________________
આગમસાર– ઉતરાર્ધ
78
સત્તાવીસમું : કર્મ વેદ વેદક પદ (વેદતો વેદે )
જ્ઞાનાવરણીય આદિ કર્મવેદન કરતો થકો જીવ બીજા કેટલા કર્મોનું વેદન કરે છે, તે આ પદમાં બતાવવામાં આવ્યું છે તેથી તેના વિષયને વેદતો વેદે આ સંજ્ઞાથી કહેવાય છે.
સમુચ્ચય જીવ તેમજ મનુષ્ય :– જ્ઞાનાવરણીય કર્મ વેદતો થકો સમુચ્ચય જીવ અને મનુષ્ય આઠ વેદે અથવા સાત વેદે. જેમાં સાત વેદક અશાશ્વત હોવાથી બહુવચનની અપેક્ષા ત્રણ ભંગ થાય છે. દર્શનાવરણીય અને અંતરાય કર્મ પણ આ જ રીતે છે.
વેદનીય કર્મ વેદતો થકો, સમુચ્ચય જીવ અને મનુષ્ય આઠ વેદે, સાત વેદે અથવા ચાર વેદે. બહુવચનની અપેક્ષા ‘સાત વેદક’ અશાશ્વત હોવાથી ત્રણ ભંગ થાય છે. આયુ, નામ અને ગોત્ર કર્મ પણ આ જ રીતે છે. બાકીના દંડક :– બાકી ૨૩ દંડકના જીવ આઠે કર્મને વેદતા થકા નિયમા આઠે કર્મ વેદે છે કારણ કે ૧૦માં ગુણસ્થાન સુધી બધા જીવોને આઠ કર્મોનો ઉદય હોય છે. ૧૧મા, ૧૨મા ગુણસ્થાનમાં મોહકર્મનો ઉદય રહેતો નથી તેના સિવાય સાત કર્મોનો ઉદય ત્યાં રહે છે. પછી ૧૩મા, ૧૪મા ગુણસ્થાનમાં જ્ઞાનાવરણીય દર્શનાવરણીય તેમજ અંતરાયનો પણ ઉદય રહેતો નથી. કેવળ ચાર અઘાતી કર્મ આયુ, નામ, ગોત્ર, વેદનીયનો ઉદય ત્યાં અંતિમ સમય સુધી રહે છે. ત્રેવીસ દંડકના જીવોમાં ૪ ૫ ગુણસ્થાનથી આગળના ગુણસ્થાન હોતા નથી, માટે ત્યાં કોઈ વિકલ્પ નથી.
અઠ્ઠાવીસમું : આહાર પદ પ્રથમ ઉદ્દેશક
જીવાભિગમ સૂત્રની પ્રથમ પ્રતિપત્તિમાં ૨૪ દંડકના જીવોના આહાર સંબંધી કંઈક વર્ણન છે. ત્યાં આહારના પુદ્ગલોના પ્રદેશ, અવગાહના, સ્થિતિ, વર્ણાદિ અને છ દિશાઓ સંબંધી તેમજ આત્માવગાઢ આદિ કુલ ૨૮૮ પ્રકારના આહારનું વર્ણન આવી ગયું છે, અહીંયા આહાર સંબંધી બીજા અનેક વિષયોનું વર્ણન આ પ્રમાણે છે—
૧. ચોવીસે દંડકના જીવ આહારક, અણાહારક બંને પ્રકારના હોય છે.
૨. નારકી—દેવતા અચિત્ત આહારી હોય છે. મનુષ્ય-તિર્યંચ સચિત્ત, અચિત્ત, મિશ્ર ત્રણે પ્રકારનો આહાર કરે છે.
૩. ચોવીસ દંડકમાં આભોગ–અનાભોગ બંને પ્રકારના આહાર છે. અણાભોગ આહાર સ્વતઃ થવાથી સર્વ જીવોને આખા ભવમાં નિરંતર ચાલતો રહે છે.
૪. આભોગ આહાર ઇચ્છા થવા પર થાય છે તેથી તેની કાલ મર્યાદા છે તે આ પ્રકારે છે. જેમકે–
નારકીમાં :– અસંખ્યાત સમયના અંતર્મુહૂર્તથી આહા૨ેચ્છા થાય છે.
પાંચ સ્થાવર :– આભોગ આહાર પણ નિરંતર ચાલુ રહે છે.
ત્રણ વિકલેન્દ્રિય :– નરકની સમાન અસંખ્ય સમયના અંતર્મુહૂર્તથી આહારેચ્છા ઉત્પન્ન થાય છે પરંતુ વિમાત્રાથી ઉત્પન્ન થાય છે અર્થાત્ અંતર્મુહૂર્ત પણ નાનું મોટું નિશ્ચત નથી તેમજ કેટલીયવાર થાય અને કેટલીયવાર રહે તેની પણ કંઈ નિશ્ચત મર્યાદા હોતી નથી.
