________________
jainology I
કેવળજ્ઞાનીનો ઉપયોગ :– જીવોને જ્યારે જ્ઞાનોપયોગ અર્થાત્ સાકારોપયોગ હોય છે ત્યારે અનાકારોપયોગ હોતો નથી, જ્યારે અનાકારોપયોગ હોય છે ત્યારે સાકારોપયોગ હોતો નથી. અર્થાત્ જીવમાં જ્ઞાન અને દર્શન એક સાથે ક્ષયોપશમ ભાવમાં રહી શકે છે, પરંતુ તે બંને માંથી ઉપયોગ એકનો જ હોય છે. જ્ઞાનોપયોગ : સાકારોપયોગથી જાણવાનું જ્ઞાન થાય છે અને દર્શનોપયોગ અનાકાર ઉપયોગથી જોવાનું જ્ઞાન થાય છે, તેથી જાણવા અને જોવા રૂપ ઉપયોગ પણ અલગ અલગ સમયમાં હોય છે. તેથી છદ્મસ્થ અને કેવળી બધાને એક સમયમાં એક ઉપયોગ જ હોય છે, સાકાર ઉપયોગ અથવા અનાકાર ઉપયોગ.
કેવળજ્ઞાની પ્રત્યેક પદાર્થના સ્વરૂપને તેના નામ, અર્થ, ભાવાર્થ, આકારોથી યુક્તિ પૂર્વક, ઉપમા તેમજ દષ્ટાંતપૂર્વક, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ તેમજ સંસ્થાનોથી, લંબાઈ, પહોળાઈ આદિ માપોથી અથવા પ્રત્યક્ષ આદિ પ્રમાણોથી જાણે જોવે છે. જે સમયે જોવા રૂપ દર્શનોપયોગ એટલે અનાકારોપયોગમાં હોય છે ત્યાર પછીના સમયમાં જ્ઞાનોપયોગ અર્થાત્ સાકારોપયોગમાં હોય છે.
ઉપયોગની સમાન કેવલજ્ઞાનીના બંને પશ્યત્તા પણ સમજી લેવા જોઇએ. છદ્મસ્થોને બંને ઉપયોગ અને પશ્યત્તા જઘન્ય—ઉત્કૃષ્ટ અસંખ્ય સમયના અંતર્મુહૂર્ત– વાળા હોય છે અને કેવળજ્ઞાનીને એક–એક સમયના જ બંને ઉપયોગ હોય છે. એકત્રીસમું : સંશી પદ
૧. જે જીવોને મન હોય છે તે સંશી હોય છે. જેને મન નથી તે અસંશી હોય છે. મનઃપર્યાપ્તિ પૂર્ણ કર્યા વગર અસંજ્ઞીથી આવીને ઉત્પન્ન થનારા નારકી—દેવતા પણ અસંશી કહેવાય છે. જે ગર્ભજ અથવા ઔપપાતિક હોય છે તે સંજ્ઞી છે. ૨. ચોવીસ દંડકમાં :
નારકી, ભવનપતિ, વ્યંતર
મનુષ્ય તેમજ તિર્યંચ પંચેન્દ્રિય જ્યોતિષી, વૈમાનિક
પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય નો સંશી નો અસંજ્ઞી
સંજ્ઞી તેમજ અસંજ્ઞી સંજ્ઞી તેમજ અસંશી સંશી છે, અસંશી નથી અસંશી છે, સંજ્ઞી નથી જીવ, મનુષ્ય અને સિદ્ધ
81
આગમસાર
બત્રીસમું : સંયત પદ
શ્રમણ, મુનિ સંયત કહેવાય છે. શ્રાવક-શ્રમણોપાસક સંયતાસંયત કહેવાય છે. બાકી બધા અસંયત હોય છે. ચોવીસ દંડકમાં :– બાવીસ દંડકના જીવ અસંયત છે. સંશી તિર્યંચ પંચેન્દ્રિય અસંયત અને સંયતાસંયત બંને પ્રકારના હોય છે. મનુષ્યમાં કોઈ સંયત હોય છે, કોઈ અસંયત હોય છે અને કોઈ સંયતાસંયત પણ હોય છે. સિદ્ધ ભગવાન નો સંયત, નો અસંયત, નો સંયતાસંયત છે.
