________________
jainology II
83
(૩) મારણાંતિક સમુદ્દાત :– મરણ સમયમાં આગળના જન્મ સ્થાન સુધી આત્મ પ્રદેશોનું બહાર જવા રૂપ તેમજ પાછા આવવા રૂપ આત્મપ્રક્રિયાને મારણાંતિક સમુદ્દાત કહે છે.
(૪) વૈક્રિય સમુદ્દાત :– નારકી, દેવતા, મનુષ્ય, તિર્યંચ, જે કોઈ પણ ઉત્તર વૈક્રિય કરે છે ત્યારે તેને પહેલા સમુદ્દાત કરવો પડે છે; તે જ વૈક્રિય સમુદ્દાત છે અર્થાત્ વૈક્રિય શરીર બનાવવા માટે તેને યોગ્ય પુદ્ગલ ગ્રહણ કરવાના હેતુથી પ્રદેશોને લંબાઈ–ઊંચાઈમાં હજારો યોજન બહાર ફેલાવવામાં આવે છે. પછી તે શરીર પ્રમાણ પહોળાઈ અને હજારો યોજન લંબાઈવાળા અવગાહિત ક્ષેત્રમાં રહેલા વૈક્રિય વર્ગણાવાળા પુદ્ગલ ગ્રહણ કરાય છે. આ પ્રકારે આત્મપ્રદેશોની શરીરથી બહાર નીકળવાની પ્રક્રિયાને વૈક્રિય સમુદ્દાત કહેવાય છે.
(૫) તેજસ સમુદ્દાત :– શીત અથવા ઉષ્ણ તેજો લબ્ધિવાળા કોઈના પર ઉપકાર અથવા અપકાર કરવાના પરિણામોથી ઉક્ત બંને પ્રકારના પુદ્ગલ ગ્રહણ કરીને પ્રક્ષેપ કરે છે. તે પુદ્ગલોનું વિશેષ માત્રામાં ગ્રહણ કરવા તેમજ છોડવા હેતુ શરીર અવગાહિત ક્ષેત્રથી આત્મપ્રદેશોની બહાર નીકળવા રૂપ જે ક્રિયા થાય છે તેને તૈજસ સમુદ્દાત કહે છે.
(૬) આહારક સમુદ્દાત :– લબ્ધીવંત મુનિ દ્વારા શંકાનું સમાધાન તેમજ જિજ્ઞાસાની તૃપ્તિને માટે જે એક નવું નાનું શરીર બનાવીને લાખો માઈલ દૂર મોકલવામાં આવે છે તે આહારક શરીર છે. તે આહારક શરીર બનાવવામાં અને મોકલવામાં આત્મપ્રદેશો થોડાક બહાર નીકળી જાય છે અને પછી થોડા આત્મપ્રદેશ તે નવા શરીરની સાથે રહેતા ઇચ્છિત સ્થાનમાં જોડાય છે. આત્મપ્રદેશોની શરીર અવગાહિત ક્ષેત્રથી નીકળવા રૂપ આ સંપૂર્ણ ક્રિયાને આહા૨ક સમુદ્દાત કહે છે.
(૭) કેવલી સમુદ્દાત :– મોક્ષ જવાના નજીકના સમયમાં અઘાતીકર્મોની વિસમરૂપતાને સમરૂપ બનાવવા માટે આત્મપ્રદેશ સંપૂર્ણ લોક પ્રમાણ પ્રદેશોમાં વ્યાપ્ત થઈ જાય છે. આત્મપ્રદેશોની અને લોક પ્રદેશોની સંખ્યા સમાન છે તેથી તે જીવના આત્મપ્રદેશોની સર્વોત્કૃષ્ટ અવગાહના હોય છે. ઔદારિક શરીર તો આ સમયે પણ પોતાની અવગાહનામાં જ રહે છે, કેવળ આત્મપ્રદેશો જ નીકળે છે. આ રીતે આઠ સમયને માટે આત્મપ્રદેશોની બહાર નીકળવારૂપ જે પ્રક્રિયા છે, તેને જ કેવલી સમુદ્દાત કહે છે.
કેવલી સમુદ્દાતની પ્રક્રિયામાં જીવ પહેલા સમયે શરીરની જાડાઈ– પહોળાઈના પ્રમાણમાં ઉપર નીચે લોકાંત સુધી આત્મપ્રદેશોને ઠંડરૂપે ફેલાવે છે. બીજા સમયમાં શરીરની લંબાઈ પહોળાઈ પ્રમાણે તે દંડરૂપ પ્રદેશોને પૂર્વ-પશ્ચિમ અથવા ઉત્તર દક્ષિણ કપાટ રૂપમાં ફેલાવે છે. ત્રીજા સમયમાં કપાટ રૂપ આત્મપ્રદેશોને બંને બાજુમાં લોકાંત સુધી ફેલાવે છે, જેનાથી આત્મપ્રદેશ પૂરા લોક ક્ષેત્રમાં અર્થાત્ સમાન કિનારાવાળા ગાઢરૂપમાં વ્યાપ્ત થઈ જાય છે. પરંતુ લોક વિષમ કિનારા– વાળા ઘનરૂપ હોવાથી તેના તે નાના ખૂણા નિષ્કુટરૂપ ક્ષેત્ર વ્યાપ્ત થયા વગર રહી જાય છે. જે ચોથા સમયમાં પૂરાઈ જાય છે. આ રીતે સંપૂર્ણ લોકમાં પૂર્ણ રૂપે આત્મપ્રદેશોને વ્યાપ્ત થવામાં કુલ ચાર સમય લાગે છે અને આ જ ક્રમથી આત્મપ્રદેશોને ફરી સંકુચિત કરવામાં પણ ચાર સમય
લાગે છે.
