________________
82
આગમચાર– ઉતરાર્ધ
ચોત્રીસમું: પરિચારણા પદ ૧. પરિચારણા શબ્દનો અર્થ – મૈથુન સેવન, ઇન્દ્રિયોના કામભોગ, કામક્રીડા, રતિ, વિષય ભોગ આદિ છે. પરિચારણા પણ તેનો પર્યાય વાચી શબ્દ છે. ૨. આહાર, અધ્યવસાય તેમજ સમ્યકત્વ, મિથ્યાત્વની પણ પરિચારણાગત પરિણામોમાં અસર પડે છે. ૩. આહારથી શરીર પુષ્ટ થાય છે. શરીરમાં જ વિષય વાસનાની ઉત્પત્તિ થાય છે. પરિણામોમાં મોહભાવની વૃદ્ધિ થવાથી કામભોગનો પ્રયત્ન થાય છે અથવા કામભોગનો વિચાર આવે છે. પરિચારણા કરતાં થકાં પણ મિથ્યાત્વીની અને સમ્યગ્દષ્ટિની આસક્તિમાં અંતર હોય છે. ૪. ઔદારિક દંડકોમાં પરિચારણા પછી વિવિધ ક્રિયાઓ થાય છે. અર્થાત્ સાંસારિક કાર્ય વૃદ્ધિ ગર્ભાધાન, સંતતિ, સંરક્ષણ આદિ ક્રિયાઓ વધે છે. વૈક્રિય દંડકોમાં પહેલા વિશેષ વિક્રિયા-હજારો રૂપ આદિ બનાવે છે. પછી પરિચારણા કરે છે. તેથી પહેલા વિક્રિયા થાય છે. ૫. બધા જીવોના અસંખ્ય અધ્યવસાય સ્થાન હોય છે. તે શુભ અને અશુભ બંને પ્રકારના હોય છે. ૬. એકેન્દ્રિય, વિકસેન્દ્રિયમાં પરિચારણા છે પરંતુ પહેલા અથવા પછી વિક્રિયા નથી. તે જીવોને પરિચારણા પણ અવ્યક્ત સંજ્ઞાથી હોય છે. ૭. મનુષ્ય-તિર્યંચમાં બધા પ્રકારની પરિચારણા હોય છે. ૮. દેવતાઓમાં ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને પહેલા–બીજા દેવલોકમાં મનુષ્યની સમાન મૈથુન સેવનરૂપ કાય પરિચારણા છે. દેવને પરિચારણા (કામભોગ)ની ઇચ્છા થાય છે ત્યારે દેવીઓ રૂપ-શૃંગાર આદિ કરીને હાજર થાય છે. ૯. ત્રીજા દેવલોકથી ૧રમાં દેવલોક સુધી દેવીઓ હોતી નથી તો પણ ત્રીજા ચોથા દેવલોકમાં સ્પર્શ-પરિચારણા હોય છે. પાંચમા, છટ્ટા દેવલોકમાં રૂપ-પરિચારણા હોય છે, સાતમા આઠમાં દેવલોકમાં શબ્દ પરિચારણા હોય છે.
આ દેવોને પરિચારણાની ઇચ્છા થવા પર પહેલા–બીજા દેવલોકથી દેવીઓ ત્યાં પહોંચી જાય છે, પછી ઉપર કહેલ કથન અનુસાર તે દેવ આસક્તિયુક્ત અંગોના સ્પર્શ માત્રથી અથવા રૂપ જોવામાં તલ્લીન થઈને અથવા શબ્દ શ્રવણમાં દત્તચિત્ત થઈને
મન પરિચારણાવાળા ૯મા. ૧૦મા. ૧૧માં. ૧૨મા દેવલોકના દેવોને જ્યારે મન પરિચારણાની ઇચ્છા થાય છે, ત્યારે દેવી ત્યાં જતી નથી પરંતુ પોતાના સ્થાનમાં રહીને જ રિક્રિયા, વિભૂષા, તેમજ મનો પરિણામોથી તે રૂપમાં પરિણત થાય છે. આ પ્રકારે તે બંને દેવ-દેવી) પરિચારણાનો અનુભવ મનથી જ કરીને ઇચ્છા પૂરી કરી લે છે. એવું કરવા પર પણ દેવના શરીર પુદ્ગલોનું દેવીના શરીરમાં સંક્રમણ તેમજ પરિણમન થઈ જાય છે.
