________________
આગમચાર– ઉતરાર્ધ
88
(૧૩) ત્રણ અજ્ઞાન (૧) મતિઅજ્ઞાન (૨) શ્રુતઅજ્ઞાન (૩) વિર્ભાગજ્ઞાન (૧૪) ત્રણ યોગ (૧) મનયોગ (૨) વચનયોગ (૩) કાયયોગ (૧૫) બે ઉપયોગ(૧) સાકાર ઉપયોગ (૨) અનાકાર ઉપયોગ (૧૬) બે મરણ (૧) સમવહત મરણ (૨) અસવહત મરણ (૧૭) ચાર ભંગ (૧) અનાદિ અનંત-જે બોલ શાશ્વત રહે અને અભાવમાં હોય તેમા આ ભંગ બને છે.
(૨) અનાદિસાંત– જે બોલ ભવમાં મળે અને સિદ્ધાવસ્થામાં ન રહે તેમાં આ ભંગ બને છે.
(૩) સાદિઅનંત- જે બોલ અભવીમાં કે સંસારીમાં ન હોય, સિદ્ધમાં આ ભંગ હોય છે. (૪) સાદિસાંત– જે બોલ અશાશ્વત હોય અને સિદ્ધોમાં ન હોય એવા પરિવર્તનશીલ સર્વભાવોમાં આ ભંગ હોય છે. જેમાં આ ભંગ હોય છે તેની કાય સ્થિતિ કહેવાય છે. અર્થાત્ આ ભંગની કાયસ્થિતિ હોય છે. અન્ય ત્રણ ભંગોની કાય સ્થિતિ હોતી નથી.
જીવાભિગમ સૂત્ર દ્વિવિધા નામની પ્રથમ પ્રતિપત્તિ અજીવજ્ઞાન – અજીવના બે પ્રકાર છે– (૧) રૂપી (૨) અરૂપી (૧) અરૂપી અજીવ – તેના દસ પ્રકાર– ધર્માસ્તિકાય સ્કંધ, દેશ, પ્રદેશ અધર્માસ્તિકાય સ્કંધ, દેશ, પ્રદેશ; આકાશાસ્તિકાય સ્કંધ, દેશ, પ્રદેશ અને દસમું અપ્રદેશી કાલ દ્રવ્ય. (૨) રૂપી અજીવ – તેના ચાર પ્રકાર– (૧) પુદ્ગલ સ્કંધ (૨) પુદ્ગલ દેશ (૩) પુદ્ગલ પ્રદેશ (૪) પરમાણુ પુદ્ગલ. જીવજ્ઞાન:- જીવના બે પ્રકાર છે– સિદ્ધ અને સંસારી. (૧) સિદ્ધના પંદર પ્રકાર:- (૧) તીર્થ સિદ્ધ (૨) અતીર્થ સિદ્ધ (૩) તીર્થકર સિદ્ધ (૪) અતીર્થકર સિદ્ધ (૫) સ્વયંબુદ્ધ સિદ્ધ (૬) પ્રત્યેક બુદ્ધ સિદ્ધ (૭) બુદ્ધ બોધિત સિદ્ધ (૮) સ્ત્રીલિંગ સિદ્ધ (૯) પુરુષ લિંગ સિદ્ધ (૧૦) નપુંસક લિંગ સિદ્ધ (૧૧) સ્વલિંગ સિદ્ધ (૧૨) અન્ય લિંગ સિદ્ધ (૧૩) ગૃહસ્થ લિંગ સિદ્ધ (૧૪) એક સિદ્ધ (૧૫) અનેક સિદ્ધ. સ્થિતિની અપેક્ષાથી સિદ્ધના ભેદ આ પ્રકારે છે(૧) પ્રથમ સમય સિદ્ધ (૨) દ્વિતીય સમય સિદ્ધ (૩) તૃતીય સમય સિદ્ધ, યાવત દસ સમયના સિદ્ધ, સંખ્યાત, અસંખ્યાત, અનંત સમયના સિદ્ધ. આ પ્રમાણે સિદ્ધોના અનેક ભેદ છે, તેને પરંપર સિદ્ધ કહેવાય છે. (૨) સંસારી જીવોના પ્રકાર:
બે પ્રકાર (૧) ત્રસ (૨) સ્થાવર. ત્રણ પ્રકાર (૧) સ્ત્રી (૨) પુરુષ (૩) નપુંસક. ચાર પ્રકાર (૧) નારક (૨) તિર્યંચ (૩) મનષ્ય (૪) દેવ. પાંચ પ્રકાર (૧) એકેન્દ્રિય (૨) બેઇન્દ્રિય (૩) ઇન્દ્રિય (૪) ચૌરેન્દ્રિય (૫) પંચેન્દ્રિય. છ પ્રકાર (૧) પૃથ્વી (૨) પાણી (૩) અગ્નિ (૪) વાયુ (૫) વનસ્પતિ (૬) ત્રસજીવ. સાત પ્રકાર (૧) નારકી (૨) તિર્યંચ (૩) તિર્યંચાણી (૪) મનુષ્ય (૫) મનુષ્યાણી (૬) દેવ (૭) દેવી.
