________________
77
jainology II
આગમસાર પાંચ સ્થાવરનો જીવ બાંધતો બાંધે – જ્ઞાનાવરણીય કર્મ બાંધતો થકો એક જીવ સપ્તવિધબંધક અથવા અષ્ટવિધબંધક છે. અનેકની અપેક્ષા સપ્તવિધબંધક પણ ઘણા અને અષ્ટવિધબંધક પણ ઘણા હોય છે. બાકીના છ કર્મ બાંધતા થકા પણ આ જ રીતે છે. આયુષ્ય બાંધતા નિયમો અષ્ટવિધબંધક છે. મનુષ્ય બાંધતો બાંધે :- જ્ઞાનાવરણીય કર્મ બાંધતા થકા એક મનુષ્ય સપ્તવિધ બંધક અથવા અષ્ટવિધબંધક અથવા ષવિધબંધક હોય છે. અનેક મનુષ્યની અપેક્ષા ૯ ભંગ થાય છે કારણ કે એક શાશ્વત અને બે અશાશ્વતના ૯ ભંગ, ૧૬માં પદમાં કહેલ અનસાર સમજવા.
જ્ઞાનાવરણીયની સમાન દર્શનાવરણીય, નામકર્મ, ગોત્રકર્મ અને અંતરાય કર્મનું કથન છે. વેદનીય કર્મ બાંધતો થકો એક મનુષ્ય સપ્તવિધબંધક અથવા અષ્ટવિધબંધક અથવા ષવિધબંધક અથવા એકવિધબંધક હોય છે. અનેક મનુષ્યોની અપેક્ષા ૯ ભંગ હોય છે. કારણ કે અષ્ટવિધબંધક અને ષવિધબંધક આ બે અશાશ્વત છે.
મોહનીય કર્મ બાંધતો એક મનુષ્ય સપ્તવિધબંધક અથવા અષ્ટવિધબંધક હોય છે. અનેક મનુષ્યની અપેક્ષા ત્રણ ભં_ નારકીમાં કહ્યા છે અને પર છે.
આયષ્ય કર્મની સાથે નિયમાં આઠ કર્મનો બંધ થાય છે. સમુચ્ચય જીવ – જ્ઞાનાવરણીય આદિ કર્મ બાંધતા ત્રણ ભંગ થાય છે. બાકી બધું મનુષ્યની સમાન છે કારણ કે સમુચ્ચયમાં અષ્ટવિધબંધક એકેન્દ્રિયની અપેક્ષા શાશ્વત હોય છે, તેથી એક ષવિધબંધક જ અશાશ્વત હોય છે. એક અશાશ્વતથી કુલ ત્રણ ભંગ જ થાય છે.
મોહનીય કર્મ બાંધતો થકો સમુચ્ચય એક જીવ સપ્તવિધબંધક અથવા અષ્ટવિધબંધક હોય છે. અનેક જીવની અપેક્ષા સપ્તવિધબંધક પણ ઘણા અને અષ્ટવિધબંધક પણ ઘણા હોય છે. (એકેન્દ્રિયની અપેક્ષા).
આયુષ્ય કર્મ બાંધતા નિયમા અષ્ટવિધબંધક હોય છે. શેષ દંડક - ત્રણ વિકલેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, ભવનપતિ આદિ ચારે જાતિના દેવ, આ બધાના આઠે કર્મના બાંધતો બાંધે નારકીની. સમાન છે. વિશેષ જ્ઞાતવ્ય:- ષવિધબંધક ૧૦ ગુણસ્થાનવાળા હોય છે. આ ગુણસ્થાન અશાશ્વત છે. એકવિધબંધકમાં ગુણસ્થાન ૧૧ મું, ૧૨મું, ૧૩મું, આ ત્રણ ગુણસ્થાન છે, તેમાં ૧૩મું ગુણસ્થાન શાશ્વત હોવાથી એકવિધબંધક શાશ્વત મળે છે.
અષ્ટવિધબંધક આયુષ્ય બાંધનારા હોય છે. જોકે ૧૯ દંડકમાં અશાશ્વત છે.
