________________
jainology II
આગમસાર
પ્રદેશ સ્થૂલ પુદ્ગલોમાં અનેક પુદ્ગલ–સ્કંધ સૂક્ષ્મ–બાદર અવગાહનામાં અવગાહિત હોય છે, તેની અપેક્ષાએ આસ્વાદ, સ્પર્શ હોતા નથી. જેમકે- ચક્રવર્તીની દાસી પૂર્ણ શક્તિથી નિરંતર ખર પૃથ્વીકાયને પીસે તો પણ કેટલાય જીવોને શસ્ત્રનો સ્પર્શ પણ નથી થતો. એવું જ કારણ અહીં કવલાહારના પુદ્ગલોને માટે સમજી લેવું. નોંધ:- અહીં પરિશેષ કવલાહારના પ્રસંગમાં પરિશેષ પુદ્ગલોને માટે સંખ્યાતા(અનેક) હજારો ભાગ કહ્યા છે તો જે ગ્રહણ કરેલા આહાર છે તે પણ સંખ્યાતમો ભાગ જ સંભવે છે. પ્રક્ષેપ આહારથી ગ્રહણ કરેલા પુદ્ગલોની સંખ્યામાં ભાગનો જ આહા ચાહે તે હજારમો ભાગ પણ હોય પરંતુ અસંખ્યાતમો ભાગ સંભવ નથી તેમજ બુદ્ધિ ગમ્ય પણ નથી. તેથી અહીં (અ) લિપિ દોષ અથવા ભ્રાંતિથી પ્રક્ષિપ્ત સમજવો જોઈએ.
વ્યવહારથી પણ કોઈ સમજવા ઇચ્છે તો પ્રક્ષેપ આહારના સંખ્યાતમા ભાગનું શરીરમાં આહાર રૂપમાં કામ આવવું યોગ્ય જ લાગે છે. અસંખ્યાતમો ભાગ જ જો શરીરના કામ આવે તો જે ઔદારિક શરીરની વૃદ્ધિ થતી પ્રત્યક્ષ દેખાય છે તે થવી પણ સંભવ ન થઈ શકે. કારણ કે અસંખ્યાતમા ભાગનો આહાર એક મહિનામાં ૩૦૦ વાર પણ શરીરમાં જાય તો તે શરીરની વૃદ્ધિ એક ગ્રામ
અસંખ્યાતમા ભાગના પાઠને અહીં અશદ્ધ સમજવો જોઈએ તેમજ “સંખ્યાતમો ભાગ” એવો પાઠ સુધારીને અર્થ પરમાર્થ સમજવો જોઇએ. આ આશય અને અનુપ્રેક્ષણથી પ્રસ્તુત પ્રકરણમાં સંખ્યાતમો ભાગ જ કહ્યો છે. ૯. પરિશેષ હજારો ભાગવાળા પુદ્ગલોમાં ધ્રાણના અવિષયભૂત ઓછા હોય, તેનાથી રસનાના અવિષય ભૂત થવાવાળા અનંતગણા અને તેનાથી સ્પર્શના અવિષયભૂત થનારા અનંતગણા હોય છે. બે ઇન્દ્રિયમાં ઘાણનો વિષય ન કહેતા તેઈન્દ્રિય, ચોરેન્દ્રિય, પંચેન્દ્રિયમાં સમજવું. ૧૦. આ આહારરૂપે ગ્રહણ કરેલા પુદ્ગલ શરીરપણે અર્થાત્ અંગ, ઉપાંગ, ઇન્દ્રિયોના રૂપમાં પરિણત થઈ જાય છે. નારકીમાં અશુભ અને દુઃખરૂપમાં, દેવતાઓમાં શુભ અને સુખ રૂપમાં અને મનુષ્ય તિર્યંચમાં સુખ-દુ:ખ વિભિન્ન રૂપોમાં વિમાત્રામાં પરિણત થઈ જાય છે. ૧૧. બધા જીવ પૂર્વ ભાવની અપેક્ષાએ એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિયના શરીરના છોડેલા પુદ્ગલોનો આહાર કરે છે અને વર્તમાન ભાવની અપેક્ષાએ પોતાના પરિણામિત આહાર કરવાથી એકેન્દ્રિય એકેન્દ્રિયના શરીરનો જ આહાર કરે છે યાવત્ પંચેન્દ્રિય પંચેન્દ્રિયના શરીરનો જ આહાર કરે છે. ૧૨. નૈરયિકોને અને એકેન્દ્રિયને રોમાહાર તેમજ ઓજાહાર હોય છે. દેવોને રોમાહાર, ઓજાહાર તેમજ મનોભક્ષી આહાર હોય છે. વિકસેન્દ્રિય આદિ શેષ બધાને રોમાહાર, ઓજાહાર અને પ્રક્ષેપાહાર હોય છે.