આ રીતે કેવલ એક સમય જ આત્મપ્રદેશોની સંપૂર્ણ લોકપ્રમાણ અવગાહના અથવા સર્વોત્કૃષ્ટ અવગાહના થાય છે. તેમજ અપેક્ષાથી અર્થાત્ ખૂણા–નિષ્કુટોના ખાલી રહેવાને ગૌણ કરવાની અપેક્ષાએ ત્રણ સમયની લોકપ્રમાણ અવગાહના થાય છે. આ ત્રણે સમયોમાં આત્મપ્રદેશ શરીરમાં ઓછા અને બહાર ઘણા(વધારે) હોય છે.
આ જ કારણે આ ત્રણ સમયોમાં જીવ અણાહારક હોય છે. તેમજ તે સમયે ઔદારિક યોગ પણ માનવામાં આવતો નથી. કાર્મણ કાયયોગ (કાર્યણ શરીરનો વ્યાપાર) રહે છે. અન્ય પાંચ સમયોમાં આત્મપ્રદેશ શરીરમાં વધારે રહે છે અને બહાર ઓછા હોય છે તેથી ઔદારિક શરીરનો યોગ અથવા મિશ્રયોગ અને આહારકતા બની રહે છે.
નોંધ : – કેવળી સમુદ્દાતનો કંઈક વધારે પરિચય ઔપપાતિક સૂત્ર સારાંશના છેલ્લા પ્રકરણથી જાણી લેવો.
=
સમૃઘાતનો સમય :- શરૂઆતના ૬ સમુદ્દાતોમાં અસંખ્ય સમયનો અંતર્મુહૂર્ત લાગે છે. કેવળી સમુદ્દાતમાં આઠ સમય લાગે છે. જેનો ક્રમ આ પ્રમાણે છે.
આઠ સમયની વિગત :
સમય
૧ દંડ રચના—દંડરૂપમાં આત્મપ્રદેશ
૨ કપાટ રચના—કપાટ રૂપ (દિવાલરૂપે)
૩ પૂરિત મન્થાન–સમાન કિનારાવાળા ઘનરૂપ લોક પ્રમાણ
૪ પૂરિત લોક–વિષમ કિનારાવાળા ઘનરૂપ લોક પ્રમાણ
૫
લોક સાહરણ—સમઘનરૂપ લોક
ç
૭
८
દંડકોમાં સમુદ્દાત :– નારકીમાં ૪, દેવતામાં ૫, ચાર સ્થાવર ત્રણ વિકલેન્દ્રિયમાં ૩, વાયુકાયમાં ૪, તિર્યંચ પંચેન્દ્રિયમાં ૫, મનુષ્યમાં ૭. આ સંખ્યા ક્રમથી જ હોય છે, અર્થાત્ પહેલાથી ત્રીજી, પહેલાથી ચોથી વગેરે.
સંસ્થાન
મન્થાન સાહરણ–કપાટ રૂપ સંસ્થાન
કપાટ સાહરણ – દંડરૂપ સંસ્થાન
દંડ સાહરણ – શરીરસ્થ
આગમસાર
યોગ ઔદારિક
ઔદારિક મિશ્ર
કાર્મણ
કાર્મણ
કાર્મણ
ઔદારિક મિશ્ર
ઔદારિક મિશ્ર
ઔદારિક
વિશેષ જ્ઞાતવ્ય :– - (૧) આહારક સમુદ્દાત ત્રણવાર કરેલા જીવ ત્રણ ગતિમાં મળી શકે છે, મનુષ્યમાં ચારવાર કરેલ મળી શકે છે, અર્થાત્ ચોથી વાર આહારક સમુદ્દાત કરનારા તે જ ભવમાં મોક્ષ જાય છે.
(૨) ૧૦ ઔદારિક દંડકમાં કોઈ પણ સમુદ્દાત હોવાની નિયમા નથી અને હોય તો જઘન્ય ૧-૨-૩ આદિ હોય. (૩) નારકીમાં પ્રત્યેક જીવને વેદનીય સમુદ્દાત નિયમથી હોય છે. બાકી કોઈ પણ દંડકમાં આવો નિયમ નથી. (૪) કષાય અને વૈક્રિય સમુદ્દાત નારકી દેવતા બંનેમાં નિયમથી હોય છે.