આ પ્રકારની વિભિન્ન પરિચારણાઓથી પણ તે-તે દેવોના વેદ મોહની ઉપશાંતિ થઈ જાય છે. નવગ્રેવેયક તેમજ અનુત્તર દેવોને કોઈ પણ પ્રકારની પરિચારણા અથવા તેનો સંકલ્પ હોતો નથી. અલ્પબદુત્વ :- અપરિચારણાવાળા દેવ થોડા છે, મન પરિચારણાવાળા સંખ્યાત ગણા, શબ્દ પરિચારણાવાળા અસંખ્યાત ગણા, ૩૫ પરિચારણાવાળા અસંખ્યાત ગણા, સ્પર્શ પરિચારણાવાળા અસંખ્યાતગણા, કાય પરિચારણાવાળા અસંખ્યાત ગણા છે.
પાંત્રીસમું: વેદના પદ ૧. શીત, ઉષ્ણ તેમજ શીતોષ્ણ ત્રણ પ્રકારની વેદના બધા દંડકોમાં અભ્યાધિક હોય છે. નારકીમાં પહેલી, બીજી, ત્રીજીમાં ઉષ્ણ, ચોથી, પાંચમીમાં બંને, છઠ્ઠી, સાતમીમાં શીત વેદના છે. ૨. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવની વેદના ચોવીસે(ર૪) દંડકમાં છે. ૩. શારીરિક, માનસિક તેમજ ઉભય, ત્રણ પ્રકારની વેદના ૧૬ દંડકમાં છે. એકેન્દ્રિય, વિકસેન્દ્રિયમાં કેવલ શારીરિક વેદના છે. ૪. સાતા, અસાતા, મિશ્રએ ત્રણ પ્રકારની વેદના ૨૪ દંડકમાં ઓછી–અધિક હોય છે. આ ઉદય પ્રમુખા વેદના છે. ૫. દુઃખ, સુખ, અદુઃખસુખા આ ત્રણ પ્રકારની વેદના બીજા દ્વારા ઉદીરિત છે, નિમિત્ત પ્રમુખ છે. ત્રણે વેદના ૨૪ દંડકમાં હોય છે. ૬. અભ્યપગમિકી એટલે સ્વેચ્છાપૂર્વક સ્વીકારવામાં આવતી કેશ લોચ આદિ, ઔપક્રમિકી એટલે અનિચ્છાથી અચાનક આવી જવાવાળી જેમ કે– પડી જવાથી થતી વેદના. આ બંને પ્રકારની વેદના તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યમાં હોય છે. બાકી બધા દંડકમાં કેવળ એક ઔપક્રમિકી વેદના હોય છે. ૭. નિદા – વ્યક્ત વેદના, અનિદા – અવ્યક્ત વેદના, આ બંને પ્રકારની વેદના નારકીમાં હોય છે, કારણ કે ત્યાં સંજ્ઞી અને અસંજ્ઞી. બંને હોય છે. આ જ રીતે ભવનપતિ-વ્યંતરમાં પણ બંને હોય છે. જ્યોતિષી–વૈમાનિકમાં પણ બંને વેદના હોય છે. સમદષ્ટિ–મિથ્યાદષ્ટિની અપેક્ષાથી. પાંચ સ્થાવર ત્રણ વિકસેન્દ્રિયમાં એક અનિદા વેદના હોય છે. મનુષ્ય-તિર્યંચ પંચેન્દ્રિયમાં બંને વેદના હોય છે.
છત્રીસમું સમુદ્યાત પદ સમુઘાતનો અર્થ - શરીરમાંથી કેટલાક આત્મપ્રદેશોનું અલ્પ સમયને માટે બહાર નીકળવું. આત્મપ્રદેશની આ પ્રકારની પ્રક્રિયા સાત પ્રકારના પ્રસંગોથી થાય છે. તેથી સમુદ્યાત પણ સાત પ્રકારના કહ્યા છે(૧) વેદનીય સમુદ્યાત – અશાતા વેદનીયની તીવ્રતાથી આત્મપ્રદેશોનું શરીરને અવગાહિત ક્ષેત્રથી બહાર પરિસ્પંદન થાય છે, એ સમયે જે આત્માની પ્રક્રિયા થાય છે તેને વેદનીય સમુદ્દાત કહે છે. (ર) કષાય સમુદ્યાત :- ક્રોધ, માન, માયા, અથવા લોભ; કોઈ પણ કષાયની તીવ્રતાથી આત્મપ્રદેશ શરીર અવગાહિત ક્ષેત્રથી. બહાર પરિસ્પંદિત થાય છે. આ પ્રક્રિયાને કષાય સમુદ્દાત કહે છે.