આઠ પ્રકાર (૧) પ્રથમ સમયના નારક (૨) અપ્રથમ સમયના નારક (૩) પ્રથમ સમયના તિર્યંચ (૪) અપ્રથમ સમયના તિર્યંચ (૫) પ્રથમ સમયના મનુષ્ય (૬)અપ્રથમ સમયના મનુષ્ય (૭) પ્રથમ સમયના દેવ (૮) અપ્રથમ સમયના દેવ.
નવ પ્રકાર (૧) પૃથ્વી (૨) પાણી (૩) અગ્નિ (૪) વાયુ (૫) વનસ્પતિ (૬) બેઇન્દ્રિય (૭) તે ઇન્દ્રિય (૮) ચૌરેન્દ્રિય (૯) પંચેન્દ્રિય.
દસ પ્રકાર (૧) પ્રથમ સમયના એકેન્દ્રિય (૨) અપ્રથમ સમયના એકેન્દ્રિય (૩) પ્રથમ સમયના બેઈન્દ્રિય (૪) અપ્રથમ સમયના બેઇન્દ્રિય (૫) પ્રથમ સમયના તેઇન્દ્રિય (૬) અપ્રથમ સમયના તેઇન્દ્રિય (૭) પ્રથમ સમયના ચૌરેન્દ્રિય (૮) અપ્રથમ સમયના ચૌરેન્દ્રિય (૯) પ્રથમ સમયના પંચેન્દ્રિય (૧૦) અપ્રથમ સમયના પંચેન્દ્રિય. ત્રસ–સ્થાવર બંને પ્રકારના સંસારી જીવો:સ્થાવર- હલનચલન ન કરી શકે તેવા જીવો. તેના પાંચ ભેદ છે–પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય. (૧) પૃથ્વીકાય:- પૃથ્વીકાયના બે ભેદ– સૂક્ષમ અને બાદર (૧) શરીર-ત્રણ, ઔદારિક, તેજસ, કાર્મણ (૨) અવગાહના– જઘન્ય, ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમા ભાગની (૩) સંઘયણ– એક છેવટું (૪) સંસ્થાન-મસૂરની દાળના આકારે (૫) કષાય- ચાર (૬) સંજ્ઞા- ચાર (૭) વેશ્યા– સૂક્ષ્મમાં ત્રણ, બાદરમાં ચાર (૮) ઇન્દ્રિય-સ્પર્શેન્દ્રિય (૯) સમુઘાત– ત્રણ. વેદનીય, કષાય, મારણાંતિક (૧૦) સંજ્ઞી- અસંsી છે. (૧૧) વેદ- નપુંસક (૧૨) પર્યાપ્તિનું પ્રથમ ચાર (૧૩) દષ્ટિ-મિથ્યાત્વ (૧૪) દર્શનઅચક્ષુ દર્શન (૧૫) જ્ઞાન-બે અજ્ઞાન (૧૬) યોગકાયયોગ (૧૭) ઉપયોગ– બે. સાકાર અને અનાકાર.
(૧૮) આહાર– બસો અઠયાસી પ્રકારે આહાર કરે. જેમાં– ૧. અસંખ્યાત પ્રદેશની અવગાહનાવાળા, ૨. અનંત પ્રદેશી આહાર વર્ગણાના પુગલોનો આહાર કરે છે. ૩ થી ૧૪. એક સમયથી વાવ અસંખ્યાત સમયની સ્થિતિવાળા પુદ્ગલ ગ્રહણ કરે છે. ૧૫ થી ૨૭. એક ગુણ કાળો યાવતુ અનંત ગુણ કાળા વર્ણનના પુદ્ગલ ગ્રહણ કરે છે. ૨૮ થી ૨૭૪. કાળાની જેમ શેષ ૪ વર્ણ, ૨ ગંધ, ૫ રસ, ૮ સ્પર્શ; આ ૧૯ના ૧૩–૧૩ બોલના પુદ્ગલો ગ્રહણ કરે છે. ૨૭૫ થી ૨૮૬. સ્પષ્ટ, અવગાઢ, પરંપર–અવગાઢ, સૂમ, પૂલ, ઊંચા, નીચા, તીરછા, આદિ, મધ્ય, અંતથી, સ્વવિષયક પગલોનો અનુક્રમથી પ્રાપ્ત પુદ્ગલોનો આહાર કરે છે. ૨૮૭. લોકાંતે રહેલા સૂક્ષ્મ પૃથ્વીકાય ત્રણ, ચાર કે પાંચ દિશાનો આહાર ગ્રહણ કરે છે. શેષ સર્વ પૃથ્વીના જીવો છ દિશાનો આહાર ગ્રહણ કરે છે. ૨૮૮. પોતાના આત્મ શરીર અવગાહનામાં રહેલા આહાર વર્ગણાના પુદ્ગલોનો આહાર કરે છે. આ પ્રમાણે આહારની અપેક્ષાથી ૨૮૮ બોલોની વિચારણા કરાય છે.