________________
jainology II
85
આગમસાર ૨. જીવ, મનુષ્ય અને તિર્યંચમાં માન સમુદ્યાત ઓછા છે તો પણ ક્રોધ, માયા, લોભ સમુદ્યાતો ક્રમથી વિશેષાધિક છે, જ્યારે નારકી-દેવતામાં કષાય સમુદ્યાતો ક્રમથી સંખ્યાતગણા છે. નારકીમાં લોભ, માન, માયા, ક્રોધ આ રીતે ક્રમ છે અને દેવતામાં ક્રોધ, માન, માયા, લોભ અનુક્રમથી સંખ્યાતગણા છે. ૩. અકષાય સમુદ્યાત શબ્દથી કેવલી સમુદ્યાત અપેક્ષિત છે. અસમોહિયા શબ્દથી સાતે સમુદ્યાતથી રહિત જીવ વિવક્ષિત છે. ૪. વાયુકાર્યમાં વૈક્રિય સમુદ્યાતવાળા બાદર પર્યાપ્તોના અસંખ્યાતમાં ભાગમાં હોય છે તો પણ નારકી દેવતાથી તેની સંખ્યા અધિક હોય છે, કારણ કે ૯૮ બોલના અલ્પબહત્વમાં બાદર વાયુકાય પર્યાપ્તનો પ૭મો બોલ છે, જ્યારે દેવોનો અંતિમ બોલ ૪૧મો છે. બારમા પદના બદ્ધલકના અનુસાર વાયુકાયના વૈક્રિય બદ્ધશરીર ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગે છે, જ્યારે દેવ અસંખ્યાત શ્રેણિઓના પ્રદેશ તુલ્ય છે. સમુદ્યાતના ક્ષેત્ર કાલ તેમજ પાંચ ક્રિયા:
સમુદ્યાત આત્મપ્રદેશોની શરીરથી બહાર નીકળવાની જ મુખ્ય ક્રિયા છે, તે બહાર નીકળતા આત્મપ્રદેશ જેટલા ક્ષેત્રને અવગાહન કરે છે અને તેમાં જેટલો સમય લાગે છે તે આ પ્રમાણે છે(૧) વેદનીય અને કષાય સમુદ્યાત શરીરની લંબાઈ પહોળાઈનું જેટલું ક્ષેત્ર છે તેના અંગ અને ઉપાંગના મધ્ય જે આત્મપ્રદેશોથી, ખાલી સ્થાન છે તેને પૂરવાથી શરીર પ્રમાણ ક્ષેત્ર ઘન રૂપમાં આત્મપ્રદેશોથી વ્યાપ્ત થાય છે. (૨) આ ક્ષેત્રને આત્મપ્રદેશોથી વ્યાપ્ત કરવામાં એક સમય અથવા બે સમય ઉત્કૃષ્ટ ત્રણ સમય લાગે છે.
આત્મપ્રદેશોને વ્યાપ્ત થવાની પ્રક્રિયા સર્વ જગ્યાએ એક સમાન હોય છે. તે કેવલી સમુદ્યાતની પહેલા બીજા અને ત્રીજા સમયની પ્રક્રિયાની સમાન હોય છે. જુદા જુદા જીવોના શરીર, જેટલા ક્ષેત્રને વ્યાપ્ત કરે તે અનુસાર ક્ષેત્રની લંબાઈ, પહોળાઈનું અંતર પડે છે. વ્યાપ્ત કરવાનું ક્ષેત્ર એક દિશાગત હોય તો એક સમય લાગે છે, ચાર દિશાગત હોય અથવા વળાંક હોય તો બે સમય લાગે છે તથા વિદિશાગત હોય અથવા વિદિશાનો વળાંક હોય તો ત્રણ સમય લાગે છે તેમજ લોકાંત ખૂણો હોય અથવા અન્ય એવું ગમન ક્ષેત્ર હોય તો આત્મપ્રદેશોને જવામાં કયારેક ચાર સમય પણ લાગે છે. (૩) આ વિધાન અનુસાર મારણાંતિક સમુદ્યા અને કેવળી સમુદ્યાતને છોડીને બાકી પાંચ સમુદ્યાતમાં ઉત્કૃષ્ટ ત્રણ સમયમાં આત્મપ્રદેશોની, શરીરથી બહાર નીકળીને પોતાના પરિલક્ષિત ક્ષેત્રમાં વ્યાપ્ત થવાની ક્રિયા પૂર્ણ થઈ જાય છે. મરણ સમુદ્યાતમાં કયારેક ઉત્કૃષ્ટ ચાર સમય પણ પૂર્ણ વ્યાપ્ત થવામાં લાગે છે. કેવલી સમુઘાતમાં અજઘન્ય અઉત્કૃષ્ટ ચાર સ (૪) આ સાત સમુદ્યાતોના પુદ્ગલ ગ્રહણ, નિસ્સરણ તેમજ કર્મ નિર્જરણનો કુલ કાલ જઘન્ય–ઉત્કૃષ્ટ અસંખ્ય સમયોનું અંતર્મુહૂર્ત છે, પરંતુ કેવળી સમુઘાતનો કુલ કાલ આઠ સમયનું અંતર્મુહૂર્ત જ હોય છે. તેમજ આહારક સમુદ્ઘાતનો કાલ જઘન્ય એક સમયનો છે તેમજ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તનો