________________
86
આગમચાર– ઉતરાર્ધ આદિ બતાવેલ નથી. તેનાથી પણ સ્પષ્ટ થાય છે કે આત્મપ્રદેશોને અવગાહિત ક્ષેત્રથી બહાર નીકળવાની પ્રક્રિયાને મુખ્યરૂપથી સમુઘાત માનવામાં આવે છે.
સમુઘાતોનું હાર્દ – ૧. વેદનીય સમુદુઘાતમાં– રોગ વેદના આદિ કષ્ટોમાં વિશેષ પીડિત અવસ્થામાં આત્મપ્રદેશોનું દુઃખજન્ય સ્પંદન થાય છે. તેમાં વેદનીય કર્મનો તીવ્ર ઉદય અને નિર્જરા થાય છે તેમજ પરિણામ અનુસાર બંધ થાય છે. ૨. કષાય સમુઠ્ઠાતમાં– ચારે કષાયોની તીવ્રતા, પ્રચંડતા, આસક્તિથી પ્રભાવિત આત્મપ્રદેશોમાં કંપન–સ્પંદન થાય છે, તેમાં કષાય મોહનીય કર્મનો ઉદય તેમજ નિર્જરણ થાય છે. તેમજ તેના નિમિત્તથી વિવિધ કર્મબંધ પણ થાય છે. ૩. મરણ સમુઠ્ઠાતમાં આગામી ઉત્પત્તિ સ્થાનમાં આત્મપ્રદેશોનું આવાગમન શરૂ થઈ જાય છે તેમાં વર્તમાન આયુ કર્મનો વિશેષ ઉદય તેમજ નિર્જરણ થાય છે. ૪. વૈક્રિય તૈજસ આહારક– આ ત્રણે સમુદ્યાતો, પ્રાપ્ત થયેલી લબ્ધિ વિશેષ દ્વારા પોતપોતાના પ્રયોજનોથી જીવ પોતે કરે છે તેમજ પોતાના પ્રયોજન અથવા કતહલને પૂર્ણ કરે છે. તેમાં નામ કર્મનો ઉદય તેમજ નિર્જરણ થાય છે. ૫. આ છએ સમુદ્યાતોમાં ઓછો વધારે સાંપરાયિક કર્મબંધ પણ થાય છે.
કેવળી સમુદ્યાત મોક્ષ જવાના થોડા સમય પહેલા જ થાય છે. વિષમ માત્રામાં રહેલ વેદનીય, નામ, ગોત્ર કર્મોને અવશેષ આયુષ્યની સાથે સમાન કરવાના લક્ષે કરાય છે. સ્થૂલવ્યવહાર) દષ્ટિથી તે સ્વતઃ હોય છે. તેમજ સૂક્ષ્મ સૈદ્ધાંતિક દષ્ટિથી જીવ કરે છે. તેમાં વેદનીય, નામ, ગોત્ર કર્મોનો વિશિષ્ટ ઉદય તેમજ નિર્જરણ હોય છે. વીતરાગી હોવાથી કેવલ ઈર્યાવહિ ક્રિયાનો બંધ થાય
છે.
૭. ચારે અઘાતી કર્મોમાં જેની સ્થિતિ આદિની અપેક્ષા વિશેષ વિષમતા નથી તે કેવલી સમુઘાત કરતા નથી. ૮. કેવળી સમુદ્ઘાતથી નિર્જરિત પુદ્ગલ સંપૂર્ણ લોકમાં ફેલાય છે, તે અત્યંત સૂક્ષ્મ હોય છે. છવસ્થ જીવ તેને વર્ણ, ગંધ, રસ, સ્પર્શથી જાણી કે દેખી શકતા નથી. ૯. કોઈ દેવ તીવ્ર સુગંધના ડબ્બાને ખોલીને હાથમાં લઈને ત્રણ સેકંડ જેટલા સમયમાં ૨૧ ચક્કર જંબૂઢીપને લગાવીને આવે છે. તેનાથી વ્યાપ્ત ગંધના પુદ્ગલ અત્યંત સૂમ રૂપમાં એવા વિખરાય કે છાસ્થોને જાણવામાં કે જોવામાં વિષયભૂત બનતા નથી. તેવી. જ રીતે કેવલી સમુદ્યાતના સર્વલોકમાં વ્યાપ્ત યુગલોનું સમજવું.
કેવલી સમુદ્યાત અને આયોજીકરણ:આયોજીકરણ અંતર્મુહૂર્તનું હોય છે. મોક્ષને સન્મુખ થવાની પ્રક્રિયા અથવા મોક્ષ જવાના પહેલાં પૂર્વ તૈયારીને આયોજીકરણ કહે છે. આ આયોજીકરણમાં મુખ્ય બે ક્રિયાઓ હોય છે. ૧ કેવલી સમુદ્યાત, ૨ યોગનિરોધ કરવાની ક્રમિક પ્રક્રિયા.
