________________
jainology II
આગમસાર ચૌદમા ગુણસ્થાનમાં અસંખ્યાત ગુણ શ્રેણી કરીને અસંખ્યાત કર્મસ્કંધોનો ક્ષય કરીને ચાર અઘાતી કર્મોનો એક સાથે ક્ષય કરીને ઔદારિક, તેજસ, કાર્મણ શરીર અને બધા છોડવા યોગ્ય પર પદાર્થોને કેવલી ત્યાગ કરી દે છે અને ઋજુ શ્રેણીથી, અસ્પર્શ ગતિથી, સાકારોપયોગમાં, એક સમયમાં, અવિગ્રહ ગતિથી સિદ્ધ થાય છે. તે ઊર્ધ્વ લોકાગ્રમાં પહોંચીને સ્થિત થાય છે.
સિદ્ધ અવસ્થામાં જીવ સદાને માટે કર્મ રજ રહિત, શાશ્વત આત્મ સુખોમાં લીન રહે છે. તેનું ફરી સંસારમાં જન્મ મરણ હોતા નથી; કારણ કે કર્મ જ સંસારનું બીજ છે અને તે સંપૂર્ણ કર્મોનો મૂળથી ક્ષય કરવાથી જ સિદ્ધ બને છે. સિદ્ધોના સુખનું સ્વરૂપ આદિનું વર્ણન ઔપપાતિક સૂત્રમાં છે.
II પ્રજ્ઞાપના સૂત્ર સારાંશ સમાપ્ત
જીવાભિગમ સારાંશ તત્ત્વજ્ઞાનનું મહત્ત્વ : જૈન ધર્મમાં આચાર અને આચાર જ્ઞાનનું સ્થાન સર્વોપરી છે, છતાં પણ તત્ત્વજ્ઞાનરૂપ જીવ-અજીવ અને લોકસ્વરૂપ આદિના જ્ઞાનનું મહત્ત્વ જરાપણ ઓછું નથી. અનેક આગમોમાં અને આચાર શાસ્ત્રોની વચ્ચે પણ આ તત્ત્વોને મહત્ત્વ આપવામાં આવ્યું છે. ઉત્તરાધ્યનસૂત્રમાં વેશ્યા, કર્મ અને જીવ અજીવના ભેદ પ્રભેદોનું વર્ણન કરવામાં આવ્યું છે. સૂયગડાંગસૂત્રમાં જીવોના આહાર સંબંધી સૂક્ષ્મતમ જ્ઞાન સભર એક સંપૂર્ણ અધ્યયન છે. ધર્મ સિદ્ધાંતોની કસોટીના મુખ્ય અંગોમાં તત્ત્વવાદનું પણ એક મુખ્ય સ્થાન છે. દશવૈકાલિક સૂત્રમાં તત્ત્વજ્ઞાનનું ઊંચતમ મહત્ત્વ દર્શાવેલ છે, જેમ કે
જો જીવ વિ ન જાણેઈ, અજીવે વિ ન જાણે ઈ.
જીવાજીવે અનાણતો, કહે સો નાહિઈ સંજમં અધ્ય૦-૪|| ભાવાર્થ:- જીવ અજીવ આદિ તત્ત્વજ્ઞાનના અભાવમાં સંયમધર્મનું પાલન કે અસ્તિત્વ પણ સંભવિત નથી.
આ સર્વ અપેક્ષાઓથી આવશ્યકતા અનુભવીને જ તત્ત્વજ્ઞાનથી પરિપૂર્ણ સ્વતંત્ર અનેક સૂત્રોની ચૌદપૂર્વના શ્રુતજ્ઞાનના આધારે સ્થવિર ભગવંતોએ રચના કરી છે. તેનાથી પહેલા આ વિશાળ તત્ત્વજ્ઞાનનો સમહ બાર
રી છે. તેનાથી પહેલા આ વિશાળ તત્ત્વજ્ઞાનનો સમૂહ બારમા દષ્ટિવાદ નામના સૂત્રમાં હતો તથા સંક્ષેપમાં તો આ તત્ત્વજ્ઞાન જેમ દૂધમાં ઘી સમાય તેમ દરેક આગમમાં સમાયેલું જ છે. સૂત્ર પરિચય અને વિષય:- પ્રસ્તુત સૂત્રમાં જીવ અને અજીવ બે તત્ત્વનું કથન હોવાથી તેનું "જીવા વાભિગમ સૂત્ર એવું સાર્થક નામ છે. આ સૂત્રમાં મુખ્યત્વે જીવવિજ્ઞાનનો વિસ્તાર છે. માટે તેને સંક્ષિપ્તમાં જીવાભિગમ સૂત્ર પણ કહેવાય છે. આ સૂત્રમાં નવ પ્રતિપત્તિ-અધ્યાય છે. તેના પ્રથમ અધ્યાયમાં જ જીવોના શરીર, અવગાહના, આદિ અનેક રીતે સૂક્ષ્મવર્ણન કરવામાં આવેલ છે. આગળના અધ્યાયોમાં વેદ, સ્થિતિ, કાયસ્થિતિ, અંતર, અલ્પબદુત્વ, આદિની