વિશેષ જ્ઞાતવ્ય :– જાણવાની તત્ત્વ દષ્ટિથી આ કથન કરવામાં આવે છે, પરંતુ કોઈ દેવ અથવા વિશિષ્ટ વ્યક્તિ પ્રત્યક્ષ હોય તે અસંયત છે, એવા નિષ્ઠુર કઠોર વચન ન કહેવા. આવા કઠોર વચન બોલવાને માટે ભગવતી સૂત્રમાં નિષેધ કર્યો છે.
તેત્રીસમું : અવધિ પદ
નંદી સૂત્રમાં પાંચ જ્ઞાનનું વિસ્તારથી વર્ણન છે. તે સંબંધી જાણકારી માટે ત્યાં અવધિજ્ઞાન પ્રકરણ જોવું જોઇએ. નારકી અને વૈમાનિક દેવતાનો અવધિજ્ઞાન વિષય જીવાભિગમ સૂત્રમાં આ જ પુસ્તકમાં આવી ગયું છે.
નારકી નારકીમાં ભવપ્રત્યયિક અવધિ હોય છે. જઘન્ય અડધો કોશ ઉત્કૃષ્ટ ચાર કોશ ક્ષેત્ર સીમાવાળા હોય છે. ત્રિકોણ નાવાના આકારવાળા અવધ ક્ષેત્ર હોય છે. આત્યંતર અવધિ હોય છે, બાહ્ય હોતું નથી; દેશ અવધિ હોય છે, સર્વ અવધિ હોતું નથી; આનુગામિક અવધિ હોય છે, અપડિવાઈ(જીવન ભર રહેવા– વાળા) અને અવસ્થિત(ન વધવાવાળા ન ઘટવાવાળા) અવિધ હોય છે. અસુરકુમાર :– ભવ પ્રત્યયિક અવધિ હોય છે. જઘન્ય ૨૫ યોજન, ઉત્કૃષ્ટ અસંખ્ય દ્વીપ–સમુદ્ર ક્ષેત્રસીમાવાળું હોય છે, પલંગના આકા૨ે ચતુષ્કોણ હોય અસંખ્યદ્વીપ–સમુદ્ર ક્ષેત્રસીમાવાળું હોય છે. બાકી વર્ણન નરકની સમાન છે. નવનિકાય તેમજ વ્યંતર :– ઉત્કૃષ્ટ અવધિ ક્ષેત્ર સંખ્યાતા દ્વીપ–સમુદ્રનું હોય છે. બાકીનું વર્ણન અસુરકુમારના સમાન. તિર્યંચ પંચેન્દ્રિય :– જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ અસંખ્ય દ્વીપ– સમુદ્ર. ક્ષાયોપમિક અવધિ, વિવિધ આકારવાળું અને દેશ અવધિ તિર્યંચમાં હોય છે. અનુગામિક, અનનુગામિક, હાયમાન, વર્ધમાન, પડિવાઈ, અપડિવાઈ, અવસ્થિત, અનવસ્થિત વગેરે બંને પ્રકારના અવધિજ્ઞાન તિર્યંચ પંચેન્દ્રિયમાં હોય છે.
મનુષ્ય :– ક્ષાયોપશમિક અવધિ હોય છે. જઘન્ય અંગુલના અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ અસંખ્યાત લોક ખંડ જેટલા સીમા ક્ષેત્ર જાણવાની ક્ષમતા હોય છે. બાકી તિર્યંચની સમાન છે. પરમાવધિ જ્ઞાન મનુષ્યને હોય છે અર્થાત્ દેશ, સર્વ, આત્યંતર, બાહ્ય; બંને પ્રકારના અવધિ હોય છે.
જ્યોતિષી
। :– જઘન્ય સંખ્યાતા દ્વીપ–સમુદ્ર અને ઉત્કૃષ્ટ પણ સંખ્યાતા દ્વીપ– સમુદ્ર, બાકી અસુર કુમારની સમાન. વૈમાનિક ઃ— જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ લોકનાલ (ત્રસ નાલ).
સંસ્થાન :– વાણવ્યંતરોને પટહના આકારે, જ્યોતિષીને જાલરના આકારે અવધિ જ્ઞાન ક્ષેત્ર હોય છે. ૧૨ દેવલોકના ઊર્ધ્વ મૃદંગ,
-
ત્રૈવેયકમાં– પુષ્પ અંગેરી, અણુત્તર વિમાનમાં જવનાલિકા(લોકનાલિકા); આ અવધિ ક્ષેત્રના આકાર છે.
નોંધ :– નંદી સૂત્રથી તેમજ જીવાભિગમ સૂત્રની ત્રીજી પ્રતિપત્તિના અધ્યયનથી બાકીની બધી જાણકારી મળી શકશે.