એમ તો તેરમું ગુણસ્થાન જેને પ્રાપ્ત થઈ ગયું છે તે મોક્ષની નજીક જ છે, તોપણ અંતિમ તૈયારીની મખ્યતાથી અહીં આયોજીકરણ કહેલ છે. આ આયોજીકરણ કેવલી સમુઘાતથી શરૂ થઈને યોગ નિરોધની પૂર્ણતામાં સમાપ્ત થાય છે. યોગ નિરોધની પ્રક્રિયા પૂરી થવા પર પૂર્ણ અયોગી જીવ ૧૪મા ગુણસ્થાનમાં પહોંચે છે. ત્યાં પણ બહુજ થોડા સમય-પાંચ લઘુ અક્ષર ઉચ્ચારણ જેટલા સમય સુધી સ્થિર થઈને અવશેષ કર્મ ક્ષય કરીને તે સિદ્ધ, બુદ્ધ, મુક્ત થાય છે.
કેવલી સમુદ્યાત અને યોગ નિરોધ પ્રક્રિયાની વચ્ચે પણ અસંખ્ય સમયોનો અંતર્મુહૂર્ત કાલ રહે છે, જે કેટલીય મિનિટોનો હોય છે. તેટલા કાલમાં કેવલી દ્વારા ગમનાગમન, શય્યા સંસ્કારક પાછા આપવાના, વાર્તાલાપ અથવા દેવોને માનસિક ઉત્તર દેવાની પ્રક્રિયા આદિના પ્રસંગ પણ બની શકે છે. કેટલાય જીવોને કેવલી સમુદ્યાત હોતો નથી, તેને પણ તે પ્રમાણેના અંતર્મુહૂર્ત પહેલા જ મોક્ષ જવાનો ઉપક્રમ ચાલુ થઈ જાય છે અર્થાત્ આયોજીકરણ થાય છે. યોગ નિરોધ પહેલાની પણ પૂર્વની ક્રમિક તૈયારી થાય છે. તેમજ પછી ક્રમશઃ યોગનિરોધ થાય છે.
કેવલી સમુદ્યાત અવસ્થામાં મન અને વચનનો યોગ હોતો નથી, કાય યોગમાં પણ દારિક, ઔદારિક મિશ્ર તેમજ કાર્મણ; આ ત્રણ કાયયોગ હોય છે. યોગનિરોધ પ્રક્રિયા - સર્વ પ્રથમ મનયોગનો વિરોધ કરાય છે. સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તાના પ્રથમ સમયનો જે મનયોગ હોય છે તેનાથી પણ અસંખ્યાત ગણાહીન મનોયોગનો દરેક સમયે અથવા નિરંતર નિરોધ કરતા થકાં અસંખ્ય સમયોમાં પૂર્ણરૂપથી મનોયોગનો વિરોધ કરવામાં આવે છે. ત્યાર પછી વચનયોગનો વિરોધ કરાય છે. બે ઇન્દ્રિયના પર્યાપ્તામાં જઘન્ય યોગવાળાના વચન યોગથી અસંખ્યાતગણા હીન વચન યોગનો નિરંતર નિરોધ કરવામાં આવે છે, તેમજ અસંખ્ય સમયોમાં પૂર્ણરૂપે વચન યોગનો નિરોધ થઈ જાય છે.
ત્યાર બાદ કાયયોગનો નિરોધ કરવામાં આવે છે. સૂક્ષ્મ અપર્યાપ્ત પનક (ફૂલન)ને પ્રથમ સમયે ઉત્પન્ન થવાનો જે જઘન્ય કાય યોગ હોય છે, તેનાથી અસંખ્યાતગણા હીન કાયયોગનો પ્રતિસમય(નિરંતર) નિરોધ કરાય છે. અસંખ્ય સમયોમાં પૂર્ણરૂપે કાયયોગનો નિરોધ થઈ જાય છે.
આ પ્રકારે ત્રણે યોગોનો વિરોધ કરીને કેવલી શેલેશી અવસ્થાને પ્રાપ્ત કરે છે. આ શૈલેશી અવસ્થામાં આત્મપ્રદેશ ૨/૩ શરીર અવગાહિત ક્ષેત્રમાં રહે છે. કાયયોગના નિરોધની સાથે જ ૧/૩ ભાગના આત્મપ્રદેશ સંકુચિત થઈ જાય છે, કારણ કે અયોગી થવાના પહેલાં જ આત્મપ્રદેશોના સંકુચિત થવાની ક્રિયા થઈ જાય છે. શેલેશી અવસ્થા અને અયોગી અવસ્થામાં આવી પ્રક્રિયા સંભવ નથી અને તેમાં જ તેનું અયોગીપણું અને શૈલેશીપણું સાર્થક છે.
ભાવાર્થ એ છે કે ૧૩માં ગુણસ્થાનના છેડા સુધી–૧. આત્મપ્રદેશોનો ૧/૩ સંકોચ, ૨. અયોગીપણું, ૩. શેલેશી અવસ્થા એ ત્રણેની પ્રાપ્તિ થઈ જાય છે. એ ત્રણે અવસ્થા પ્રાપ્ત થવાથી જ ૧૪મા ગુણસ્થાનનો પ્રારંભ થાય છે એવું સમજવું જોઇએ.