ય ઈન્દ્રિયઓનો ઉત્કૃષ્ટ વિષય:
જીવ નામ | શ્રોત્રેન્દ્રિય | ચઇન્દ્રિય | ધ્રાણેન્દ્રિય | રસનેન્દ્રિય | સ્પર્શેન્દ્રિય એકેન્દ્રિય
૪૦૦ ધનુષ બેઇન્દ્રિય | -
૬૪ ધનુષ | ૮૦૦ ધનુષ તે ઇન્દ્રિય
| ૧૦૦ ધનુષ | ૧૨૮ ધનુષ ૧૬૦૦ ધનુષ ચોરેન્દ્રિય
| ર૯૫૪ યોજન | ૨૦૦ધનુષ | ૨૫૬ ધનુષ | ૩૨૦૦ ધનુષ અસંજ્ઞી પંચે ૧ યોજન | પ૯૦૮ યોજન | ૪૦૦ ધનુષ ૫૧૨ ધનુષ | ૬૪૦૦ ધનુષ સંજ્ઞી પંચેo | ૧૨ યોજન | ૧ લાખ યો) સાજી| ૯ યોજન | ૯ યોજન | ૯ યોજન
ઔધિક જીવ | ૧૨ યોજન ૧ લાખ યો સા૦ ૯ યોજના | યોજન | ૯ યોજન | [સંક્ષિપ્તાક્ષર સૂચિ: પંચે) ઊ પંચેન્દ્રિય, યોd સાવ ઊ યોજન સાધિક.]
આ ઇન્દ્રિય વિષય ઉત્સધાંગુલથી કહેલ છે. જઘન્ય વિષય આત્માંગુલથી સમજવો જોઇએ.