બીજો ઉદેશક ચોવીસ દંડકના જીવ તો આહારક અને અણાહારક બંને પ્રકારના હોય છે. તોપણ દષ્ટિ, કષાય, સંયત, ભવી, વેદ આદિના આહારક અણાહારકના બોધ માટે અહીં ૧૩ કારોથી આહારક, અણાહારકની વિચારણા કરી છે. સાથે જ ૨૪ દંડક ઉપર પણ એકવચન, બહુવચનથી વર્ણન કરવામાં આવ્યું છે. (૧) જીવ – સમુચ્ચય જીવ અને એકેન્દ્રિય જીવ આહારક પણ ઘણા હોય છે, તેમજ અણાહારક પણ ઘણા હોય છે. બાકી ૨૩ દંડકમાં ત્રણ ભંગ હોય છે, અણાહારક અશાશ્વત હોવાથી. સિદ્ધ બધા અણાહારક જ હોય છે. (એકવચનમાં સર્વત્ર પોતાની મેળે સમજી લેવું કે આહારક છે કે અણાહારક). (૨) ભવ્ય :- ભવી અભવી બંનેમાં સમુચ્ચય જીવ અને એકેન્દ્રિય પ્રથમ દ્વારની સમાન એક ભંગ અને ૨૩ દંડકમાં ત્રણ ભંગ આહારક, અનાહારકથી હોય છે. નૌભવી નોઅભવી(સિદ્ધ) નિયમાં અણાહારક હોય છે. (૩) સંજ્ઞી -સંજ્ઞી જીવ અને ૧૬ દંડક (એકેન્દ્રિય વિકલેન્દ્રિયના આઠ દંડક છોડીને) આહારક–અણાહારકથી ત્રણ ભંગ થાય છે.
અસંજ્ઞી જીવ અને એકેન્દ્રિયમાં એક ભંગ વિકસેન્દ્રિય, પંચેન્દ્રિયમાં ત્રણ ભંગ. નારકી, ભવનપતિ, વ્યંતર તેમજ મનુષ્યમાં ૬ ભંગ હોય છે. અનેક અસંજ્ઞીની અપેક્ષા હોવાથી તે અનેક અસંજ્ઞી અથવા તો અનેક આહારક હોય છે અથવા અનેક અનાહારક હોય છે. તેથી અસંયોગીમાં બહુવચનના જ બે ભંગ હોય છે, એકવચનનો ભંગ હોતો નથી કારણ કે અનેકની પૃચ્છા છે. છ ભંગ:- (૧) આહારક અનેક, (૨) અણાહારક અનેક (૩) આહારક એક, અણાહારક એક (૪) આહારક એક અણહારક અનેક (૫) આહારક અનેક અણાહારક એક (૬) આહારક અનેક, અનાહારક અનેક. નોસણીનો અસંજ્ઞી મનુષ્યમાં ત્રણ ભંગ. સિદ્ધમાં બધા અણાહારક. (૪) લેગ્યા:- જે લેગ્યામાં એકેન્દ્રિય છોડીને જેટલા દંડક હોય છે, તેમાં બહુવચનની અપેક્ષા ત્રણ ભંગ હોય છે.
જીવ અને એકેન્દ્રિયમાં સલેશી તેમજ કૃષ્ણાદિ ત્રણ લેગ્યામાં એક ભંગ હોય છે. તેજોલેશ્યામાં એકેન્દ્રિય (પૃથ્વી, પાણી, વનસ્પતિ)માં છ ભંગ (અસંજ્ઞીની જેમ). તેજો આદિ ત્રણ લેશી સમુચ્ચય જીવમાં પણ ત્રણ ભંગ હોય છે. મનુષ્યાદિમાં પણ ત્રણ ભંગ. અલેશી બધા અણાહારક જ હોય છે. (૫) દષ્ટિ – સમ્યગુદૃષ્ટિ જીવ અને ૧૬ દંડકમાં ત્રણ ભંગ. વિકલેન્દ્રિયમાં ૬ ભંગ. મિથ્યાદષ્ટિ જીવ, એકેન્દ્રિયમાં એક ભંગ બાકી બધામાં ત્રણ ભંગ. મિશ્ર દષ્ટિના ૧૬ દંડક બધા નિયમા આહારક જ હોય છે. (૬) સંયત :- અસંયતમાં જીવ અને એકેન્દ્રિયમાં એક ભંગ. ૧૯ દંડકમાં ત્રણ ભંગ. સંયતાસંયતમાં જીવ મનુષ્ય-તિર્યંચ પંચેન્દ્રિય આહારક જ હોય છે. સંયતમાં જીવ મનુષ્યમાં ત્રણ ભંગ. નોસંયત, નોઅસંયત, નોસંયતાસંયતમાં જીવ અને સિદ્ધ ભગવાન અણાહારક જ હોય છે. (૭) કષાય - સમુચ્ચય જીવ અને એકેન્દ્રિયમાં સકષાયી તેમજ ક્રોધી, માની, માયી, લોભી બધામાં એક ભંગ. બાકી બધા દંડકમાં ત્રણ ત્રણ ભંગ છે, પરંતુ નારકીમાં માન, માયા, લોભમાં છ ભંગ હોય છે અને દેવતામાં ક્રોધ, માન, માયામાં છ ભંગ હોય છે.