સાથે જીવના વિવિધ ભેદોનું વર્ણન છે. વચ્ચે ત્રીજા અધ્યાયમાં નારકી, દેવ આદિના વર્ણનની સાથે નરક પૃથ્વીપિંડ–દેવલોક આદિનું પણ વર્ણન છે. તિરછાલોકનું વર્ણન કરતાની સાથે જંબૂદ્વીપના વિજય દ્વારના માલિક-વિજય દેવનું, તેની રાજધાનીનું, તેના જન્મ તથા જન્માભિષેકનું વર્ણન પણ સૂર્યાભદેવની સમાન છે. સમસ્ત દ્વીપ સમુદ્રોનું વર્ણન સ્વયંભૂરમણ સમુદ્ર પર્વત છે. સૂર્ય-ચંદ્ર આદિ જ્યોતિષીદેવોનું વર્ણન પણ વિસ્તારપૂર્વક છે. આ રીતે આ સૂત્ર વિવિધ તત્ત્વજ્ઞાન તથા ભૌગોલિક જ્ઞાનયુક્ત હોવાથી રોચક પણ છે. સૂત્ર પરિમાણ – આ સૂત્ર એક શ્રુતસ્કંધરૂપ છે. તેની નવ પ્રતિપત્તિ છે.(અધ્યયન છે) બે ભેદથી દશ ભેદ સુધીની અપેક્ષાથી જીવ તત્ત્વનો તેમાં વિવિધ બોધ છે. સંસારી જીવોની નવ પ્રતિપત્તિ પછી સિદ્ધ સહિત સમસ્ત જીવોની પણ બે થી દશ ભેદ સધી વિચારણા કરેલ છે. આ સૂત્રનું પરિમાણ ૪૭૫૦ શ્લોક પ્રમાણ માનવામાં આવેલ છે. પ્રચલન – આ સૂત્રની પ્રથમ પ્રતિપત્તિના મહત્ત્વપૂર્ણ સૂક્ષ્મ તત્ત્વજ્ઞાનને પૂર્વાચાર્યોએ વિશેષ પદ્ધતિથી સંકલિત કરેલ છે. જેનું જૈન સાધુ સમાજ અને શ્રાવક સમાજમાં અત્યંત પ્રચલન છે. ચતુર્વિધ સંઘમાં તેને કંઠસ્થ કરવાની તથા તેના વિશે ચિંતન કરવાની પદ્ધતિ પણ પ્રચલિત છે. જે 'લઘુદંડક' અથવા 'દંડક પ્રકરણ'ના નામથી વિખ્યાત છે. આ થોકડાનો અભ્યાસી સરલતાપૂર્વક જીવાભિગમ સૂત્ર અને પન્નવણાજી આદિના તત્ત્વજ્ઞાનને સમજીને પ્રગતિ કરી શકે છે. આવશ્યક તત્ત્વભેદ : (આગમના અભ્યાસમાં આગળ વધવા માટે આ તત્વભેદની સમજણ પન્નવણા સૂત્રમાંથી કે થોકજ્ઞાન સંગ્રહમાંથી લઇ, કંઠસ્થ અને આત્મસાત કરી લેવી.) (૧)પાંચ શરીર (૧) ઔદારિક (૨) વૈક્રિય (૩) આહારક (૪)તેજસ (૫) કાર્પણ (૨) છ સંઘયણ (૧) વજ8ષભનારાંચ (૨) ઋષભનારાંચ (૩) નારાચ (૪)અર્ધનારાચ (૫) કીલિકા (૬) સેવાર્ત(છેવટ) (૩)છ સંસ્થાન (૧) સમચતુરસ (૨) ચોધ પરિમંડલ (૩) સાદિ (૪) વામન (૫) કુન્જ (૬) હૂંડ (૪)ચાર કષાય (૧) ક્રોધ (૨) માન (૩) માયા (૪) લોભ (૫)ચાર સંજ્ઞા (૧) આહાર (૨) ભય (૩) મૈથુન (૪) પરિગ્રહ (૬)છ લેગ્યા (૧) કૃષ્ણ (૨) નીલ (૩) કાપોત (૪) તેજો (૫) પદ્ય (૬) શુક્લ (૭)પાંચ ઇન્દ્રિય (૧) શ્રોત્ર (ર) ચક્ષુ (૩) ઘાણ (૪) રસના (૫) સ્પર્શ (૮)સાત સમુદ્યાત (૧) વેદનીય (૨) કષાય (૩) મારણાંતિક (૪) વૈક્રિય (૫) તેજસ (૬) આહારક (૭) કેવલી (૯) પયોપ્તિ (૧) આહાર (૨) શરીર (૩) ઈન્દ્રિય (૪) શ્વાસોચ્છવાસ (૫)ભાષા (૬) મન (૧૦) ત્રણ દષ્ટિ (૧) સમ્યગ્દષ્ટિ (૨) મિથ્યાદષ્ટિ (૩) મિશ્રદષ્ટિ (૧૧) ચાર દર્શન (૧) ચક્ષુ (૨) અચક્ષુ (૩) અવધિ (૪) કેવલદર્શન (૧૨) પાંચજ્ઞાન (૧) મતિ (૨) શ્રુત (૩) અવધિ (૪) મન:પર્યવ (૫) કેવલ જ્ઞાન