છે. (૫) ભાવાર્થ એ છે કે આત્મપ્રદેશોને બહાર વ્યાપ્ત થવાનો કાલ જઘન્ય ૧ સમય, ૨ સમય અને ઉત્કૃષ્ટ ૩ અથવા ૪ સમય છે, તે વ્યાપ્ત ક્ષેત્રમાં ગ્રહણ–નિસ્સરણ આદિ સંપૂર્ણ ક્રિયા સમાપ્ત કરવાનો સમય અંતર્મુહૂર્ત છે તેમજ કેવલી સમુદ્યાતનો સંપૂર્ણ કાલ આઠ સમય છે. (૬) મરણ સમુદ્યાત ગત આત્મપ્રદેશોની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગ હોય છે, ઉત્કૃષ્ટ એક દિશામાં અસંખ્યાત યોજનાની હોય છે. આ સીમા નવા ઉત્પત્તિ ક્ષેત્રના અંતરની અપેક્ષાએ છે. (૭) વૈક્રિય અને તેજસ સમુઘાતમાં જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગે ઉતકૃષ્ટ સંખ્યાતા યોજન એક દિશા અથવા વિદિશામાં. તેમાં પુદ્ગલ ગ્રહણ કરવાના લક્ષે દંડાકાર આત્મપ્રદેશ ફેલાવવામાં આવે છે. તેની સીમા લંબાઈની અપેક્ષાએ છે. (૮) આહારક સમુઠ્ઠાતમાં જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગ, ઉત્કૃષ્ટ એક દિશામાં સંખ્યાતા યોજન; આ સીમા પણ દંડ કાઢ વાની અપેક્ષાએ છે. (૯) કેવલી સમુદ્દઘાતમાં સંપૂર્ણ લોક પ્રમાણ આત્મપ્રદેશોની અવગાહના હોય છે. (૧૦) આ સમુદ્યાતોથી છોડેલા પુદ્ગલ લોકમાં પ્રસરિત થાય છે. તેનાથી જે જીવોની વિરાધના થાય છે, તેને કિલામના દુઃખ) પહોંચે છે, તેની ક્રિયા સમુઘાત કરનારા જીવને લાગે છે. તે ક્રિયાઓ પાંચ છે– ૧. કાયિકી, ૨. અધિકરણિકી, ૩. પ્રાષિકી, ૪. પરિતાપનિકી, ૫. પ્રાણાતિપાતિકી. તેનું વિવરણ બાવીસમા ક્રિયાપદમાં કરવામાં આવ્યું છે. આ પાંચમાંથી પણ કોઈ જીવને ત્રણ, કોઈને ચાર અને કોઈને પાંચ ક્રિયા લાગે છે. તે જીવોને સમુદ્યાત ગત જીવોથી અથવા અન્ય જીવથી ૩–૪ અથવા પાંચ ક્રિયા પોતાની પ્રવૃત્તિ અનસાર લાગી શકે છે. (૧૧) નરયિકોનો મરણ સમુદ્યાત જઘન્ય સાધિક હજાર યોજન હોય છે અને ઉત્કૃષ્ટ અસંખ્ય યોજન હોય છે. જઘન્ય પાતાલ કળશોમાં જન્મવાની અપેક્ષાએ હોય છે. (૧૨) એકેન્દ્રિયમાં મરણ સમુદ્યાતમાં ઉત્કૃષ્ટ ચાર સમય આત્મપ્રદેશોને પરિલક્ષિત ક્ષેત્ર વ્યાપ્ત કરવામાં લાગે છે. બાકી ૧૯ દંડકમાં ઉત્કૃષ્ટ ત્રણ સમય જ લાગે છે. (૧૩) વૈક્રિય સમુદ્યાત વાયુકાયમાં જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ છે બાકી બધામાં જઘન્ય અંગુલના સંખ્યામાં ભાગ છે. નારકી અને વાયુકાયને વૈક્રિય એક દિશામાં હોય છે બાકી બધાને દિશા વિદિશામાં પણ હોય છે. (૧૪) તેજસ સમુદ્યાત બધાની જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગની હોય છે. તિર્યંચમાં એક દિશામાં હોય છે. મનુષ્ય-દેવમાં દિશા-વિદિશામાં પણ હોય છે. (૧૫) વૈક્રિય, તૈજસ અને આહારક સમુઘાતમાં ૧-૨-૩ સમયમાં આત્મપ્રદેશોથી જેટલા ક્ષેત્ર વ્યાપ્ત કરીને પુગલ ગ્રહણ નિસ્સરણ થાય છે તેટલા ક્ષેત્ર પ્રમાણ અવગાહના અને તેટલા સમયનો કાલ અહીં આ પ્રકરણમાં બતાવેલ છે. પરંતુ આ ક્રિયાની પછી રૂપ આદિ બનાવવામાં આવે છે તેમજ જે ક્રિયા કરવામાં આવે છે તે રૂપોની અથવા ક્રિયાની અવગાહના આદિ અથવા સ્થિતિ