સંશીતિર્યંચ ઃ– જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ બે દિવસના અંતરે આહારની ઇચ્છા થાય છે.
સંશી મનુષ્ય :– જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ દિવસના આંતરે આહારની ઈચ્છા થાય છે.
અસુરકુમાર :– જઘન્ય એક દિવસ, ઉત્કૃષ્ટ ૧૦૦૦થી અધિક વર્ષના આંતરે આહારની ઈચ્છા થાય છે.
નવનિકાય અને વ્યંતર :– જઘન્ય એક દિવસથી ઉત્કૃષ્ટ અનેક દિવસે આહારની ઈચ્છા થાય છે.
જ્યોતિષી :– જઘન્ય અનેક દિવસે ઉત્કૃષ્ટ પણ અનેક દિવસે આહારની ઈચ્છા થાય છે. જઘન્યમાં બે દિવસ આદિ હોય, ઉત્કૃષ્ટમાં પાંચદસ દિવસ પણ હોય.
વૈમાનિક ઃ— જઘન્ય અનેક દિવસે, ઉત્કૃષ્ટ હજારો વર્ષે અર્થાત્ જેટલા સાગરોપમની સ્થિતિ છે તેટલા હજાર વર્ષે આહારની ઇચ્છા થાય છે. જેમ કે– સર્વાર્થસિદ્ધ દેવોને ૩૩ હજાર વર્ષે આહારની ઇચ્છા થાય છે. જે રીતે સાતમા શ્વાસોચ્છવાસ પદમાં પક્ષ કહ્યા છે, તે રીતે અહીં એટલા હજાર વર્ષ સમજી લેવા જોઇએ.
૫. નૈયિક ઘણું કરીને અશુભ વર્ણાદિના અર્થાત્ કાળા, નીલા, દુર્ગંધી, તીખા, કડવા, ખરબચડા, ભારે, શીત, રૂક્ષ પુદ્ગલોને આહાર રૂપમાં ગ્રહણ કરી વિપરિણામિત કરીને સર્વાત્મના આહાર કરે છે. દેવતા પ્રાયઃ કરીને શુભ વર્ણાદિનો અર્થાત્ પીળા, સફેદ, સુગંધમય, ખાટા, મીઠા, કોમળ, હલ્કા, સ્નિગ્ધ, ઉષ્ણ પુદ્ગલોને ગ્રહણ કરીને ઇચ્છિત મનોજ્ઞ રૂપમાં પરિણમન કરીને આહાર કરે છે. જે તેને સુખરૂપ થાય છે.
ઔદારિક દંડકોમાં સામાન્ય રૂપથી અશુભ–શુભ બધા વર્ણાદિવાળા પુદ્ગલોનો આહાર થાય છે.
૬. નૈયિકોના આહાર, શ્વાસોચ્છવાસ વારંવાર તેમજ કયારેક કયારેક એમ બંને પ્રકારે હોય છે. અર્થાત્ સાંતર–નિરંતર બંને પ્રકારનો હોય છે. એવી રીતે ઔદારિકના બધા દંડકમાં સમજવું. દેવતાઓમાં ઘણા સમયે કયારેક આહાર હોય છે.
૭. જે આહાર પુદ્ગલ લેવાઈ જાય છે, તેનો સંખ્યાતમો ભાગ (અસંખ્યાતમો ભાગ) આહાર–રસ રૂપમાં પરિણત કરીને ગ્રહણ કરે છે અને તે પુદ્ગલોનો આહાર તો દ્રવ્ય તેમજ ગુણોની અપેક્ષાએ અનંતમો ભાગ જ હોય છે. ૨૪ દંડકમાં પણ આ જ પ્રકારે છે. ૮. નૈરિયક આહાર હેતુ જેટલા પુદ્ગલ લે છે તે અપરિશેષ ગ્રહણ કરે છે. અર્થાત્ પડવું, વિખેરવું, બચાવવું અથવા નકામા ભાગ રૂપથી છોડવું આદિ હોતા નથી. તેવી જ રીતે બધા દેવ તેમજ એકેન્દ્રિયના અપરિશેષ આહાર હોય છે કારણ કે કવલ આહાર નથી. વિકલેન્દ્રિય તેમજ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યને રોમાહારથી તો અપરિશેષ આહાર જ હોય છે પરંતુ કવલાહારમાં ગ્રહણ કરેલા આહારમાંથી સંખ્યાતમા ભાગનો આહાર રસરૂપમાં પરિણત થાય છે; તેમજ અનેક હજારો ભાગ તો એમજ નાશને પ્રાપ્ત થાય છે. અર્થાત્ તેનો શરીરમાં કોઈ ઉપયોગ થતો નથી. તેમાંથી કેટલાયનું આસ્વાદન અને સ્પર્શ પણ થતો નથી અર્થાત્ અનંતાઅનંત