પચીસમું કર્મબંધ વેદ પદ (બાંધતો વેદ) ૧.જ્ઞાનાવરણીય આદિ કર્મ બાંધતા થકા જીવ કેટલી પ્રકૃતિનું વેદન કરે છે, તે આ પદનો વિષય છે, જેને બાંધતો વેદ નામથી કહેવામાં આવે છે. ૨. જ્ઞાનાવરણીય આદિ સાત કર્મ બાંધતા થકા (૨૪ દંડકના) બધા જીવ આઠ કર્મોનું વેદન કરે છે. તેમાં બીજો કોઈ વિકલ્પ નથી. ૩. વેદનીય કર્મ બાંધતા થકા સમુચ્ચય જીવ અને મનુષ્ય આઠ વેદે અથવા સાત વેદે અથવા ચાર વેદે. સાત કર્મ વેદવાવાળા અશાશ્વત છે તેથી ત્રણ ભંગ થાય છે, બાકી ૨૩ દંડકમાં વેદનીય કર્મ બાંધતા થકા આઠ કર્મ વેદે છે. વિશેષ – દશમાં ગુણસ્થાન સુધી આઠે કર્મોનું વેદના નિયમથી હોય છે તેથી ૨૩ દંડકમાં તો કોઈ વિકલ્પ જ નથી. સાત કર્મોનું વેદન ૧૧માં ૧૨માં ગુણસ્થાનમાં હોય છે. આ ગુણસ્થાન મનુષ્યમાં જ હોય છે. બંને ગુણસ્થાન અશાશ્વત હોવાથી સખવિધ વેદક અશાશ્વત હોય છે, ચાર વિધવેદક કેવળી હોય છે. જેમાં ૧૩મું, ૧૪મું ગુણસ્થાન છે. તેરમું ગુણસ્થાન શાશ્વત હોવાથી ચારવિધબંધક શાશ્વત હોય છે.
છવ્વીસમું કર્મવેદબંધ પદ (વેદતો બાંધે) જ્ઞાનાવરણીય આદિ કર્મ વેદતા થકા જીવ કેટલી પ્રકૃતિનો બંધ કરે છે તે આ પદનો વિષય છે. જેને વેદતો બાંધે નામથી. કહેવામાં આવે છે. નારકી આદિ ૧૮ દંડકઃ- આઠે કર્મ વેદતા થકા નારકી આદિ એક જીવ સપ્તવિધબંધક હોય છે અથવા અષ્ટવિધબંધક. પાંચ સ્થાવર :- આઠે કર્મ વેદતો થકો એક જીવ સપ્તવિધબંધક અથવા અષ્ટવિધબંધક હોય છે; અનેક જીવની અપેક્ષા ઘણા સપ્તવિધબંધક અને ઘણા અષ્ટવિધબંધક હોય છે. મનુષ્યઃ- જ્ઞાનાવરણીય કર્મ વેદતાં એક મનુષ્ય સપ્તવિધબંધક અથવા અષ્ટવિધબંધક અથવા ષવિધબંધક અથવા એક વિધબંધક હોય છે. અનેક મનુષ્યોની અપેક્ષા સપ્તવિધબંધક શાશ્વત છે અને શેષ(બાકી) ત્રણબંધક અશાશ્વત છે. આ પ્રકારે દર્શનાવરણીય અને અંતરાય કર્મને વેદતો બાંધેનું વર્ણન છે. વેદનીય કર્મ વેદતા થકા એક મનુષ્ય સપ્તવિધબંધક અથવા અષ્ટવિધબંધક અથવા ષવિધબંધક અથવા એકવિધબંધક અથવા અબંધક હોય છે. અનેક મનુષ્યની અપેક્ષાએ ત્રણબંધક અશાશ્વત છે. સપ્તવિધબંધક અને એકવિધબંધક શાશ્વત છે. આ જ રીતે આયુષ્ય, નામ અને ગોત્ર કર્મનું કથન છે.
મોહનીય કર્મ વેદતા થકા એક મનુષ્ય સપ્તવિધબંધક અથવા અષ્ટવિધબંધક અથવા ષડુવિધબંધક હોય છે અનેક મનુષ્યની અપેક્ષા અષ્ટવિધબંધક અને ષવિધબંધક બે બોલ અશાશ્વત છે. સમુચ્ચય જીવઃ- સમુચ્ચય જીવમાં અષ્ટવિધબંધક શાશ્વત હોય છે. વિશેષ જ્ઞાતવ્ય:- મોહનીય કર્મનું વદન ૧૦માં ગુણસ્થાન સુધી છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકર્મનું વદન ૧૨મા ગુણસ્થાન સુધી છે અને વેદનીય, આયુ, નામ, ગોત્ર કર્મનું વદન ૧૪મા ગુણસ્થાન સુધી છે.
દશમાં ગુણસ્થાનની અપેક્ષાએ પવિધબંધ થાય છે. ૧૧મા, ૧૨મા ગુણસ્થાનની અપેક્ષા એકવિધબંધ થાય છે. ૧૩માં ગુણસ્થાનની અપેક્ષા એકવિધબંધ અને ચૌદમાં ગુણસ્થાનની અપેક્ષા અબંધ થાય છે.